રૂપગઢ કિલ્લો , ડાંગ - ગુજરાત
આવો જાણીએ ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલા 17મી સદીના સમયમાં બનાવેલા રૂપગઢ નો ઐતિહાસિક કિલ્લા વિશે.....
ટ્રેકિંગના શોખીન લોકો માટે રૂપગઢના કિલ્લાનો ટ્રેક એક અલગ અનુભવ કરાવે છે. આ ઉપરાંત એક દિવસના પ્રવાસ તરીકે પણ તમે ત્યાં જઈ શકો છો. ચારે બાજુ જંગલોથી ઘેરાયેલો આ કિલ્લો પહાડ ની ટોચ પર બિરાજમાન છે. ઢાળવાળી ટેકરીઓ , લીલાછમ જંગલો ચોમાસામાં તો આનો અલગ જ આનંદ આપે છે. લગભગ ત્રણ કિમી નો આ ટ્રેક ખૂબ જ સાહસિક ભરેલો ટ્રેક છે.
ડાંગી સ્થાપત્ય અને નમૂનોના રૂપે આજની તારીખમાં પણ ત્યાં તેના અવશેષો જોવા મળે છે. અહીં ટોચ પરથી વિશાલ ડાંગ જંગલોથી ઘેરાયેલું દેખાય છે. ચોમાસામાં કુદરતનું સ્વરૂપ સોળે કળાએ ખીલેલ હોય એવું અહીંથી જોવા મળે છે . હરિયાળી , પર્વતો અને વહેતા નદી નાળા ઝરણાં એક અનોખો શાંતિપ્રદ આનંદ આપે છે. અહીંના જંગલોમાં સાગ ,ટીમરૂ ,મહુડો અને બીજા અનેક જંગલી વૃક્ષો જોવા મળે છે. થોડી પૂર્વ તૈયારી જેવી કે પીવાનું પાણી, સારા બુટ, રેઇનકોટ, સુકો નાસ્તો અને જરૂરી દવાઓ સાથે લેતી જવી.
ઇતિહાસ
ઈ.સ 1721 માં કિલ્લો ગાયકવાડ રાજવંશી ના સ્થાપક પિલાજીરાય ગાયકવાડે બનાવેલો અને ત્યારે સોનગઢ ખાતે રાજધાની બનાવેલ હતી ત્યારબાદ પીલાજીરાવના પુત્ર દામાજી રાવે વડોદરા શહેર ખાતે રાજધાની બનાવી હતી.
કિલ્લા વિશે....
આ કિલ્લો દરિયાઈ સપાટી થી 1680 ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલ છે. દરિયાઈ સપાટીથી 900 ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલા ભાંગરાપાણી જંગલ-નાકા પરથી કિલ્લા સુધી પહોંચવા માટે 780 ફૂટ જેટલું ચડાણ કરવું પડે છે. હાલમાં કિલ્લા ઉ૫૨ ૫થ્થ૨માંથી બનાવવામાં આવેલ પાણી ટાંકો છે. આ ઉપરાંત આ સ્થળ પર દારૂગોળો અથવા અનાજનો સંગ્રહ કરી શકાય એવી કોઠી છે.
આ કિલ્લાની ઉત્ત૨ દિશામાં ગુપ્ત પાણીનો ઝરો આવેલ છે. આ ઝરાની નીચેના ભાગમાં હનુમાનજીનું મંદિ૨ આવેલ છે, જેની બાજુમાં જીર્ણ અવસ્થામાં તો૫ ૫ડેલ છે. કિલ્લા ઉ૫૨થી ચારે તરફ કુદ૨તી દશ્ય જોવાની મઝા ૫ડે છે. આ કિલ્લા ઉ૫૨ જવા માટે બે ૨સ્તાઓ છે. કાલીબેલ ગામ ત૨ફથી પો૫ટબારી ગામ તરફ વાહન દ્વારા જઈ આશરે ૧ કલાકમાં ઉ૫૨ જવાય છે. ઉત૨તી વખતે ઉત૨ દિશામાં થઈ હનુમાનજીનું દર્શન કરી, પિંપરી થી વ્યારા જતા રાજ્ય ધોરી માર્ગ પર કાલિબેલ થી બરડીપાડા જવાના રસ્તા પર વન વિભાગના ભાંગરાપાણી ચેક-પોસ્ટ, ભુજાડ નજીક ઉતરી ૫૨ત આવી શકાય છે.
આ ઉપરાંત ઉત્તર દિશામાં આવેલા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વાડીરુપગઢ ગામથી પણ આ કિલ્લા પર ચડાણ કરી પહોંચી શકાય છે.
લોકેશન - https://maps.app.goo.gl/uJvLx21NG2tJtgnS9
ગુજરાતના બીજા સ્થળો વિશે વાંચો
👇👇👇👇
https://gujjumusafirsolo.blogspot.com/p/blog-page.html