લેબલ ટ્રેક સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ટ્રેક સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

હાઈકિંગ, ટ્રેકિંગ અને માઉન્ટેનિયરિંગ

 


હાઈકિંગ, ટ્રેકિંગ અને માઉન્ટેનિયરિંગ વચ્ચેનો તફાવત

મુદ્દો 🥾 હાઈકિંગ (Hiking) 🎒 ટ્રેકિંગ (Trekking) 🧗 માઉન્ટેનિયરિંગ (Mountaineering)
અર્થ કુદરતી રસ્તા પર થોડું અંતર ચાલવું ઘણા દિવસો સુધી પર્વતો અને જંગલોમાં ચાલવું ઊંચા પર્વતો પર ટેકનિકલ ચઢાણ કરવું
સમય 2–8 કલાક 2–15 દિવસ અથવા વધુ ઘણા દિવસોથી લઈને અઠવાડિયા
અંતર 3–15 કિમી 15–150+ કિમી અભિયાન પ્રમાણે
ઊંચાઈ સામાન્ય મધ્યમથી ઊંચી ખૂબ ઊંચી (15,000–29,000+ ફૂટ)
ટેકનિકલ કુશળતા જરૂરી નથી મૂળભૂત જરૂરી અદ્યતન તાલીમ જરૂરી
સાધનો શૂઝ, પાણી, બેગ ટેન્ટ, સ્લીપિંગ બેગ, ટ્રેકિંગ પોલ, રેન ગિયર દોરડા, હાર્નેસ, હેલ્મેટ, ક્રેમ્પોન, આઇસ એક્સ વગેરે
જોખમ ઓછું મધ્યમ ખૂબ વધુ
માર્ગદર્શન સ્વતંત્ર અથવા ગાઇડ ગાઇડ સાથે કરવું વધુ સારું પ્રમાણિત માઉન્ટેનિયર અને ગાઇડ જરૂરી

🥾 હાઈકિંગ (Hiking)

શું છે?

  • એક દિવસમાં પૂર્ણ થતી કુદરતી જગ્યાની વોક.
  • સામાન્ય રીતે તૈયાર રસ્તા (Trail) પર થાય છે.

ઉદાહરણ

  • સાપુતારા સનરાઇઝ પોઇન્ટ
  • પોલો ફોરેસ્ટ
  • વિલ્સન હિલ્સ
  • લોહગઢ (મહારાષ્ટ્ર)

કોના માટે?

  • શરૂઆત કરનાર
  • પરિવાર
  • બાળકો
  • સિનિયર સિટિઝન

🎒 ટ્રેકિંગ (Trekking)

શું છે?

  • લાંબા અંતરનો અને ઘણા દિવસોનો પ્રવાસ.
  • જંગલ, પર્વત, ખીણ, નદી, બરફ જેવા વિવિધ માર્ગોમાંથી પસાર થવું પડે.

ઉદાહરણ

  • Valley of Flowers
  • Kedarkantha
  • Hampta Pass
  • Kuari Pass
  • Harishchandragad

કોના માટે?

  • સારી ફિટનેસ ધરાવતા લોકો
  • સાહસિક પ્રવાસીઓ
  • કુદરતપ્રેમીઓ

🧗 માઉન્ટેનિયરિંગ (Mountaineering)

શું છે?

  • ઊંચા અને કઠિન પર્વતો પર ટેકનિકલ ચઢાણ.
  • દોરડા, આઇસ એક્સ, ક્રેમ્પોન, હાર્નેસ જેવા સાધનોનો ઉપયોગ થાય છે.

ઉદાહરણ

  • Stok Kangri
  • Friendship Peak
  • Bhagirathi Peaks
  • Mount Everest અભિયાન
  • Kanchenjunga અભિયાન

કોના માટે?

  • તાલીમ લીધેલા માઉન્ટેનિયર્સ
  • પ્રમાણિત ગાઇડ
  • ઊંચા જોખમવાળા અભિયાનમાં ભાગ લેનાર

સરળ ઉદાહરણ

  • 🚶 પાર્કમાં 5 કિમી ચાલવું → હાઈકિંગ
  • 🎒 4 દિવસ હિમાલયમાં ચાલીને કેમ્પિંગ કરવું → ટ્રેકિંગ
  • 🧗 દોરડા અને આઇસ એક્સ સાથે હિમાચ્છાદિત શિખર સર કરવું → માઉન્ટેનિયરિંગ

ટ્રેકિંગ વિશે સંપૂર્ણ માહિતી

ટ્રેકિંગ શું છે?

ટ્રેકિંગ એટલે કુદરતી વિસ્તારમાં (પર્વતો, જંગલો, ખીણો, નદીઓ, ઘાસના મેદાનો વગેરે) પગપાળા લાંબા અંતર સુધી આયોજનબદ્ધ રીતે ચાલવું. ટ્રેકિંગનો હેતુ માત્ર સ્થળ સુધી પહોંચવાનો નથી, પરંતુ કુદરતનો આનંદ માણવો, શારીરિક ક્ષમતા વધારવી અને સાહસિક અનુભવ મેળવવો છે.


ટ્રેકિંગના મુખ્ય પ્રકારો

  1. Day Trek – એક દિવસમાં પૂર્ણ થતો ટ્રેક.
  2. Weekend Trek – 2 થી 3 દિવસનો ટ્રેક.
  3. Multi-Day Trek – 4 થી 10 દિવસ અથવા વધુ.
  4. High Altitude Trek – 10,000 ફૂટથી વધુ ઊંચાઈ પર.
  5. Snow Trek – બરફમાં થતો ટ્રેક.
  6. Forest/Jungle Trek – જંગલ વિસ્તારમાં.
  7. Desert Trek – રણ વિસ્તારમાં.
  8. Pilgrimage Trek – ધાર્મિક સ્થળ સુધીનો ટ્રેક (જેમ કે કેદારનાથ, અમરનાથ).

મુશ્કેલી પ્રમાણે ટ્રેક

🟢 સરળ (Easy)

  • અંતર: 3–10 કિમી
  • ઊંચાઈ: 8,000 ફૂટ સુધી
  • નવા ટ્રેકર્સ માટે યોગ્ય

ભારત

  • Tungnath
  • Triund
  • Nag Tibba
  • Kedarkantha (સરળથી મધ્યમ)

ગુજરાત

  • સાપુતારા આસપાસના ટ્રેક
  • ગીર વિસ્તારના નેચર ટ્રેલ
  • ડાંગના જંગલ ટ્રેક

મહારાષ્ટ્ર

  • Lohagad
  • Tikona
  • Rajmachi

🟡 મધ્યમ (Moderate)

  • અંતર: 10–20 કિમી
  • ઊંચાઈ: 8,000–13,000 ફૂટ

ભારત

  • Valley of Flowers
  • Hampta Pass
  • Bhrigu Lake
  • Kuari Pass

મહારાષ્ટ્ર

  • Harishchandragad
  • Kalsubai
  • Ratangad
  • Sandhan Valley

🔴 કઠિન (Difficult)

  • ઊંચાઈ: 13,000 ફૂટથી વધુ
  • લાંબો અને પડકારજનક ટ્રેક

ભારત

  • Rupin Pass
  • Goechala
  • Pin Parvati Pass
  • Stok Kangri વિસ્તારના ટ્રેક
  • Kashmir Great Lakes

સુરત અને આસપાસ ટ્રેકિંગ

સુરત નજીક

  • વિલ્સન હિલ્સ
  • ડાંગ જિલ્લો
  • ગીરા ધોધ
  • માળનાથ
  • રોપગઢ કિલ્લો
  • સાપુતારા
  • વઘઈ
  • પૂર્ણા વાઇલ્ડલાઇફ સેન્ક્ચુરી

ગુજરાતના લોકપ્રિય ટ્રેક

  • સાપુતારા
  • ડાંગ
  • ગીરનાર (જૂનાગઢ)
  • જેસોર હિલ
  • પોલો ફોરેસ્ટ
  • ઝરવાણી ધોધ
  • રોપગઢ કિલ્લો
  • વિલ્સન હિલ્સ

મહારાષ્ટ્રના લોકપ્રિય ટ્રેક

  • Kalsubai (મહારાષ્ટ્રનું સૌથી ઊંચું શિખર)
  • Harishchandragad
  • Rajgad
  • Torna
  • Sinhagad
  • Lohagad
  • Visapur
  • Rajmachi
  • Ratangad
  • Sandhan Valley
  • Prabalgad
  • Peb Fort

પર્વત પર ચડાણના પ્રકાર

  1. Gentle Slope – હળવો ઢોળાવ
  2. Steep Climb – ઊભો ચડાણ
  3. Rock Patch – ખડક પર ચડાણ
  4. Boulder Section – મોટા પથ્થરો વચ્ચે ચાલવું
  5. Scree Section – નાના ઢીલા પથ્થરો
  6. Snow/Ice Climb – બરફ પર
  7. Ridge Walk – પર્વતની ધાર પર
  8. River Crossing – નદી પાર કરવી

ટ્રેકિંગ દરમિયાન સાવચેતી

  • યોગ્ય ટ્રેકિંગ શૂઝ પહેરો.
  • 2–3 લિટર પાણી રાખો.
  • ORS અને એનર્જી ફૂડ રાખો.
  • હવામાનની માહિતી તપાસો.
  • એકલા ન જવું.
  • ટ્રેક લીડરની સૂચનાઓનું પાલન કરવું.
  • પ્લાસ્ટિક કે કચરો ન ફેંકવો.
  • પ્રથમ સારવાર (First Aid Kit) સાથે રાખવી.
  • વરસાદમાં સ્લીપરી જગ્યાએ ખાસ ધ્યાન રાખવું.
  • ઊંચાઈ પર ધીમે ચાલવું અને શરીરને અનુકૂળ થવા સમય આપવો.

ટ્રેકિંગના ફાયદા

  • હૃદય મજબૂત બને.
  • ફેફસાંની ક્ષમતા વધે.
  • વજન નિયંત્રિત રહે.
  • પગ અને કમરની મસલ્સ મજબૂત બને.
  • સ્ટેમિના વધે.
  • આત્મવિશ્વાસ વધે.
  • તણાવ ઓછો થાય.
  • નેતૃત્વ અને ટીમવર્ક વિકસે.
  • કુદરત અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે.
  • માનસિક શાંતિ અને એકાગ્રતા વધે.

ભારત સરકાર તરફથી મળતા લાભ

સામાન્ય ટ્રેકિંગ માટે સીધી આર્થિક સહાય મળતી નથી, પરંતુ સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન માટે વિવિધ યોજનાઓ ઉપલબ્ધ છે:

  • દ્વારા પર્વતારોહણ અને ટ્રેકિંગ સંબંધિત તાલીમ, અભિયાન અને માર્ગદર્શન.
  • , અને અન્ય સરકારી સંસ્થાઓમાં ટ્રેકિંગ અને માઉન્ટેનિયરિંગ કોર્સ.
  • યુવા અને રમતગમત સંબંધિત કેટલીક સરકારી યોજનાઓમાં સાહસિક પ્રવૃત્તિઓ માટે કેમ્પ અને તાલીમનું આયોજન થાય છે.
  • NCC, NSS, સ્કાઉટ-ગાઈડ અને કેટલીક યુનિવર્સિટીઓ દ્વારા સબસિડાઇઝ્ડ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

નવા ટ્રેકર્સ માટે શરૂઆત ક્યાંથી કરવી?

  1. સાપુતારા
  2. વિલ્સન હિલ્સ
  3. લોહગઢ (મહારાષ્ટ્ર)
  4. રાજમાચી
  5. તુંગનાથ
  6. વેલી ઑફ ફ્લાવર્સ

આ ટ્રેકથી શરૂઆત કરવાથી અનુભવ અને સ્ટેમિના બંને વધશે.



રૂપગઢ કિલ્લો , ડાંગ - ગુજરાત

 રૂપગઢ કિલ્લો , ડાંગ - ગુજરાત



       આવો જાણીએ ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલા 17મી સદીના સમયમાં બનાવેલા રૂપગઢ નો ઐતિહાસિક કિલ્લા વિશે.....


    ટ્રેકિંગના શોખીન લોકો માટે રૂપગઢના કિલ્લાનો ટ્રેક એક અલગ અનુભવ કરાવે છે. આ ઉપરાંત એક દિવસના પ્રવાસ તરીકે પણ તમે ત્યાં જઈ શકો છો. ચારે બાજુ જંગલોથી ઘેરાયેલો આ કિલ્લો પહાડ ની ટોચ પર બિરાજમાન છે. ઢાળવાળી ટેકરીઓ , લીલાછમ જંગલો ચોમાસામાં તો આનો અલગ જ આનંદ આપે છે. લગભગ ત્રણ કિમી નો આ ટ્રેક ખૂબ જ સાહસિક ભરેલો ટ્રેક છે.




    ડાંગી સ્થાપત્ય અને નમૂનોના રૂપે આજની તારીખમાં પણ ત્યાં તેના અવશેષો જોવા મળે છે.  અહીં ટોચ પરથી વિશાલ ડાંગ જંગલોથી ઘેરાયેલું દેખાય છે.  ચોમાસામાં કુદરતનું સ્વરૂપ સોળે કળાએ ખીલેલ હોય એવું અહીંથી જોવા મળે છે . હરિયાળી , પર્વતો અને વહેતા નદી નાળા ઝરણાં  એક અનોખો શાંતિપ્રદ આનંદ આપે છે. અહીંના જંગલોમાં સાગ ,ટીમરૂ ,મહુડો અને બીજા અનેક જંગલી વૃક્ષો જોવા મળે છે.  થોડી પૂર્વ તૈયારી જેવી કે પીવાનું પાણી, સારા બુટ, રેઇનકોટ, સુકો નાસ્તો અને જરૂરી દવાઓ સાથે લેતી જવી.



ઇતિહાસ 

ઈ.સ 1721 માં કિલ્લો ગાયકવાડ રાજવંશી ના સ્થાપક પિલાજીરાય ગાયકવાડે બનાવેલો અને ત્યારે સોનગઢ ખાતે રાજધાની બનાવેલ હતી ત્યારબાદ પીલાજીરાવના પુત્ર દામાજી રાવે વડોદરા શહેર ખાતે રાજધાની બનાવી હતી.





કિલ્લા વિશે....

આ કિલ્લો દરિયાઈ સપાટી થી 1680 ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલ છે. દરિયાઈ સપાટીથી 900 ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલા ભાંગરાપાણી જંગલ-નાકા પરથી કિલ્લા સુધી પહોંચવા માટે 780 ફૂટ જેટલું ચડાણ કરવું પડે છે. હાલમાં કિલ્લા ઉ૫૨ ૫થ્થ૨માંથી બનાવવામાં આવેલ પાણી ટાંકો છે. આ ઉપરાંત આ સ્થળ પર દારૂગોળો અથવા અનાજનો સંગ્રહ કરી શકાય એવી કોઠી છે.


આ કિલ્લાની ઉત્ત૨ દિશામાં ગુપ્ત પાણીનો ઝરો આવેલ છે. આ ઝરાની નીચેના ભાગમાં હનુમાનજીનું મંદિ૨ આવેલ છે, જેની બાજુમાં જીર્ણ અવસ્થામાં તો૫ ૫ડેલ છે. કિલ્લા ઉ૫૨થી ચારે તરફ કુદ૨તી દશ્ય જોવાની મઝા ૫ડે છે. આ કિલ્લા ઉ૫૨ જવા માટે બે ૨સ્તાઓ છે. કાલીબેલ ગામ ત૨ફથી પો૫ટબારી ગામ તરફ વાહન દ્વારા જઈ આશરે ૧ કલાકમાં ઉ૫૨ જવાય છે. ઉત૨તી વખતે ઉત૨ દિશામાં થઈ હનુમાનજીનું દર્શન કરી, પિંપરી થી વ્યારા જતા રાજ્ય ધોરી માર્ગ પર કાલિબેલ થી બરડીપાડા જવાના રસ્તા પર વન વિભાગના ભાંગરાપાણી ચેક-પોસ્ટ, ભુજાડ નજીક ઉતરી ૫૨ત આવી શકાય છે. 

   આ ઉપરાંત ઉત્તર દિશામાં આવેલા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વાડીરુપગઢ ગામથી પણ આ કિલ્લા પર ચડાણ કરી પહોંચી શકાય છે.


લોકેશન - https://maps.app.goo.gl/uJvLx21NG2tJtgnS9


ગુજરાતના બીજા સ્થળો વિશે વાંચો

 👇👇👇👇

https://gujjumusafirsolo.blogspot.com/p/blog-page.html








શુમગા ટ્રેક, હિમાચલ પ્રદેશ

શુમગા ટ્રેક, હિમાચલ પ્રદેશ

------------------------------------------------------------

  • ટ્રેકનો સમય : ૬ દિવસ

  • ટ્રેકનો ખર્ચ : ₹૧૨,૦૦૦-૧૫,૦૦૦ (અંદાજિત)

  • સારો સમય : આખું વર્ષ

  • ટ્રેકની શરૂઆત : મંડી, હિમાચલ પ્રદેશ

_____________________________________________

  • કેવી રીતે પહોંચવું?

રેલમાર્ગે: દિલ્લી અથવા ચંદીગઢ/ દિલ્લી અથવા ચંદીગઢ થી મંડી બસ/ટેક્સી દ્વારા

વિમાનમાર્ગે: દિલ્લી અને ત્યાં થી ભૂન્તર સુધીનું પ્લેન અને ત્યાંથી મંડી બસ/ટેક્સી દ્વારા

_____________________________________________

  • શુમગા ટ્રેકઃ પૂર્વભૂમિકા

હિમાચલ પ્રદેશની વેલી ઓફ ગોડ્સ કહેવાતી કુલ્લૂ ખીણમાં અત્યંત રમણીય ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક આવેલો છે. શુમગા ટ્રેકનો સમાવેશ તે પાર્કમાં થાય છે. સમુદ્રસપાટીથી ૩,૮૧૦ મીટર/ ૧૨,૫૦૦ ફીટ ઊંચું શુમગા શિખર સાંઈજ/ Sainj અને તિર્થન વેલી વચ્ચે છે. અહીં સુધીના ટ્રેક દરમ્યાન દેવદાર, ચીડ અને બુરાંશનાં જંગલો, વિવિધ પ્રકારનાં પક્ષીઓ, નાનકડાં ગામો તેમજ પ્રાચીન મંદિરો જોવા મળે છે. હિમાલયની કિન્નોર, સ્પીતિ અને પીરપાંજાલ શ્રૃંખલા તો ખરી જ! શુમગા ટ્રેક બારમાસી છે. ઋતુ પ્રમાણે આ પ્રદેશનું સૌંદર્ય બદલાય છે. ઉનાળામાં સર્વત્ર લીલોતરી હોય, તો જાન્યુઆરીના અંતથી માર્ચ સુબળા શિયાળામાં સમગ્ર પ્રદેશ બરફથી છવાયેલો રહે છે.

__________________________________________________________________

  • દિવસ 01 - મંડી થી શંગઢ

મંડીથી શંગઢની ચારેક કલાકની મોટર સફરમાં હિમાચલ પ્રદેશનું કુદરતી સૌંદર્ય ઉપરાંત ૧૯૭૭માં બાંધવામાં આવેલો પંડોહ ડેમ અને હાઇડ્રોલિક પાવર સ્ટેશન, હનોગી (સરસ્વતી) માતાનું મંદિર જોવા મળશે. મંદિર પાસે થોડું રોકાણ કરી મંડી-ઓટ ટનલના માર્ગે સફર ચાલુ રહેશે. શંગઢ ગામ પહોંચ્યા પછી પગપાળા લટાર, સ્થાનિકો સાથે વાર્તાલાપ તેમજ પ્રાચીન મંદિરની મુલાકાત જેવી પ્રવૃત્તિમાં સમય પસાર કરી શકાય.

મોટરપ્રવાસનું અંતરઃ આશરે ૩-૪ કલાક/ ૭૦ કિ.મી.

રાત્રિરોકાણ: શંગઢ કેમ્પસાઇટ (૭,૨૦૦ ફીટ)

__________________________________________________________

  • દિવસ 02- શંગઢથી લાપઃ કેમ્પ

શંગઢથી લાપ: સુધીની યાત્રા ચીડ વૃક્ષોનાં ગાઢ જંગલમાં લગભગ સમાંતર કહી શકાય તેવી કેડી પર થશે. થોડું અંતર પસાર કરી બરશનગઢ ગામ સુધી પહોંચાશે. અહીંથી થોડા કિલોમીટરનો માર્ગ પ્રમાણમાં સહેલો છે, પણ ત્યાર બાદ ઊંચાઈ મેળવવા માટે સતત બે-ત્રણ કિલોમીટરનો રસ્તો તીવ્ર આરોહણનો છે. લાપઃ કેમ્પસાઇટથી દેખાતાં હિમાલયનાં દૃશ્યો જોવામાં કલાકો સુધી તલ્લીન બની જવાય એટલાં તે સુંદર છે. નસીબ સાથ આપે તો આ વિસ્તારમાં કાળા હરણ, ગોરલ, કસ્તુરી હરણ પણ દેખાતા હોય છે. આકાશ ચોખ્ખું હોય તો આકાશદર્શનનો લહાવો લઈ શકાય.

ટ્રેકની સમય/અંતર: ૬-૮ કલાક, ૯ કિલોમીટર

કેમ્પસાઇટ: લાપઃ કેમ્પસાઇટ (૮,૫૦૦ ફીટ)

______________________________________________________________

  • દિવસ 03- લાપ:થી સારા તળાવ

ત્રીજા દિવસના ટ્રેકમાં સારું એવું આરોહણ કરવાનું આવે છે. સવારનો નાસ્તો પતાવ્યા બાદ જંગલ તરફ જતી કેડી પર જેમ જેમ ઉપર ચઢતા જાવ તેમ વનસ્પતિના પ્રકારોમાં ફેરફાર દેખાય છે. ઊંચા વૃક્ષોનું પ્રમાણ ઘટતું જાય અને બુરાંશ જેવા નીચી કાઠીની વનસ્પતિઓ વધુ જોવા મળે.

માર્ચ-એપ્રિલમાં ટ્રેક કરતા હો તો બુરાંશનાં ગુલાબી ફૂલો નજરને ઠંડક આપે. રાયલા ગામ વટાવ્યા પછી નજીકમાં જ સારા તળાવ આવેલું છે. અહીંથી હિમાલયના પર્વતોના સુંદર નજારા માણવા અને અમુક પળો કેમેરામાં પણ કેદ કરી લેવી. તળાવ નજીકની કેમ્પસાઇટે પહોંચ્યા બાદ આરામ.

ટ્રેકની સમય/અંતરઃ ૫-૬ કલાક, ૭ કિલોમીટર

કેમ્પસાઇટ: સારા તળાવ (૧૦,૫૦૦ ફીટ)

_____________________________________________________

  • દિવસ 04- સારા તળાવ-શુમગા થાય-સારા તળાવ

સવારનો નાસ્તો પતાવ્યા બાદ સામાન્ય આરોહણવાળો માર્ગ ખુલ્લાં વિશાળ મેદાનો તરફ દોરી જશે. શુમગાના વિશાળ ઘાસિયા મેદાનો (સ્થાનિક ભાષામાં થાય) શિયાળામાં હિમની સફેદ ચાદર ઓઢી લે છે. મેદાનોમાં મોનાલ, વનમોર, ખડમોર વગેરે જેવાં પક્ષીઓ જોવા મળી જતા હોય છે. શુમગા શિખર પર જોગણી દેવીનું નાનકડું મંદિર છે, જેની આસપાસ લહેરાતી ધજાપતાકા અલૌકિક દૃશ્ય ઊભું કરે છે. શિખર પરથી સાંઈજ અને તિર્થન વેલીના મનોહર પેનોરામિક વ્યૂ, હિમાલયનાં શિખરો, કુલ્લૂ ખીણમાં વહેતી બિયાસ નદી વગેરે માણ્યા પછી વળતો પ્રવાસ શરૂ.

ટ્રેકની સમય/અંતર: ૬-૭ કલાક, ૮ કિલોમીટર

કેમ્પસાઇટ: સારા તળાવ (૧૦,૫૦૦ ફીટ)

________________________________________________

  • દિવસ-5: સારા તળાવથી નિહરી રોડ

રિર્ટન ટ્રેકનો માર્ગ સૌથી લાંબો અને સતત અવરોહણવાળો રહેશે. સારા તળાવથી લાપઃ ખાતે ડાયવર્ઝન સુધી ઉતરાણ કર્યા બાદ નિહરી રોડનો માર્ગ લેવો. નિહરી પહોંચ્યા બાદ આરામ. ટ્રેકનો છેલ્લો દિવસ સાથીઓ સાથે પ્રવાસના પ્રસંગો વાગોળતા પસાર કરી શકાય.

ટ્રેકની સમય/અંતર: આશરે ૮-૯ કલાક, ૧૨ કિ.મી.

કેમ્પસાઇટઃ નિહરી રોડ (૫,૫૦૦ ફીટ)

_____________________________________________________

  • દિવસ-6: નિહરી રોડથી મંડી

વહેલી સવારે વાહન દ્વારા નિહરી રોડથી નીકળ્યા પછી મંડી સુધીનો ૮૦ કિલોમીટરનો પ્રવાસ કરવામાં ૩થી ૪ કલાક લાગશે. બપોર સુધીમાં મંડી પહોંચી જવાય, એટલે મોડી સાંજે કે રાત્રે બસ/ટેક્સીમાં દિલ્લી/ ચંદીગઢ માટે નીકળી શકાય.

મોટરપ્રવાસનું અવધિ/અંતરઃ આશરે ૩-૪ કલાક, ૮૦ કિ.મી.
➖➖➖➖➖➖➖➖➖
ટ્રેક દરમ્યાન આટલું સાથે રાખો...
  • ઘૂંટી/ ankle સુધીના ખડતલ હાઈકિંગ શૂઝ,
  • પગમોજાં (ચારથી પાંચ જોડી),
  • ગૉગલ્સ, હાથમોજાં,
  • ટ્રેક પૅન્ટ, ટોપી,
  • વુલન કૅપ,
  • ફલીસ જૅકેટ અથવા સ્વેટર,
  • વૉટરપ્રૂફ જૅકેટ,
  • ટૉવેલ,
  • હાથરૂમાલ,
  • રેઇનકોટ,
  • સનસ્ક્રીન (50 SPF),
  • ટોઇલેટ પેપર,
  • સેનિટાઇઝર,
  • ડિઓડરન્ટ,
  • સાબુ,
  • કોલ્ડ ક્રીમ.
  • પાવર બૅન્ક,
  • કૅમેરા,
  • બૅટરી
  • ચાર્જર,
  • એક્સ્ટ્રા બૅટરી તથા મેમરી કાર્ડ,
  • ટૉર્ચ/હેડ લૅમ્પ,
  • માચીસ અથવા લાઇટર,
  • સ્વિસ નાઇફ,
  • વોટરબૉટલ,
  • સૂકો મેવો, ચીકી, ચૉકલેટ્સ.

  • આધાર કાર્ડ, જરૂરી દવાઓ, ઍલર્જી/બ્લડ ગ્રૂપ

  • અંગેની વિગતો, ઈમર્જન્સી ફોન નંબર્સ.


=============================================

હિમાલય ટ્રેકિંગ: સંપૂર્ણ માર્ગદર્શન

 હિમાલય ટ્રેકિંગ: સંપૂર્ણ માર્ગદર્શન




જો ટ્રેકિંગ કરવુ હોય, તો શુ ધ્યાનમાં રાખવું જરૂરી છે? હિમાલય ટ્રેકિંગ માટે કેવી તૈયારી જરૂરી છે?


આવો જાણીએ પૂરી માહિતી .


હિમાલય ટ્રેકિંગ એ એક અનોખો અને યાદગાર અનુભવ છે, પરંતુ તે માટે યોગ્ય તૈયારી જરૂરી છે. આવા પ્રવાસમાં સફળ થવા માટે ફક્ત શારીરિક તંદુરસ્તી પૂરતી નથી, માનસિક સજ્જતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.


1. માનસિક તૈયારી


ટ્રેકિંગ માટે સૌથી પહેલા અને અગત્યનું પગથિયો છે – મજબૂત માનસિક સજ્જતા.

અંગ્રેજીમાં કહેવત છે: “The body achieves what the mind believes.”

શરીર કેટલી ક્ષમતા દર્શાવશે તે અનેકઅંશે મનની સ્થિતિ પર આધાર રાખે છે. ટ્રેકિંગમાં મજબૂત મનોબળ અને સ્પષ્ટ લક્ષ્ય જ જીત તરફના પ્રથમ પગથિયા બને છે.


2. ટ્રેકિંગના સ્તરો


હિમાલયના ટ્રેકને સામાન્ય રીતે ત્રણ મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવે છે:


સર્લ (Easy):

સમુદ્ર સપાટીથી લગભગ 10,000 ફૂટ સુધીના ટ્રેક. શરૂઆતના દિવસે વનરાજીમાંથી ચઢાણ થતું હોય છે, પણ ત્યાર બાદ ઘાસિયાં મેદાનોમાં relatively સહેલું ચાલવાનું હોય છે.


મૉડરેટ (Moderate):

14,000 – 15,000 ફૂટ સુધીના ટ્રેક. સતત 3 દિવસ તીવ્ર ચઢાણ ચઢવું પડે. શરીર પર દબાણ વધુ હોય છે.


ડિફીકલ્ટ (Difficult):

15,000 ફૂટથી વધુ ઊંચાઈ. ઓક્સિજનની ઓછી માત્રા, હિમવર્ષા, હિમસરિતા, કડકડતી ઠંડી જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.



3. શારીરિક તૈયારી


ટ્રેકિંગ પહેલાં ઓછામાં ઓછા બે મહિના અગાઉથી શારીરિક તૈયારી શરૂ કરી દેવી જોઈએ. આ માટે:


દૈનિક કસરત:

ચાલવું, ધીમું દોડવું, યોગ અને સૂર્યનમસ્કાર કરવું.

સાઇકલ ચલાવવી અને પગના સ્નાયુઓ માટે પગભર વ્યાયામ કરવો.


સ્ટેમિના વૃદ્ધિ:

દર અઠવાડિયે દોડ/ચાલવાની મર્યાદા વધારવી. ઉદાહરણ તરીકે, પહેલા અઠવાડિયે 3 કિમી ચાલો, પછીના અઠવાડિયે 5 કિમી.


વજનભર્યો બૅગ લઈ સીડી ચઢવાની પ્રેક્ટિસ:

3-6 કિલો વજન સાથે સીડી ચઢવાથી પીઠ અને પગની તાલીમ સારી મળે છે.


પ્રાણાયામ:

ફેફસાં મજબૂત કરવા માટે સૌથી અસરકારક માર્ગ.



4. ભૂલ ટાળો


બહુ લોકો ટ્રેક પહેલાં જિમમાં માત્ર બોડી બિલ્ડિંગ પર ભાર મૂકે છે, જ્યારે કાર્ડિયો પ્રકારની કસરતો (દોડવું, ચાલવું) છોડે છે. ટ્રેકિંગ માટે મજબૂત બાવડાં નહીં, પણ કસાયેલા પગ અને ઘણું સ્ટેમિના જરૂરી છે.


બીજલી મહાદેવ -હિમાચલ

 બીજલી મહાદેવ મંદિર – એક અજોડ ચમત્કારિક ધામ


નમસ્કાર મિત્રો 

               હિમાલયની સફરમાં નવી એક હિમાલયની વાત લઈને આવ્યો છું જે મને હદયથી ખૂબ જ ગમેલું સ્થળ છે આજે તેની મારે વાત કરવાની છે અને જો જીવનમાં ચાન્સ મળે તો જરૂરી એક વાર એને મુલાકાત લેજો. જ્યાં દર 12 વર્ષમાં શિવલિંગ પર વીજળી પડે છે અને ફરી શિવલિંગને સ્થાપિત કરવામાં આવે છે તેવું મહાદેવનું મંદિર એટલે બીજલી મહાદેવનું મંદિર. લાસ્ટ માં વિડીયો જોવાનું ભૂલસો નહીં 

----------------------------------------------------------------------------------------------------------------------------

પરિચય:
હિમાલયની સુંદરતા અને પૌરાણિક મહત્વ ધરાવતા બીજલી મહાદેવ મંદિરે દર 12 વર્ષે થતો એક અજોડ ચમત્કાર આકર્ષણનું મુખ્ય કારણ છે. 8,100 ફૂટની ઉંચાઈએ હિમાચલ પ્રદેશના કુલ્લુથી 24 કિ.મી દૂર સ્થિત આ મંદિર એક પૌરાણિક અને આસ્થા ભરેલું સ્થળ છે.


પૂરાણિક કથા:

કહેવાય છે કે અહીં કુલાંત નામના રાક્ષસ રહેતો હતો, જે બિયાસ નદીનું પાણી રોકી કુલ્લુ પ્રદેશને ડૂબાડવા માગતો હતો. ત્યારે ભગવાન શંકરે ત્રિશૂલ વડે તેનો સંહાર કર્યો. તેમનો આત્મા વીજળી સ્વરૂપે આકાશમાં ઉડી ગયો અને અહીં પૃથ્વી પર પડ્યો. તેથી આ સ્થળને બીજલી મહાદેવ નામ આપવામાં આવ્યું.


વિશિષ્ટતા:


દર 12 વર્ષે શિવલિંગ પર વીજળી પડે છે, જેના કારણે તે ટુકડા થઈ જાય છે. પરંતુ આ શિવલિંગને ઘી અને માટીથી જોડવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. આ ચમત્કાર માટે કહેવાય છે કે વીજળી માત્ર શિવલિંગ પર જ પડે છે, મંદિરના અન્ય ભાગો પર નહીં!


મંદિરની રચના અને આકર્ષણ:

  • મંદિર લાકડાથી બનાવાયેલું છે, જેમાં હિમાચલની કોતરણી કલા જોવા મળે છે.

  • અહીં મોટો ત્રિશૂલ (ધ્વજ સ્તંભ) છે, જ્યાં શ્રદ્ધાળુઓ દોરા-ધાગા બાંધી માનતા રાખે છે.

  • અહીંથી પાર્વતી ઘાટી, હિમાલયની પહાડીઓ, બિયાસ નદી અને કુલ્લુ શહેર દૃશ્યમાન થાય છે.


તહેવારો અને ખાસ કાર્યક્રમો:

  • મહાશિવરાત્રી: હજારો ભક્તો શિવ પૂજા માટે ભેગા થાય છે.

  • શ્રાવણ મહિનો: શિવલિંગ પર રુદ્રાભિષેક અને ભજન-કીર્તનનું આયોજન થાય છે.

  • વીજળી પડ્યા પછી: નવા શિવલિંગની સ્થાપના સમયે મેળાનું આયોજન કરવામાં આવે છે.


જવાની શ્રેષ્ઠ સીઝન:

  • મે થી જૂન અને સપ્ટેમ્બર થી નવેમ્બર - શ્રેષ્ઠ વાતાવરણ!

  • ડિસેમ્બર થી ફેબ્રુઆરી - ભારે હિમવર્ષા, ટ્રેક માટે મુશ્કેલ સમય.


કઈ રીતે પહોંચી શકાય?

  • કુલ્લુ થી ચાંશારી ગામ સુધી ટેક્સી ઉપલબ્ધ છે.

  • ત્યાંથી 3-4 કિ.મી. ટ્રેકિંગ દ્વારા મંદિર પહોંચી શકાય.


આસપાસના દર્શનીય સ્થળો:

  1. કુલ્લુ માર્કેટ

  2. મનાલી

  3. મણિકરણ સાહેબ

  4. અટલ ટનલ

  5. રોતાંગ પાસ

  6. સોલાંગ વેલી

  7. શિશુ

  8. પાર્વતી વેલી


વિશેષ માહિતી માટે:
વધુ માહિતી માટે નીચેના નંબર પર WhatsApp કરો:
📞 8160003720


આ સુંદર અને આસ્થાપૂર્ણ સ્થળની સફર અવશ્ય કરો! હર હર મહાદેવ!







જુડાકા તળાવ -ઉતરાખંડ

 જુડાકા તળાવ


ઉતરાખંડ ના ઉત્તરકાશી જિલ્લામાં આવેલ સમુદ્ર ની સપાટીથી 9,100 ફૂટ ઊંચાઈ પર આવેલું આ તળાવ .....

આમ તો તેનો અર્થ ઊંચાઈ પર આવેલું તળાવ તરીકે ઓળખાય છે. પરંતુ શિયાળામાં આ તળાવ બે ભાગમાં જોવા મળે છે જેમાં એક ભાગ અડધો બરફથી જામી ગયેલ હોય છે અને બીજો ભાગ પાણીવાળો દેખાય છે ટ્રેકર આ બરફવાળા ભાગ પર જઈને ફોટોસેશન કરે છે પણ ખાસ ધ્યાન રાખવા જેવું કે ગાઈડ ની સૂચના પ્રમાણે જવું.
સાકરીથી ચાર કિમી થી ચડાણ કરતા આ તળાવ આવે છે હિન્દુ માન્યતા અનુસાર ભગવાન શંકરે પોતાની જટા ખોલી ત્યારે તેમાંથી જે પાણી ટપક્યું તેના દ્વારા તળાવનું નિર્માણ થયું એવું માનવામાં આવે છે....
અહીં જવાનો ઉત્તમ સમય ડિસેમ્બર થી ફેબ્રુઆરી બાકી બારેમાસ કેદાર કંઠા ટ્રેક કરી શકાય છે અહીં તળાવની આજુબાજુ ઘણા કેમ્પ લાગેલા છે જેમાં રહેવા જમવાની વ્યવસ્થા મળી રહે છે અને નાના નાના ધાબાઓ પણ છે જ્યાં તમને જમવાની કે નાસ્તાની વ્યવસ્થા થઈ શકે છે
કેદાર કાંઠા ની ઊંચાઈ 12,500 ફૂટ છે. ગોવિંદ વન્યજીવન અભ્યારણમાં થી આ ટ્રેકની શરૂઆત થાય છે સામાન્ય રીતે કેદાર કાંઠાની ટોચનું તાપમાન ઝીરો થી માઇનસ 10 ડિગ્રી સુધી જાય છે તો ઘણી વખત માઇનસ 15 થી માઇનસ 16 સુધી પણ જઈ શકે છે જ્યારે જુડા કા તળાવનું રાત્રે નું તાપમાન ૫ ડિગ્રીથી માઇનસ બે ડિગ્રી સુધી જાય છે દિવસે 10 થી 15 ડિગ્રી સુધીનું તાપમાન રહે છે જુડા કા તળાવ જવાનું રસ્તો આમ તો સાકરીથી શરૂ થાય છે શરૂઆતમાં થોડા પથ્થર વાળો રસ્તો અને દાદર વાળો રસ્તો છે ત્યારબાદ ઊંચાઈ ઉપર જતા વૃક્ષો અને જંગલો શરૂ થાય છે
👉વૃક્ષો:- અહીં પાઈન ,દેવદાર , મેપલ જેવા વૃક્ષો અહીં જોવા મળે છે
👉આજુબાજુ નો નજારો :- ચડાણ કરતી વખતે પહાડોના બરફ પીગળીને તેનું પાણી ઝરણા રૂપે નીચે એક તરફથી જતું જોવા મળે છે. ઘણી જગ્યા પર ઘાસના મેદાન પણ જોવા મળે છે .
👉રસ્તામાં નાના મોટા ઘણા ધાબા આવે છે જ્યાં ચા કોફી મેગી જેવો નાસ્તો મળી રહે છે
👉નેટવર્કની વાત કરીએ તો સાકરીથી બે કિમી સુધી ઉપર જતા ક્યાક ક્યાક નેટવર્ક આવે છે

👉પ્રાણીઓ:- વાંદરાઓ ,સુવર ,નોળિયા, સસલા જેવા પ્રાણીઓ જોવા મળે છે

👉પક્ષીઓ:- પોપટ, ચકલી ,કાબર , કાગડા, બાજ, બુલબુલ ,કબુતર અને કાળા હંસ ઘણી વખત જોવા મળે છે સવારમાં શાંતિના સમયે અપક્ષ એવો જોવા મળે છે
👉માણવા જેવું:- ચારે બાજુ બરફ અને ઊંચા વૃક્ષો વચ્ચે ઘેરાયેલા તળાવ શાંતિ પ્રિય જગ્યા છે રાત્રિનું વાતાવરણ અને આકાશમાં તારાઓ જોવાનું એક અલગ જ અનુભવ થાય છે એનું પાણી ચોખ્ખું ને મીઠું છે તેમજ તળાવની નજીક આવેલા ધાબા પર બેસીને મેગી, ચા નાસ્તાની મજા માણી શકાય છે
➖➖➖➖➖➖➖➖➖
👉ધ્યાનમાં રાખવા જેવી બાબતો
1.ગાઈડ ની મદદથી એવી
2. લેક ઉપર ગાઈડના માર્ગદર્શન મુજબ જવું
3. ઠંડીનું પ્રમાણ વધારે હોવાથી વ્યવસ્થિત ગરમ કપડા સાથે લઈ જવા
4. સૂર્યપ્રકાશમાં રક્ષણ આપે તેવા સન ગ્લાસ લઈ જવા
5. ગરમ પાણીની બોટલ લઈ જવી
6. જરૂરી દવાઓ સાથે રાખવી
7. સુકો નાસ્તો અને જરૂરી પાણી સાથે રાખવું
8. પોતાનો સામાન ઊંચકીને જવું પડે છે અથવા તમે ખચ્ચર પર પણ સામાન મોકલી શકો છો
9. કચરો જ્યાં ત્યાં ફેંકો નહીં


➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

🙏 મિત્રો માહિતી ગમી હોય તો અન્ય મિત્રોને શેર કરજો અને લાઈક કરજો🙏

અલગ અલગ સ્થળની માહિતી માટે
કિલક કરો અને ફોલો / subscrib
           👇👇👇

 
   

આ જુવો એકવાર .....