દિવસ....3 - 29/12/2017
રાત્રે મોડું સુવામાં થઈ ગયેલ હોવા છતાં સવારે 4.30 કલાકે જાગી ગયા...
સવારમાં ફ્રેશ થઈને નાસ્તો કરવા ગયા ...ફરી નાસ્તામાં આજે પણ મેગી હોવાથી બહુ મન ન હતું નાસ્તો કરવાનું... પણ ચા લીધી અને અમારા રૂમમાં આવી ને સાથે લાવેલ થેપલા અને અદડીયાનો નાસ્તો થોડો થોડો બધાએ કરિયો..ત્યાર બાદ બધાને પેક લંચ લેવાં માટે કહેવામાં આવ્યુ એટલે અમે બધા નાસ્તાના ડબ્બામાં ફોઈલ પેપર મૂકીને લંચ પેક કરિયો ...લંચમાં પુલાવ આપવામાં આવીયો......કારણ કે રસ્તામાં જ અમારે આ ડબ્બામાં થી બપોરનું જમવાનું હતું....
સવારે 6 વાગ્યે નીકળવા નું હોવાથી વહેલા તૈયાર થઈને બહાર આવી ને બધા બેઠા..પછી આખી ટીમને 5 ગ્રુપમાં વહેંચવામાં આવિયા ....અને હા રાતે મિટિંગ વખતે 47 હતા પણ મિટિંગ પૂર્ણ થયા બાદ બાકીના 6 વ્યક્તિઓ એ મોડેક થી રિપોટીંગ કારવાયું હતું આમ અમે કુલ 53 વ્યક્તિઓ થયા...બધા ટાઈમસર તૈયાર થઈ ગયા હતા પણ જે ગાડીયું એટલકે જે બસમાં જવાનું હતું તે જ નહોતી આવેલ...એક મીની બસ અને 2 ટેક્સી તૈયાર હતી તો તેમાં અમુક સભ્યો બેસી ગયા અને તેને રવાના કરવામાં આવિયા...અને અમેં અમુક સભ્યો બાકી હતા બસની વાટે...અંતે 7.30 વાગે બસ આવી પણ અમે ઉપર બેસવામાં માટે જેવા તૈયાર થયા કે અમારા કેમ્પ લીડરે ના પડી કે આ બસમાં નથી બેસવાનું કારણ કે આ બસ કાલે જે લોકોને મુકવા ગઈ હતી ત્યારે આ બસ રસ્તામાં ખરાબ થઈ ગઈ હતી માટે આ બસમાં નથી જવાનું ..
બીજી બસની અમે ફરીવાર પ્રતીક્ષા કરવા લાગીયા ...થોડીવાર વાટ જોઈ પણ બસ આવી નહીં કે પછી આ બસના ડ્રાઇવરે કાંઈક સેટિંગ કરીયું હોય તેવું લાગીયું ...અંતે અમને તેજ બસમાં બેસાડવામાં આવિયા ...અને અમે પણ એવું જ માનિયુ કે આપણા નસીબમાં આજ બસ હશે...બે ત્રણ મિત્રોએ બસ ઉપર ચડીને સામાન ગોઠવીયો અને અમે બધા બસમાં ગોઠવાઈ ગયા... આમ તો મીની બસ જ હતી બેસવા માટે જેટલી સીટો હતી તેના કરતાં અમે સભ્યો ઓછા હતા એટલે અમને બેસવામાં કોઈ તફલિક ના પડી....
બસ રિપોટીંગ કેમ્પને છોડીને મસૂરી તરફ આગળ વધી....અમારે 190 કિમિ ની મુસાફરી કરી ને બેઝ સાકરી પોહચવાનું હતું....કાલે જ મેં કીધું હતું તેમ આખો દિવસ બસમાં જવાનો હતો...કારણ પહાડી વિસ્તાર...મસૂરી છોડીને અમારી બસ પહાડી રસ્તા પર આગળ ચાલવા લાગી....ખૂબ જ રસ્તા પર બસ વળાંક પર વળાંક લેતી લેતી પહાડીઓ માં ધીરે ધીરે ચાલતી હતી...પણ ડ્રાઇવર ને ધન્યવાદ દેવો પડે કે ખતરનાક વળાંક અને સાંકડા રસ્તા પર ગાડી ચલાવતો હતો...પ્રથમ તો બધાને ખૂબ મજા આવી પણ ત્યાર બાદ પહાડી ઉતરતા અમુક અમુક સભ્યોને વોમીટ થવા લાગ્યું...એક પહાડી ઉતરીને બીજી ચડવાની ...અને બીજી ઉતરીને ત્રીજી ચડવાની...મસૂરીથી નજીક દેખાતી પહાડીઓ હવે ખબર પડી કે બહુ દૂર છે...કુદરતના ખોળે જેમ નદી જતી હોય તેમ અમારી બસ આગળ વધતી હતી ..રોડ અત્યારે તો બહુ સારા હતા કે પ્રવાસમાં કોઈ તફલિક લાગતી ન હતી...
વિવિધ ગામડાઓ આવતા હતા આમ તો એમ કહેવાય કે કસ્બા જેવા લાગતા હતા...ઠંડી હજી હતી જ ...પણ ઠંડો પવન તો એવો હતો કે બસની બહાર જો હાથ કાઢીએ તો બરફ થઈ જાય તેમ લાગતું હતું...અહીંના લોકો દિવસભર ગરમ કપડાં અને માથે કાશ્મીરી જેવી ટોપી પહેરી જોવા મળતા હતા....અહીં એક વાત જોવા મળી કે વ્યક્તિની ઉંમર નક્કી કરવું બહુ મુશ્કેલ હતું તેની ઉંમર નાની જ દેખાતી હતી...તે માટે અહીંનું વાતાવરણ બહુ અસર કરતું હોય તેવું લાગીયું...અહીંના લોકો નો મુખ્ય વ્યવશાય ખેતી લાગીયો અને ટુરિઝમ પણ થોડો હોય તેવું લાગીયું ....આમ તો અહીંના પુરુષો ટુરિઝમ અને દુકાન ચલાવવાનું કાર્ય કરતા હોય અને મહિલાઓ ખેતીનું કામ તથા જંગલમાંથી લાકડા લાવવાનું પણ કામ કરતી હોય તેવું લાગીયું...જ્યારે પહાડી ઉપર થી નીચે જોઈએ ત્યારે કસ્બા જેવડા ગામડાઓ ખૂબ જ નાના દેખાતા હતા...આ નજારો જોવા જેવો લાગતો હતો....કુદરતની એવી મસ્ત રચના અહીં જોવા મળતી હતી ...પથ્થર પર પથ્થર એવી રીતે ગોઠવીને પહાડની રચનના કરવામાં આવી હોય તેવી લાગતી હતી...માણસ ગમે તે કરે પણ કુદરતની રચના જેવી રચના કયારેય નહીં કરી શકે....તે કરી શકે તો કુદરતની રચનાનો નાશ....રસ્તામાં ઘણી જગ્યા પર પહાડોની ભેખડો અને પથ્થરો વરસાદ વખતે પડીયા હતા....પણ રસ્તો વ્યવસ્થિત કરેલ હતો તેથી અમને કોઈ પ્રોબ્લેમ ન હતી...વચ્ચે આવતા કસ્બા જેવા ગામડાઓમાં નાની નાની સ્કૂલો પણ જોવા મળતી હતી.....
આવા દુર્ગમ પહાડોમાં રસ્તાઓ બનાવવા વાળને પણ ધન્યવાદ દેઓ જોઈએ....એક પહાડી ચડીને જતા હોયે ત્યારે એમ લાગે કે બસ આપણે ટોચ પર પહોંચી ગયા પણ જ્યારે ખરે ખર તો ત્યાં પોહચિયા પછી ખબર પડે કે આનાથી પણ ઉપર બીજી પહાડી છે...લગભગ 40 કિમિ ચાલીયા બાદ 10.30 આજુબાજુ ચા - પાણી માટે બસ 15 મિનિટ માટે ઉભી રાખી ...થોડીવાર પછી બસ આગળ ચાલી હવે જંગલ વિસ્તાર શરૂ થયો હતો....આજુબાજુ કુદરતીની હરિયાળી હોવા મળતી હતી ...આ પહાડીઓ વચ્ચે ખૂબ જ નીચે નદી વહેતી હતી ક્યારેક જમણી બાજુ તો ક્યારેક ડાબી બાજુ આ નદી અમારી સાથે સાથે પણ ચાલતી હતી...નદીનું પાણી પણ ચોખ્ખું દૂધ જેવું હતું...આ પ્રદેશ આમ તો ઉત્તરાખંડનો ગણાય પણ હિમાલયની પહાડીનો જ ભાગ છે...ઉત્તર કાશી, હરિદ્વાર , નેનીતાલ જેવા જોવાના સ્થળ અમારી આજુબાજુના વિસ્તારમાં આવેલ હતા ...તેમજ ગંગા , યમુના જેવી નદીઓ પણ આ વિસ્તારમાંથી નીકળે છે...
12.30 વાગ્યા આજુબાજુ પુરોલા નામનું વચ્ચે એક નાનું શહેર આવતા ત્યાં બસ ઉભી રાખી અને 30 મિનિટ માટે દરેક ટ્રેકરોને સમય એટલા માટે આપવામાં આવેલ હતો કે જેને જેને જે વસ્તુઓ ઘટતીઓ હોય તે લઈ ને બસમાં આવવા જાણવામાં આવ્યું ...પુરોલા ટ્રાફિક વાળો વિસ્તાર હતો માટે અમારી બસ થોડી આગળ પાર્ક કરવામાં આવી.. અને બધા મિત્રો માર્કેટમાં ખરીદી માટે ગયા ...30- 35 મિનિટમાં લગભગ બધા જ આવી ગયા હતા માત્ર 3 મેમ્બરો આવિયા ન હતા માટે અમે તેની વાટ જોતા જોતા બેઠા..1 કલાક થી 1.30 કલાક વાટ જોઈ ત્યારે અંતે જે પણ ઘટતા હતા તે આવિયા...તેને કારણે અમે 1 કલાક મોટુ થયું...તેના કરતા વધારે તો જે લોકો સમયસર આવીને બસમાં બેઠેલા હતા તે લોકો દરેક મોડા પડવાવાળા પર ખૂબ ગુસ્સે હતા...એક વાત સમજવા જેવી એ છે કે ગમે ત્યારે તમે ગ્રુપમાં પ્રવાસ કરતા હોય ત્યારે જે સમય આપવામાં આવે તે પ્રમાણે ચાલવું જોઈએ જેથી આપણે લીધે બીજા લોકો હેરાન ન થાય અને પ્રવાસ દરમિયાન આપણું માન જળવાઈ રહે...આમ પણ પ્રવાસમાં જ્યાં જાવ ત્યાં શિસ્ત અને સમય પાલન કરવામાં આવે તો જ પ્રવાસની મજા આવે...આ સમયે તો અમારે બપોરનું ભોજન લેવાનું હતું પણ મોડું થવાથી અંતે અમે પુરોલા છોડીયું...
લગભગ 3 વાગિયા આજુ બાજુ એક નાની ચા નાસ્તાની દુકાન આવી ત્યાં બપોરના ભોજન માટે બસને ઉભી રાખવામાં આવી...સવારમાંથી લંચ તરીકે પુલાવ પેક કરીને ડબ્બામાં રાખેલ હતા તે લઇને અમે બધા બસમાંથી ઉતરિયા પણ જેવા નાસ્તાના ડબ્બા ખોલીયા અને જમવાની શરૂઆત કરી પણ સમય વધારે જવાથી જેવું તેવું ખાધું અને ચા પીધી પછી બસમાં પાછા બેઠા...લગભગ 5 વાગિયા આજુબાજુ અમારી બસ બંધ પડી ..સવારે જ આમ તો બસ વિશે જાણકારી હતી તથા બીક પણ હતી અને તે જ થયું બસ બંધ પડી અને અમે ધકકો પણ મારીઓ પણ અમારી મહેનત પાણીમાં ગઈ...ખૂબ જ થાકી ગયા હતા...પણ કરી પણ શું શકીએ...હા કંઇક વ્યવસ્થા થાય ત્યાં સુધી બધા સભ્યો ઉતરીને ફોટોગ્રાફી કરી આજુ બાજુ નો પહાડી વિસ્તાર પણ મનમોહક હતો એટલે બધા ફોટા અને સેલ્ફી લેવા લાગીયા...દૂર એક પહાડ પર આગ લાગેલ પણ હતી તે પણ અમે અહીંથી જોઈ શકતા હતા...ત્યાં જ બીજી એક સરકારી બસ આવતા અમે બધા જ તેમાં ગોઠવાયા ...અમારો સામાન એક બસ પરથી બીજી બસ પર ગોઠવાવમાં આવીયો...અને બસ આગળ ચાલી એમ કહું તો પણ ચાલે કે અમારી યાત્રા આગળ વધી...
અંતે સાંજે 6.30 વાગે સફરનો અંત આવીયો અને અમે બધા અમારા સાકરીના બેઝ કેમ્પ પર પોહચિયા....સામાન બસ પર થી ઉતારી અમે કેમ્પમાં ગયા ત્યાં અમને નાસ્તા તરીકે શીંગ દાણા અને ચણા અને ચા આપમાં આવી...અમે થેલા ડાઇનિંગ ટેન્ડમાં મૂકીને નાસ્તો કરીઓ...ત્યાં જ મારું રજીસ્ટ્રેશન કરવામાં કહેવામાં આવ્યુ અને અમને રજીસ્ટ્રેશન કાર્ડ આપીયા...આજે બીજા 2 નવા રજીસ્ટ્રેશન થાય હતા હવે અમે kk 14( આ વર્ષે કેદાર કંઠા ટ્રેક પરજવાવાળું 14મું ગ્રુપ )માં 56 વ્યક્તિઓ થયા હતા.... અને રહેવા માટે ટેન્ડ આપવામાં આવિયા અમને 11 નંબરનું ટેન્ડ આપીયુ અને અમુકને 9 નંબરનું ટેન્ડ આપીયુ.... અમારા ટેન્ડમાં કુલ 10 વ્યક્તિઓ હતા જેમાં અમારી સાથે આવવા વાળા 6 અને બાકીના 5 મિત્રો 9 નંબરના ટેન્ડમાં મુકવામાં આવિયા હતા....અહીં પણ ખૂબ જ ઠંડી હતી તાપમાન આશરે 4 ડિગ્રી જેવું હતું..એટલે ટેન્ડમાં ઘૂસતા જ થોડી રાહત થઈ ... હજી કોણ ક્યાં સુવે તે નક્કી કરતા હતા ત્યાં જ સ્લીપિંગ બેગ, કમબલ , રક્ષક ( ટ્રેક વખતે લઈ જવા માટેનો થેલો ) અને સૂતી વખતે સ્લીપિંગ બેગની અંદર વાપરવા માટે એક ઇનર ( એક શાલ )..એમ ચાર વસ્તુ લેવા માટે બોલાવવામાં આવિયા અને અમે તે લઈને પાછા ટેન્ડમાં આવી ગયા....
થોડી વાર પછી જમવા બોલાવવામાં આવિયા પણ થાક ને કારણે ભૂખ લાગેલ ન હતી પણ છતાં ડીશ અને મગ (કપ )લઈને અમે ડાઇનિંગ કેમ્પમાં ગયા અને મેં એક રોટલી, થોડા દાળ-ભાત અને ફ્રુટ સલાડ લીધું અને તે જમીયા...પણ જયારે ડીશ ધોવા ગયા ત્યારે ખબર પડી કે....ઠંડી શુ કહેવાય? પાણી ઠંડુ બોળ હતું હાથ તો સુન થઈ ગયા હતા...પછી બાજુમાં ગરમ પાણી તો હતું એટલે છેલ્લે હાથ પર ગરમ પાણી નાખીયું અને માંડ માંડ વ્યવસ્થિત થાય હોય તેવું લાગતું હતું...જમીયા બાદ કેમ્પ ફાયર નો પોગ્રામ હતો તો અમે બધા કેમ્પ ફાયર માટે ડાઇનિંગ ટેન્ડ માં ગયા કારણ કે આ ટેન્ડ મોટો હોવાથી અહીં ગોઢાવવામાં આવ્યો હતો....આજે ત્રણ ગ્રુપ ભાગ લેવાના હતા એક તો અમારું kk14 ગ્રુપ અને બીજા કાલે ટ્રેકિંગ માટે નીકળવા વાળું kk13 ગ્રુપ તથા ટ્રેકિંગ પૂરું કરીને આવેલ Kk9 ગ્રુપ ...
આજે ફાયર કેમ્પનું સંચાલન kk 13 ગ્રુપવાળા કરવાના હતા..kk નો અર્થ કેદાર કંઠા નું ટૂંકું નામ આપવામાં આવેલ હતું...અમે બધા જ ભેગા થયા અને બધાની ગણતરી કરવામાં આવી તો 4 મેમ્બર હાજર ન હતા તો ટેન્ડમાં જોવા મોકલતા એક વ્યક્તિ તેમાંથી સૂતી હતી તેની તબિયત ખરાબ હોવાથી બાકીના 3 વ્યક્તિ માર્કેટમાં કહિયા વગર જતા રહિયા હતા ....તે લોકોને બીજા દિવસે કેમ્પમાંથી રજા આપી દેવામાં આવી... અનુશાસન એ મહત્વનું હોય છે.... ફાયર કેમ્પ માં મોટે ભાગે એક ટોપલા ઉપર ઇલેક્ટ્રિક બલ્પ ગોઠવેલ હોય છે ...yhai નો મુખ્ય ધેય છે કે જંગલને નુકશાન ન થાય તે પણ જોવાનું હોય છે માટે લાકડા દ્રારા સળગાવીને ફાયર કેમ્પ પર મનાઈ હોય છે...ફાયર કેમ્પમાં મોટે ભાગે જે લોકોનું જે હુનૂર હોય તે રજૂ કરવાનો મોકો આપવામાં આવે છે....ગીત, રમૂજ, મ્યુઝીક, અને તેવી કોઈ પણ એકટીવી રજૂ કરી શકાય....kk 9 ના એક મોટી ઉંમરના એક ટ્રેકરે જેના દ્રારા ફાયર કેમ્પ નું શરૂઆત કરવામાં આવી...જેની 1983 થી અત્યાર સુધીમાં 14 થી 16 ટ્રેક કરિયા હતા...તેની ઉમર આશરે 68 વર્ષ હશે..ત્યાર બાદ અલગ અલગ ગીતો, રમુજો અને ગુજરાતી વધારે હોવાથી થોડી વાર ગરબા પણ લેવામાં આવિયા....
અમે ખૂબ જ થાકી ગયેલ હતા માટે બહુ રસ ન હતો... અંતે કેમ્પમાં kk 9 ના મેમ્બરોને સર્ટિફિકેટ આપી અને કાલના કાર્યક્રમ સમજાવી ને અંતે અમે બધા ડેન્ડમાં સુવા ચાલીયા....10 મિનિટનો સમય આપવામાં આવેલ ત્યાર બાદ લાઈટ ઓફ કરી દેવામાં આવી અમે બધા સુવા માટે ત્યાર થઈને સ્લીપિંગ બેગમાં સુઈ ગયા કારણ કે આખા દિવસનું ટ્રાવેલિંગ કરીયું હતું...ચાલો તો આજની આખા દિવસની વાત કરી ....હવે હું પણ સુઈ જાવ છું થોડો તાવ અને શરદી છે....ઠંડી અને થાકને કારણે.....good night....
આગળની વાત ભાગ 04 માં
અશોક બેલડીયા અને kk 14ના વંદે માતરમ...
અશોક બેલડીયા અને kk 14ના વંદે માતરમ...
👉 માહિતી સારી લાગી હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલસો નહીં મિત્રો