કુઆરી પાસ ટ્રેક, ઉત્તરાખંડ
( માહિતી સારી લાગે તો ફોલો અને લાઈક કરવાનુ નહીં ભૂલતા)
કુઆરી પાસ ટ્રેક, ઉત્તરાખંડ
👉 ટ્રેકના દિવસો:- 6 દિવસ અને 5 રાત્રી
👉ટ્રેકનો ખર્ચ :- 11000/ પર વ્યક્તિ
👉 ટ્રેક સમય :- માર્ચ થી મે
👉 ટ્રેકની શરૂઆત અને અંત:- હરિદ્રાર થી હરિદ્રાર
➡️ કેવી રીતે હરિદ્રાર પોહચી શકાય?:-
સુરત થી હરિદ્રાર સુધીની ટ્રેન દ્રારા હરિદ્રાર પોહચી શકાય છે.
👉 દેહરાદૂન વિમાન મથક પણ છે જે હરિદ્રાર થી 60 કિમિ ના અંતરે છે.
🎯 કુઆરી પાસ વિશે થોડી માહિતી
કુઆરી પાસ ઉત્તરાખંડના હિમાલય પહાડોનો ઘાટ છે , જ્યાં સુધી પહોંચવાનો માર્ગ બ્રિટિશહિંદના ગવર્નર લોર્ડ કર્ઝનના નામે કર્ઝન ટ્રેઇલ તરીકે પણ ઓળખાય છે . આ ઘાટ ૧૨ , ૭૦૦ ફીટની ઊંચાઈએ છે , માટે નગાધિરાજ હિમાલયનાં ઊંચા શિખરોનો અવિસ્મરણીય નજારો જોવા મળશે . નંદા દેવી પર્વતનું દૃશ્ય આ ટ્રેકનું મુખ્ય આકર્ષણ છે . વધુમાં કેદારનાથ , કામેત , દ્રોણાગિરિ , ત્રિશૂલ , ચખમ્બા , નીલકંઠ , બર્થોલી , હાથી ઘોડા , માણા જેવાં શિખરો પણ દૃશ્યમાન થાય છે . ચાર દિવસની આશરે ૩૫ કિલોમીટરની સફર દરમ્યાન બાંઝ , દેવદાર અને રહોડોડેનડ્રોનનાં જંગલો અને ગુસન બુચ્ચાલના હરિયાળા મેદાનોમાંથી પસાર થવાનું હોય છે .
🚩દિવસ 01:- *હરિદ્રાર થી જોશીમઠ*
હરિદ્રાર થી જોષીમઠ 250 કિમિ જેટલું અંતર છે. બદ્રીનાથ વાળા રોટ પર થી પસાર થવાનું છે અને ગંગા ની ઉપ નદીઓનો રમણીય નજારો જોતા જોતા લગભગ 10 કલાક ની મુસાફરી છે. આમ તો મુસાફરી લાંબી છે પણ જો ફોટોગ્રાફી નો શોખ હોય અને કુદરતી નજારો માણવાનો શોખ હોય તો કંટાળો નહીં આવે ......નહીં તો આંખો બંધ કરીને સુઈ જવું...
ટ્રાવેલિંગ દરમિયાન જમવાનું પોતાના ખર્ચે રહેશે અને સાંજે જમવાનું આપવામાં આવશે.
🚩 દિવસ 02:- જોષીમઠ થી ગુલિંગ ટોપ
(12 કિમીની સફર અને 4 કિમીની ટ્રેક)
આ દિવસે નાસ્તો કરીને સવારે નિકળીશું.
45 મિનિટનું ટ્રાવેલિંગ કરીને પહાડી રસ્તો પાર કરીને જોષીમઠ ના ઢાંક ગામમાં પોચીશું. અહીંથી આપણો ટ્રેક ચાલુ થશે. અહીં નો મોટાભાગનો રસ્તો કાચો છે. ઉપરના ભાગમાં ખેતી ને બાદ કરતાં અહીં હરીયાળી ઓછી જોવા મળે છે. અહીંના ગામોમાં ઉત્તરાખંડ ની પારંપારિક ગ્રામ્ય જીવન જોવા મળે છે. આ વિસ્તારમાં બરફ જોવા મળશે નહીં. અહીંની ચડાઈ મિશ્ર પ્રકારની છે ક્યાંક સીધુ ચડાણ તો કયાંક મધ્યમ ચડાણ આવે છે. તુગાશી થી ગુલિંગ ટોપ પોહચતા પહેલા જંગલનો માર્ગ આવે છે...જે ખૂબ સારા જંગલોમાંથી પસાર થાય છે ...ડર ના મના હે....
જંગલની વચ્ચે જ કેમ્પ સાઈડ આવે છે જે ખૂબ જ સુંદર છે. ત્યાં થી બરફના પહાડો દેખાવવાના ચાલુ થાય છે. અહીં થી હાથી અને ઘોડા શિખર દેખાય છે.
🚩 દિવસ 03:- ગુલિંગ થી ખુલ્લારા
(3 કિમિ ટ્રેક,લગભગ 4 કલાકનો ટ્રેક)
ગુલિંગ થી 40 મિનિટ ચાલીયા બાદ તમે પહેલા પડાવ પર પોહચશો . આજનું ચડાણ સિધુ નથી એટલે સારું છે . ચારે બાજુ ઓક ના જંગલો હશે. અહીં થી બરફના પહાડો નો અદભુત નજારો જોવા મળશે. અહીં એક લીલા રંગનો નજારો પણ જોવા મળશે. જંગલના રસ્તાઓમાં ચાલતા ચાલતા અને પહાડો સાથે વાતો કરતા કરતા અવિસ્મરણીય નજારો તમારા જોમ ઉત્સાહ ને ભરી દેશે. આ હિમાલયના દર્શયને આંખ અને કેમેરામાં કેદ કરવાની મજા જ અલગ હોય છે...
🚩 દિવસ 04:- ખુલ્લારા થી તાલિ કેમ્પ સાઈડ થઇને કુઆરી પાસ
(7 કિમિ , 8 કલાકનો ટ્રેક )
આમ જોવો તો આ ચોથો દિવસ શિખર પર પોહચવાનો દિવસ છે.આજ નો રસ્તો ગ્રુપની સ્પીડ પર આધાર રાખે છે અંદાજીત 7 થી 8 કલાક નો રસ્તો છે. એકાદ કલાક પછી તમે એક એવા વિસ્તારમાં પ્રવેશો છો જે લોર્ડ કર્જનના રસ્તા તરીકે ઓળખાય છે. અહીં થી હિમાલય 360 ડીગ્રી પર જોઈ શકાય છે. અહીં થી કુઆરી ટોપ તરફની ચડાઈ ચાલુ થાય છે. જે મધ્યમ પ્રકારની ચડાઈ છે. 40 મિનિટના ચડાણ પછી તમે કુઆરી પાસ પર પોચી જશો. ત્યાં થી 1 કલાકના ચડાણ બાદ તમે ઝાંડી શિખર પર પહોંચી જશો. અહીં થી 7000 મીટર ની ઉંચાઈ વાળા નંદાગીરી , દ્રોણાગીરી, હાથી ઘોડા પર્વત , ગઢવાલ ની કિન્નર પહાડીઓ, કેદારનાથ ટોચ, ચૌખમ્બા, નિલ કંઠા, મુકુટ પર્વત, કામેટ ઘોરી પર્વત, નંદા દેવી નો નજારો જોવા મળશે....સારો કેમેરા સાથે રાખજો હો.... પાછા કહેતા નહીં કીધું ન્હોતું....
🚩 દિવસ 05:- ખુલ્લારા થી જોષીમઠ
(7 કિમિ ઉત્તરાણ , 8 કલાક )
અહીં થી સવારે નાસ્તો કરીને નીચે ની તરફ ઉત્તરાણ કરીશું અને પાકી સડક આવિયા બાદ વાહનમાં ટ્રાવેલિંગ કરીને ઔલી થઈને જોષીમઠ જવાનું રહેશે. ઔલી એક હિલ સ્ટેશન છે અહીં સ્કીઇંગ થાય છે. રાત જોષીમઠ રોકાણ કરીશું.
🚩 દિવસ 06:- જોષીમઠ થી હરિદ્રાર / ઋષિકેશ
સવારનો નાસ્તો કરીને વાહન દ્રારા ટ્રાવેલિંગ ની શરૂઆત કરીશું .સાંજના દેહરાદૂન અથવા ઋષિકેશ કે હરિદ્રાર જે અનુકૂળતા હોય ત્યાં આપણો ટ્રેક ને પૂર્ણ કરીશું.
====================================
💥 અન્ય નજીકના જોવા અને માણવા જેવા સ્થળો...
👉ઋષિકેશ માં ભારતનું પ્રથમ નંબરનું ગંગામાં રિવીર રાફટીંગ
👉હરિદ્રારમાં હર કી પૌડી ની ગંગા આરતી
👉ઋષિકેશ અને હરિદ્રાર ના અન્ય સ્થળો...
👉દેહરાદૂન થી 24 કિમીના અંતરે મસૂરી હિલ સ્ટેશન ...
👉રુદ્રા પ્રયાગ , સોન પ્રયાગ , દેવ પ્રયાગ ...
===============================
અલગ અલગ સ્થળની માહિતી માટે