બાણભા ડુંગર- સુરત , ગુજરાત

 બાણભા ડુંગર


➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

તાલુકો- માંગરોળ

જિલ્લો- સુરત
રાજ્ય- ગુજરાત


સુરત થી ખૂબ જ નજીકના અંતરે આવેલ આ એક નાનો એવો ડુંગર છે. એની ઊંચાઈ જેની ઊંચાઈ 400 મીટર છે
બાણભા ડુંગર ની ટોચ પર આદિવાસીઓના કુળદેવ બણભાદાદા અને ગવાલ દેવનો પૌરાણિક કાલિકા માતાનું સ્થાનક આવેલું છે.અને તેની નીચે બાળકો રમી શકે તેવો એક ગાર્ડન બનાવવામાં આવેલો છે. ગુજરાત ટુરિઝમ દ્વારા જેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.


અહીં બેસવાની વ્યવસ્થા ખૂબ સારી છે જમવાનું અને પાણી સાથે લઈને જવાનું રહે છે ડુંગર પર 500 પગથિયાં ચડીને જ્યારે તમે જોશો તો ખૂબ સારો ચારે બાજુ નજારો જોવા મળે છે. આમ તો સારો સમય અહીં ચોમાસું ગણાય છે પણ શિયાળા જઈ શકાય છે. ચોમાસાની ઋતુમાં ભણવા ડુંગરે વનરાજીની લીલી ચાદર ઓઢી હોય તેવો મનમોહન દ્રશ્ય સર્જાય છે . અહીં દશેરાનો મેળો પણ યોજાય છે.
એક દિવસ ફેમિલીમાં નાનો ટુર કરી શકાય એવું સ્થળ છે અને નજીકમાં આવેલી અન્ય નાની ટેકરીઓ પર પણ તમે ટ્રેક કરી શકો છો
માહિતી માટેનો વિડીઓ :-
👇👇👇👇




નજીકમાં જોવા જેવા સ્થળ
કેવડી
ગલતેશ્વર મંદિર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

અંતર
સુરત થી ૬૫ કિમી
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

કઈ રીતે પહોંચી શકાય
માંડવી અને માંગરોળ સુધી બસ દ્વારા અને ત્યારબાદ લોકલ વાહન દ્વારા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

લોકેશન
👇👇👇
Bhanbha dungar temple
https://maps.app.goo.gl/Pj4hbgaeUqd5NvH48

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
અલગ અલગ સ્થળની માહિતી માટે
કિલક કરો અને ફોલો / subscrib
           👇👇👇