AI ફિલ્ડમાં લાખોનું પેકેજ અપાવે એવી અડધો ડઝન કરિયર

 AI ફિલ્ડમાં લાખોનું પેકેજ અપાવે એવી અડધો ડઝન કરિયર 




🧭 નવી દિશા — એઆઈ સાથે ભવિષ્યની તૈયારી



આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ યા ને એઆઈથી ગભરાવાને બદલે તેને જ હથિયાર બનાવીને ભવિષ્યની લડાઈ માટે સજજ થવામાં ડહાપણ છે.

      ભવિષ્યની વાત છોડો, છેલ્લા થોડાંક વર્ષોમાં પણ એવા લોકો જોબ મેળવવામાં ટોપ પર છે, જેમણે મશિન લર્નિંગ ઈજનેરી ડેટા સાયન્ટીસ્ટને પોતાનું ફિલ્ડ બનાવ્યું છે. ભારત સરકારનું શ્રમ મંત્રાલય જેવું જ એક મંત્રાલય અમેરિકામાં પણ કાર્યરત છે. આ મંત્રાલયનું કહેવું છે કે, કમ્પ્યુટર એન્ડ ઈન્ફર્મેશન રીસર્ચ સાયન્ટીસ્ટની જગ્યાઓમાં આગામી થોડાક વર્ષોમાં એટલે કે આશરે ૨૦૩૨ સુધી ભરતી જ ચાલુ રહેશે. તેમાં ૨૫ -ટકા જેટલો વધારો થવાનું અનુમાન છે. ક્યારેય ન જોવાયો હોય એવો આ ઉછાળો છે.


એઆઈ એન્જિનિયર


આવા ઈજનેરી પ્રોફેશનલો જે એઆઈ અને મિશન લર્નિંગ ટેકનીકની મદદથી એવી એપ્લિકેશન તૈયાર કરે છે, જે વધારે સક્ષમ સિસ્ટમને તૈયાર કરે છે. વ્યવહારુ દુનિયાની ખરી સમસ્યાઓ ઉકેલવા એઆઈને કામે લગાડવી પડે છે. પરંતુ એ માટે જરુરી ટૂલ્સ સિસ્ટમ્સ અને પ્રોસેસ ડેવલપ કરવી પડે છે. આ તૈયાર કરવાનું કામ એઆઈ એન્જિનિયરોનું હોય છે. એઆઈ એન્જિનિયરો કંપનીને કિંમત ઘટાડવામાં, ક્ષમતા વધારવામાં અને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. તેઓ આ માટેના અલગોરિધમ તૈયાર કરે છે.


આવી કામગીરીથી કંપનીનો નકો બહોળો થાય છે અને બિઝનેસ વધે છે. વાર્ષિક પગાર ૯૦ લાખથી એક કરોડ રૂપિયા.


ડેટા એન્જિનિયર


તેઓ એવી સિસ્ટમ તૈયાર કરે છે. જેને પગલે મેળવાયેલી માહિતી પરથી ડેટા સાયન્ટિસ્ટ કે બિઝનેસ એનાલિસ્ટ માટે એક આધાર તૈયાર થાય છે. રો ડેટા જ્યારે ભેગો કરાય છે ત્યારે ઉપયોગ થઈ શકે એવી હાલતમાં હોતો નથી, તેને વધારે રિફાઈન્ડ કરવાની જરૂર હોય છે. આ એકસપર્ટ આવું કામ ખૂબ જ સહેલાઈથી અને ચોક્સાઈપૂર્વક કરે છે. આવો ડેટા ત્યારબાદ ઉપયોગમાં લેવાય છે. તેઓ ડેટાને અભ્યાસ કરવા યોગ્ય. બનાવે છે જેથી તેના દ્વારા કંપનીનું પર્ફોર્મન્સ સુધારી શકાય. આ એક વિકસતું ક્ષેત્ર છે.


વાર્ષિક પગાર : લગભગ એક કરોડ રૂપિયા.


 રોબોટિક્સ એન્જિનિયર


આ ઈજનેરો ઓટોમોટિવ, મેન્યુફેક્ચરીંગ, ડિફેન્સ અને તબીબી એમ અનેક ઉદ્યોગો માટે રોબોટિક એપ્લિકેશન્સ તૈયાર કરે છે. તેઓ નવી પ્રોડકટ બનાવે છે કે પછી તેના ટેસ્ટીંગ માટેના યુનિટ ડિઝાઈન કરે છે. આ પ્રકારે રોબોટિક્સ ઓપરેટેડ પ્લાન્ટ પણ હોય છે. રોબોટિક્સ એન્જિનિયરિંગમાં મીકેનિકલ અને ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગના ફિલ્ડનો કમ્પ્યુટર સાયન્સ  સાથે સમન્વય થાય છે. વાર્ષિક પગાર : ૯૦ લાખથી કરોડ રૂપિયા


સોફ્ટવેર એન્જિનિયર


ક્યારેક ડેવલપર્સ તરીકે પણ ઓળખાતા આ સોફ્ટવેર ઈજનેરો કમ્પ્યુટર્સ અને તેની એપ્લિકેશન્સ માટે સોફ્ટવેર્સ બનાવે છે. પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ, પ્લેટફોર્મ્સ અને આર્કિટેક્ચર્સનો ઉપયોગ કરીને તેઓ કોઈપણ કમ્પ્યુટર ગેઈમથી માંડીને તેઓ નેટવર્ક કંટ્રોલ સિસ્ટમ સુધીનું કંઈ પણ બનાવી શકે છે. અન્ય ઈજનેરો દ્વારા બનાવવામાં આવેલા સોફ્ટવેરનું ટેસ્ટીંગ, સુધારા કે સમારકામ સિસ્ટમ સુધારવામાં કે સમસ્યાઓ ઉકેલવામાં આવા ઈજનેરો કરે છે. તેમને ડિજીટલ સિસ્ટમ સુધારવા માં કે સમસ્યાઓ ઉકેલવામાં રસ હોય તો તમે આ ફિલ્ડમાં જઈ શકો અને તમને આ ફિલ્ડ ખૂબ જ રસપ્રદ લાગી શકે. વાર્ષિક પગાર: રૂપિયા ૧ કરોડ કે તેથી વધુ.


ડેટા સાયન્ટિસ્ટ


કોઈપણ કંપની કે ટીમ તેમને કેવા સવાલ કરી શકે અને તેના જવાબ કેવા હોય એ બાબતે ડેટા સાયન્ટીસ્ટ કામ કરે છે. રિફાઈન્ડ ડેટા એકવાર હાથમાં આવી જાય પછી ગણતરીના સમયમાં તેનું તારણ કાઢવું જરૂરી છે. તેઓ આ માટે ડેટાનો ઉપયોગ કરીને ભાવિકથન, પેટર્ન કે પરિણામની આગાહી કરે છે. ડેટા સાયન્ટીસ્ટ. મશિન લર્નિંગ ટૂલ્સનો ઉપયોગ કરીને ડેટા ક્વોલિટી કે પ્રોડક્ટ ક્વોલિટી શોધી શકે છે. વાર્ષિક પગાર :  રૂપિયા ૧.૧૦ કરોડ કે તેથી વધુ.


મશીન લર્નિંગ એન્જિનિયર


આ ઈજનેરો એઆઈને એવી રીતે તૈયાર કરે છે. જેથી તેના આધારીત મશીન તૈયાર કરી શકાય, તેઓ એ માટે રીસર્ચ કે ડિઝાઈન તૈયાર કરે છે. તેમજ આવા મશીનનું નિર્માણ પણ કરે છે. તેઓ ડેટા સાયન્ટિસ્ટ અને એઆઈ સિસ્ટમ વચ્ચેની કડી બને છે અને તેને આધારીત મશીન તૈયાર કરે છે. પ્રયોગો અને કસોટી કરીને તેઓ આંકડાકીય અભ્યાસ કરે છે અને એમએલ સિસ્ટમ તૈયાર કરે છે. એમએલ સિસ્ટમ તૈયાર કરવા માટે નિષ્ણાંતોની જરૂર હોય છે. આવા નિષ્ણાંતો દ્વારા બનેલી સિસ્ટમ આપ મેળે થણો ડેટા એનાલાઈસ કરે છે. ઉપયોગી માહિતી તારવે છે અને તેને જરૂરી ફોર્મમાં આપણી સામે રજૂ કરે છે. 

વાર્ષિક પગાર : ૧ કરોડ રૂપિયા કે તેથી વધુ.

=================

આ જુવો એકવાર .....