દિવસ...4- 30/12/2017
સવારે 6 વાગિએ જગાડવામાં આવિયા....આમ તો કોઈએ જગાડવા નહોતું આવ્યુ પણ ગ્રુપના જે લોકો વહેલા જાગી ગયા હતા તેણી દરેકને જગાડીયા.....અમુકને રાતે બરાબર ઉંઘ નહીં આવી હોય તેવું લાગીયું કારણ કે કાલના થાકને લીધે અમુક સભ્યો રાતે ઊંઘમાં નસકોરા બોલાવતા હશે....મને ખબર નથી....પણ સવારે ચર્ચા કરતા હતા...જાગીને સીધા બ્રશ કરવા ગયા જીવ તો ચાલતો નથી...પણ હિંમત ભેગી કરી ....ૐ નમઃ શિવાય બોલતા બોલતા પાણીને હાથ લાગવિયો...પણ ઠંડી કે મારું કામ...નાહવાનું તો આમાં નામ ન લેવાનું ....અને હા ટ્રેક પૂરો 4 તારીખે કરીને આવીએ ત્યાં સુધી નહાવાનું હતું જ નહીં અને આમ પણ અમે ટ્રેકના બીજા દિવસે રાતે તો નાહિયા હતા...એટલે હવે હું વારંવાર ન્હાવાનો ઉલ્લેખ નહીં કરું.....અહીં ફેશન અને મેકઅપવાળાનું કામ જ નથી...અને 5 તારીખે દેહરાદૂન પહોંચીને ન્હાવાનો વિચાર દરેક મેમ્બરે કરિયો હતો...
બ્રશ કરીને ચા પીધી ને ફટાફટ 7 વાગ્યે સવારની કસરત માટે નીચે કેમ્પના ગેટ પાસે ભેગા થયા ...સવારની કસરત માટે જે શિક્ષકને જવાબદારી આપવામાં આવી તે પણ જબર માણસ હતા....કસરતની શરૂઆત કરવામાં આવી પણ ક્યારેય 1 કિમિ પણ ન ચાલીયા હોય તેને તો આ કસરત બહુ કસ્ટવાળી લાગી અમુક તો નાટક કરતા હતા અને તે પકડાય તો તેને દોડનો એક રાઉન્ડ દોડાવે...અને બધા ને મનાઈ કરવામાં આવી હોય કે જવાબ દેવામાં જોશ ન હોય તો ફરી પાછી તે જ કસરત ચાલુ કરાવે....1 કિમિ જેટલી દોડ લગાવી ને ત્યાં પણ કસરત કરવી ...અમુક ને ચક્કર આવિયા અને અમુકને વોમીટ થયા....ત્યારે એમ લાગે કે આપણે ખાલી દેખાવે જ સ્વસ્થ અને ખડતલ લાગીએ છીએ ....આવી સ્થિતિ જોતા લાગે છે કે રોજ દરેકે ઓછામાં ઓછા 1 કલાક તો કસરત કરવી જ જોઈએ...8 વાગે અમે પાછા કેમ્પ પર આવિયા અને નાસ્તો કરવા ગયા...
આજે નાસ્તામાં બડેકા પૌવા અને દૂધ અને મકાઈના પૌવા તથા ચા હતા...આજે મજા આવી નાસ્તો કરવાની કારણકે ભાવતું ભોજન મળિયું ...9 વાગિયા સુધીમાં નાસ્તો કરીને અમે 9.30 વાગે એટલેમાઇજશન ( વાતાવરણ ને અનુકૂન ) માટે એક બેગ જે કેમ્પમાંથી આપવામાં આવેલ હતી તે લઈને તેમાં 4 થી 5 કિલો વજન ભરીને કેમ્પના ગેટ આગળ ભેગા થયા અને ગણતરી કરીને ખંભા પાછળ બેગ નાખીને અમે એક લાઇન બનાવીને ચાલવા લાગીયા....આગળ ટીચર (પલ સર )અને પાછળ અમે બધા...
સવારનો નજારો જોતા જોતા...ઠંડીમાં તો હતી જ..માથે ટોપી...મોં પર માસ્ક...આંખ પર ગોગલ્સ , છાતી પર ત્રણ પેર નીચે થર્મલ ઇનર , તેની ઉપર ટીશર્ટ અને તેની ઉપર શેવટર પહેરેલા હતા અને પગની રક્ષા કરવા પણ થર્મલ અને ટ્રેક પેન્ટ પહેરીને નિકળિયા હતા છતાં ઠંડી લાગતી હતી...પણ થોડી વાર પછી અમે આગળ પહાડ ચડતા શરીરમાં ગરમી ચડવા લાગી અને ધીરે ધીરે અમુક અમૂકે શેવટર કાઠી નાખીયા...
લગભગ 2 કિમિ જેટલું પહાડ પર ચડાણ કરીયું...અને અમે ઉપર એક હોટલના બાંધકામ જ્યાં ચાલતું હતું ત્યાં પોહચીને અમારા થેલા મુકિયા અને થોડીવાર માટે આરામ કરીને બેઠા... ત્યાર બાદ અમારી સાથે આવેલ ટીચરે કાલ માટે અને આખા ટ્રેક વિશે જાણકારી આપી અને વચ્ચે આવતા ખતરા વિશે જાણકારી આપી અને તેની સામે કેમ બચવું તેની જાણકારી આપી....જંગલ અને પહાડી વિસ્તારમાં રહેતા વિવિધ જનાવર વિશે માહિતી આપી... આ પહાડીઓ માં વિવિધ પક્ષીઓ પણ જોવા મળશે તેની માહિતી આપી....અને ત્યાર બાદ દરેક મેમ્બર એક બીજાને આખા ટ્રેકમાં ઓળખે તે માટે ફરી બધાના નામ અને શહેર વિશે ઉભા થઈને પરિચય આપીયો..ત્યાર બાદ ટીમ લીડર ની અને કો. લીડર ની નિમુક કરવા કરવાની વાત આવી...ત્યારે સુરેશ બરવાળીયા (ગુજરાત) ને ટિમ લીડર અને કો. લીડર તરીકે યશ( મહારાષ્ટ્ર ) બનાવીયા...હા કો. લીડર તરીકે બે ની નિમણૂક કરવાની હોવાથી બીજા કો. નાગાઅર્જુન ( કર્ણાટક ) ની નિમણૂક કરી...
એક મહિલાને એનવારમેન્ટ લીડર બનવવા આવિયા તેનું કામ ટેન્ડ સફાઈ કરી છે કે નહીં તે જોવાની અને આખા ટ્રેક દરમિયાન કોઈ પણ કચારુ કોઈ મેમ્બર જંગલમાં કે અન્ય જગ્યા પર ન નાખે... ત્યાર બાદ 1 કલાક માટે દરેકને ફોટાગ્રાફી માટે સમય આપવામાં આવીયો...બધા એવી મસ્તી સાથે ફોટોગ્રાફી કરી અને ખૂબ બધાએ સેલ્ફીઓ લીધી..જો આ ફોનમાં સેલ્ફીઓ ન આવી હોત તો ઘણો સમય બધાનો બચી જાત....12.30 વાગિયા આજુબાજુ અમે પહાડી પરથી નીચે ઉતરવાનું ચાલુ કરીયું ....તમને વિચાર આવતો હશે કે આવું કરવાનો શુ મતલબ? ....આનો સીધો મતલબ એ છે કે કાલથી ટ્રેકમાં જવાનું હોવાથી આજે ખબર પડી જાય કે કાલે આટલું વજન ઉંચકીને ચાલી શકાય કે નહીં તે ખબર પડે અને કાલે કોઈ વધારે સામાન ન લે...એમ કહો તો પણ ચાલે કાલે જે મેચ ચાલુ થવાની છે તેની આજે નેટ પ્રેક્ટિસ ....
અંતે 1 વાગિએ અમે કેમ્પ પર પહોંચીયા ....જમવાનું ત્યાર હતું....રોટલી,શાક, દાળભાત, પાપડ ....એક વાત તો નક્કી છે કે yhai નું જમવાનું હંમેશા સારું હોય જ....થાક પણ લાગેલો 4 કિમિ જેવું ચડાણ ચડી- ઊતરીને આવિયા હતા...પણ ભૂખ લાગી હતી..માટે બધા જમવા ગયા... હોઠો પે મસ્તી ઓર આંખોમે કસ્ટી જેવી હાલત હતી...આમ તો જમવાની આળસ ન હતી પણ જમીયા બાદ ઠંડા પાણીથી જે ડીશ ધોવી પડે તેનું દુઃખ હતું...જમીને અમે બધા કાલ જે સામાન ટ્રેકમાં લઇ જવાનો હતો તે તૈયાર કરી ને ટ્રેકવાળી બેગમાં ભરીયો અને બાકીનો સામાન નીચે મૂકીને જવાનો હતો તે બીજી બેગમાં મુકિયો...બધા જ લગભગ આ કામે લાગીયા હતા કારણકે 3 વાગિયા સુધીનો સમય હતો 3 વાગીએ પાછા ડાઇનિંગ ટેન્ડમાં ઓરિયન્ટેશન ( ટૂંકમાં માહિતી ) માટે ભેગા થવાનું હતું...જે કેમ્પ લીડર આપવાના હતા...અમને એમ હતું કે ઉતાવળ રાખીને સામાન પેક કરીને થોડો આરામ થઇ જશે...પણ ખબર જ ન પડી કે ક્યારે 3 વાગી ગયા...
આમ પણ આપણે મૂળ ગુજરાતી ગમે ત્યાં જઈએ તો જેટલા સામાન હોય તેટલો તો નાસ્તો લઈને ગયા હોઈએ...પણ લઈ જવાના સામાન પેક કરતા ખબર પડી કે લિમિટ કરતા વધારે સામાન થઈ ગયો...એટલે જે વસ્તુઓ બિન જરૂરી જેવી લાગતી હતી કે તેના વગર ચાલવી શકાય તેવું દરેક લોકો સામાન કાઢવા લાગીયા તેમાં મોટે ભાગે નાસ્તો જ હતો...અડદિયા, ચીકી, ખજૂર પાક, ખજૂર ના પેકેટ, કાજુ બદામ, જેવી દરેક વસ્તુઓ કાઢવા લાગીયા અને એક બીજાને આપવા લાગીયા...મને આજે સવારમાંથી જ તાવ અને શરદી ખૂબ હતા તેથી સવારમાં દવા પીધી હતી પણ કોઈ ફેર નહતો પડીયો....મારી ચિંતા અન્ય મારા સાથી મિત્રોને પણ હતી માટે થોડી વારે ને થોડીવારે ખબર અંતર પૂછતાં હતા....એમ તો દરેક કેમ્પ પર ડોકડર ની ટીમ તો હૉય જ પણ મેં સુરતથી જ જરૂરી મેડિસિન સાથે લીધી હતી... જમીને પાછી મેડિસિન લીધી અને એમ હતું કે થોડો આરામ કરીશ ત્યાં સારું થઈ જશે પણ આરામ કરવા જ ન મળિયો .....3 વાગી ગયા હોવાથી ફટાફટ અમે ડાઇનિંગ ટેન્ડમાં ભેગા થયા...લેટ પડો તો ન ચાલે...
આજે તમામ માહિતી કેમ્પ લીડર અને તેની સાથે ડોક્ટરની ટીમ આપવાના હતા....કોઈ પણ માહિતી આપવામાં આવે તે હક્કીક્ત મહત્વની હોય છે પણ ઘણા લોકો પોતાની જાતને વધારે હોશિયાર સમજતા હોય તે લોકો આવી માહિતી અપાતી હોય ત્યારે મજાક મસ્તી કરતા પણ હોય છે અને અંતે તેવા જ લોકો ટ્રેકમાં દુઃખી થતા જોયા છે..સાંજના 4.30 વાગિએ આમારી મિટિંગ પૂર્ણ થઈ અને અમને 1 કલાક માટે માર્કેટમાં જવાની રજા આપવામાં આવી ....જે લોકોને હજી સામાન ઘટતો હોય તેની માટે છૂટ આપવામાં આવી હતી....પહેલા અમે ચા નાસ્તો કરીને માર્કેટમાં ગયા..તમે ગમે તેટલી ત્યારી કરીને જાવ પણ ત્યાં ગયા પછી જ ખબર પડે કે કઈ કઈ વસ્તુ ઘડે જ ....આરામ કરવાનો સમય મેં માર્કેટમાં કાઢીયો...
5.30 વાગિએ અમે કેમ્પ પર પરત આવિયા..આવતા ની સાથે જ અમને સૂપ આપવામાં આવ્યુ પણ મારી કોઈ ઈચ્છા ન હતી ..તબિયત વધારે ખરાબ થતી જતી હતી...જમવાની પણ ન હતી....દવા લેવા માટે છતાં દાળભાત ખાધા...પછી મેડિસિન લીધી થોડી વાર પછી થોડી રાત થઈ...ત્યાં માઇક પર જાહેરાત કરવાં આવી કે બને થેલા લઈ જવાનો થેલો અને મુકવાનો થેલો લઈને બોલાવવામાં આવિયા અને લઈ જવના થેલાનો વજન ચેક કરવામાં આવીયો જે લોકોના થેલામાં વજન વધારે હતું તેને ઓછું કરવા જણવવામાં આવ્યુ...અને ત્યાં જમા કરવાનો થેલો સ્ટોર ટેન્ડમાં મુકવામાં આવિયા ....જેટલી જરૂરી વસ્તુઓ હતી તેટલી જ લેવામાં આવી...હવે પણ વસ્તુઓ હતી તેનથી જ ચલાવાનું હતું કારણ કે સ્ટોર માં મુકેલા થેલા માંથી ન કોઈ વસ્તુઓ હવે લેવા ન દેવામાં આવે કે ન મુકવા દેવામાં આવે...આજે ફાયર કેમ્પનું સંચાલન અમારી ટીમનો વારો હતો...એક વ્યક્તિને તેની જવાબદારી આપવામાં આવી ...
આજે kk 15 જે આજે મસૂરીથી આવેલ ટીમ હતી...તેમાં પણ ગુજરાતીઓ વધારે જ હતા...દેબ ટીબ્બામાં અમારી સાથે જે મિત્રો હતા તેમાંથી અમુક મિત્રો તેમાં પણ હતા...ખાસ કરીને તેજસ બરવાળીયા જે દેવ ટીબ્બા વખતે અમારી ટીમનો લીડર હતો ...અને એક સારો લીડર તરીકે પણ જવાબદારી નિભાવી હતી..થેક્સ ટુ તેજસ...તેવો આવતાની સાથે અમે તેને મળિયા હતા...અમને અને તેઓને પણ ખૂબ આનંદ થયો...બીજી ટીમ હતી kk 10 જેવો આજે ટ્રેક પૂર્ણ કરીને આવેલ હતી....ફાયર કેમ્પની શરૂઆત કેમ્પના ડોક્ટરના પિતાશ્રીએ કરી હતી..તેવો પર્વતા રોહક હતાં...
ફાયર કેમ્પની શરૂઆત કર્ણાટકની ભાષાના ગીતથી કરવામાં આવી ....ત્યાર બાદ આપણા ગુજરાતીઓએ પ્રાર્થના ઇતની શક્તિ ....કરી ...ત્યાર બાદ મહારાષ્ટ્રના મિત્રોએ તેની ભાષામાં ગીત રજૂ કરીયું..ત્યારબાદ ફરી એક વખત આપણા ગુજરાતીઓનો વારો આવીયો ગૌતમ ધડુક કરીને અમારી સાથે આવેલ મિત્ર દ્રારા એક્શન પર થી સોન્ગ નક્કી કરવાવાળી ગેમ રમાડી...અને હવે મારો વારો હતો...મારે એક જાદુ દેખાડવાનો હતો...જાદુમાં સિક્કો ગાયબ કરવાનો હતો....પણ હકીકતમાં મારે લોકોને તે બાને મજાક કરાવવાની ગણતરી હતી તે મેં સંપૂર્ણ કરી...ત્યાર બાદ મેં મોદીજીના આવજની મિમિક્રી કરી....અને સારી એવી મજા દરેક લોકોને આવી....ત્યાર બાદ ભરૂચના એક મિત્રેએ કપ ની વ્યથા રજુ કરી...
અંતે kk 10 ને સર્ટિફિકેટ આપીયા અને અમને તથા kk 15 ને કાલનો કાર્યક્રમ આપવામાં આવીયો...ફાયર કેમ્પ પૂરો કરીને અમે બધા કેમ્પમાં ગયા ..થોડી વાર પછી બોનવિટા આપીયુ પણ મારી તબિયત ખરાબ હોવાથી મેં સુવાની તૈયારી કરી...પણ ઊંઘ આવતી ન હતી...માટે ફોન લઈને ફરી આજના દિવસની વાત લખી...અને પછી સ્લીપિંગ બેગમાં ગોઠવાઈને સુવાની તૈયારી કરી.....આવતી કાલે ફરી મળીશુ ત્યાં સુધી....
આગળની વાત ભાગ 05 માં
મારા અને મારી ટીમ kk 14 ના વંદે માતરમ....