કેદાર કંઠા ટ્રેક ...ઉત્તરાખંડ

 કેદારકંઠા વિન્ટર ટ્રેક 

   


ટ્રેકિંગ અને પ્રવાસનના શોખીન માટે જાણકારી...

      નોંધ- આપ જાતે ટ્રેકિંગ કરી શકો એ હેતુ થી અહીં માહિતી આપવામાં આવેલ છે..... 

  ( માહિતી સારી લાગે તો ફોલો અને લાઈક કરવાનુ નહીં ભૂલતા )


       ⛰️ટ્રેકની ટૂંકમાં માહિતી ⛰️


  • ટ્રેક નામ- કેદરકાંઠા ટ્રેક, ઉત્તરાખંડ
  • ટ્રેક સમય- 6 દિવસ અને 5 રાત્રી
  • ટ્રેકનો ખર્ચ - અંદાજીત 9000/-
  • ટ્રેકનું અંતર- 20 કિમિ
  • મહત્તમ ઉંચાઈ - 12500 ફૂટ
  • ટ્રેકનો પ્રકાર - સરળ થી મધ્યમ  ટ્રેક 
  • સમય ગાળો- નવેમ્બર થી એપ્રિલ
  • ટ્રેકની શરૂઆત સ્થળ :- ઋષિકેશ, દેહરાદૂન



કેવી રીતે પહોંચી શકાય:-

  •  હરિદ્રાર અને દેહરાદૂન સુધી ટ્રેન
  •  દેહરાદૂન પ્લેન દ્રારા 


                        કેદારકાંઠા વિન્ટર ટ્રેક (સ્નો ટ્રેક) વિશે:-

          

         ભારતના ઉત્તરાખંડ માં આવેલ ઉતરકાશી જિલ્લાનું ગોવિદ વન્યજીવન અભયારણ્ય માં આવેલ સ્થળ છે. આ ટ્રેક આમતો બારે માસ કરી શકાય છે  પણ જો ભરપૂર બરફ નો આણંદ માણવો હોય તો નવેમ્બર થી માર્ચ બેસ્ટ સમય છે. 7 વર્ષ થી ઉપરની ઉંમર વાળા કોઈ પણ વ્યક્તિ આ ટ્રેક કરી શકે છે. આ ટ્રેક આમ તો 20 કિમી નો  સરળ ટ્રેક છે.  કેદાર કંઠા ટ્રેક ની ટોચ ની ઉંચાઈ 12500 ફૂટ છે. ત્યાં થઈ સૂર્યદયને જોવાનો અનેરો આનંદ માનવ મળે છે. તેની ટોચ પરથી હિમાલય ની ગિરિમાળાઓ જોવા મળે છે અહી થી બીજા  12 શિખરો જોવા મળે છે. દેહરાદૂન થી 210 કિમિ અંતરે સંકરી ગામ આવેલ છે જ્યાં થી આ ટ્રેકની શરૂઆત કરવામાં આવે છે. નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી અહીં વાતાવરણ ખૂબ જ ઠંડુ રહે છે એટલે ઠંડી સામે રક્ષણ આપે તેવી વ્યવસ્થા કરીને આવું જોઈએ. ભારતના પ્રખ્યાત શિયાળુ ટ્રેક માંથી એક ટ્રેક છે. દર વર્ષે ભારતમાંથી અનેક લોકો આ સમય ગાળામાં અહીં ટ્રેકિંગ માટે આવે છે. ઓછા ખર્ચે વધુ જાણવા અને માણવા ટ્રેકિંગ માં મળે છે. જરૂર પૂરતી સુવિધા સાથે કરવામાં આવતો પ્રવાસ એટલે ટ્રેકિંગ...




                                   આ ટ્રેકમાં ઉત્તરાખંડના લોકોનું જીવન ધોરણ અને તેની પહાડીઓ અને રસ્તાઓ ને માણવા અને જાણવા મળે છે.. આ ઉપરાંત પાઈના ના જંગલો અને યમુના નદી થી લઈને અનેક ઝરણાઓ ના પ્રવાહ જોવા મળે છે.. રસ્તામાં આવતા ગામો અને સંસ્કૃતિઓમાં વિવિધતા પણ જોવા મળે છે.. ક્યાંય રસ્તાના કિનારે આવતા ગામો તો ક્યાંક દૂર પહાડોની ગોદમાં બાળક બનીને વસેલા ગામો જોવા મળે .... સરળ અને પ્રેમાળ સ્વભાવના  ગ્રહવાલ વાસીઓ ની મોજ તો અલગ જ ... તેના સ્થાનિક નૃત્ય અને તેના લોક ગીતો પણ એટલા જ સુંદર .... સૌંદર્ય ની નગરીમાંથી આવતી અપ્સરા જેવી ત્યાંની સ્ત્રીઓ જાણે એમ લાગે કે કુદરતે અહીં મન મુકીને સૌંદર્ય આપીયુ હોય...


ટ્રેકની શરૂઆત સામાન્ય ચડાણ થી લઈને કઠિન ચડાણ સુધી આવે છે . થોડો ડર અને થોડો આનંદ .. ધીંગા મસ્તી સાથે જંગલમાં આવતા અનેક આવજો માણતા માણતા રસ્તાઓ પર ચાલતા ચાલતા ક્યાંક ઝરણા આવે તો ક્યાંક બરફની ચાદર .... જૂડા કા તળાવ જોઈ લો કે પછી બેઝ કેમ્પ ની સાંજ જોઈ લો... હાથમાં ટ્રોચ હોય ને રાત્રીનું ચડાણ ચડતા હોય અને જે ઠંડીનો પવન આવતો હોય તે પણ અલગ આનંદ છે.. હાડ પીંગળી નાખતી ઠંડી ને ગુલાબી ઠંડી જેવી માણતા માણતા ટોચ પર પોહચીને સૂર્યદય જોવાનો તો આનંદ અલગ જ... ત્યાં ઉભા રહીને હિમાલય સાથે વાતો કરવાની ફ્રી સુવિધા ......ઓહો....

આખા દિવસના થાક થી  થાકીને આવીને  ટ્રેન્ટમાં સુઇએ અને પછી રાત્રીએ મિત્રોના નાકના ટ્રેનના આવાજો તો પાછા પેટ પકડીને હસવા માટે જરૂરી છે....જીવનમાં મોબાઈલ ની દુનિયાથી કાંઈક અલગ દુનિયા આપણા મિત્રો સાથે વિતાવેલ સમયની પાછી યાદો.... સાંજના સમયે એક પથ્થર પર એકાંત માણતા માણતા એ આપણી જૂની ગુજરાતી ગઝલ વાંગતી હોય... અને કોલેજ કે જીવનના પહેલા  પ્રેમની યાદો પાછી તાજી થાય ....વળી પાછું રાત્રે કેમ્પ ફાયર કરીને બધા સાથે ડાન્સ અને ગરબા રમવાનું તો ખરું જ ....જુડા કા તળાવ પર ઉભા રહીને ફોટોગ્રાફી કરવી અને પછી ફેસબુક કે ઇન્સ્ટ્રાગ્રામ પર ચડાવી ને દોસ્તોના જીવ બાળવાની મજા પણ કંઈક અલગ હોય છે... અરે મૅન વાત તો રહી ગઈ કે બેઝ કેમ્પ પર પહોંચી ને એક મસ્ત મજાની જગ્યા શોધીને ખુરસી લઈને એક હાથમાં સુપનો ગ્લાસ હોય અને સામે પહાડીઓ અને બરફની સફેદ ચાદર જોતા જોતા સુપની ચિપ મારવાની મજા પણ મસ્ત હો....

લસર પટી તો બહુ ખાધી હોય પણ યાર એ 12500 ફૂટની ઉંચાઈ સર કરીને પરત ફરતી વખતે રસ્તામાં આવતી બરફની ચાદર પર જે લસર પટી કરવાની મજા તે તો ત્યાં જઈને આવેલા કોઈને પૂછો તો જ ખબર પડે.... બેસો સીધા અને નીચે આવો ઊંધા.... તો ય ના કોઈ ઇજા કે ના કોઈ નુકશાન ... બસ મજા હી મજા... પેલું ગીત યાદ આવી જાય... "મોજા હી મોજા....બસ મોજા હી મોજા "..

   

ચાલો તો થોડી માહિતી પણ લઈ લઈએ....


0️⃣1️⃣દિવસ

     ઋષિકેશ યા દેહરાદૂન થી સંકરી ટ્રાવેલિંગ 

રસ્તાઓમાં આવતી યુમના નદી અને પહાડો , પાઈનના જંગલો, નદી ના કિનારાઓ, પહાડોમાંથી પડતા ઝરણાઓ, નદી ઉપર બાંધવામાં આવેલ બ્રિજો....રાત્રી એ કેમ્પ ફાયરની મજા ... 

સંકરી કેમ્પ સાઈડ- 5850 ફૂટ ઉંચાઈ

રાત્રી રોકાણ:- હોમ સ્ટે/ કેમ્પ સાઈડ/હોટેલ/ તંબુ


0️⃣2️⃣દિવસ

  સંકરી થી જૂડા કા તળાવ 

     સંકરી થી ટ્રેકની શરૂઆત કરીને જંગલમાં ટ્રેકનો આનંદ માણતા એક બે ટી પોઈન્ટ ની મુલાકાત લઈને સાંજના જૂડા કા તળાવ પર રાત્રી રોકાણ... 

     જૂડા કા તળાવ અડધુ બરફનું અને અડધું પાણીનું તળાવ... 

 કેમ્પ સાઈડ - જૂડા કા તળાવ 8100 ફૂટ 

 રાત્રી રોકાણ- તંબુ માં



0️⃣3️⃣દિવસ 

     જૂડા કા તળાવ થી કેદાર કંઠા બેઝ કેમ્પ

        આ દિવસનો ટ્રેક મોટા ભાગે બરફમાં ચાલવાનો ટ્રેક રહે છે શરૂઆતમાં જંગલ અને પછી ખુલ્લા બરફના મેદાનમાં આગળ વધતા સાંજ સુધીમાં બેઝ કેમ્પ પર પોહચીને આરામ... 

 કેમ્પ સાઈડ - કેદાર કંઠા બેઝ કેમ્પ 9600 ફટ

 રાત્રી રોકાણ - તંબુમાં 



0️⃣4️⃣દિવસ

    બેઝ કેમ્પ થી હરગાવ 

       રાત્રીના વાગેલા ઉઠીને ટ્રેકની શરૂઆત કરીને સૂર્યદય જોવા કેદાર કંઠા ટોચ 12500 ફટ  પર પહોંચવાનું હોય છે... ત્યાં થી સૂર્યદય સાથે સાથે હિમાલયના અનેક શિખરો પણ જોવા મળે છે. ત્યાં એમ કહેવાય છે કે શંકર ભગવાને બેસીને તપ કરેલ અને એટલે જ તેને મહાદેવ નું ગળું (કંઠ ) કહેવામાં આવે છે . ત્યાં નાનું એવું એક મંદિર આવેલ છે. ત્યાં  ક્યારેક jio કંપનીનું નેટવર્ક આવી જાય છે.... ત્યાં થી રિટર્ન થઈ ને સ્નો સ્લાઈડિંગ ને માણતા માણતા નીચેની તરફ રવાના થઈને બેઝ કેમ્પ થઈને સાંજે હરગાવ પરત ફરવાનું હોય છે. રાત્રી રોકાણ અહીં હરગાવ માં ટેન્ટમાં જ રહેવાનું હોય છે.

કેમ્પ સાઈડ-  હરગાવ 7900 ફૂટ

રાત્રી રોકાણ- તંબુ માં 



0️⃣5️⃣દિવસ

    હરગાવ થી સંકરી

      સવારે નાસ્તો કરીને બપોર થતા નીચે સંકરી તરફ રવાના થઈએ લગભગ 5 થી 6 કલાક માં નીચે સંકરી પોહચી જાયે અને પછી ત્યાં આરામ કરીને રાત્રી રોકાણ કરવાનું રહે છે.

સંકરી કેમ્પ સાઈડ- 5850 ફૂટ ઉંચાઈ

રાત્રી રોકાણ:- હોમ સ્ટે/ કેમ્પ સાઈડ/હોટેલ/ તંબુ


0️⃣6️⃣દિવસ 

     સંકરી થી દેહરાદૂન / ઋષિકેશ 

       સંકરી થી સવારે ટ્રાવેલિંગ કરીને રિટર્ન દેહરાદૂન યા મસૂરી (હિલ સ્ટેશન) પોહચી શકાય છે કે પછી સીધુ ઋષિકેશ યા હરિદ્રાર પણ પોહચી શકાય છે.

============================================


ટ્રેકમાં સાથે આટલું લો

  • જરૂરી ટ્રેક પેન્ટ અને ટીશર્ટ (જેમ બને તેમ ઓછા)
  • સારા હાઇકિંગ બુટ,
  • હાથ અને પગના મોજા
  • જેકેટ/સ્વેટર , માથાની ટોપી , વુલન કેપ
  • હાથ રૂમાલ, રેઇન કોટ, સ્નગ્લાસ, નેપકીન 
  • ટોયલેટ પેપર, સનક્રીમ, કોલ્ડ ક્રીમ,
  • કેમરો, પાવર બેન્ક, ટ્રોચ, વોટર બોટલ,
  • સૂકો મેવો, ચોકલેટ, ચીકી, 
  • આધાર કાર્ડ, જરૂરી દવાઓ, ઇમરજન્સી નંબર


      આટલું યાદ રાખો

  • ટ્રેક પહેલા થોડી કસરત અને ચાલવાનું રાખો
  • કેમ્પ લીડર કે ગાઈડના માર્ગદર્શન ને ધ્યાન આપો
  • ગ્રુપમાં ચાલો, શાંતિથી ચાલો,
  • પાણી વધારે પીવો,
  • એક બીજાને મદદ કરો,
  • જ્યાં ત્યાં કચરો ના ફેંકો
  • પર્યાવરણ ની જાળવણી કરો
  • દારૂ કે અન્ય નશા થી દુર રહો..
  • આકસ્મિક સંજોગોમાં શાંતિ રાખીને મદદ કરો...

✔️ટ્રેક પૂરો કરવા માટે શારીરિક શક્તિ કરતા માનસિક શક્તિ વધારે મજબૂત હોવી જોઈએ....

       

        અલગ અલગ સ્થળની માહિતી માટે

કિલક કરો અને ફોલો / subscrib
           👇👇👇

 
   

.