કુલધારા , રાજસ્થાન

 કુલધરા 💀💀💀



   શુ તમને ખબર છે એક સુંદર છોકરીને કારણે રાતો રાત 84 ગામ ખાલી થઈ ગયા?

     

    એવું તો શું બનીયું કે રાતો રાત 84 ગામો ના લોકો અદર્શય થઈ ગયા?.

     જાણો ભારતના રાજસ્થાન માં આવેલ જેસલમેર જિલ્લાનું એક ભૂતિયા ગામ કુલધરા .....

      આ ગામ શ્રાપિત ગામ તરીકે પણ ઓળખાય છે...☠️☠️☠️


👉પુરા ગામ ની મુલાકાતનો વીડિયો રેકોર્ડિંગ

👇👇👇👇👇👇


➖➖➖➖➖➖➖➖➖

        ઇતિહાસ....

કુલધરા ગામ ની સ્થાપના 13મી સદીમાં થયેલ માની શકાય છે....

રાજસ્થાન ના પાલી જિલ્લા ના બ્રાહ્મણો દ્રારા આસ પાસ 84 ગામોની રચના કરવામાં આવી હતી. તેમાંનું એક કુલધરા ગામ પણ ગણી શકાય....

      કુલધરા ની સ્થાપના કાંધાણ નામના પાલિવાલ બ્રહ્મને કરી હતી. કુલધરા નામ પાલિવાલ બ્રાહ્મણોમાં એક જાતી કુલધર પર રાખવામાં આવેલ હતું.

    લગભગ 800 પરિવાર જેતે સમયે વસવાટ કરતા હશે તેવું માનવામાં આવે છે.

    ઇતિહાસકારો ના મત અનુસાર અહીં પાણીની અછત કે પછી ભૂકંપ ને કારણે ગામ ખાલી થયેલ માનવામાં આવે છે.

આમ પણ આ ગામની અલગ અલગ કહાનીઓ છે.. 

  જેમાંની એક પ્રચલિત કહાની આવી પણ છે .. 

    માન્યતાઓ અનુસાર ગામનો વિનાશ જેસલમેર રાજ્યના મંત્રી સલીમસિંહને કારણે થયેલ માનવામાં આવે છે.

       સલીમ સિંહ જેસલમેર નો મંત્રી હતો અને જે આ ગામના લોકો પર ત્રાસ ગુજરાતતો હતો તેની પાછળનું કારણ એમ માની શકાય છે કે જે તે સમયે પાલિવાલ બ્રાહ્મણો ખૂબ જ પૈસાદાર શ્રીમતો હતા જેને કારણે જેસલમેર ના રાજાને હંમેશા ડર હતો કે કદાચ આ લોકો જેસલમેરની ગાદી હડપી ના લે તેને કારણે તેને આ ગામવાસીઓ પર અલગ અલગ ત્રાસ ગુજારવાનો હુકમ આપેલ હતો.  ખૂબ જ વેરાઓ પણ નાખવામાં આવેલા હતા. 



      આ સમય દરમિયાન એક વાર સલીમ સિંહ કરવેરા લેવા માટે ગામમાં ગયો અને તેની નજર ગામની એક સુંદર છોકરી પર પડી અને તેણે નક્કી કર્યું કે આ છોકરી સાથે હું લગ્ન કરીશ પરંતુ તે કન્યા વિશે તપાસ કરાવતા તે કન્યા ગામના મુખ્ય ની દીકરી હતી સલીમસિંહ ગામના મુખ્ય પાસે જઈને તેની દીકરીનો હાથ માગે છે ત્યારે ગામના મુખ્ય એવું કહ્યું કે અમે રહ્યા બ્રાહ્મણો અને તમે રહ્યા રાજપૂતો તમે માંસ મટન વગેરે ખાતા હો તો અમારાથી તમને દીકરી ના દેવાય કારણ કે મારો બ્રાહ્મણ ધર્મ ભ્રષ્ટ  થાય એમ કહીને તેણે સલીમ સિંહને દીકરી આપવાની ના પાડી 

       જેને લઈને સલીમસિંહે ધાકધમકી આપી કે છોકરીને હું તો લઈને જ જઈશ રાતે તો રાતે ઊંચકીને લઈ જઈશ જેથી મુખ્ય એ ખૂબ જ આજીજી કરી કે જો તમે આવું કરશો તો અમારી આબરૂ જતી રહેશે તો સલીમ સિંહ તેમને એક રાત્રી વિચારવાનો સમય આપ્યો. 

         કુલધરા ગામના મુખ્યાએ આજુબાજુના 84 ગામના મુખ્યાઓને ભેગા કરીને આ વાત કરી અને નક્કી કર્યું કે આપણે તમામ ગામો રાતો રાત ખાલી કરી નાખીએ અને એક જ રાતમાં તમામ ગામો ખાલી કરી નાખ્યા અને તે બધા જ લોકો ક્યાં ગયા તે આજે પણ એક પ્રશ્ન બની ગયો છે.  અમુક માન્યતાઓ અનુસાર આજુબાજુના વિસ્તારોમાં વહેંચાઈ ગયા હોય એવું માની શકાય છે મોટાભાગના લોકો પાલી તરફ ગયા હોય એવું પણ માની શકાય છે 

     આ ગામના વૃધ્ધ લોકો જે સ્થાનાંતર કરી શકે તેમ ન હતા તેઓએ ગામને શ્રાપ આપ્યો કે જે કોઈપણ આ ગામમાં રહેશે કે આજુબાજુ વસવાટ કરશે તેઓ સુખીથી રહી શકશે નહીં ત્યારથી આ ગામ વિરાન પડ્યું છે. અહીં એવી માન્યતાઓ પણ છે કે રાત્રિ દરમિયાન પ્રેતાત્માઓનું વાસ છે   



➖➖➖➖➖➖➖➖➖➖ 

          ગામનું ભૂગોળ 

   ગામમાં પ્રવેશવાના ઘણા રસ્તાઓ છે પરંતુ મુખ્ય એક જ રસ્તો ગણી શકાય છે જ્યાં ગામનો  ચોરો પ્રથમ આવે છે જે તે સમયે ગામનું મુખ્યા તેની પર બેસીને ગામ ચર્ચા અથવા ગામ સભા કરતા હશે મુખ્ય ત્રણ આડા રસ્તાઓ  છે. અને તેમાંથી નાની નાની ગલીઓ પણ છે. અત્યારે ભૂલભુલિયા જેવું લાગે છે. 

           અત્યારે તે ચોરાની આજુબાજુ હાલમાં બનાવેલા અમુક મકાનો પણ છે. અહીં વર્ષમાં એક વાર મેળો લાગે છે. તેમજ એક મંદિર માતાજીનું મંદિર પણ અહીં જોવા મળે છે . આ ઉપરાંત જે તે સમયનું એક વિષ્ણુ ભગવાનનું મંદિર પણ અહીં જોવા મળે છે પરંતુ તેમાં વિષ્ણુ ભગવાનને મૂર્તિ નથી કારણ કે જે તે સમયે ગામ વાસિયો પોતાની સાથે તે મૂર્તિ લેતા ગયેલ હોય એવી માન્યતા છે.  

          મંદિરથી થોડા આગળ જતા તે સમયના ગામના મુખ્યાનું ઘર આવે છે જેને ચુડેલ નું ઘર પણ કહેવામાં આવે છે તે લોકોને રહેવાની વ્યવસ્થાઓ કેવી હતી તે પણ જાણવા જેવું છે. અલગ અલગ રૂમ,  રસોડું અને બેઠક રૂમ જોવા મળે છે કિંમતી વસ્તુઓ માટે ઘરોની અંદર જ રૂમની નીચે ભોંયરૂં જોવા મળે છે.

  



➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

         કેવી રીતે પોહચી શકાય..?

    🔵જેસલમેર થી 20 કિલોમીટરના અંતરે આવેલ આ ગામ છે. જેસલમેર થી કાર ટેક્ષી મળી રહે છે.

    🔴    તેની એન્ટ્રી ફી ₹10 પ્રતિ વ્યક્તિ લેવામાં આવે છે કાર પાર્કિંગના ₹50 લેવામાં આવે છે 

🔆 સમય :- સવારના 09:00 થી સાંજના ૬ સુધી ગામમાં પ્રવેશ આપવામાં આવે છે ત્યારબાદ અહીં પ્રવેશ બંધ કરી દેવામાં આવે છે.

➖➖➖➖➖➖➖➖➖➖

      જેસલમેરની આજુબાજુ જોવા જેવા સ્થળો 

✅જેસલમેર કિલ્લો 

✅તનોટ માતાનું મંદિર

✅ લોંગેવાલા બોર્ડર 

✅જેસલમેર સાઈડ સીન 

✅વોર મ્યુઝિયમ 

✅સમ ડેઝર્ટ સફારી

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖


   🙏 મિત્રો માહિતી ગમી હોય તો અન્ય મિત્રોને શેર કરજો અને લાઈક કરજો🙏

અલગ અલગ સ્થળની માહિતી માટે
કિલક કરો અને ફોલો / subscrib
           👇👇👇