વિલ્સન હિલ
રાજ્ય -ગુજરાત
➖➖➖➖➖➖➖➖
દરિયાથી 2500 ફૂટ ઊંચાઈ પર આવેલ આ ગુજરાતનો એક અદભુત હિલ સ્ટેશન છે ધરમપુર થી આ હિલ સ્ટેશન તરફ જતા ખુબ સુંદર અને રમણીય રસ્તાઓનો આનંદ માણતા તમે હિલ સ્ટેશન સુધી પહોંચી શકો છો .
અહીં પંગર બાડી વન્યજીવન અભ્યારણ પણ આવેલું છે આ હિલ સ્ટેશન ઉપર આમ તો બારેમાસ જઈ શકાય છે પરંતુ કુદરતી વાતાવરણના શોખીન માટે ચોમાસુ ખૂબ સારો સમય છે શિયાળામાં પણ અહીં નો નજારો જોવા જેવો હોય છે ચોમાસામાં અહીં ક્યારેક વરસાદ તો ક્યારેક ધુમ્મસ તો પછી ક્યારેક ખુલ્લું વાતાવરણ જોવા મળે છે.
વિલ્સસન હિલ નું નામ ધરમપુરના રાજા વિજય દેવજીએ મુંબઈના ગવર્નર લોર્ડ વિન્સલ પર થી આ નામ રાખેલ છે અહીં થોડી ઘણી રહેવાની જમવાની સુવિધા મળી રહે છે એક બે કેમ્પ સાઈટ અને એક બે નાની હોટલ પણ અહીં હાલ ઉપલબ્ધ છે આ હિલ સ્ટેશન ચોમાસા માટે ખૂબ પ્રખ્યાત છે કારણકે અહીં રસ્તાઓ જીગજેક જેવા જોવા મળે છે એમ જ રસ્તામાં અનેક વોટર ફોલો પણ તમને જોવા મળે છે. કુદરતના પ્રેમી માટે આ એક અદભુત સ્થળ છે
👉નજીકમાં જોવા જેવા સ્થળો
📍 શંકર વોટરફોલ
📍 લેડી વિલ્સ મ્યુઝિયમ
📍 બીલીપુડી વોટરફોલ
📍 ગણેશ વોટરફોલ
📍 ખોબા વોટરફોલ
📍 યુ ટર્ન પોઇન્ટ
📍 સનરાઈઝ અને સનસેટ
📍 બરુમાળાનું મંદિર
➖➖➖➖➖➖➖➖➖
👉 અંતર
ધરમપુર થી 25 કિ.મી
વાપી થી 62 કિમી
સુરત છે 126 કિમી
નવસારી થી 81 કિ.મી
અમદાવાદ થી 485 કિમી
➖➖➖➖➖➖➖➖➖
👉 કેવી રીતે પહોંચી શકાય
સુરત નવસારી થી ધરમપુર બસ દ્વારા અને ધરમપુર થી લોકલ વાહન દ્વારા
➖➖➖➖➖➖➖➖➖➖➖
📍 લોકેશન
Wilson Hill
https://maps.app.goo.gl/8XYNY1VEtgk8VY4R6