બડા બાગ, રાજસ્થાન

બડા બાગ, રાજસ્થાન

          
            બડા બાગ ( મોટો બગીચો) પણ કહેવાય છે, તે ભારતના રાજસ્થાન રાજ્યમાં રામગઢ જવાના માર્ગ પર જેસલમેરથી લગભગ 6 કિલોમીટર અંતરે  આવેલ એક બગીચો  છે. તે જેસલમેરના મહારાજાઓની શાહી સમાધિ અથવા છત્રીના સેટ સમાન છે. સેટ સમાન છે, જે ઇ.સ 1743 માં જયસિંહ  બીજા એ બનાવિયો હતો...

    બડા બાગ એક નાની ટેકરી પર આવેલું છે.  બડા બાગમાં પ્રવેશ કરવા  ટેકરીની નીચેથી જવામાં આવે છે. અહીં પહોંચતા જ વચ્ચે ચેકપોસ્ટ જેવું આવશે જે ટિકિટ કાઉન્ટર છે. ભારતીય નાગરિકની  રૂ.150 ટિકિટ અને વિદેશી નાગરિક ની 800 રૂ. છે.

    આમ તો રાજસ્થાન માં ગમે ત્યાં જોવા જાવ તો ગાઈડ ફરજીયાત લેવો  જેથી તમને તેનો ઇતિહાસ ખબર પડે... બાકી તો પથ્થર જોઈને આવતા રહેશો.

અહીં રાજાઓ અને રાણીઓ ના અલગ અલગ ઘણા સ્મારકો છે જેની અલગ અલગ છત્રી રૂપે બનાવામાં આવિયા છે... 

          જે રાજાનું મૃત્યુ થાય પછી અહીં તેના અંતિમ સંસ્કાર કરવા માં આવે અને તે સ્થાન પર તે રાજાનો પૌત્રના લગ્ન સમયે  તે સ્મારક બનાવે એટલે કે ત્યારે તે છત્રી નું નિર્માણ કરે...

           નીચેની બાજુના સ્મારકો જેની છત ગોળાકાર છે  તે મુસ્લિમ કારીગરો દ્રારા બનાવમાં આવેલ અને તેનું નિર્માણ પથ્થરો અને સિમેટ નો ઉપયોગ કરીને બનાવેલ છે.... અમુક છત્રીઓ ને કુદરતી આફતો ને કારણે નુકશાન થયેલ જોવા મળે છે....

    જ્યારે ઉપરની તરફ બનાવેલ છત્રીઓ પથ્થરો ની ગોઠવણી માં બનાવેલ છે જે આજે પણ તેમ ની તેમ છે.... તેનો ઘુમટ નો આકાર હિન્દૂ ના મંદિરના શિખર જેવો છે કારણ કે તે હિન્દૂ કારીગરો દ્રારા બનાવમાં આવેલ છે....

       અહીં આ   સ્મારકો વિવિધ કદના છે અને રેતીના પથ્થરમાંથી કોતરેલા છે.  શાસકો, રાણીઓ, રાજકુમારો અને રાજવી પરિવારના અન્ય સભ્યોના સ્મારકો બનાવવામાં આવ્યા છે.

    જે રાજાની છત્રી હોય તેમાં તેની શીલા (ખામ્ભી )  મુકેલ હોય છે... જેમાં દર્શાવવા આવેલ પ્રમાણે રાજા ઘોડા પર બેઠા હોય અને ઘોડાનો એક પગ ઉંચો હોય તો રાજાની મૃત્યુ રાજમહેલ માં થયેલ ગણી શકાય અને બંને પગ ઘોડાના ઉપર હોય તો રાજા યુદ્ધ ભૂમિમાં થયેલ ગણી શકાય છે. દરેક રાજાની ખામ્ભી પાછળ તેની જેટલી રાણીઓ હોય એટલી ખામ્ભીઓ મુકેલ હોય છે... સ્થાનિક ભાષામાં આ ઘોડાના શિલાલેખને જુંઝર કહેવામાં આવે છે જેનો અર્થ થાય છે દેવતા.

 આ શિલાલેખ આરસના પથ્થર માંથી બનાવેલ છે. 

          જવાહરસિંહ અને ગિરધરસિંહ મહારાજની છત્રીઓ પૂર્ણ થઈ નથી.

➖➖➖➖➖➖➖➖➖➖

આજુબાજુ જોવા લાયક જગ્યાઓ

1. જેસલમેર સાઈડ સીન

2. જેસલમેર કિલ્લો

3. વોર મ્યુઝિયમ

4. રામદેવરા મંદિર

5. સમ ગામ (રણ સફારી)

6. તનોટ માતા મંદિર

7. ભારત પાકિસ્તાન બોર્ડર

8. લોગેવાળા બોર્ડર

➖➖➖➖➖➖➖➖

કેવી રીતે પોહચી શકાય?

★ જેસલમેર સુધી ટ્રેન, બસ ટેક્ષી કે હવાઈ માર્ગ 

★જેસલમેર થી ટેક્ષી કે રિક્ષા ઓ મળી રહે છે.


➤➤➤➤➤➤➤➤➤➤➤➤➤➤➤➤➤

🙏 મિત્રો માહિતી ગમી હોય તો અન્ય મિત્રોને શેર કરજો અને લાઈક કરજો🙏

અલગ અલગ સ્થળની માહિતી માટે
કિલક કરો અને ફોલો / subscrib
           👇👇👇