કેવડી નામ સાંભળ્યું છે..?
ના ....સુરત થી માત્ર 85 km ના અંતરે કુદરતના ખોળામાં આવેલ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ...
અહીંનું તળાવ અને ચારે બાજુ વિકસિત હરિયાળી એવું વાતવરણ ઉભું કરેલ છે કે શહેરની ભાગદોડ જિંદગી થી થોડી શાંતિ અપાવે છે......
નજીક માં આવેલ નાની મોટી ટેકરીઓ પણ ખૂબ જ રમણિય નજારો ઉભો કરે છે...
માનસિક શાંતિ માટે, શહેર થી દૂર કુદરતના ખોળે ચાલો ટેન્શન ને કરીએ બાય બાય....
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
@ જાણીએ કેવડી ને ....
સારો સમય ચોમાસુ...
અહીં સરકાર દ્રારા કરવામાં આવેલ વ્યવસ્થા રૂપે ડોમ હાઉસ, ટેન્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, ટ્રેકિંગ, પક્ષીઓ જોવા માટે પોઇન્ટ, સનસેટ પોઇન્ટ ,ગજેબો, કેમ્પ ફાયર ....
આજુ બાજુ ફરવા સાયકલ પણ અહીં ભાડે મળી રહે છે...

બુકીંગ અગાઉ થી કરાવી ને જવું નહીં તો ઘણીવાર જગ્યા મળતી નથી ...
એક યા 2 દિવસ નો ફેમિલી પ્રોગ્રામ કરી શકાય છે...
નજીકમાં જોવા જેવા સ્થળોમાં તો કેવડી ડેમ અને કાકરાપાર ડેમ આવેલ છે...
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
@ કેવી રીતે જઇ શકાય...
સુરત થી 85 km હોવાથી કાર દ્રારા પણ જઈ શકાય છે અથવા પ્રાઇવેટ વાહન ભાડે કરીને જઇ શકાય છે...
સુરત થી માંડવી બસ દ્રારા અને ત્યાં થી સ્થાનિક વાહનો માં પણ જઇ શકાય છે....
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖