લેબલ કેદારકાંઠા ટ્રેક 2018 ના અનુભવ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ કેદારકાંઠા ટ્રેક 2018 ના અનુભવ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

કેદારકાંઠા ટ્રેકિંગ ભાગ 09 - મારા અનુભવો

દિવસ .... 9- 04/01/2018

......કાલે રાત્રે ટાઈપ કરતા કરતા ક્યારે ફોન હાથમાંથી પડી ગયો તે ખબર જ રહી નહીં ...ખૂબ થાકને કારણે અને મસ્ત મજાનું નહાવાનું મળિયું હતું આ ઉપરાંત છેલ્લા 8 દિવસ પછી મસ્તમજાનું ગાદલું મળિયું હતું...તો ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર રહી નહીં....સવારે 8 વાગે મારી રૂમમાં સુતેલ અજય પટેલે મને જગાડીયો ત્યારે ખબર પડી કે આખી રાત લાઈટ ચાલુ રહી ગઈ હતી....આજે સવારે જાગીને બ્રશ કરીયું અને સ્નાન કરીને તૈયાર થયા ....હોટેલ માં જ બ્રેડ બટર અને ચા મંગાવી નાસ્તો કરિયો....પછી કાલની અધૂરી વાત ટાઈપ કરવા બેસી ગયો ....અમારી સાથે હવે રહેલા અમે 10 માંથી 4 મિત્રો રજની, જગદીશ, નરેશ વાસાણી અને કેતન ને હરિદ્વાર જોવા જવું હતું તો તેઓ ચારેય 9.30 વાગ્યા આજુબાજુ હરિદ્વાર સામાન સાથે ફરવા નીકળી ગયા...તેઓ હરિદ્વારથી ટ્રેનમાં અમારી સાથે થઈ જશે તેવું નક્કી કરવામાં આવ્યુ કારણકે દેહરાદૂન થી દિલ્લી જતી ટ્રેન હરિદ્વાર ઉભી રહેવાની હતી....આમ પણ અહીંથી હરિદ્વાર 60 કિમિ જ દૂર હતું...માટે તેઓએ ફરવા જવાનું નક્કી કરીયું

અને મેં , સુરેશભાઈ, અજય પટેલ, કલ્પેશ ડાયાણી અને શૈલેષ લાઠીયાએ 12 વાગિયા સુધી હોટલમાં જ આરામ કરવાનું નક્કી કર્યું હતું...થાક ઉતારવાનું...12 વાગીએ અમે બધા અમારો સામાન રીસેપ્શન કાઉન્ડર પાસે મૂકીને રૂમ જમા કરાવી દીધો....અને અમારી પાસે 5 વાગિયા સુધીનો સમય હતો માટે સામાન મૂકીને નજીકની માર્કેટમાં ફરવા નિકળિયા..2 વાગિયા સુધી દેહરાદૂન ની પલટન બજારમાં ફરિયા ...બહુ મોટું માર્કેટ હતું....ગરમ કપડાંની, દુકાનથી લઈને આર્મીવાળા ની જરૂરી વસ્તુઓની દુકાન, સંગીત ના સાધનો થી લઈને ટ્રેકિંગના સાધનોની દુકાનો જોતા જોતા એક સલૂનવાળાની દુકાને દાઢી કરાવવા પહોંચીયા....ત્યાર બાદ અમે હોટેલે પહોંચીયા ત્યારે 3.00 વાગી ગયા હતા...બપોરનું જમવાનું બાકી હતું તો નક્કી કરીયું કે આજે તો પીઝા ખાવા છે માટે અમે સામાન લઈને નિકળિયા પણ પીઝા ખાવા માટે 3 કીમિ દૂર જવું પડે તેમ હતું...અને દેહરાદૂન ટ્રાફિક વાળો વિસ્તાર હતો અને વિચારતા વિચારતા તો 3.10 થઈ ગયા હતા...માટે 5 વાગે અમે રેલવે સ્ટેશન પર ન પહોંચી શકીયે તો ટ્રેન છૂટી જાય ...માટે પીઝા ખાવા જવાનું બંધ રાખીયું...અને કલ્પેશ ડાયાણી અને અજય પટેલ એક રીક્ષા કરીને બધો સામાન મુકેને રેલવે સ્ટેશન પહોંચે અને અમે બધા ચાલીને પહોંચીએ તેવું નક્કી કરવામાં આવ્યુ....આમ તો રેલવે સ્ટેશન 1કિમિ જેટલું જ અંતર હતું પણ સામાન વધારે હતો માટે આવું નક્કી કરવામાં આવ્યુ...

અમે રેલવે સ્ટેશન પહોંચયા ત્યારે 3.45 થઈ ગયા હતા....સ્ટેશન પર અમારે જે ટ્રેનમાં જવાનું હતું તે પ્લેટફોર્મ નંબર 3 પર પડી હતી જ....અંદર સાફસફાઈ ચાલી હતી...માટે અમે બધા પ્લેટફોર્મ પર સામાન મૂકીને બેઠા....ભૂખ તો લાગેલ હતી જ કાલે સાથે લીધેલ ફ્રૂટમાં હજી જમરૂખ અને કેળા પડેલા હતા તે બેગમાંથી બહાર કાઢીયા અને ખાધા...થોડી મજા આવી ....એટલે કલ્પેશ અને શૈલેષ પ્લેટફોર્મ ની બહાર જઈને ફરી જમરૂખ અને મોસંબી લઈ આવિયા...અમેં થોડું થોડું પાછું ફ્રુટ ખાધુ ....4.30 વાગિયા આજુબાજુ ટ્રેનમાં અમે સામાન મુકિયો...5.00 વાગિએ ટ્રેન દેહરાદૂન સ્ટેશન છોડીને આગળ ચાલી....આ વખતે સ્લીપિંગ ટ્રેન ન હતી ....પણ એસી સીટીંગ ટ્રેન હતી ...સારી હતી....થોડી વાર પછી ટ્રેનમાં લીંબુ પાણી અને સાદું પાણી આપવામાં આવ્યુ અને ત્યાર બાદ પફ, બ્રેડ બટર અને ચા નો નાસ્તો આપવામાં આવીયો....એકાદ કલાક ટ્રેન ચાલીને હરિદ્વાર પહોંચી ત્યાં થી પેલા ચાર મિત્રો ટ્રેનમાં ચડિયા.....સાંજે 7.27 એ સૂપ આપવામાં આવ્યુ.....અંતે ત્યાર બાદ જમવામાં આપવામાં આવ્યુ...પણ મેં ન તો સૂપ લીધું કે ન તો જમવાનું લીધું કારણ કે ટ્રેનનું જમવાનું બહુ ભાવે તેવું હોતું નથી ....અને અમે 5 વાગે તો ફ્રુટ ખાધું હતું એટલે બહુ ભૂખ પણ ન હતી.....


દેહરાદૂન - દિલ્લી શતાબ્દીન એક્સપ્રેસ ટ્રેન હતી....દિલ્લી રાત્રે 10.45 વાગે પહોંચાડવાની હતી...પણ ભારતની બધી ટ્રેનો જેમ ટાઈમે ચાલે છે તેમ ..આ ટ્રેન પણ એટલી ટાઈમે ચાલી કે રાત્રે 12.25 પહોંચાડીયા ....થોડીક જ લેટ ગણવી કે શું?...આ તો સારું થયું કે અમારું પ્લેન સવારે 5 વાગ્યે હતું....જો તે 12.00 વાગ્યે હોત તો અમે હેરાન થયા હોત .....પણ અમને આપણા રેલવે તંત્ર પર પૂરો ભરોસો હતો....એટલે જ પ્લેન થોડું નહીં પણ વધારે મોડું રાખીયુ હતું.....જે દેશમાં ટ્રેનનું ટાઈમ ટેબલ માં જ આવું ચાલતું હોય તો મારી સલાહ છે કે પહેલા જે ટ્રેનો ચાલે તેને સમયસર કેમ પોહચતી કરવી તેનો અમલ કરાવવો જોઈએ અને તેમાં સુધારો લાવવો જોઈએ..નહીં કે બ્લુલેટ ટ્રેન નો પ્રોજેકટ લાવવો જોઈએ...


જેવા અમે 12.25 એ દિલ્લીના રેલવે સ્ટેશન પર ઉતરિયા એટલે બે વખત સ્ટેશન પરનો પાવર ગુલ કરવાં આવીયો કે ગયો તે ખબર ન પડી ...પણ પાછળ થી જે ટેક્સીમાં અમે એરપોર્ટ ગયા તેના ડ્રાઇવરે અમને ચોખવટ કરી કે આ તો રોજની ઘટના છે...જેટલા સમયમાં પાવર જાય તેટલા સમય માં અમુક લોકોના ખીચ્ચા કપાઈ જાય...અંધારાનો લાભ અને કેમેરા પણ બંધ....જેનું ખીચ્ચું કપાઈ ગયું હોય તેને તો બહુ મોડી ખબર પડે.....આ પાવર સેટિંગ કરીને કાઢવામાં આવતો હતો તેવું અમને ટેક્સીના ડ્રાઇવરે જણાવ્યુ હતુ...આ વાત સાચી હોય કે ખોટી તે તો ભગવાનને જ ખબર....પણ વિચિત્ર કહેવાય કે આવડા મોટા વિકસિત ભારતની રાજધાનીના ન્યુ દિલ્લી રેલવે સ્ટેશન પર લાઈટ ગુમ થાય તે પણ નવીન કહેવાય....


અંતે રેલવે સ્ટેશનથી ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર જવા માટે અમે 10 વ્યક્તિઓ ટેક્સી કરીને રવાના થયા....લગભગ 1.30 વાગીએ એરપોર્ટ પોહચી ગયા હતા....એરપોર્ટ પર એન્ટ્રી લઈને અમે અંદરના ભાગે બેઠા....લગભગ સવારે 3.30 વાગે અમારું બોર્ડિંગ થયા બાદ અમારું પ્લેન 5.35 સે ઉપડીયું....દિલ્લી થી સુરત રવાના થયું...
લગભગ સવારે 7.00 કલાકે અમે સુરત પોહચિયા અને અમને લેવા આવેલ મારા ભાઈ અજય સાથે હું મારે ઘરે જવા રવાના થયો......
THE END
==================================================
👉 માહિતી સારી લાગી હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલસો નહીં મિત્રો

કેદારકાંઠા ટ્રેકિંગ ભાગ 08 - મારા અનુભવો

દિવસ .... 8- 03/01/2018

આજે શાંતિ હતી...માટે સવારે આરામ થી જાગીયા હતા...7.30 વાગ્યે જાગીને સીધી જ ચા પીધી....અજય પટેલે ચા ટેન્ડમાં જ લાવી આપી હતી...બ્રશ કરવાની પણ આજે રજા હતી...નહાવાની તો કેટલા દિવસથી રજા તો હતી જ ....પણ વાતાવરણ જ એવું હતું કે અહીં નહાવાની જરૂર ન હતી... બ્લેન્કેટ અને સ્લીપિંગ બેગ જમા કરાવીને નાસ્તો કરવા ગયા ...નાસ્તામાં આજે છોલે ભટુરે અને સાબુદાણાની ખીર હતી... થોડો નાસ્તો કરિયો અને બેગ પેક કરીને અમે બધાએ ટેન્ડ સાફ કરિયા ....અહીં દરેક જગ્યા પર નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવતું ...સફાઈ, ચોખાઈ, સમયબદ્ધતા અને શિસ્ત નું પાલન... આતો છે yhai ની ખાસિયત...કેમ્પ લીડરે અંતે બધાને ભેગા કરી ને ગણતરી કરીને આજના રસ્તા વીશે માહિતી આપી...અહીં છેલ્લે રાષ્ટ્રીય ગીત ગાઈને અમને કેમ્પ લીડરે વિદાય આપી....આજે બે થી અઢી કલાકનું જ ઉતરાણ હતું...ભારતમાતાની જય સાથે અમે ઝડપ થી ઉતરાણ ચાલુ કરીયું....જેમ બને તેમ અમે ઝડપ થી બેઝ કેમ્પ પોહચવા માંગતા હતા...


ચારે બાજુ જંગલ અને પહાડીઓ જોતા જોતા અને સારી જગ્યા પર ફોટા પડતા પડતા ઉતરતા હતા....બીજા પ્રાઇવેટ ગ્રુપના લોકો પણ હવે સાથે ઉતારવામાં હતા...અને સામે થી ચડાણ વાળા બીજા ગ્રુપ પણ મળતા હતા....આજે ઉતરાણ માત્ર 3 કિમિ જ જેટલું હતું...આજે લગભગ બહુ ઓછા લોકો લપસીને પડિયા હતા.... બપોરના 11.30 કલાકે અમે સાકરી બેઝ કેમ્પ પર પહોંચીયા... અમુક લોકો થાકને કારણે પાછળ રહી ગયા હતા તો અમે કેમ્પથી થોડા આગળ દરેક મિત્રો ઉભા રહિયા બધા જ નીચે આવી ગયા બાદ એક વાર ફરી ગણતરી કરીને કેમ્પ તરફ આગળ વધિયા ...ગણતરીનું મુખ્ય કારણ કોઈ સભ્ય બાકી રહી ગયા નથી....કારણ અહીં જંગલ વિસ્તાર હોવાથી કોઈ ન પહોંચે તો રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવે...અંતે બેઝ કેમ્પમાં પોહચિયા ...કેમ્પના ગેટ પર કેમ્પના લીડર અને બીજો સ્ટાફ વેલકમ માટે ઉભા હતા...


દરેક અમને અભિનંદન આપતા હતા...ફટાફટ અમે રિપોટીંગ આપીને અમારી વધારાના સામાનની બેગ લીધી અને એક ટેન્ડ માં જઈને કપડાં બદલિયા....બંને બેગ પેક કરિયા...બેઝ કેમ્પમાંથી આપવામાં આવેલ વસ્તુઓ જમા કરાવી અને કાર્ડમાં એન્ટ્રી કરવામાં આવી....ત્યાર બાદ અમને કેમ્પ પૂર્ણ કરીયાનું સર્ટીફીકેટ આપવામાં આવિયા...હવે નક્કી કરતા હતા કે બસમાં જવું કે ટેમ્પો ટ્રાવેલ્સ (મીની બસ) માં જવું ....બસમાં એક વ્યક્તિના 350 રૂપિયા થતા હતા પણ સાકરી થી દેહરાદુન 224 કિમિ જેટલું અંતર કપાતા ઘણો સમય બગડે તેમ હતો અને બસમાં 44 વ્યક્તિઓ બેસે પછી ઉપાડવામાં આવવાની હતી ....અને અમારે દેહરાદૂન જઈને રાતે કોઈ હોટેલ રાખીને આરામ કરવો હતો....જો ટેમ્પો ટ્રાવેલ્સ કરીયે તો જ તે અમારી માટે વધારે અનુકૂળ હતું સમયસર પહોંચી શકીયે...પણ ટેમ્પો ટ્રાવેલ્સમાં અમારા 11 વ્યક્તિનું ભાડું 9000 રૂપિયા થતું હતું ...તે ઉપરાંત અમારામાંથી ઘણાની તબિયત ખરાબ પણ હતી માટે ટેમ્પો ટ્રાવેલ્સ વધારે અનુકૂળ લાગી....અમારા s 11 એ નક્કી કરીયું કે ટેમ્પો ટ્રાવેલ્સમાં જ જવું ...કાલે દેહરાદૂન થી સાંજે 5 વાગ્યે ટ્રેન હતી દિલ્લી સુધીની.....અને દિલ્લી થી તા. 5/1/18 ના સવારે 5 વાગ્યે પ્લેન દ્રારા સુરત રવાના થવાનું હતું....માટે સમય બગાડવો પણ પોસાય તેમ ન હતો...થોડાક મિત્રોએ ત્યાં કેમ્પમાં જ લંચ લીધું અને પછી અમે s 11 બપોરના 2.30 વાગ્યે ટેમ્પો ટ્રાવેલ્સમાં નકળિયા દેહરાદૂન જવા....


લગભગ અમારા kk 14 માંથી એક કે બે જ વ્યક્તિઓ બેઝ કેમ્પ પર રોકાણા હતા તે કાલે સવારે નીકળવાના હતા...ફરી એક વખત સાકરી થી દેહરાદૂન સફર ચાલુ કરી.....લગભગ એક કલાક અમારી બસ ચાલી હશે કે કે મને તાવ ચડ્યો...માથું તો પહેલે થી ભારે હતું જ...અમે મીની બસમાં 11 વ્યક્તિઓ જ હતા ..રસ્તામાં એક નાનું ગામ આવતા માર્કેટમાં થી સુરેશભાઈ અને અજય પટેલ થોડું ફ્રુટ અને ટામેટા, ગાજર, મૂળા ખાવા માટે લઇ આવિયા ... થોડું થોડું બધાયે ચાલુ બસે ખાધું....એક જગ્યા પર નદીને કાંઠે બસ ઉભી રાખવામાં આવી અહીં નદીનું અને પહાડનું વાતાવરણનું ભેગું સૌંદર્ય જોવા મળતું હતું....દરેક મિત્રો ફોટોગ્રાફી માટે ઉભા રહિયા...પણ હું ના ગયો કારણ તબિયત સારી ન હતી...હું પાછળની સીટ પર જઇને થાબળો ઓઢીને સુઈ ગયો...દસ પંદર મિનિટ બાદ બધા બસ પર પરત આવિયા...ત્યારે સુરેશભાઈ પાસેથી ફરી એક વખત તાવની દવા લીધી ....બહારની પહાડીઓ જોવા જેવી હતી ....અમુક જગ્યા પર પહાડ પર આગ પણ લાગેલી હતી....ખબર નહીં કે તે લાગેલ હતી કે લગાડવામાં આવેલ હતી?....થોડીવાર પછી હું બસ માં જ સુઈ ગયો હતો...


જ્યારે જાગીયો ત્યારે સાંજના 5.30 જેવો સમય થઈ ગયો હતો....બધા ફૂલ મજાક મસ્તી કરતા હતા...એક બીજાની મસ્કરી કરતા હતા...હવે મને થોડું સારું હતું....અહીં પહાડીવાળો વિસ્તાર હોવાથી અંધારું થઈ ગયું હતું ....અમુક જગ્યા પર એવા વળાંક આવતા હતા કે અમારા જીવ પણ અધર થઈ જતા હતા....હું ઘણી જગ્યા પર ફરવા ગયો છું પણ આવો ખતરનાક પહાડી રસ્તો ક્યાંય જોયો નથી....ઉત્તરનું સિમલા મનાલી હોય કે દક્ષિણનું મુનારની પહાડીઓ કરતા વધારે ભયજનક રસ્તા હતા... મસૂરી નજીક આવતા જ મોબાઈલના નેટવર્ક આવતા થાય હતા... દરેકે સૌ પ્રથમ ઘરે ફોન કરિયા...કારણ કે 7 દિવસથી અમારા ફોનના નેટવર્ક ન હતા એટલે ઘરે વાત થવાનો પ્રશ્ન નથી..... ફોન કરતા જ ઘરના સભ્યો થોડા ગુસ્સામાં હતા કારણ કે આટલા આટલા દિવસ થી અમારા કોઈ સમાચાર ન હતા માટે થોડીવાર અમે સાંભળીને પરિસ્થિતિ સમજાવી.... તેઓનો ગુસ્સો પણ વ્યાજબી હતો...તમારા ઘરનો કોઈ સભ્ય આટલા દિવસથી ટ્રેક પર હોય જ્યાં મોબાઈલનું નેટવર્ક ન હોય , અને માઇન્સ તાપમાન હોય તો ચિંતા તો થાય જ...હવે અમને નીચે થી પહાડી ઉપર આવેલ મસુરીની લાઈટો દેખાતી હતી... મસૂરીની લાઈટો ખૂબજ સુંદર દેખાતી હતી.... ચંદ્ર અમારી સાથે સાથે બરાબર અમારી સામે બસની સાથે સાથે ચાલતો હતો...ખૂબ જ નજીક અને ચોખ્ખો હતો....આજે ચંદ્ર લાલ રંગનો જોવા મળિયો હતો....


મસૂરી જમવા માટે અમે ફરી વખત તે જ ગુજરાતી હોટેલ પદમાવતી પેલેસ માં નક્કી કરીયું...બસ વાળા ભાઈને અમને મસૂરી ટેક્સી સ્ટેન્ડ પાસે મૂકીને નીચેના રસ્તા ઉપર પાર્ક કરવા જણાવી અમે ચાલતા જ પદમાવતી હોટેલમાં રાત્રે 8 વાગે જમવા પહોંચીયા... આજે ભૂખ ખુબજ લાગેલ હતી....અમે રીંગણાંનું શાક, બટેકાની સૂકી ભાજી, રોટલી બાજરાનો રોટલો , દહીં , છાસ, પાપડ, દાળ ભાત અને ખીચડી કાઢી નો ઓડર આપીયો...જ્યારે અમૂકે ભીંડીનું શાકનો ઓડર આપીયો...ખાવાનું ખૂબ જ સરસ ગુજરાતી જેવો જ સ્વાદ વાળું હતું....બધાએ ભરપેટ ખાધું અને પછી મસૂરીના મેઈન રોડ પર નીચે તરફ જ્યાં અમારી બસ ઉભી હતી ત્યાં અમે ગયા ...અહીં થી અમારો એક મિત્ર ગૌતમ ધડુક ની ટ્રેન 5 તારીખની હતી તો તેણે મસૂરી જ રોકાવવાનું નક્કી કરીયું...અને અમે બધાયે તેને વિદાય આપી અને અમે બસમાં બેઠા...હવે મારે દેહરાદૂન હોટેલે પહોંચવા નું હતું...ઈન્ટરનેટ દ્રારા જ અમે હોટેલ બુક કરાવી નાખી હતી...એટલે ત્યાં બહુ તફલિક પડે તેમ ન હતી....લગભગ રાતે10.30 વાગે અમે દેહરાદૂન હોટલ પર પહોંચીયા...સામાન મૂકીને થોડીવાર બેડ પર પડીને આરામ કરીઓ અને પછી ગીઝર ચાલુ કરીને નાહવા ગયો....6 દિવસથી સ્નાન નહોતું કરીયું તો આજે ગરમ પાણીથી ખૂબ સ્નાન કરીયું...ઠંડી તો અહીં પણ થોડી હતી જ રાત્રે 7 ડિગ્રી જેવું હતું પણ અમને હવે બહુ ફેર પડે તેમ લાગતું ન હતું....નાહીને મેં આજના દિવસની આખી વાત ટાઈપ કરવાની શરૂઆત કરી....
kk 14 ટીમના વંદે માતરમ....કાલે ફરી મળીશુ....

                             આગળની વાત ભાગ 09 માં
==================================================
👉 માહિતી સારી લાગી હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલસો નહીં મિત્રો

કેદારકાંઠા ટ્રેકિંગ ભાગ 07 - મારા અનુભવો

 દિવસ ......7- 02/01/2018


મધરાતે 1.30 વાગ્યે બધા ને જગાડવામાં આવિયા ....બહાર તો ઠંડી ખૂબ હતી...માઇન્સ 8 ડિગ્રી તાપમાન હતું....કેમ્પના સ્ટાફ દ્રારા જ દરેકના ટેન્ટમાં જ ચા આપવામાં આવી હતી....આજે બ્રશ કરવાનો પણ સમય ન હતો અથવા એમ કહીએ તો પણ ચાલે કે પાણીને અડવાની હિંમત ન હતી... આમ તો રાત્રે જ મેં, અજય પટેલ, નરેશ માવાણી, બીજા એક બે મિત્રો એ ઉપર એટલે કે કેદાર કંઠા (પિક ) ની ટોચ પણ ન જવાનું વિચારીયું હતું કારણકે અહીં હાયર કેમ્પ પર જ માઇન્સ 8 ડિગ્રી તાપમાન હતું અને ઉપર આના કરતાં પણ વધારે હોવાની સંભાવના હતી તેમ પણ કાલના ચડાણ પછી અમે માનસિક રીતે થાકી ગયા હતા માટે કેમ્પ પર જ રહેવાનું નક્કી કરીને સુતા હતા ...પણ સવારે તબિયત સારી હતી તેમજ થાક ઓછો થઈ ગયો હતો...માટે અમે પણ બધા જ ત્યાર થઈ ગયા હતા પિક પર જવા...


સવારે 2. 00 વાગિયા માં જ મેગી અને ખીર નાસ્તામાં આપવામાં આવી નાસ્તો કરીને સ્લીપિંગ બેગ અને કમબલ જમા કરાવીયા...2.30 વાગિયા આજુબાજુ અમારી ગણતરી કરીને ફરી એક વાર નીકળી પડિયા કેદાર કંઠા ની ટોચ ચડવા ....જેની ઉંચાઈ 12500 ફૂટ હતી....એક ગાઈડ આગળ અને એક ગાઈડ પાછળ હતા....લગભગ દરેકે ત્રણ ત્રણ જોડી કપડાં અને ઉપર જેકેટ પહેરિયા હતા...અમૂકે તેની ઉપર રેઇન કોટ પણ પહેરેલા હતા...અહીં વાતાવરણ નું કાઈ નક્કી ન કહી શકાય ગમે ત્યારે બદલાઈ ...પગમાં બે જોડી મોજા અને પ્લાસ્ટિકની કોથળી પહેરી હતી જેથી કરીને બરફ બુટમાં જાય તો પણ ઓછો પ્રોબ્લેમ આવે ...રાતનું ચડાણ હોવાથી દરેક પાસે લાઈટ હતી કોઈએ હાથમાં રાખી હતી તો કોઈએ માથા પર બાંધવાની લાઈટ લીધી હતી... લાકડી અથવા સ્ટીક વગર તો ચડાણ શકાય જ ન હતું માટે એક હાથમાં તે લેવી જરૂરી હતી....આજે સમાન અહીં કેમ્પમાં જ મૂકીને જવાનો હતો કારણકે બપોર થતા પાછા અહીં જ આવાનું હતું...સાથે નાની બેગ લેવાની હતી જેમાં પાણીની બોટલ અને નીચે થી આપવામાં આવેલ થોડો સૂકો નાસ્તો અને ફૂટીનું પેકેટ હતું તે જ લઇ જવાનું હતું....


કેમ્પમાં જ પીવા માટે ગરમ પાણી ની વ્યવસ્થા કરવામાં આવેલ હતી તો અમે દરેકે બોટલમાં ગરમ પાણી ભરી લીધું ...52 માંથી એક સભ્ય સવારે આવવા તૈયાર ન થયો બાકીના અમે 51 વ્યક્તિઓ સવારે 2.30 વાગે ફાઇનલ ચડાણ માટે તૈયાર થઈ ગયા હતા...અમે કેમ્પ છોડીને ચડાણ ચાલુ કરીયું ....અને આજે અમારા ભાગ્ય અત્યારે સારા હતા કે કાલે રાત્રે બરફ વર્ષા થઈ હતી જેથી તાજો બરફ હતો....માટે ચડાણમાં ઓછો પ્રોબ્લેમ આવે તેવું લાગતું હતું કારણકે જેમ જેમ જૂનો બરફ થઈ જાય તેમ ચડાણ અઘરું બને...લપસવાની સંભાવના વધારે રહે...આગળ ગાઈડ બરફમાં રસ્તો બનાવતા જાય અને અમે પાછળ પાછળ ચડાણ કરતા જતા હતા...માથે આકાશ ચોખ્ખું હતું તારા મંડળ અને ચંદ્ર એકદમ નજીક દેખાતા હતા...ટોર્ચ લાઈટ અને ચંદ્રના પ્રકાશમાં બરફ હીરાની જેમ ચમકતો હતો...અમે અંધારામાં જ ચડાણ કરે જ જતા હતા...થોડું ચડાણ ચડીયે એટલે થાકી જતા હતા થોડી વાર ઉભા રહીને પાછા ચડાણ ચાલુ કરતા હતા...ઠંડીને કારણે શરદી પણ ખૂબ જ હતી અને મો માંથી રીત સરના ધુવાડા નીકળતા હતા...માથે ગરમ ટોપી અને મો પર માસ્ક પહેરેલ હોવા છતાં ઠંડી લાગતી હતી...


બરફની ચાદર પર અમુક જગ્યા પર ભૂંડ (જંગલી સુવર ) ના પગલાં જોવા મળતા હતા...એમ કહેવાય કે જો અકેલો માણસ આ સુવારો જોઈ જાય તો તેના આગળના બે મોટા દાંત માણસના પેટમાં ઘુસાડી ને માણસને ફાડી નાખે...તેવો એક કતારમાં જ આવતા હોય તેવા તેના પગલના નિશાન જોવા મળિયા હતા...જ્યારે કઈક કંઈક જગ્યા પર ભાલુ ( સફેદ રીંશ ) ના પગલાંઓ જોવા મળતા હતા...અમે પણ રાતના અંધારામાં ચારે બાજુ નજર રાખતા રાખતા બરફમાં ચડાણ કરે જ જતા હતા..અમુક અમુક જગ્યા પર તો અમારા પગ ઘૂંટણ સુધી બરફમાં જતા રહેતા હતા..એક પહાડ ચડતા હોઈએ અને નીચેથી જોઈએ તો એમ લાગે તે કે બસ હમણાં જ પહોંચી જાશું પણ જ્યારે ત્યાં ચડીયે તો ખબર પડે કે આની ઉપર પણ એક પહાડ છે...પાછા મન મકમ કરીને ચડાણ ચાલુ કરીએ...આમને આમ અમે કેટલાય બરફના પહાડની ટોચ પાર કરતા ગયા....


બધી જ બાજુ બરફ ને બરફ હતો..ઉપર અંધારું અને નીચે બરફની ચાદર અને વચ્ચે અમે ...દૂરથી કોઈ જોવે તો એમ લાગે કે બરફની ચાદર પર કાળા પડછાયા ચાલી રહિયા હોય ...જ્યાં પગ મુકો ત્યાં પગ સીધો બરફમાં ઘુસી જ જાય...અમુક જગ્યા પણ જૂનો બરફ પણ આવતો હતો અને જો ત્યાં ધ્યાન ન રાખવામાં આવે તો લપસીને પડતા હતા...હું ખુદ ત્રણ કે ચાર વાર અત્યાર સુધીમાં પડીયો હતો...લગભગ 1.30 કલાક ચાલીયા બાદ એક ઝૂંપડી આવી ત્યાં ટી બ્રેક માટે દરેક મિત્રો ઉભા રહિયા...ત્યાં અમારા માંથી અમૂકે જીંજર ની ચા પીધી....આચાર્ય થાય કે આટલી બધી ઉંચાઈએ આ લોકો સવારમાં આટલા વહેલા અહીં વેપાર કરવા કેમ આવી શકતા હશે? ..અહીં માઇન્સ 12 ડિગ્રી તાપમાન થઈ ગયું હતું અમે ત્યાં થોડીવાર બેઠા....એક ચા ના 30 રૂપિયા લેખે અમે 9 મિત્રોના 270 ચૂકવ્યા...ત્યાર બાદ ફરી વખત આગળ ચડાણ ચાલુ કરીયુ ..પણ દરેક વખતે ચડાણ અઘરું ને અઘરું આવતું જતું હતું...


ટી બ્રેક ની જગ્યા પર જ અમારામાંથી એક મિત્ર જગદીશ એ તો નક્કી કરી નાખીયું કે તે આગળ નહીં આવે અને તે અહીં બેસીને બીજા પાછા આવે ત્યારે તેની સાથે નીચે પરત ફરશે...પણ બીજા મિત્રોએ હિંમત આપતા અંતે તે તૈયાર થઈ ગયો અને ચડાણ ચાલુ કરીયું ....અમારે કેદાર કંઠા જઈને સૂર્ય ને ઉગતો જોવાના હતો...એમ કહેવાય છે કે અહીં થી સૂર્ય નીચે થી બહાર નીકળતો હોય તેમ ઉદય થાય છે....માટે સૂર્યોદય થાય તે પહેલાં પહોંચવાનું હતું...થોડી ઝડપ પણ રાખતા હતા પણ પાછા થાક લાગે એટલે અમારી ઝડપ ઘટી જતી હતી...અમુક અમુક જગ્યા પર તો રસ્તો જ ન હતો છતાં જેમ તેમ કરીને પગ મુકતા મુકતા ચડતા હતા....અમુક જગ્યા પર બને બાજુ ખીણ અને વચ્ચે પગ કેડી આવે તો ત્યારે વધારે સંભાળવું પડે તેમ હતું...આ ઉપરાંત 3 દુશ્મન તો ખરાજ...એક લેપડ, બીજું ભાલું અને તીજુ જંગલી સુવર આ બધા નું પણ ધ્યાન રાખવાનું...અંતે અમને કેદાર કંઠા ની ટોચ દેખાણી ....પણ ત્યાં સુધીમાં તો અમારા માં થી અમુક લોકો તો રીતસરના થાકી ગયા હતા...


તાપમાન માઇન્સ 16 ડિગ્રી પહોંચી ગયું હતું....અમુક લોકો તો હવે આગળ વધવા જ માંગતા જ ન હતા પણ તેને છોડીને આગળ પણ ન જવાય કારણકે જો આ તાપમાનમાં 10 મિનિટ પણ માણસ એક જગ્યા પર બેસી રહે તો બરફ થઈ જાય અને તે ક્યારે મૃત્યુ પામે તેની ખબર પણ તેને ન રહે...માટે થોડી થોડી હિંમત આપીને અમે અમારી સાથે સાથે લેતા જતા હતા...એમ કહીએ તો પણ ચાલે કે એક બીજાને હિંમત આપતા આપતા આગળ વધે જતા હતા...ધીરે ધીરે ટોચ નજીક આવતી જતી હતી...બસ હવે નજરની સામે એક સિધુ ચડાણ અને ટાર્ગેટ પૂર્ણ....પણ છેલ્લું ચડાણ ખૂબ જ અઘરું હતું ...80 થી 85 ડિગ્રી ચડાણ હતું અને તે પણ કોઈ પગ કેડી વગર ...બીજું ત્યાં બરફ ન હતો પણ જમીન અને પથ્થર હતા....ક્યાંક ક્યાંક બરફ પણ હતો....તે પણ હિમતે અમે ચડિયા અને કેદાર કંઠા ની ટોચ પર પોહચિયા....જેવા પોહચિયા કે તરત એક નાની મંદિર જેવી ડેરી દેખાણી....જેમાં શંકર પાર્વતી નો એક ફોટો હતો ....કેદાર કંઠા નો હવે તમને અર્થ સમજણો હશે...અમે પ્રથમ નમન કરિયા અને પછી ફોટો પાડીયો...12500 ફૂટ ઉંચાઈ અને માઇનસ 16 ડિગ્રી તાપમાન આવી જગ્યા પર ભગવાનનું મંદિર જોઈને ખુબ જ આનંદ થયો... આ સ્થળનું વર્ણન શબ્દોમાં ન કરી શકું તેવી આ જગ્યા હતી....જ્યારે જે લોકોએ આ જગ્યા જોઈ હોય તે જ આને માણી શકે તેવી જગ્યા હતી....ચારે બાજુ પહાડીઓની હારમાળા દેખાતી હતી...હિમાલયની ગિરિમાળા જોઈ શકાતી હતી...બીજી બાજુ પણ પહાડોની હારમાળા દેખાતી હતી...વાદળો અમારી નીચે થી જતા હતા....


અમે જ્યારે આ જગ્યા પર પહોંચીયા ત્યારે 8.00 વાગી ગયા હતા એટલે સૂર્યઉદય થઈ ચુકિયો હતો...અમારા માંથી અમુક મિત્રો વહેલા પહોંચીયા હતા તેણે સૂર્ય ઉદય થતા જોયો હતો...અત્યારે પણ સૂર્ય અમારી સામે ઉભો હોય તેવું લાગતું હતું...ફોટા માં અમે આખું દ્રશ્ય કેદ કરવા પ્રત્યન કરિયો પણ છે....અહીં આવિયા પછી લાગીયું કે સારું થયું કે અમે નીચે કેમ્પમાં ન રહિયા અને હિંમત કરીને આવિયા તો આ નજારો જોવાનો લાભ મળિયો...થોડીવાર તો અમે એક જગ્યા પર બેસીને હાથના અને પગના આંગળા જે સુન થઈ ગયા હતા તે સરખા કરવા લાગીયા....અમને હાથના આંગળા માં એટલું બધું દર્દ થતું હતુંકે આંગળાને તોડી નાખીએ...તેવા બરફ જેવા કડક થઇ ગયા હતા...ખબર જ ન પડતી હતી કે આંગળા છે કે નહીં...હવે તો ઠંડી તો હતી જ પણ સાથે સાથે પવન પણ હતો... અમારી સામે જ પાણી નું ટીપું પડે તો તરત બરફ થઈ જતું હતું ....થોડીવાર અમે બધાએ ભરપૂર ફોટોગ્રાફી કરી બે કે ત્રણ મિત્રોએ શર્ટ ઉતારીને ફોટા પડાવીયા.... અમારી હિંમત ન ચાલી...ત્યાર બાદ બધાએ બેસીને થોડો થોડો નાસ્તો કરિયો અને બેઇઝ કેમ્પ માંથી આપેલ ફૂટી આજે પીધી...


અને ત્યાર બાદ અમે બધાએ આ ટ્રેકનો ટાર્ગેટ પૂર્ણ કરિયો તેની યાદગિરી માટે બધાયે એક ગ્રુપ ફોટો પડાવ્યો...અને પછી પરત ફરવાનું ચાલુ કરીયું ....હવે જે પહાડો અમે ચડીને આવિયા હતા તે ઉતારવાના હતા....ચડાણ કરતા પણ અઘરું હોય તો તે છે ઉતરવું...ખૂબ ધ્યાન રાખીને અમે કેદાર કંઠાની ટોચથી ઉતરવાનું ચાલુ કરીયું...આમાં દરેક ટ્રેકર વચ્ચે અંતર રાખવું ખૂબ જ જરૂરી હોય છે કારણકે જો એક પડે તો નીચે વાળાને પણ પાડે...માટે આપણે તો આપણું ધ્યાન રાખવાનું જ પણ પાછળ વાળા આપણી ઉપર ન પડે તેનું પણ ધ્યાન રાખવું પડે...બરફવાળા ભાગમાં ઉતરવાની તફલિક પડતી હતી કારણકે સૂર્ય પ્રકાશ પડતા બરફ થોડો પીગળે...એટલે લપાસવાના ચાન્સ વધે...બરફમાં પડીએ તો બહુ પ્રોબ્લેમ ન આવતો હતો...બરરફમાં સ્લાઈડ કરવાનો બધાએ ખૂબ આનંદ ઉઠાવીયો.... અમુક જગ્યા પર ઉતાવળ થી પગ મુકાય જાય તો સ્પીડ આપો આપ વધી જાય અને શરીરનું બેલેન્સ ન રહે એટલે આપો આપ બરફમાં સ્લાઈડ થઈ જાય...


ક્યાંક ક્યાંક તો પગ ઘૂંટણ સુધી બરફમાં ખુસી જતા હતા...અમુક સીધી સ્લાઈડ કરતા હતા તો અમુક ને ક્યારેક ક્યારેક બે ત્રણ ઊંધે માથે રાઉન્ડ પણ લાગી જતા હતા...પણ આનંદ હતો...આવું વાતાવરણ અને સ્થળ લાખો રૂપિયા ખર્ચ કરતા પણ ન મળે...ધીરે ધીરે ઠંડી ઓછી થતી જતી હોય તેવું લાગતું હતું...બપોરના 11.30 વાગ્યે અમે ફરી પાછા લાહોસુ કેમ્પ પર પોહચિયા ત્યાં પોહચતાની સાથે જમવાનું આપમાં આવ્યુ....ભાત અને રાજમાની દાળ જમવામાં હતી.... મેં થોડા ભાત અને રાજમાની દાળ લીધી અને ખાધી.... ફટાફટ અમારા થેલા લીધા અને બુટ કપડાં જે સાફ કરવા જેવા હતા તે સાફ કરિયા અને બદલવા જેવા લાગતા હતા તે બદલિયા...અને 12.30 વાગીએ અમેં લાહોસુંના કેમ્પને વિદાય આપીને હવે અમે પાછા ઉતરવાનું ચાલુ કરીયું....


કાલે જે જગ્યા પર બપોરનું જમીયા હતા ત્યાં સુધી એ જ રસ્તા પર ચાલીને પહાડો ઉતરવા લાગીયા...ત્યાં થી ડાબી બાજુ બીજા રસ્તા પર થી ઉતરાણ ચાલુ કરીયું...રસ્તો બરફ વાળો હતો અને જૂનો બરફ જામેલ હતો એટલે બહુ ધ્યાન રાખીને ઉતરવાનું હતું...ક્યાંક ક્યાંક અમુક લોકો પડતા હતા....પણ એક બે વ્યક્તિઓને બાદ કરતાં કોઈને મોટી ઇજા થયેલ ન હતી...ધીરે ધીરે જંગલ વિસ્તાર ચાલુ થયો...નીચે ઉતરવાનો રસ્તો ખૂબ જ ખરાબ હતો....અંતે સાંજના 3.00 વાગે અમે હાયર કેમ્પ અલગાવ પહોંચીયો....જેની ઉંચાઈ 8000.ફૂટ હતી.....ઠંડીનું પ્રમાણ થોડું ઓછું થયું હતું....કેમ્પ લીડર આપણા ગુજરાત રાજકોટના હતા....સૌ પ્રથમ અમને આપવામાં આવેલ ટેન્ટમાં સામાન મુકિયો....


આજે સવારના 2.30 વાગિયા થી લઈને બપોરના 3.00 વાગિયા સુધી ચાલતા હતા....બધા જ ખૂબ જ થાકી ગયા હતા....ટેન્ટમાં બેસતાની સાથે જ બધાયે હાસકારો મેળવિયો.....થોડીવાર બાદ અમને રિપોટીંગ માટે બોલાવવામાં આવિયા.... રિપોટિંગમાં અમને સૂચનાઓ આપી અને ચા થી લઈને બોનવિટા સુધીનો કાર્યક્રમ આપવામાં આવીયો ....અમે બધા ખુશ હતા જેના ઘણા કારણો હતા જેમાં પ્રથમ અમે સંપૂર્ણ ટ્રેક પૂર્ણ કરીને પરત ફરિયા હતા...બીજું આખા ટ્રેક દરમિયાન નાની ઇજાઓને બાદ કરતાં કોઈ મોટી દુર્ઘટના બની નહીં...તીજુ અમે જે કુદરતી નજારો જોયો હતો તે કોઈ પણ દિવસે અમને જોવા ન મળે તેવો હતો...આજે ચા ખૂબ જ સારી હતી...ચા ની સાથે સાથે બે બે વડા આપવામાં આવેલ હતા ..વડા પણ આપણા ગુજરાતી સ્વાદ વાળા...ખરેખર આખા દિવસનો થાક આ ચા અને વડાએ ઉતારી નાખીયો હતો...અહીં પણ ઠંડીનું પ્રમાણ થોડું રહેવાનું હતું તેવી જાણ અમને કેમ્પ લીડર દ્રારા કરવામાં આવેલ હતી...અને ખરેખર સાંજ પડતા પડતા ઠંડી પાછી વધી...કોઈ જગ્યા પર લપસવાથી સુરેશભાઈની એક આંગળીમાં થોડો દુખાવો થયો હતો...સુરેશભાઈ અમારી ટીમ લીડર હતા...


અમે બધા ટેન્ટમાં બેઠા હતા ત્યાં જ કેમ્પ લીડર અમારા ટેન્ટમાં દુઃખવાનો સ્પ્રે લઈને પૂછવા આવેલ કે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો...પણ અમે થોડીવાર માટે ટેન્ટમાં અમારી સાથે બેસાડીયા....અને અમારી પાસેનું અદડિયું અને સેવડો આપીયો....ગુજરાતી તો હતા જ અને ગુજરાતી ખાવાનું મળતા ખુશ થઈ ગયા....ત્યાર બાદ સૂપ અમારા ટેન્ટમાં જ તેણે એક મોટો જગ ભરીને આપી ગયા....કહેવત છે ને કે તમે કોઈને વેંત નમો તો કોઈ તમને હાથ નમે...મારી સૂપ પીવાની કે ખાવાની કોઈ ઈચ્છા ન હતી....માટે જેવી સ્લીપિંગ બેગ અને કમબલ આપતા જ સુવાની ત્યારી કરી લીધી....સાંજે લગભગ 5 વાગતા જ હું સુઈ ગયો હતો.....કાલે સવારે શાંતિ હતી...પણ રાત્રે 11.00 વાગે પાછી ઊંઘ ઊડી ગઈ...અને ફરી વખત ટાઈપિંગ ચાલુ કરીયું...લગભગ 2 વાગિયા હશે અને ઊંઘ આવતા ટાઈપિંગ બંધ કરીયું....આજની વાત ખૂબ જ મોટી હતી ....કારણ કે આજે સફર પણ મોટો હતો અને આજે ટ્રેકનો અનુભવ દરેક દિવસ કરતા અલગ હતો...બધું અહીં લખી શકવાનું શક્ય નથી કારણ કે હજી લખવા બેસું તો બીજા 4 કલાક જોવે તેમ છે...માટે બસ હવે શુભ રાત્રી....
kk 14 ટીમના વંદે માતરમ....કાલે ફરી મળીશુ....
                             આગળની વાત ભાગ 07 માં
==================================================
👉 માહિતી સારી લાગી હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલસો નહીં મિત્રો


 





કેદારકાંઠા ટ્રેકિંગ ભાગ 06 - મારા અનુભવો

 દિવસ....6- 01/01/2018

સવારે મોડેથી ઊંઘ આવી હતી...પણ કુદરતી વાતાવરણ હોવાથી 7.30 સુધીમાં ઊંઘ પુરી થઈ ગઈ હતી ...આજે બધા કરતા મોડો હું જાગીયો ...મારી તબિયત સારી ન હોવાથી બધાએ મને સુવા દીધો...ટ્રેકિંગ કેમ્પમાં એક સરસ વાત જોવા મળે કે દરેક મિત્રો તમને પુરા ટ્રેક દરમિયાન મદદ કરે ...એક બીજાનું ધ્યાન રાખે...કોઈ પણ રાજયનો હોય ... મારી તબિયત ખરાબ હતી જેની મને ચિંતા હતી તેના કરતા અમારા ગ્રૂપને વધારે હતું...થોડી વારે ને થોડી વારે દરેક મિત્રો ખબર પૂછ્યા કરતા... સવારે જાગીને બ્રશ કરીને ચા પીધી....ત્યાર બાદ નાસ્તો ત્યાર હોવાથી દરેક મિત્રો કરવા ગયા ....નાસ્તો મારો મનપસંદ બટેકા પૌવા હતા પણ આજે કોઈ નાસ્તો કરવાની મારી ઇચ્છા ન હતી...


અહીં થી અમારે લોહાસુ હાયર કેમ્પ 2 પર આજે જવાનું હતું..જેની ઉંચાઈ 10259 ફૂટ છે.....માટે અમે 9.30 વાગ્યા સુધીમાં તૈયાર થઈ કેમ્પ બહાર નિકળિયા .... અમે s-11 (અમારું સુરતના 11 નું ગ્રુપ જેનું અમે નામ s 11 આપીયુ હતું ) તે બધાએ નક્કી કરીયું કે આજે લંચ પેક નથી લેવું અને અમે સુરતથી સાથે લાવેલ નાસ્તો જે હજી ઘણો બાકી હતો તે આજે બપોરે ખાઈ નાખવો....કેમ્પના લીડરે અમારી હાજરી પુરીને જરૂરી સૂચનાઓ આપી વિદાય કરિયા...દરેક કેમ્પ છોડતી વખતે અમે રસોઈયા અને અન્ય સ્ટાફનો આભાર માની વિદાય લઈએ તેવું આજે પણ અમે કરીયું... 15 મિનિટ નું ચડાણ બાદ અમે જુડા તળાવ પહોંચીયા...અમારો હાયર કેમ્પ આ સ્થળ થી આશરે 200 ફૂટ નીચે હતો પણ છતાં તેનું નામ જુડા તળાવ જ આપવામાં આવેલ હતું....


જુડા તળાવ નો અર્થ થાય બે જોડિયા તળાવ....એક આખું બરફથી થીજી ગયેલ અને એક માં પાણી...આમ બને એક જ હતા જોવા વાળને એમ જ લાગે કે આ એક જ તળાવ છે જે અડધું બરફવાળું અને અડધામાં પાણી......અમે ત્યાં પહોંચી તો નજારો ખૂબ જ સરસ હતો જેનું હું વર્ણન પણ શબ્દમાં ન કરી શકું....તે સ્થળ જોતા તમને લાગે કે જે ફિલ્મમાં સ્વીઝરલેન્ડ દેખાડે છે તેના કરતાં પણ વધારે સુંદર હતું....ત્યાં કિનારે બીજા ટ્રેકિંગ ગ્રુપના ટેન્ટ લાગેલા હતા....જે ખાનગી સંસ્થાઓના હોય છે...અમે અમારી બેગો કિનારે એક સ્થળ પર મૂકીને તમામ ગ્રુપના સભ્યો તળાવ ની ઉપર ગયા ...જે ભાગ બરફ વાળો હતો તેની ઉપર બધા ઉભા રહીને ફોટોગ્રાફી કરવા લાગીયા ....એક તરફના કિનારા તરફ થી ચાલીને બરફવાળા ભાગ પર જઈ શકાતું હતું અને સામેની બાજુનો કિનારો પાણી વાળો હતો...દરેક મિત્રો ખૂબ જ ઉત્સાહમાં હતા કારણકે એક અજાયબી જોઈ રહિયા હતા અને તે તળાવની ઉપર ઉભા હતા....આ અજાયબી કુદરત દ્રારા બનાવવામાં આવેલ હતી...આ નજારો જોતા જ અમે તો નક્કી કરી લીઘું કે અમારો ટ્રેક સફળ થઈ ગયો...અમુક અમુક મિત્રો ધ્યાન ન રાખવાથી બરફના ભાગમાં લપસીને પડિયા પણ....તળાવ ઊંડું પણ ખૂબ હતું જેની માહિતી અમને અમારા ગાઇડે આપેલ....પણ બરફવાળા ભાગ પર કોઈ પ્રોબ્લેમ ન હતો...અને વિશ્વાસ મૂકીને અમે બધાએ ત્યાં ખૂબ જ મજાક મસ્તી કરી અને ફોટા પણ ભરપૂર પાડીયા....પણ પછી થી એક વિચાર આવીયો કે જો બરફવાળો ભાગ તૂટી ગયો હોત તો અમારી હાલત શુ થાત તે વિચારતા એક ધુજારી શરીરમાં આવી ગઈ હતી...પણ વિશ્વાસ માણસને હિંમત આપે છે અને અમને વિશ્વાસ હતો yhai સંસ્થા પર ....


સ્થળની સુંદરતા ફોટામાં જોઈ શકો છો...અંતે ત્યાં અમે 20 મિનિટ માટે રોકાઈને આગળ પાછું ચડાણ ચાલુ કરીયું...હવે ચડાણ કપરું આવતું જતું હતું...થોડું ચાલીએ ત્યાં જ થાકી જવાતું હતું....શ્વાસ ચડી જતો હતો માટે દરેક મિત્રો થોડીવાર માટે ઉભા રહીને પાણી પી ને ફરી પાછા સફર ચાલુ કરે....અમુક જગ્યા પર તો 70 ડિગ્રી જેવું ચડાણ પણ આવતું હતું....થાક તો લાગતો જ હતો પણ મનમાં ઉત્સાહ હતો કે ટ્રેક પૂરો કરવાનો અને કુદરતી સૌંદર્ય જોવાનો, માણવાનો માટે તે થાક પણ ગાયબ થઈ જતો હતો...અમુક જગ્યા એ તો એવો રસ્તો હતો કે બને બાજુ ખીણ અને વચ્ચે ટોચ પર ચાલવાનું ....પણ ડર તો ટ્રેકિંગ માં લાગે જ નહીં અને જો લાગે તો ટ્રેકિંગ કરી ન શકો...અમુક રસ્તા પર પહેલા પડેલ બરફ જામી ગયો હતો મતલબ કડક થઇ ગયો હતો ત્યાં લપસીને પડવાની સંભાવના વધારે હતી...એવી જ એક જગ્યા પર મારો પગ લાપીયો અને હું પડીયો પણ કોઈ ઇજા થઇ ન હતી...હા ત્યાં થોડી માટી પણ હોવાથી કપડાં ખરાબ થાય હતા ....પણ અહીં ટ્રેકમાં કપડાંની ચિંતા જ ન હોય....


બપોરના લગભગ 1.00 વાગીએ અમે એક સ્થળે બેસીને લંચ લેવા ભેગા થયા..હું થોડો લેટ હતો ....શાંતિથી વીડિયો ઉતારતો અને ફોટા પડતો આવતો હતો ....અને આમ પણ આ વખતે મારી સ્પીડ ગયા ટ્રેક કરતા ઓછી હતી તેનું મુખ્ય કારણ તબિયત હતી...સુરત પણ ઠંડી હોય તો પણ મને શરદી થઈ જાય છે ત્યાં અહીં ઠંડીનું તો પૂછવું જ શુ?... હું પહોંચીયો ત્યાં અમારા s 11 ગ્રુપે નાસ્તાના ડબ્બા ખોલીને જમવાનું ચાલુ કરી દીધું હતું....મેં પહોંચીને 2 કે 3 સુખડીના પીસ ખાધા....અને થોડી સિંગની ચીકી ખાધી... ત્યાર બાદ અમારી સાથેના મિત્ર સુરેશ બરવાળીયા જેવો સુરતના એક સારા સિવિલ એન્જીનીયર છે અને હું અને બીજા ઘણા મિત્રો તેની સાથે પ્રથમ વખત દેવ ટીબ્બા ( 3 મે ,2017 )ટ્રેકિંગમાં ગયા હતા અને તે અમારો તો પહેલો અનુભવ હતો પણ તેઓએ તો ઘણાં ટ્રેક પુરા કરિયા હતા....તે વખતે તે ટ્રેકમાં અમે 14 વ્યક્તિઓ હતા અને આ વખતે તેમાંથી 5 મિત્રો હતા બાકીના આવવા તો માંગતા હતા સમય અને સંજોગો નહીં હોય તો તેઓ આવી શક્યા ન હતા....પણ ટ્રેક અગાઉ ગ્રુપ મિટિંગમાં બધા જ હાજર રહીને અમને શુભેચ્છાઓ આપી હતી... સુરેશભાઈ પાસેથી તાવ અને શરદીની દવા લીધી ને તે પીધી....આમ તો મારી પાસે હતી જ પણ 2 દિવસ થી તેનાથી કોઈ ફેર ન પડતો હોવાથી...મેં દવા બદલવાનો નિર્ણય કરિયો હતો....


ફરી એક વખત આપણા ગુજરાતીની વિશેસ્તા કહો તો વિશેસ્તા અને ઉદારી કહોતો તે...બપોરનું લંચ લેવા અમે s 11ના મિત્રો જેવા બેઠા તો આજુ બાજુમાં અમુક મહારાષ્ટ્રના મિત્રો, કર્ણાટકના મિત્રો હતા તેને પણ ખૂબ નાસ્તો આપીયો....કારણ કે તેવો તો માત્ર નીચે થી લંચ બોક્સ લઈને આવેલ અને અમે તો સુખડી, અદડીયો , સેવડો, ચીકી વગેરે ઘણી વસ્તુ ખાતા હતા એટલે તે લોકોને નવાઈ લાગી ....અને અમને ખવરાવવાનો આનંદ પણ હતો...અને તેવો પણ ખુશ થયા ....જમી થોડીવાર આરામ કરિયા બાદ ફરી વાર સફર ચાલુ કરી...આરામ તો બેઠા બેઠા જ કરવો પડે તેમ હતો કારણ કે ચારે બાજુ બરફ જ હતો માટે કોઈ વૃક્ષના થડીએ કે પડી ગયેલ વૃક્ષની ડાળીઓ પર બેસીને જ આરામ કર્યો ....ફરી સફર ચાલુ કરી.....લગભગ 1 કે 1.30 કલાક ચાલીયા ત્યાં જ અમારો હાયર કેમ્પ 2 લોહાસુના કેમ્પ જોવા મળિયા....પણ ત્યાં પહોંચવા માટે વચ્ચે એક મોટી ખાઈ હતી....ઉપર થી બરફ નું પાણી પીગળીને આવતી નદીનું વહેણ પણ કહી શકો....તે અમારે પાર કરવાનું હતું ... આમતો પાણી વધારે ન હતું પણ બંને બાજુ ખીણ અને ઢોળાવ હતા...આ ઢોળાવના કિનારે એક માણસ માંડ માંડ ચાલી શકે તેવી પગ કેડી હતી...તેના પર ચાલીને જયા પાણી વહી રહીયું હતું તે પાર કરવાનું હતું...બરફવાળો રસ્તો અને સાંકડી પગ કેડી પર ચાલતા જો પગ લપસે તો ગયા ખીણમાં....આ બાજુ થી ઉતરીને પાણી વાળો ભાગ પાર કરવાનો અને પેલી બાજુની ખીણ નો ઢોળાવ ચડવાનો હતો...આવી વખતે ડર કરતા ઉત્સાહ વધારે હોય છે...જેને ચેલેન્જ પણ કહી શકાય...


ધીરે ધીરે તે પડાવ પણ અમે બધાએ હેમખેમ પાર કરિયો...અને અમે લોહાસુ ના કેમ્પમાં પહોંચીયા...પણ અહીં તો ઠંડી ખૂબ જ વધારે....માઇન્સ 4 ડિગ્રી જેવું તાપમાન....મોં માંથી ધુવાડા નીકળતા હતા...બહાર ઉભા પણ રહી શકાય તેમ ન હતું ..ફટાફટ આપવામાં આવેલ ટેન્ટમાં ગયા અને ત્રણ ત્રણ જોડી કપડાં પહેરિયા અને તેની ઉપર જેકેટ પહેરીયું ત્યારે થોડી શાંતિ થઈ...ટ્રેકમાં ચાલતી વખતે ગમે તેટલું તાપમાન ઓછું હોય તોય બહુ ઠંડી ન લાગે પણ જેવા ઉભા રહો કે ઠંડી લાગવાનું ચાલુ થઈ જાય જે અત્યારે અમને અનુભવ થાય છે....અમને ત્યાંના કેમ્પ લીડરે જરૂરી સૂચનાઓ આપી અને ચા થી લઈને જમવાનો સમય આપીયો..


અમે બપોરના 2.30 વાગે કેમ્પ પર પહોંચીયા હતા....4 વાગ્યે ચા....4.30 વાગ્યે સૂપ...5 વાગ્યે સ્લીપિંગ બેગ અને કમબલ લેવાના , 5.30 વાગ્યે જમવાનું અને જો કોઈને બોનવિટા પીવું હોય તો 6.00 વાગ્યે તે..આવો કાર્યક્રમ આપીયો....અને કાલે સનરાઈઝ જોવા જવાનું હતું તે ટોચ કેદાર કંઠા 12500ફૂટ ઊંચાઈ પર હોવાથી રાત્રે જ 1.30 કલાકે જાગવાનું હતું તેની પણ સૂચના આપવામા આવી....થોડી વાર જ થઈ હશે કે વાતાવરણ બદલવા લાગીયું....અહીં એક કહેવત છે કે હિમાલયનું વાતાવરણ અને મુંબઈની ફેશન દર 15 મિનિટે બદલાય છે....જે આજે અમે સાચી પડતા જોઈ....અમેં આવિયા ત્યારે વાતાવરણ એકદમ સાફ હતું ..આકાશ ચોખ્ખું હતું...પણ માત્ર 20 મિનિટમાં આકાશમાં વાદળો દેખાવવા લાગીયા....અને 5 મિનિટ પણ નહીં થઈ હોય ત્યાં તો હિમ વર્ષા ચાલુ થઈ ગઈ....રૂ જેવો વરસાદ...કોઈ આકાશમાંથી રૂની પાંદડીઓ નાખતું હોય તેવો નજારો.....અમે ટેન્ટમાં ઠંડીને કારણે ઘુસી ગયા હતા તે બધા હિમ વર્ષાનો આનંદ લેવા ટેન્ડ છોડીને બહાર આવિયા....કારણ કે ભાગ્યે જ હિમ વર્ષા જોવાનો લાભ ટ્રેકરોને મળે ..જે આજે અમારા ભાગ્યમાં હતું....માટે આ લ્હાવો જવા દેવા માંગતા ન હતા...અમુક મિત્રો એ તો ડાન્સ કર્યો અને અમારી જેવાં અમુક થોડીવાર માટે જ બહાર ઉભા રહીને આનંદ માણીયો....

બહાર ઉભેલા દરેક મિત્રોના જેકેટ નો કલર પણ સફેદ થઈ ગયો હતો...અને અમારા ટેન્ટનું બહારનું કાપડ ઉપર કોઈએ સફેદ ચાદર નાખી હોય તેવું હિમ વર્ષાને કારણે દેખાતું હતું..... ત્યારે લગભગ તાપમાન માઇન્સ 8 ડિગ્રી થઈ ગયું હતું...જે રાત્રે માઇન્સ 10 સુધી જઈ શકે તેવી આગાહી પણ હતી અને તે સાચી પણ પડી હતી... 4 વાગ્યે ચા આપી જે અમે બધા પીવા ગયા...ત્યાર બાદ 4.30 વાગ્યે સૂપ આપીયુ પણ હું ઠંડીને કારણે તે પીવા ગયો નહિ...જમવા પણ ગયો ન હતો... સ્લીપિંગ બેગ અને કમબલ આપતા જ ટેન્ટમાં લઈને સુવાની તૈયારી કરી લીધી....આજના ચડાણ અને ઠંડીને કારણે સુઈ જવાનું જ મન હતું....આજે તો અમારા ટેન્ટ રીતસર બરફની પાટ ઉપર મુકેલા હતા કારણકે અહીં કોઈ બાજુ જમીન દેખાતી જ ન હતી.. ટેન્ટની નીચે બરફ અને તેની ઉપર પ્લાસ્ટીક નું તાપડું અને તેની ઉપર ચારચો...3 જોડી પગના મોજા પહેરેલા હતા છતાં ટેન્ટમાં પગ મુકાતો ન હતો.... હાથના 2 જોડી મોજા પહેરેલ હોવા છતા ઠંડી એનું કામ ચાલુ જ રાખતી હતી....

નરેશ વાસાણી જે રંધોળા ( ભાવનગર ) રહેવાનું હતું તે અમારી સાથે ટ્રેક પર આવેલ પણ તેને પીઠની પ્રોબ્લેમ હોવાથી આજે તેની પણ તબિયત ખરાબ હતી અને નરેશ માવણી જે મારા મામાં નો દીકરો થાય તે સુરતથી જ અમારી સાથે આવિયા હતા તેને શરદી અને માથાના દુઃખવાને કારણે તેની તબિયત પણ આજે ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી....પણ સુરેશભાઈ એ અમારા બધાની પરિસ્થિતિ જોઈને દરેક ને બે બે કમબલ આપીયા....ખરેખર ત્યારે સુરેશભાઈ અમને ભગવાન જેવા લાગીયા...બંને કમબલ નીચે પથરીયા અને ઉપર સ્લીપિંગ બેગ મૂકીને તેમાં ઇનર નાખીને સુવાની ત્યારી કરી લીધી....રાત પડે અને સ્લીપિંગ બેગ ની અમે વાટે હોઈએ કારણ કે તેની રચના એવી રીતે કરવામાં આવેલ હોય છે કે બહાર ગમે તેટલી ઠંડી હોય પણ એકવાર તેની અંદર સુઈ જવામાં આવે તો ઠંડી ગાયબ થઈ જાય....તેનો આકાર કેપસુલ જેવો હોય છે...


અહીં 5.30 આજુબાજુ અંધારું થઈ જાય અને સવાર પણ વહેલા પડે...6 વાગીયા હશે અને અમે બધા લગભગ સુવાની ત્યારી કરી લીધી હતી...આજે અમારામાંથી અમુક સભ્યોએ કાલે આગળ ન જવા નું નક્કી કરીને સુવાની તૈયારી કરી...જેમાં હું પણ હતો....હું તો થોડીવારમાં જ સુઈ ગયો હતો...સૂતી વખતે સુરેશભાઈએ ફરી તાવની દવા આપી જે મારા માટે કામ કરી ગઈ હતી....બાકીના ક્યારે સુઈ ગયા તેની ખબર નથી.....આજે ટાઈપિંગ થાય તેવી સ્થિતિ જ ન હતી... આજની વાત કાલે ટાઈપ કરવાનું નક્કી કરીને હું સુઈ ગયો હતો......આ વાત ટાઈપ તારીખ 2/1/18 ની રાત્રે 11 વાગ્યે ઊંઘ ઊડી જતા કરી છે.....એટલે અમુક અનુભવો ન પણ લખાણા હોય.....આજના ટ્રેકની વાત અહીં પુરી થાય છે ....કાલે ફરી મળીશું ....
આગળની વાત ભાગ 07 માં
ત્યાં સુધી મારા અને મારી ટીમ kk 14ના વંદે માતરમ....


==================================================
👉 માહિતી સારી લાગી હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલસો નહીં મિત્રો

કેદારકાંઠા ટ્રેકિંગ ભાગ 05- મારા અનુભવો

દિવસ ...5- 31/12/2017


આજે સવારે ફરી 6 વાગીએ જાગીયા ....અને કાલની જેમ પાણી થી ડરતા ડરતા બ્રશ કરીયું...કાલ કરતા આજે વધારે ઠંડી હતી ....રાત્રે માઇન્સમાં તાપમાન ચાલી ગયું હતું તેવો રિપોર્ટ કેમ્પના ડોક્ટરે આપીયો હતો....અમારી આજુ બાજુ ઉપરના પહાડોમાં બરફ વર્ષા થયેલ દેખાતી હતી...ચા પીઈને અમે કેમ્પમાં ફરી વખત લઇ જવાના થેલા વ્યવસ્થિત પેક કરિયા...7.30 કલાકે અમને નાસ્તો આપવામાં આવીયો...આજે પણ નાસ્તો સરસ હતો...મેન્દુ વડા , સંભાર, ચટણી,સેવયાનું દૂધ... દક્ષિણ ભારતનું ખાણું હતું પણ ઉત્તર ભારતમાં પણ એવો જ સ્વાદ આવતો હતો...નાસ્તો કરીને અમે આજના બપોર માટે ડબ્બામાં લંચ પેક કારવ્યુ ...લંચમાં પરોઠા અને ચણાનું શાક હતું...તે લઈને અમે ટેન્ટમાં ગયા...અમને આપવામાં આવેલ સ્લીપિંગ બેગ અને કમબલ જમા કારવીયા...થેલા પેક કરીને ટેન્ટની સફાઈ કરીને અમે ડાઇનિંગ ટેન્ટમાં બધા જ ભેગા થયા....



આજે અમારા ટ્રેકની શરૂઆત હતી...પ્રથમ દિવસ ....માટે બધી તૈયારી કરીને અમે ભેગા થયા હતા...ત્યાં અમારી ગણતરી કરીને બધા જ મેમ્બરોને 100 ગ્રામ સૂકો મેવો અને એક ફૂટીનું પેકેટ આપવામાં આવ્યુ અને કહેવામાં આવ્યુ કે આ વસ્તુનો ઉપયોગ બીજા હાયર કેમ્પ પર કરજો...અંતે અમને બેઇઝ કેમ્પને વીદાય આપીને નિકળિયા..... કેમ્પના ગેટ પાસે જ અમારો જુસ્સો વધારવા માટે kk15 ના મિત્રો તાળીઓ પાડી અને શુભેચ્છાઓ આપતા હતા....આજ 31 ડિસેમ્બર હોવાથી ઘણા મિત્રો એડવાન્સમાં જ અમને હેપી ન્યુ યર પણ કહેતા હતા...હા આજે 31 ડિસેમ્બર એટલે મોટા ભાગે લોકો એવું સમજે છે કે તે દિવસે દારૂ ની મહેફી કરીને ને ઉજવાય...પણ તે તદ્દન ખોટું છે....મિત્રો સાથે આવા ટ્રેક કરીને કે ફરવા જઈને કે ફેમિલી મેમ્બર સાથે પણ એન્જોય કરી શકાય...હા yhai ના કેમ્પમાં દારૂ, સિગારેટ કે તમાકુ જેવા કોઇ પણ વ્યશનની સખત મનાઈ હોય છે.....અને દરેકના થેલા પણ ચેક કરવામાં આવે છે....અને જો કોઈ પકડાય તો તરત તેને રજા આપી દેવામાં આવે છે...તેની ફી પણ જાય છે...કારણ કે આ કેમ્પમાં પુરુષો અને મહિલાઓ પણ હોય છે....મર્યાદા પણ જાળવવા બાબતે આ સંસ્થા કડક છે...અમારામાંથી કોઈ પણ દારૂ પીવા વાળા ન હતા ....


અમેં શરૂઆત 6455 ફૂટ ઉચ્ચાઈથી ચડવાનું ચાલુ કરીયું ...આગળ એક ગાઈડ અને પાછળ એક ગાઈડ અને વચ્ચે અમારી 52 સભ્યોની ટીમ ચાલે...ચડાણ સિધુ હતું માટે થોડી મુશ્કેલી પડતી હતી....મને આજે પણ તાવ હતો જ અને ઉપર થી સામાન ....થોડું ચાલીયા બાદ પોટર ( સામાન ઉચકવા વાળા ) મળી ગયા...એક દિવસના 500 રૂપિયા લેખે અમે 3- 4 મિત્રોએ સામાન પોટરને આપી દીધો...છતાં એક નાની બેગ અમારી પાસે રાખી હતી જેમાં રેઇનકોટ , ટોપી, કેમેરો,પાણીની બોટલ અને જરૂરી દવાઓ હતી....અમને થોડી વાર કોઈ તફલિક ન પડી પછી ધીરે ધીરે થાક લાગવા લાગીયો અને બધા પોત પોતાની રીતે શાંતિ થી ચડાણ ચાલુ રાખીયુ ...અમુક ઊંચાઈ ચડિયા બાદ 5 ,10 મિનિટનો આરામ કરી ફરી ચડાણ ચાલુ કરતા હતા....ટ્રેકિંગનો મતલબ છે પડાવ સુધી સ્પીડમાં જવું નહીં પણ શાંતિ થી પ્રકૃતિને માણતાં માણતા જવું ...


જંગલ માં થતા નાનામાં નાના અવાજને સાંભળવો...અમને પણ કંઈક આવો જ નજારો જોવા મળતો હતો ...ઊંચા ઊંચા વૃક્ષો, મોટા મોટા પહાડો , અને આજુ બાજુની પર્વતોની હારમાળાઓ .... અમુક સ્થળ પર સફેદ વાંદર જોવા મળિયા...તો અમુક વૃક્ષો પર વિવિધ પક્ષીઓ જોવા મળિયા....આ બાજુ સવારે જ તાજો બરફ પડીયો હતો માટે ધીરે ધીરે ઠંડી વધતી હતી...પણ ચડાણ ચડવાનું હોવાથી અમને ગરમી થવા લાગી હતી...તો અમે થોડી વાર માટે જેકેટ કાઢી નાખીયા હતા....1 કલાક જેટલો સમય ચડાણ કરિયા બાદ એક નાનું એવું ઝૂંપડું આવ્યુ ત્યાં અમારી ટીમ ટી બ્રેક માટે વિરામ કરિયો...અમારી જેમ વિવિધ સંસ્થાઓ માંથી આવેલ ટ્રેકરો પણ જોવા મળતા હતા...તે અમને શુભેચ્છાઓ આપતા હતા અને અમે તેમને ....જેવા ટી બ્રેક માટે ઉભા રહિયા ત્યાં તો કોઈએ ખજૂર તો કોઈએ કાજુ બદામ કાઢીયા અને એક બીજાને આપીને થોડો નાસ્તો કરિયો...


ગુજરાતી સિવાય અન્ય ટ્રેકરો પણ આમરી સાથે હતા તેવો ખૂબ ઓછો નાસ્તો ઘરે થી લાવીયા હોય તેવું લાગતું હતું....અમે પણ બાકીના મિત્રોને પણ નાસ્તો આપીયો....થોડીવાર આરામ કરી ફરીવાર અમારી સફર ચાલુ થઈ....હવે પછી આગળનો પોઈટ બપોરનું જમવા માટેનો હતો....ગરમ પાણી ની વ્યવસ્થા દરેક કેમ્પ પર કરવામાં આવેલ હોવાથી અમે થર્મોસમાં જ સવારે ગરમ પાણી ભરી લીધું હતું માટે પાણીની તો કોઈ તફલિક ન હતી અને સવારે પાણીમાં ગુલુકોઝ પણ મિક્સ કરિયો હતો જેથી કરીને એનરજી જળવાઇ રહે ...તેમ છતાં પોકેટમાં ચોકલેટ અને ગુકુકોઝની ગોળીઓ પણ હતી જ...શ્વાસ થોડો ચડે તો થોડી વાર આરામ કરીને પાછા સફર શરૂ કરતાં...


અંતે 12.30 આજુબાજુ લંચ પોઈન્ટ પર પોહચી ગયા....ત્યાં નો નજારો જોઈને મન ખુશ થઈ ગયું થાક એક જ મિનિટમાં જ ઉતરી ગયો...નાનું મેદાન જેવી જગ્યા હતી...બે બાજુ બરફના ઢગલા હતા....એક નાનું ઝૂંપડું હતું...જે ચા, નાસ્તાની નાની દુકાન હતી....બધા જ ગ્રુપ પ્રમાણે લંચ માટે બેસી ગયા...ડબ્બામાં પરોઠા અને ચણાનું શાક હતું તે ખાવાની શરૂઆત કરી...જેમ જેમ લંચ પૂરું થતું ગયું તેમ તેમ લોકો સાઈડ સીનના ફોટા પાડવા લાગીયા...બરફના ઢગલા પર જઈને સેલ્ફી લેવા લાગીયા...લગભગ એક કલાક જેવો સમય ત્યાં રોકાયા....અને પછી સભ્યોની ગણતરી કરીને અમે બધા ફરી વખત ચડાણ ચાલુ કરીયું...ભોજન લેવા થી નવી શક્તિ આવી ગયી હતી...એટલે પાછા સ્પીડમાં ચડાણ કરવા લાગીયા...પણ થોડી વાર પછી પાછા થાકી ગયા અને ઝડપ ઓછી થવા લાગી....અમે શાંતિ થી ચડાણ કરતા હતા તેમજ સાથે સાથે ફોટોગ્રાફી પણ કરતા હતા...કારણ કે નજારો જ એવો હતો કે ફોટા પાડવાનું મન થઇ જ જાય....ઠંડીને કારણે મોં માંથી ધુવાડા નીકળતા હતા...સાથે સાથે ખતરાનું પણ ધ્યાન રાખતું જવાનું...જંગલમાં ક્યારેય એકલા ન ટ્રેક કરાય...ગ્રુપમાં ટ્રેક કરવામાં આવે તો ખતરો ઓછો રહે...જંગલી પ્રાણીઓ એકલી વ્યક્તિ પર વધારે હુમલો કરી શકે છે...અહીં લેપડ, રીંશ જેવા પ્રાણીઓ નો ખતરો હતો તેની જાણકારી કાલે જ અમને આપવામાં આવી હતી...ડર ન હતો પણ સાવધાની રાખવી સારી...


સફર ચાલુ જ હતી ..ક્યાંક પથ્થર , ક્યાંક ઘાસ તો ક્યાંક બરફથી જામેલ નાના નાળાઓ આવતા હતા...થોડું આગળ ચાલીયા પછી બરફમાં ચડાણ આવતું દેખાયું...બરફના ચડાણમાં ખુબ જ ધ્યાન રાખવું પડે...જો તાજો બરફ હોય તો બહુ પ્રોબ્લેમ ના આવે..પણ જૂનો બરફ હોય તો તે જામી ગયો હોય છે અને કાચના પથ્થર જેવો થઈ ગયો હોય છે ...તેના પર પગ મૂકતી વખતે પગ લપસે નહીં તેનું ધ્યાન રાખવાનું હોય છે...જો લપસે અને શરીરનું બેલેન્સ ન રહે તો ઇજા પણ થાય...માટે અમે સાવધાની થી ચડાણ કરતા હતા...એક હાથમાં બરફમાં મદદ થાય તેવી સ્ટ્રીક પણ હતી..જેને કારણે પણ સ્પોટ મળી રહેતો હતો.....હવે ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતું જતું હતું માટે શ્વાસમાં પણ તફલિક પડતી હતી..જેને કારણે થોડી વાર માંડ ચાલી શકતા હતા...અને થોડી વાર આરામ કરીને પાછા ચાલવાનું શરૂ કરતાં હતા...


લગભગ 2.30 વાગિયા હશે અને અમને "જુડા તળાવ"નો હાયર કેમ્પ પહેલાનું બેનર દેખાયું ...પછી તો ઝડપ કરી પણ જેમ જેમ નજીક જતા ગયા તેમ તેમ કેમ્પ દૂર જતો હોય તેવું લાગીયું...અંતે અમે 8700 ફૂટની ઉંચાઈ પર જુડા તળાવ ના કેમ્પમાં પોહચિયા....તાપમાન આશરે 2 કે 3 ડિગ્રી...કેમ્પના રસ્તા પર જ કેમ્પ લીડર અમને વેલકમ માટે ઉભા હતા...તેઓ દક્ષિણ ભારતના હતા....જેમ જેમ ટીમના મેમ્બરો આવતા ગયા તેમ તેમ તેમને રહેવા માટે ટેન્ટની ફાળણી કરવામાં આવી...આજે અમે 11 મિત્રો એક જ ટેન્ટમાં સાથે હતા....હજી અમારો સામાન લઈને મુકતા હતા ત્યાં જ મારી સાથે એક દૂરઘટના બની....હું મારા સામાનનો થેલો પોટર પાસેથી લઈને ટેન્ટમાં મુકવા જતો હતો ત્યારે ટેન્ટપાસે ઢાળ હતો અને તે થોડો ભેજ વાળો હોવાથી હું લપસીને બેગ સાથે પડીઓ પણ સારું થયું કે કોઈ પણ ઇજા ન થઈ...બેગ અને કપડાં થોડા ખરાબ થયા પણ અહીં કપડાં કેવા છે તેનું કોઈ મહત્વ હોતું નથી....કારણ કે કોઈને કોઈ જગ્યા પર દરેકના કપડાં ખરાબ થાય જ....અને તમે જો કપડાંનું ધ્યાન રાખો તો ટ્રેક જ ન કરી શકો....અમે અમારો સામાન ટેન્ટમાં મુકિયો....


આજના ટેન્ટ બરફ પર બનાવવામાં આવેલ હતા કારણ કે ચારે બાજુ બરફ જ હતો...તે ઉપરાંત જમીન ખાડા ટેકરા વાળી હોવાથી સુવાની સુવિધા બહુ સારી તો ન હતી...પણ અમે અમારી રીતે મન મક્કમ કરીને ટેન્ટમાં ગોઠવાઈ ગયા...એક બીજાની તફલિકો સમજીને બધા ગોઠવાઈ ગયા...જે લોકોને સુવિધા જોતી હોય તે લોકો ક્યારેય ટ્રેકિંગ ન કરી શકે....જેવું મળે તેવુ ચલાવી લેવું ...અને ન મળે તો પણ ચલાવી લેતા આવડે તે લોકો માટે જ ટ્રેક હોય છે...એક બીજી વાત હું ઘણી જગ્યા પર ફરિયો છું ઘણા પૈસા પણ ખર્ચ કરિયા છે પણ જે કુદરતી સૌંદર્ય તમને ટ્રેકિંગમાં જોવા મળે તે ક્યારેય ટૂરમાં ન જોવા મળે...

ટેન્ટમાં આવતા ની સાથે જ અમે થર્મલ પહેરી લીધા...ત્યાર બાદ કેમ્પ લીડરે બધાને રસોડાના ટેન્ટ પાસે ભેગા કરીને જરૂરી સૂચના આપી અને કાલનો કાર્યક્રમ સમજાવીયો...મોટે ભાગે ઠંડી હોય એટલે તાપણું સાંભરે પણ તાપણું કરવાની સખત મનાઈ કરવામાં આવી હતી તેમજ આજુબાજુના વિસ્તારમાં ન જવા જણાવ્યુ...ત્યાર બાદ ચા અને બિસ્કિટ નો નાસ્તો અમને આપવામાં આવીયો..અને થોડી વાર પછી ગરમા ગરમ સૂપ આપવામાં આવ્યુ...સૂપ સારું હતું ....અને ઠંડીમાં ગરમ સુપ કોને ન ભાવે?...ત્યાર બાદ અમને સ્લીપિંગ બેગ અને કમબલ આપવામાં આવિયા...જે લઈને અમે અમારા ટેન્ટમાં મુકિયા...અને પછી ટેન્ટમાં અમે સાથે લાવેલ નાસ્તો ખોલિયો અને બધાએ નાસ્તો કરિયો..દરેક મિત્રો પોતાનો નાસ્તો બધા પહેલા ખાય તેવી દલીલ કરતા હતા તેનું મૂળ કારણ હતું કે પોતાનો નાસ્તો પહેલા ખૂટી જાય તો એટલો ભાર ઓછો ઉચકવો...આવો પ્રેમ અમારી બધા વચ્ચે હતો...


થોડી વાર પછી જમવાનુ તૈયાર થઈ જતા જે ભાવે તે અમે કરીને બધા જમવા ગયા અમૂકે શાક રોટલી અને દાળભાત લીધા તો અમૂકે ખાલી દાળભાત લીધા...આજે પનીરનું શાક હતું ...જમીને પાછા ટેન્ટમાં બધા બેઠા...આજે અહીં બાથરૂમની વ્યવસ્થા બહુ સારી ન હતી એટલે દરેકે નક્કી કરીયું કે દેશી ગામડાની પદ્ધતિ અપનાવી... સાંજના 7 વાગિયા હશે અને અમે સુવાની ત્યારી કરી લીધી....આજે 31 ડિસેમ્બર હોવાથી થોડીવાર માટે એવું નક્કી કરવામાં આવ્યુ કે આપણે બહાર બેસીને મજાક મસ્તી કરીએ..પણ તાપમાન માઇન્સ 3 ડિગ્રીમાં જતું રહેવાથી બધો પ્રોગ્રામ કેન્સલ કરીને સ્લીપિંગ બેગમાં ધુસીને સુવાનું નક્કી કરી લીધું...
અને હું આજની વાત ટાઈપ કરવા બેઠો અને બાકીના મિત્રો થોડી વાર માટે જોક્સ કરિયા...અહીં થી ચંદ્ર ખુબ જ નજીક અને રમણીય દેખતો હતો ..અને ગુલાબી રાત્રીનો અહીં એવો નજારો હતો કે તે ક્યારેય આપણને શહેરોમાં ન જોવા મળે...માટે અમુક મિત્રો બહાર આ નજારો જોવા ગયા ..મને પણ એમ થયું કે લાવ હું પણ જાવ...પણ જેવો ટેન્ટની બહાર નિકળિયો અને 1 મિનિટ પણ નહીં થઈ હોય ત્યાં તો મને એટલી ઠંડી ચડી કે માંડ માંડ ટેન્ટ ની અંદર પહોંચી શકાયું....અને થોડી વાર તો એમ થયું કે હમણાં બેભાન થઈ જઈશ પણ સ્લીપિંગ બેગમાં ઘુસીને સુઈ જ ગયો થોડી વાર ન હલીયો કે ચાલીયો ...થોડી વાર પછી થોડું સારું થયું અને જીવ આવીયો હોય તેવું લાગીયું...


આમ તો આજે મને વધારે ઠંડી એટલે લાગતી હતી કારણ કે તાવ હજી હતો જ...બહાર ગયેલા મિત્રોમાં જેમ જેમ જેને જેને ઠંડી લાગતી ગઈ તેમ તેમ તેવો ટેન્ટ માં આવતા ગયા અને સુવા લાગીયા....થોડી વાર પછી રોજની જેમ મ્યુઝિક ( નસકોરા ) ચાલુ થયું અમુક અમુક ના ....હું પણ પછી સુઈ ગયો...પણ રાતના 11 જેવો સમય થયો હશે અને હું જાગી ગયો....ગળુ સુકાતું હતું એટલે પાણી પીઈને થોડી વાર પછી પાછો સુઈ ગયો પણ રાત્રીના 3 વાગિયા હશે અને લગભગ એક પછી એક મિત્રો જાગીયા અને થોડી વાતો કરી પાણી પીધું અને સુઈ ગયા ....હું એક જ જાગતો હતો...તબિયત સારી ન હોવાથી ઊંઘ આવતી ન હતી કે પછી કુદરતી વાતાવરણ ને કારણે ઊંઘ પુરી થઈ ગઈ હશે? ...મેં ફરી વખત તાવની ગોળી લીધી અને મેં ફરી ટાઈપિંગ ચાલુ કરીયું અને અત્યારે સવારના 5.16 થાય છે ...હજી 7 વાગિયા સુધીનો સમય છે...તો હવે સુઈ જાવ છું...કાલે ફરી મળીશું ત્યાં સુધી....
આગળની વાત ભાગ 06 માં
મારા અને મારી ટીમ kk 14ના વંદે માતરમ...
==================================================
👉 માહિતી સારી લાગી હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલસો નહીં મિત્રો



આ જુવો એકવાર .....