ડોન હિલ સ્ટેશન
ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલ એક ખૂબ જ રમણિય હિલ સ્ટેશન એટલે ડોન....
જેની ઉંચાઈ સમુદ્ર તળ થી લગભગ 1000 મીટર છે.
મહાભારતમાં જેનો ઉલ્લેખ છે તેવા ગુરુ દ્રોણાચાર્ય ના નામ પર થી આ હિલ સ્ટેશન નું નામ પડેલ માનવામાં આવે છે..
બીજી માન્યતા અનુસાર આદિવાસી લોકોના દ્રારા પુંજવા આવતા એન્કલેવ સાપના દેવતા પર થી પણ રાખવામાં આવેલ માનવામાં આવે છે.
લગભગ 1200 ની વસ્તી ધરાવતું આ ગામ ડાંગના જંગલો માં આહવા ની નજીક આવેલ છે અને અહીં મૂળ આદિવાસી લોકોનો નિવાસ છે...
સાપુતારા પછી ઉંચાઈ પર આવેલ હિલ સ્ટેશન ગણવામા આવે છે.
આમ તો પુરા વર્ષ દરમિયાન ગમે ત્યારે જઈ શકો છો. પણ ખરી મજા તો ચોમાસામાં આવે. ચોમાસામાં અહીં વાતાવરણ ખૂબ જ મન મોહક બને છે. ચારે બાજુ ધુમ્સ અને વાદળો થી ઘેરાયેલું જોવા મળે છે. હિમાચલ જ લાગે ....ચોમાસામાં અનેક નાના મોટા ધોધ જોવા મળે છે...
જુવો વીડિયો દ્રારા
👇👇👇👇👇
ગામમાં પ્રવેશ કરતા પહેલા જ પાંડવ ગુફા તરફ નો રસ્તો આવે છે. જ્યાંથી તમે પાંડવ ગુફાની વિઝિટ પણ કરી શકો છો.
ડોન હિલ સ્ટેશનથી થોડીક જ દૂર ગામની બહાર થોડાક આગળ જતા એક ખૂબ સુંદર મજાનો વોટરફોલ પણ આવેલ છે જે ડોન વોટરફોલ તરીકે પણ ઓળખાય છે. ત્યાં પહોંચવા માટે ગામમાંથી કોઈ લોકલ ગાઈડને લઈ અને તમે જઈ શકો છો અને તે વોટરફોલમાં નાહવાની મજા પણ માણી શકો છો .
આ ઉપરાંત ડોનથી આગળ સાલેર કિલ્લો , માંગીતુંગી જેવા સ્થળો પણ આવેલા છે જે ખૂબ જ સુંદર પણ છે. સુરત તરફથી આવતા રસ્તામાં મહેલ કેમ્પસાઇડ, બારડા વોટરફોલ, શિવઘાટ, પાંડવ ગુફા ની વિઝીટ લઈ શકાય છે.
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેત મજૂરી તેમજ પશુપાલન છે આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડા ના ફૂલ, તેમજ બી , ખાખરાના પાન , ટીંબુરના પાન સાગના બી , કરંજના બી જેવી વન પેદાશો એકઠી કરી તેને વેચીને પોતાનું ગુજરાત ચલાવે છે.
અહીં રહેવાની અને જમવાની સુવિધા મર્યાદિત પ્રમાણમાં મળે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
👉 ડોન નું અંતર
ડોન એ સુરત થી 150 કિલોમીટર , આહવાથી 30 કિલોમીટર અને સાપુતારાથી 50 કિલોમીટરના અંતરે આવેલ છે.
➖➖➖➖➖➖➖➖➖
👉નજીકમાં જોવા જેવા સ્થળો
1. મહલ કેમ્પ સાઈટ
2. બારડા વોટરફોલ
3.ગિરિમાળા વોટરફોલ
4. પાંડવ ગુફા
5. સાલેર કિલ્લો
6. માંગીતુંગી
➖➖➖➖➖➖➖➖➖➖
👉કેવી રીતે પહોંચવું
બસ દ્વારા
સુરત થી આહવાની બસ મળી રહે છે અને આહવાથી લોકલ ટેક્સી દ્વારા તમે ડોન પહોંચી શકો છો
ટ્રેન માટે
સુરત નવસારી થી વઘઈ સુધીની ટ્રેન મળે છે અને ત્યાંથી આહવા બસ અથવા ટેક્સી થી જઈ શકાય છે અથવા સીધા ડોન સુધી પણ ટેક્સી અથવા બસથી જઈ શકાય છે.
➖➖➖➖➖➖➖➖➖
👉 લોકેશન
https://maps.app.goo.gl/vaAdb1reuALPx41H7