લેબલ ઉત્તરાખંડ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ઉત્તરાખંડ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

હાઈકિંગ, ટ્રેકિંગ અને માઉન્ટેનિયરિંગ

 


હાઈકિંગ, ટ્રેકિંગ અને માઉન્ટેનિયરિંગ વચ્ચેનો તફાવત

મુદ્દો 🥾 હાઈકિંગ (Hiking) 🎒 ટ્રેકિંગ (Trekking) 🧗 માઉન્ટેનિયરિંગ (Mountaineering)
અર્થ કુદરતી રસ્તા પર થોડું અંતર ચાલવું ઘણા દિવસો સુધી પર્વતો અને જંગલોમાં ચાલવું ઊંચા પર્વતો પર ટેકનિકલ ચઢાણ કરવું
સમય 2–8 કલાક 2–15 દિવસ અથવા વધુ ઘણા દિવસોથી લઈને અઠવાડિયા
અંતર 3–15 કિમી 15–150+ કિમી અભિયાન પ્રમાણે
ઊંચાઈ સામાન્ય મધ્યમથી ઊંચી ખૂબ ઊંચી (15,000–29,000+ ફૂટ)
ટેકનિકલ કુશળતા જરૂરી નથી મૂળભૂત જરૂરી અદ્યતન તાલીમ જરૂરી
સાધનો શૂઝ, પાણી, બેગ ટેન્ટ, સ્લીપિંગ બેગ, ટ્રેકિંગ પોલ, રેન ગિયર દોરડા, હાર્નેસ, હેલ્મેટ, ક્રેમ્પોન, આઇસ એક્સ વગેરે
જોખમ ઓછું મધ્યમ ખૂબ વધુ
માર્ગદર્શન સ્વતંત્ર અથવા ગાઇડ ગાઇડ સાથે કરવું વધુ સારું પ્રમાણિત માઉન્ટેનિયર અને ગાઇડ જરૂરી

🥾 હાઈકિંગ (Hiking)

શું છે?

  • એક દિવસમાં પૂર્ણ થતી કુદરતી જગ્યાની વોક.
  • સામાન્ય રીતે તૈયાર રસ્તા (Trail) પર થાય છે.

ઉદાહરણ

  • સાપુતારા સનરાઇઝ પોઇન્ટ
  • પોલો ફોરેસ્ટ
  • વિલ્સન હિલ્સ
  • લોહગઢ (મહારાષ્ટ્ર)

કોના માટે?

  • શરૂઆત કરનાર
  • પરિવાર
  • બાળકો
  • સિનિયર સિટિઝન

🎒 ટ્રેકિંગ (Trekking)

શું છે?

  • લાંબા અંતરનો અને ઘણા દિવસોનો પ્રવાસ.
  • જંગલ, પર્વત, ખીણ, નદી, બરફ જેવા વિવિધ માર્ગોમાંથી પસાર થવું પડે.

ઉદાહરણ

  • Valley of Flowers
  • Kedarkantha
  • Hampta Pass
  • Kuari Pass
  • Harishchandragad

કોના માટે?

  • સારી ફિટનેસ ધરાવતા લોકો
  • સાહસિક પ્રવાસીઓ
  • કુદરતપ્રેમીઓ

🧗 માઉન્ટેનિયરિંગ (Mountaineering)

શું છે?

  • ઊંચા અને કઠિન પર્વતો પર ટેકનિકલ ચઢાણ.
  • દોરડા, આઇસ એક્સ, ક્રેમ્પોન, હાર્નેસ જેવા સાધનોનો ઉપયોગ થાય છે.

ઉદાહરણ

  • Stok Kangri
  • Friendship Peak
  • Bhagirathi Peaks
  • Mount Everest અભિયાન
  • Kanchenjunga અભિયાન

કોના માટે?

  • તાલીમ લીધેલા માઉન્ટેનિયર્સ
  • પ્રમાણિત ગાઇડ
  • ઊંચા જોખમવાળા અભિયાનમાં ભાગ લેનાર

સરળ ઉદાહરણ

  • 🚶 પાર્કમાં 5 કિમી ચાલવું → હાઈકિંગ
  • 🎒 4 દિવસ હિમાલયમાં ચાલીને કેમ્પિંગ કરવું → ટ્રેકિંગ
  • 🧗 દોરડા અને આઇસ એક્સ સાથે હિમાચ્છાદિત શિખર સર કરવું → માઉન્ટેનિયરિંગ

ટ્રેકિંગ વિશે સંપૂર્ણ માહિતી

ટ્રેકિંગ શું છે?

ટ્રેકિંગ એટલે કુદરતી વિસ્તારમાં (પર્વતો, જંગલો, ખીણો, નદીઓ, ઘાસના મેદાનો વગેરે) પગપાળા લાંબા અંતર સુધી આયોજનબદ્ધ રીતે ચાલવું. ટ્રેકિંગનો હેતુ માત્ર સ્થળ સુધી પહોંચવાનો નથી, પરંતુ કુદરતનો આનંદ માણવો, શારીરિક ક્ષમતા વધારવી અને સાહસિક અનુભવ મેળવવો છે.


ટ્રેકિંગના મુખ્ય પ્રકારો

  1. Day Trek – એક દિવસમાં પૂર્ણ થતો ટ્રેક.
  2. Weekend Trek – 2 થી 3 દિવસનો ટ્રેક.
  3. Multi-Day Trek – 4 થી 10 દિવસ અથવા વધુ.
  4. High Altitude Trek – 10,000 ફૂટથી વધુ ઊંચાઈ પર.
  5. Snow Trek – બરફમાં થતો ટ્રેક.
  6. Forest/Jungle Trek – જંગલ વિસ્તારમાં.
  7. Desert Trek – રણ વિસ્તારમાં.
  8. Pilgrimage Trek – ધાર્મિક સ્થળ સુધીનો ટ્રેક (જેમ કે કેદારનાથ, અમરનાથ).

મુશ્કેલી પ્રમાણે ટ્રેક

🟢 સરળ (Easy)

  • અંતર: 3–10 કિમી
  • ઊંચાઈ: 8,000 ફૂટ સુધી
  • નવા ટ્રેકર્સ માટે યોગ્ય

ભારત

  • Tungnath
  • Triund
  • Nag Tibba
  • Kedarkantha (સરળથી મધ્યમ)

ગુજરાત

  • સાપુતારા આસપાસના ટ્રેક
  • ગીર વિસ્તારના નેચર ટ્રેલ
  • ડાંગના જંગલ ટ્રેક

મહારાષ્ટ્ર

  • Lohagad
  • Tikona
  • Rajmachi

🟡 મધ્યમ (Moderate)

  • અંતર: 10–20 કિમી
  • ઊંચાઈ: 8,000–13,000 ફૂટ

ભારત

  • Valley of Flowers
  • Hampta Pass
  • Bhrigu Lake
  • Kuari Pass

મહારાષ્ટ્ર

  • Harishchandragad
  • Kalsubai
  • Ratangad
  • Sandhan Valley

🔴 કઠિન (Difficult)

  • ઊંચાઈ: 13,000 ફૂટથી વધુ
  • લાંબો અને પડકારજનક ટ્રેક

ભારત

  • Rupin Pass
  • Goechala
  • Pin Parvati Pass
  • Stok Kangri વિસ્તારના ટ્રેક
  • Kashmir Great Lakes

સુરત અને આસપાસ ટ્રેકિંગ

સુરત નજીક

  • વિલ્સન હિલ્સ
  • ડાંગ જિલ્લો
  • ગીરા ધોધ
  • માળનાથ
  • રોપગઢ કિલ્લો
  • સાપુતારા
  • વઘઈ
  • પૂર્ણા વાઇલ્ડલાઇફ સેન્ક્ચુરી

ગુજરાતના લોકપ્રિય ટ્રેક

  • સાપુતારા
  • ડાંગ
  • ગીરનાર (જૂનાગઢ)
  • જેસોર હિલ
  • પોલો ફોરેસ્ટ
  • ઝરવાણી ધોધ
  • રોપગઢ કિલ્લો
  • વિલ્સન હિલ્સ

મહારાષ્ટ્રના લોકપ્રિય ટ્રેક

  • Kalsubai (મહારાષ્ટ્રનું સૌથી ઊંચું શિખર)
  • Harishchandragad
  • Rajgad
  • Torna
  • Sinhagad
  • Lohagad
  • Visapur
  • Rajmachi
  • Ratangad
  • Sandhan Valley
  • Prabalgad
  • Peb Fort

પર્વત પર ચડાણના પ્રકાર

  1. Gentle Slope – હળવો ઢોળાવ
  2. Steep Climb – ઊભો ચડાણ
  3. Rock Patch – ખડક પર ચડાણ
  4. Boulder Section – મોટા પથ્થરો વચ્ચે ચાલવું
  5. Scree Section – નાના ઢીલા પથ્થરો
  6. Snow/Ice Climb – બરફ પર
  7. Ridge Walk – પર્વતની ધાર પર
  8. River Crossing – નદી પાર કરવી

ટ્રેકિંગ દરમિયાન સાવચેતી

  • યોગ્ય ટ્રેકિંગ શૂઝ પહેરો.
  • 2–3 લિટર પાણી રાખો.
  • ORS અને એનર્જી ફૂડ રાખો.
  • હવામાનની માહિતી તપાસો.
  • એકલા ન જવું.
  • ટ્રેક લીડરની સૂચનાઓનું પાલન કરવું.
  • પ્લાસ્ટિક કે કચરો ન ફેંકવો.
  • પ્રથમ સારવાર (First Aid Kit) સાથે રાખવી.
  • વરસાદમાં સ્લીપરી જગ્યાએ ખાસ ધ્યાન રાખવું.
  • ઊંચાઈ પર ધીમે ચાલવું અને શરીરને અનુકૂળ થવા સમય આપવો.

ટ્રેકિંગના ફાયદા

  • હૃદય મજબૂત બને.
  • ફેફસાંની ક્ષમતા વધે.
  • વજન નિયંત્રિત રહે.
  • પગ અને કમરની મસલ્સ મજબૂત બને.
  • સ્ટેમિના વધે.
  • આત્મવિશ્વાસ વધે.
  • તણાવ ઓછો થાય.
  • નેતૃત્વ અને ટીમવર્ક વિકસે.
  • કુદરત અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે.
  • માનસિક શાંતિ અને એકાગ્રતા વધે.

ભારત સરકાર તરફથી મળતા લાભ

સામાન્ય ટ્રેકિંગ માટે સીધી આર્થિક સહાય મળતી નથી, પરંતુ સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન માટે વિવિધ યોજનાઓ ઉપલબ્ધ છે:

  • દ્વારા પર્વતારોહણ અને ટ્રેકિંગ સંબંધિત તાલીમ, અભિયાન અને માર્ગદર્શન.
  • , અને અન્ય સરકારી સંસ્થાઓમાં ટ્રેકિંગ અને માઉન્ટેનિયરિંગ કોર્સ.
  • યુવા અને રમતગમત સંબંધિત કેટલીક સરકારી યોજનાઓમાં સાહસિક પ્રવૃત્તિઓ માટે કેમ્પ અને તાલીમનું આયોજન થાય છે.
  • NCC, NSS, સ્કાઉટ-ગાઈડ અને કેટલીક યુનિવર્સિટીઓ દ્વારા સબસિડાઇઝ્ડ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

નવા ટ્રેકર્સ માટે શરૂઆત ક્યાંથી કરવી?

  1. સાપુતારા
  2. વિલ્સન હિલ્સ
  3. લોહગઢ (મહારાષ્ટ્ર)
  4. રાજમાચી
  5. તુંગનાથ
  6. વેલી ઑફ ફ્લાવર્સ

આ ટ્રેકથી શરૂઆત કરવાથી અનુભવ અને સ્ટેમિના બંને વધશે.



જુડાકા તળાવ -ઉતરાખંડ

 જુડાકા તળાવ


ઉતરાખંડ ના ઉત્તરકાશી જિલ્લામાં આવેલ સમુદ્ર ની સપાટીથી 9,100 ફૂટ ઊંચાઈ પર આવેલું આ તળાવ .....

આમ તો તેનો અર્થ ઊંચાઈ પર આવેલું તળાવ તરીકે ઓળખાય છે. પરંતુ શિયાળામાં આ તળાવ બે ભાગમાં જોવા મળે છે જેમાં એક ભાગ અડધો બરફથી જામી ગયેલ હોય છે અને બીજો ભાગ પાણીવાળો દેખાય છે ટ્રેકર આ બરફવાળા ભાગ પર જઈને ફોટોસેશન કરે છે પણ ખાસ ધ્યાન રાખવા જેવું કે ગાઈડ ની સૂચના પ્રમાણે જવું.
સાકરીથી ચાર કિમી થી ચડાણ કરતા આ તળાવ આવે છે હિન્દુ માન્યતા અનુસાર ભગવાન શંકરે પોતાની જટા ખોલી ત્યારે તેમાંથી જે પાણી ટપક્યું તેના દ્વારા તળાવનું નિર્માણ થયું એવું માનવામાં આવે છે....
અહીં જવાનો ઉત્તમ સમય ડિસેમ્બર થી ફેબ્રુઆરી બાકી બારેમાસ કેદાર કંઠા ટ્રેક કરી શકાય છે અહીં તળાવની આજુબાજુ ઘણા કેમ્પ લાગેલા છે જેમાં રહેવા જમવાની વ્યવસ્થા મળી રહે છે અને નાના નાના ધાબાઓ પણ છે જ્યાં તમને જમવાની કે નાસ્તાની વ્યવસ્થા થઈ શકે છે
કેદાર કાંઠા ની ઊંચાઈ 12,500 ફૂટ છે. ગોવિંદ વન્યજીવન અભ્યારણમાં થી આ ટ્રેકની શરૂઆત થાય છે સામાન્ય રીતે કેદાર કાંઠાની ટોચનું તાપમાન ઝીરો થી માઇનસ 10 ડિગ્રી સુધી જાય છે તો ઘણી વખત માઇનસ 15 થી માઇનસ 16 સુધી પણ જઈ શકે છે જ્યારે જુડા કા તળાવનું રાત્રે નું તાપમાન ૫ ડિગ્રીથી માઇનસ બે ડિગ્રી સુધી જાય છે દિવસે 10 થી 15 ડિગ્રી સુધીનું તાપમાન રહે છે જુડા કા તળાવ જવાનું રસ્તો આમ તો સાકરીથી શરૂ થાય છે શરૂઆતમાં થોડા પથ્થર વાળો રસ્તો અને દાદર વાળો રસ્તો છે ત્યારબાદ ઊંચાઈ ઉપર જતા વૃક્ષો અને જંગલો શરૂ થાય છે
👉વૃક્ષો:- અહીં પાઈન ,દેવદાર , મેપલ જેવા વૃક્ષો અહીં જોવા મળે છે
👉આજુબાજુ નો નજારો :- ચડાણ કરતી વખતે પહાડોના બરફ પીગળીને તેનું પાણી ઝરણા રૂપે નીચે એક તરફથી જતું જોવા મળે છે. ઘણી જગ્યા પર ઘાસના મેદાન પણ જોવા મળે છે .
👉રસ્તામાં નાના મોટા ઘણા ધાબા આવે છે જ્યાં ચા કોફી મેગી જેવો નાસ્તો મળી રહે છે
👉નેટવર્કની વાત કરીએ તો સાકરીથી બે કિમી સુધી ઉપર જતા ક્યાક ક્યાક નેટવર્ક આવે છે

👉પ્રાણીઓ:- વાંદરાઓ ,સુવર ,નોળિયા, સસલા જેવા પ્રાણીઓ જોવા મળે છે

👉પક્ષીઓ:- પોપટ, ચકલી ,કાબર , કાગડા, બાજ, બુલબુલ ,કબુતર અને કાળા હંસ ઘણી વખત જોવા મળે છે સવારમાં શાંતિના સમયે અપક્ષ એવો જોવા મળે છે
👉માણવા જેવું:- ચારે બાજુ બરફ અને ઊંચા વૃક્ષો વચ્ચે ઘેરાયેલા તળાવ શાંતિ પ્રિય જગ્યા છે રાત્રિનું વાતાવરણ અને આકાશમાં તારાઓ જોવાનું એક અલગ જ અનુભવ થાય છે એનું પાણી ચોખ્ખું ને મીઠું છે તેમજ તળાવની નજીક આવેલા ધાબા પર બેસીને મેગી, ચા નાસ્તાની મજા માણી શકાય છે
➖➖➖➖➖➖➖➖➖
👉ધ્યાનમાં રાખવા જેવી બાબતો
1.ગાઈડ ની મદદથી એવી
2. લેક ઉપર ગાઈડના માર્ગદર્શન મુજબ જવું
3. ઠંડીનું પ્રમાણ વધારે હોવાથી વ્યવસ્થિત ગરમ કપડા સાથે લઈ જવા
4. સૂર્યપ્રકાશમાં રક્ષણ આપે તેવા સન ગ્લાસ લઈ જવા
5. ગરમ પાણીની બોટલ લઈ જવી
6. જરૂરી દવાઓ સાથે રાખવી
7. સુકો નાસ્તો અને જરૂરી પાણી સાથે રાખવું
8. પોતાનો સામાન ઊંચકીને જવું પડે છે અથવા તમે ખચ્ચર પર પણ સામાન મોકલી શકો છો
9. કચરો જ્યાં ત્યાં ફેંકો નહીં


➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

🙏 મિત્રો માહિતી ગમી હોય તો અન્ય મિત્રોને શેર કરજો અને લાઈક કરજો🙏

અલગ અલગ સ્થળની માહિતી માટે
કિલક કરો અને ફોલો / subscrib
           👇👇👇

 
   

દયારા બુગ્યાલ ટ્રેક, ઉત્તરાખંડ

                       દયારા બુગ્યાલ ટ્રેક, ઉત્તરાખંડ



    ( માહિતી સારી લાગે તો ફોલો અને લાઈક કરવાનુ નહીં ભૂલતા )

પૂર્વભૂમિકા
પર્વતોમાં ઘાસના લીલાંછમ મેદાનોને ઉત્તરાખંડના સ્થાનિક ભરવાડો ‘ બુગ્યાલ ’ તરીકે ઓળખે છે . દયારા બુગ્યાલની ગણના ઘાસના સૌથી સુંદર મેદાનોમાં થાય છે . સમુદ્રસપાટીથી ૧૦,૦૦૦ ફીટ જેટલી ઊંચાઈ પર આવેલા તથા ઘણા મોટા વિસ્તારમાં ફેલાયેલા એ મેદાનોથી હિમાલયની પર્વતમાળાનો મનમોહક નજારો દરેક ટ્રેકર માટે યાદગાર અનુભવ હોય છે . હરિયાળા મેદાનોમાંથી તેમજ ગાઢ જંગલોમાંથી પસાર થતો ટ્રેક હિમાલયમાં નવા અથવા બિનઅનુભવી ટ્રેકર્સ માટે આદર્શ કહી શકાય .

👉ટ્રેકનો સમય : ૫ દિવસ
👉ટ્રેકનો ખર્ચ : ૯,૫૦૦ ( અંદાજિત )
👉 સારો સમય : ચોમાસા સિવાયના મહિના
👉 ટ્રેકનું આરંભસ્થળ : બારસુ , ઉત્તરાખંડ



👉કેવી રીતે પહોંચવું ?
✈️વિમાનમાર્ગે દેહરાદૂન પહોંચી ત્યાંથી બસ / ટેક્સી દ્વારા બારસુ .
🚂 રેલ મારફત હરિદ્વાર પહોંચી ત્યાંથી બસ / ટેક્સી દ્વારા બારસુ .

DAY - 1 હરિદ્વાર / દેહરાદૂનથી બારસુ
વહેલી સવારે મોટરમાર્ગે મુસાફરી શરૂ કરી સંગમચટ્ટી અને ઉત્તરકાશી થઈ બારસુ પહોંચવાનું હોય છે . માર્ગમાં ગંગા અને ભાગીરથી નદીઓનો સંગાથ મળતો રહે છે . આ બે નદીઓના ખીણ વિસ્તારોનાં મનમોહક દૃશ્યો સફરને એકદમ મજેદાર બનાવી દે છે . આઠેક કલાકે બારસુ પહોંચ્યા પછી ત્યાંથી ભાગીરથી નદીના વિશાળ ખીણપ્રદેશનો સુંદર નજારો જોવા મળશે . બારસુ પહોંચ્યા પછી સમય હોય તો આસપાસના વિસ્તારમાં ચાલવા જવું . શરીરને હિમાલયની ઊંચાઈ અને આબોહવાથી અનુકૂલન સાધવામાં તે મદદરૂપ થશે .
રાત્રિરોકાણઃ ગેસ્ટ હાઉસ અથવા તંબૂમાં


DAY - 2 : બારસુથી બારનાલા બુગ્યાલ
મુશ્કેલીની દૃષ્ટિએ મધ્યમ કહી શકાય એવો , પણ સુંદર મજાનો આજનો ટ્રેક બાંઝ અને રહોડોડેનડ્રોનના જંગલોમાંથી પસાર થશે . ટ્રેક દરમ્યાન જંગલમાં ઘણાં સ્થળેથી દ્રૌપદી કે ડંડા નામે ઓળખાતો પર્વત પણ જોવા મળશે . ઉપરાંત નાના - મોટા જળાશયો અને ઘેટાં - બકરાં ચરાવતા ભરવાડોની વસાહતો ( ડેરા ) પણ ટ્રેક દરમ્યાન જોવા મળશે .
રાત્રિરોકાણ તંબૂમાં .
ટ્રેકનું અંતર અને અવધિઃ ૫ કિલોમીટર / ૩-૪ કલાક
કેમ્પસાઇટની ઊંચાઈ : ૯,૮૦૦ ફીટ


DAY - 3 : બારનાલા - દયારા બુગ્યાલ - બારનાલા
ચીડનાં જંગલમાંથી પસાર થતા અને બે હજાર ફીટ જેટલું આરોહણ કરતા દયારા બુગ્યાલના સુંદર અને વિશાળ મેદાનોમાં પહોંચવાનું હોય છે . આ મેદાનો આસપાસનાં ગામોમાં વસતા પશુપાલકોના પાલતુ ઘેટાંબકરાં તથા ગાયોનાં ચરિયાણ છે . દયારા બુગ્યાલની સુંદરતા તો જાણે અદ્ભુત છે , પણ તે ઉપરાંત અહીંથી દેખાતો હિમાલયના પર્વતોનો ૩૬૦ ડિગ્રીનો નજારો અવિસ્મરણીય છે . દયારા બુગ્યાલમાં થોડા કલાક વીતાવ્યા પછી ત્યાંથી બારનાલા બુગ્યાલનો વળતો પ્રવાસ શરૂ કરી દેવાનો હોય છે .
રાત્રિરોકાણ બારનાલા બુગ્ધાલના તંબૂમાં .
ટ્રેકનું અંતર અને અવધિઃ ૧૨ કિલોમીટર / ૫-૬ કલાક
કેમ્પસાઇટની ઊંચાઈ : ૯,૮૦૦ ફીટ


DAY - 4 : બારનાલા બુગ્યાલથી બારસુ અને ત્યાંથી ઉત્તરકાશી
બારનાલા બુગ્યાલથી ટ્રેક કરીને બારસુ પહોંચ્યા પછી મોટરમાર્ગે ઉત્તરકાશી .
રાત્રિરોકાણ ઉત્તરકાશીમાં .


DAY - 5 : ઉત્તરકાશીથી હરિદ્વાર / દેહરાદૂન
બીજા દિવસે ઉત્તરકાશીથી મોટરમાર્ગે હરિદ્વાર અથવા દેહરાદૂન .

દાયારા બુગીયાલ વિડીયોની નજરે
👇👇👇

ટ્રેક દરમ્યાન આટલું સાથે રાખો ...
  1. ઘૂંટી / ankle સુધીના ખડતલ હાઈકિંગ શૂઝ ,
  2. પગમોજાં ( ચારથી પાંચ જોડી ) ,
  3. ગૉગલ્સ , હાથમોજાં , ટ્રેક પૅન્ટ , ટોપી , વુલન કૅપ , ફ્લીસ
  4. જૅકેટ અથવા સ્વેટર , વૉટરપ્રૂફ જૅકેટ ,
  5. ટૉવેલ , હાથરૂમાલ , રેઇનકોટ ,
  6. સનસ્ક્રીન ( 50 SPF ) , ટોઇલેટ પેપ ૨ , સેનિટાઇઝર , ડિઓડરન્ટ , સાબુ , કોલ્ડ ક્રીમ .
  7. પાવર બૅન્ક , કૅમેરા , બૅટરી ચાર્જર , એક્સ્ટ્રા બૅટરી તથા મેમરી કાર્ડ ,
  8. ટૉર્ચ હેડ લૅમ્પ , માચીસ અથવા લાઇટર , સ્વિસ નાઇફ ,
  9. વોટર બૉટલ , સૂકો મેવો , ચીકી , ચૉકલેટ્સ .
  10. આધાર કાર્ડ , જરૂરી દવાઓ , ઍલર્જી
  11. બ્લડ ગ્રૂપ અંગેની વિગતો , ઇમર્જન્સી ફોન નંબર



 
અલગ અલગ સ્થળની માહિતી માટે
કિલક કરો અને ફોલો / subscrib
           👇👇👇

 
   







કેદારતાલ ટ્રેક , ઉત્તરાખંડ

              કેદારતાલ, ઉતરાખંડ

   


  ( માહિતી સારી લાગે તો ફોલો અને લાઈક કરવાનુ નહીં ભૂલતા )

ટ્રેક વિષે ટુકમાં 

                              

આશરે 15500 ફીટ પર આવેલા કેદારતાલને શિવજીનું તળાવ કહેવામાં આવે છે. ઉત્તરાખંડના સૌથી ઊંચા તળાવોમાં તેની ગણના થાય છે. ગંગોત્રીથી શરૂ થતો કેદારતાલનો 37 કિલોમીટર લાંબો ટ્રેક પડકારરૂપ છે પણ તેની સુંદરતા અદભૂત છે ગંગોત્રી નદીમાંથી રચાતું કેદારતાલ સરોવર થૈલ સાગર, મંદા, ગંગોત્રી, જોગીન 1-2, ભૃગુપંથ  જેવા ઊંચા હિમશિખરો થી ઘેરાયેલું છે. તેના નીલવર્ણી ચોખ્ખા પાણીમાં પડતું થૈલ સાગરનું  પ્રતિબિંબ ખુબ સુંદર લાગે છે ટ્રેક વખતે માર્ગમાં ભોજપત્રનાં  જંગલો, લીલીછમ ખીણો, ઘાસના મેદાનો, ધોધ ,ઝરણા બરફાચ્છાદિત  શિખરો જોવા મળે છે.




          


DAY-1: દેહરાદૂનથી ગંગોત્રી

         આશરે 240 કિમિ// 10 કલાક રસ્તો 

        હોટેલ // ગેસ્ટ હાઉસ 

             કેદારતાલ માટેનું બેઝકેમ્પ ગંગોત્રી છે, જે દેહરાદૂનથી ૨૪૦ કિલોમીટરના અંતરે હોવાથી દસેક કલાકની મોટર મુસાફરી કરવાની થશે. ગંગોત્રી સમયસર પહોંચાય તે માટે વહેલી સવારે નીકળવું. ઉત્તરકાશી પસાર કર્યા બાદ ગંગોત્રી સુધીના માર્ગમાં ખૂબસૂરત દૃશ્યો જોવા મળશે. ઉત્તરાખંડનું સુંદર ગિરિમથક હર્ષિલ ગંગોત્રીથી પચાસેક કિલોમીટર પહેલાં આવશે. રાત્રિરોકાણ ગંગોત્રીની આસપાસ આવેલા ગેસ્ટહાઉસમાં હશે.




DAY-2: ગંગોત્રીમાં અનુકૂલન માટે રોકાણ

   રાત્રિરોકાણઃ ગંગોત્રી હોટેલ // ગેસ્ટહાઉસ (૧૧,૨૦૦ ફીટ)

           ભાગીરથી નદીના કિનારે વસેલું ગંગોત્રી ચારધામ યાત્રામાંનું એક હોવાથી અહીં ટ્રેકર્સ ઉપરાંત ઘણા યાત્રાળુઓ પણ જોવા મળે

છે. કેદારતાલ અંદાજે ૧૫,૫૦૦ ફીટની ઊંચાઈ પર આવેલું છે, માટે ટ્રેકરના અનુકૂલન માટે ગંગોત્રી બેઝકેમ્પમાં એક દિવસનું રોકાણ રાખવામાં આવે છે. સવારે નાસ્તા બાદ આસપાસ એકાદ નાનો ટ્રેક કરી બપોર પછીના સમયમાં ગંગોત્રી મંદિર, ગુફાઓ, ગૌરીકુંડ અને સૂર્યકુંડ જેવા સ્થળોની મુલાકાત લઈ શકાય અથવા અહીંના બજારમાં આંટો મારી શકાય. બીજા દિવસથી ટ્રેક શરૂ થવાનો હોવાથી સમયસર પરવારી આરામ કરવો.




DAY-3: ગંગોત્રીથી ભોજખારક

ટ્રેકનો સમય અને અંતરઃ ૬-૭ કલાક, ૮ કિલોમીટર

 કેમ્પસાઇટઃ ભોજખારક (૧૨,૪૫૦ ફીટ)

       ભોજખારક તરફનો માર્ગ આરોહણવાળો અને ખડકાળ હોવાથી થોડો મુશ્કેલ રહેશે. ટ્રેક દરમ્યાન કેદાર ગંગા નદી ડાબી તરફ દેખાશે. ભોજપત્રનાં જંગલમાંથી પસાર થયા પછી આગળનો રસ્તો સાંકળો થતો જશે. થોડા કલાકોના આરોહણ બાદ સ્પાઇડર વોલ કહેવાતી જગ્યાએ પહોંચાશે. અહીં ૬૦ અંશનો ઢોળાવ ધરાવતા અતિશય ખડકાળ માર્ગ પરથી ચાલવાનું થશે. અમુક સ્થળે કેડી એટલી સાંકળી છે કે ફક્ત એક પગ જ મૂકી શકાય. સાવચેતીપૂર્વક આ જોખમી માર્ગ ઓળંગ્યા પછી ભોજખારકની કેમ્પસાઇટ પહોંચાશે. અહીંથી થેલ સાગર શિખરના દૃશ્યો જોવા મળશે.



DAY-4: ભોજખારકથી કેદારખારક

ટ્રેકનો  સમય/અંતરઃ ૩-૪ કલાક, ૫ કિલોમીટર કેમ્પસાઇટ: કેદારખારક (૧૪,૨૦૦ ફીટ)

          ગઈકાલની સરખામણીમાં આજનો ટ્રેક ટૂંકો અને સરળ હોવાથી આરામથી નાસ્તો પતાવ્યા બાદ નીકળવાનું થશે. શરૂઆતમાં તીવ્ર આરોહણ છે. ત્યાર બાદ થોડા સમયમાં ટ્રીલાઇન પૂરી થશે અને ઊંચાઈ પર આવેલા ઘાસના લીલાંછમ મેદાનો સુધી પહોંચાશે. સીઝન પ્રમાણે અહીં રંગબેરંગી સુંદર ફૂલો જોવા મળી શકે. માર્ગમાં પક્ષીઓનો કલરવ સંભળાય અને નસીબ સાથ દે તો દેખાય પણ ખરાં! કેદાર ગંગા નદી ઓળંગ્યા બાદ ઘાસનાં મેદાનોમાં કેમ્પસાઇટ આવશે. સૂર્યાસ્તના સમયે ભૃગુપંથ શિખર આકાશમાં ફેલાયેલા સુંદર રંગોના બેકગ્રાઉન્ડમાં અદ્ભુત દેખાય છે.


DAY-5: કેદારખારક-કેદારતાલ -કેદારખારક

ટ્રેકનો સમય/અંતરઃ આશરે ૬-૭ કલાક, ૧૦ કિ.મી. કેમ્પસાઇટઃ કેદારખારક (૧૪,૨૦૦ ફીટ)

          ટ્રેકનું મુખ્ય સ્થળ કેદારતાલ આજે જોવા મળશે. જો કે ત્યાં સુધી પહોંચવાનો માર્ગ ખડકાળ અને વેરાન છે અને રસ્તામાં ત્રણ રીજ (પર્વતીય ધાર) પણ ઓળંગવાની થશે. સહેજ મુશ્કેલ માર્ગે કલાકો સુધી ટ્રેકિંગ કર્યા બાદ નીલવર્ણી કેદારતાલ સરોવરનાં દર્શન થશે. ઊંચાં શિખરોથી ઘેરાયેલા કેદારતાલની સુંદરતા માટે શબ્દો ઓછા પડે. તેના પાણીમાં થૈલ સાગર શિખરના પ્રતિબિંબનો મનમોહક નજારો જોવા જેવો છે. અહીં હવામાન અણધાર્યું રહેતું હોવાથી થોડો સમય પસાર કરી કેદારખારક તરફની વળતી સફર સમયસર શરૂ કરી દેવી.


DAY-6: કેદારખારકથી ગંગોત્રી

ટ્રેકનો સમય/અંતરઃ આશરે ૯-૧૦ કલાક, ૧૪ કિ.મી. 

કેમ્પસાઇટ: ગંગોત્રી ગેસ્ટહાઉસ (૧૧,૨૦૦ ફીટ)

           આજનો મોટા ભાગનો ટ્રેક અવરોહણનો છે. કેદારતાલની સુંદરતા માણ્યા બાદ ફરી એ જ માર્ગે વળતી સફર ખેડી ગંગોત્રી જવાશે. આરોહણ વખતે ન માણી શકાયેલું કુદરતી સૌંદર્ય અવરોહણ વખતે વધુ સારી રીતે માણી શકાય છે. સવારે સમયસર પ્રવાસ શરૂ કર્યો હોય તો સાંજે ગંગોત્રીમાં આરતીનો લાભ પણ લઈ શકાય.



DAY-7: ગંગોત્રીથી દેહરાદૂન

મોટરપ્રવાસઃ આશરે ૧૦ કલાક/ ૨૪૦ કિ.મી.

         ગંગોત્રીથી મોટરમાર્ગે દેહરાદૂન માટે બને તેટલા વહેલા નીકળવું, જેથી મોડી સાંજે કે રાત્રે ટ્રેન/વિમાનમાં જવા માગતા ટ્રેકર્સ સમયસર પહોંચી શકે. ઘણી વખત ટ્રાફિકના કારણે અમુક કલાકો મોડું થતું હોય છે.


ટ્રેકમાં સાથે આટલું લો

  • જરૂરી ટ્રેક પેન્ટ અને ટીશર્ટ (જેમ બને તેમ ઓછા)
  • સારા હાઇકિંગ બુટ,
  • હાથ અને પગના મોજા
  • જેકેટ/સ્વેટર , માથાની ટોપી , વુલન કેપ
  • હાથ રૂમાલ, રેઇન કોટ, સ્નગ્લાસ, નેપકીન 
  • ટોયલેટ પેપર, સનક્રીમ, કોલ્ડ ક્રીમ,
  • કેમરો, પાવર બેન્ક, ટ્રોચ, વોટર બોટલ,
  • સૂકો મેવો, ચોકલેટ, ચીકી, 
  • આધાર કાર્ડ, જરૂરી દવાઓ, ઇમરજન્સી નંબર


      આટલું યાદ રાખો

  • ટ્રેક પહેલા થોડી કસરત અને ચાલવાનું રાખો
  • કેમ્પ લીડર કે ગાઈડના માર્ગદર્શન ને ધ્યાન આપો
  • ગ્રુપમાં ચાલો, શાંતિથી ચાલો,
  • પાણી વધારે પીવો,
  • એક બીજાને મદદ કરો,
  • જ્યાં ત્યાં કચરો ના ફેંકો
  • પર્યાવરણ ની જાળવણી કરો
  • દારૂ કે અન્ય નશા થી દુર રહો..
  • આકસ્મિક સંજોગોમાં શાંતિ રાખીને મદદ કરો...

✔️ટ્રેક પૂરો કરવા માટે શારીરિક શક્તિ કરતા માનસિક શક્તિ વધારે મજબૂત હોવી જોઈએ....

       

        અલગ અલગ સ્થળની માહિતી માટે

કિલક કરો અને ફોલો / subscrib
           👇👇👇

 
   













કુઆરી પાસ ટ્રેક....ઉત્તરાખંડ


                      

કુઆરી પાસ ટ્રેક, ઉત્તરાખંડ





 માહિતી સારી લાગે તો ફોલો અને લાઈક કરવાનુ નહીં ભૂલતા) 

કુઆરી પાસ ટ્રેક, ઉત્તરાખંડ


      

👉 ટ્રેકના દિવસો:-  6 દિવસ અને 5 રાત્રી

👉ટ્રેકનો ખર્ચ :- 11000/ પર વ્યક્તિ

👉 ટ્રેક સમય :- માર્ચ થી મે

👉 ટ્રેકની શરૂઆત અને અંત:- હરિદ્રાર થી હરિદ્રાર


➡️ કેવી રીતે હરિદ્રાર પોહચી શકાય?:- 

    સુરત થી હરિદ્રાર સુધીની ટ્રેન દ્રારા હરિદ્રાર પોહચી શકાય છે.

  👉   દેહરાદૂન વિમાન મથક પણ છે જે હરિદ્રાર થી 60 કિમિ ના અંતરે છે. 


         


 

🎯 કુઆરી પાસ વિશે થોડી માહિતી 

         કુઆરી પાસ ઉત્તરાખંડના હિમાલય પહાડોનો ઘાટ છે , જ્યાં સુધી પહોંચવાનો માર્ગ બ્રિટિશહિંદના ગવર્નર લોર્ડ કર્ઝનના નામે કર્ઝન ટ્રેઇલ તરીકે પણ ઓળખાય છે . આ ઘાટ ૧૨ , ૭૦૦ ફીટની ઊંચાઈએ છે , માટે નગાધિરાજ હિમાલયનાં ઊંચા શિખરોનો અવિસ્મરણીય નજારો જોવા મળશે . નંદા દેવી પર્વતનું દૃશ્ય આ ટ્રેકનું મુખ્ય આકર્ષણ છે . વધુમાં કેદારનાથ , કામેત , દ્રોણાગિરિ , ત્રિશૂલ , ચખમ્બા , નીલકંઠ , બર્થોલી , હાથી ઘોડા , માણા જેવાં શિખરો પણ દૃશ્યમાન થાય છે . ચાર દિવસની આશરે ૩૫ કિલોમીટરની સફર દરમ્યાન બાંઝ , દેવદાર અને રહોડોડેનડ્રોનનાં જંગલો અને ગુસન બુચ્ચાલના હરિયાળા મેદાનોમાંથી પસાર થવાનું હોય છે .


                         


🚩દિવસ 01:- *હરિદ્રાર થી જોશીમઠ*

                હરિદ્રાર થી જોષીમઠ 250 કિમિ જેટલું અંતર છે.  બદ્રીનાથ વાળા રોટ પર થી પસાર થવાનું છે અને ગંગા ની ઉપ નદીઓનો રમણીય નજારો જોતા જોતા લગભગ 10 કલાક ની મુસાફરી છે. આમ તો મુસાફરી લાંબી છે પણ જો ફોટોગ્રાફી નો શોખ હોય અને કુદરતી નજારો માણવાનો શોખ હોય તો કંટાળો નહીં આવે ......નહીં તો આંખો બંધ કરીને સુઈ જવું...

                ટ્રાવેલિંગ દરમિયાન જમવાનું પોતાના ખર્ચે રહેશે અને સાંજે જમવાનું આપવામાં આવશે.

                                        



🚩 દિવસ 02:- જોષીમઠ થી ગુલિંગ ટોપ


           (12 કિમીની સફર અને 4 કિમીની ટ્રેક)

          આ દિવસે નાસ્તો કરીને સવારે નિકળીશું.

45 મિનિટનું ટ્રાવેલિંગ કરીને  પહાડી રસ્તો પાર કરીને જોષીમઠ ના ઢાંક ગામમાં પોચીશું. અહીંથી આપણો ટ્રેક ચાલુ થશે. અહીં નો મોટાભાગનો રસ્તો કાચો છે. ઉપરના ભાગમાં ખેતી ને બાદ કરતાં અહીં હરીયાળી ઓછી જોવા મળે છે. અહીંના ગામોમાં ઉત્તરાખંડ ની પારંપારિક ગ્રામ્ય જીવન જોવા મળે છે. આ વિસ્તારમાં બરફ જોવા મળશે નહીં.  અહીંની ચડાઈ મિશ્ર પ્રકારની છે ક્યાંક સીધુ ચડાણ તો કયાંક મધ્યમ ચડાણ આવે છે. તુગાશી થી ગુલિંગ ટોપ પોહચતા પહેલા જંગલનો માર્ગ આવે છે...જે ખૂબ સારા જંગલોમાંથી પસાર થાય છે ...ડર ના મના હે....

જંગલની વચ્ચે જ કેમ્પ સાઈડ આવે છે જે ખૂબ જ સુંદર છે. ત્યાં થી  બરફના પહાડો દેખાવવાના ચાલુ થાય છે. અહીં થી હાથી અને ઘોડા શિખર દેખાય છે.


                             


🚩 દિવસ 03:-  ગુલિંગ થી ખુલ્લારા

                (3 કિમિ ટ્રેક,લગભગ 4 કલાકનો ટ્રેક)

         ગુલિંગ થી 40 મિનિટ ચાલીયા બાદ તમે પહેલા પડાવ પર પોહચશો . આજનું ચડાણ સિધુ નથી એટલે સારું છે . ચારે બાજુ ઓક ના જંગલો હશે. અહીં થી બરફના પહાડો નો અદભુત નજારો જોવા મળશે. અહીં એક લીલા રંગનો નજારો પણ જોવા મળશે. જંગલના રસ્તાઓમાં ચાલતા ચાલતા અને પહાડો સાથે વાતો કરતા કરતા  અવિસ્મરણીય નજારો તમારા જોમ ઉત્સાહ ને ભરી દેશે. આ હિમાલયના દર્શયને આંખ અને કેમેરામાં કેદ કરવાની મજા જ અલગ હોય છે... 

                                   

🚩 દિવસ 04:- ખુલ્લારા થી તાલિ કેમ્પ સાઈડ થઇને કુઆરી પાસ                   

    (7 કિમિ , 8 કલાકનો ટ્રેક )

               આમ જોવો તો આ ચોથો દિવસ શિખર પર પોહચવાનો દિવસ છે.આજ નો રસ્તો ગ્રુપની સ્પીડ પર આધાર રાખે છે અંદાજીત 7 થી 8 કલાક નો રસ્તો છે.  એકાદ કલાક પછી તમે એક એવા વિસ્તારમાં પ્રવેશો છો જે લોર્ડ કર્જનના રસ્તા તરીકે ઓળખાય છે. અહીં થી હિમાલય 360 ડીગ્રી પર જોઈ શકાય છે. અહીં થી કુઆરી ટોપ તરફની ચડાઈ ચાલુ થાય છે. જે મધ્યમ પ્રકારની ચડાઈ છે. 40 મિનિટના ચડાણ પછી તમે કુઆરી પાસ પર પોચી જશો. ત્યાં થી 1 કલાકના ચડાણ બાદ તમે ઝાંડી શિખર પર પહોંચી જશો. અહીં થી 7000 મીટર ની ઉંચાઈ વાળા નંદાગીરી , દ્રોણાગીરી, હાથી ઘોડા પર્વત , ગઢવાલ ની કિન્નર પહાડીઓ, કેદારનાથ ટોચ,  ચૌખમ્બા, નિલ કંઠા, મુકુટ પર્વત, કામેટ ઘોરી પર્વત, નંદા દેવી નો નજારો જોવા મળશે....સારો કેમેરા સાથે રાખજો હો.... પાછા કહેતા નહીં કીધું ન્હોતું....

                                  

🚩 દિવસ 05:- ખુલ્લારા થી જોષીમઠ

                  (7 કિમિ ઉત્તરાણ , 8 કલાક )

         અહીં થી સવારે નાસ્તો કરીને નીચે ની તરફ ઉત્તરાણ કરીશું અને પાકી સડક આવિયા બાદ  વાહનમાં ટ્રાવેલિંગ કરીને ઔલી થઈને જોષીમઠ જવાનું રહેશે. ઔલી એક હિલ સ્ટેશન છે અહીં સ્કીઇંગ થાય છે. રાત જોષીમઠ રોકાણ કરીશું.

🚩 દિવસ 06:-  જોષીમઠ થી હરિદ્રાર / ઋષિકેશ

                સવારનો નાસ્તો કરીને વાહન દ્રારા ટ્રાવેલિંગ ની શરૂઆત કરીશું .સાંજના દેહરાદૂન અથવા ઋષિકેશ કે હરિદ્રાર જે અનુકૂળતા હોય ત્યાં આપણો  ટ્રેક ને પૂર્ણ કરીશું.

====================================

💥 અન્ય નજીકના જોવા અને માણવા જેવા સ્થળો...


👉ઋષિકેશ માં ભારતનું પ્રથમ નંબરનું ગંગામાં રિવીર રાફટીંગ

👉હરિદ્રારમાં  હર કી પૌડી ની ગંગા આરતી 

👉ઋષિકેશ અને હરિદ્રાર ના અન્ય સ્થળો...

👉દેહરાદૂન થી 24 કિમીના અંતરે  મસૂરી હિલ સ્ટેશન ...

👉રુદ્રા પ્રયાગ , સોન પ્રયાગ , દેવ પ્રયાગ ...

===============================

       

 અલગ અલગ સ્થળની માહિતી માટે

કિલક કરો અને ફોલો / subscrib
           👇👇👇

 
   





આ જુવો એકવાર .....