સોનગઢ કિલ્લો
ગુજરાતના તાપી જિલ્લામાં આવેલ સોનગઢ તાલુકો છે . આ સોનગઢ તાલુકામાં મરાઠા અને મુઘલોની યાદ આપતો ઐતિહાસિક કિલ્લો આવેલો છે.
સુરત થી ધુલિયા વાળા રોડ પાસે જ આ કિલ્લો આવેલો છે જે રસ્તાથી પણ જોઈ શકાય છે. આ કિલ્લો સયાજીરાવ ગાયકવાડે બંધાવેલો પ્રાચીન કિલ્લો છે.રચના:-
આ કિલ્લાની ઊંચાઈ દરિયાની સપાટીથી 172 મીટર ઊંચાઈએ આવેલી છે આવેલો છે.
જે ચૂનાના પથ્થરો અને ગ્રેનાઇટ પથ્થરોથી બનાવેલો છે.
જે ચૂનાના પથ્થરો અને ગ્રેનાઇટ પથ્થરોથી બનાવેલો છે.
ઇતિહાસ :-
બાલ પુરી લડાઈમાં ખંડેરાવનું મૃત્યુ થયા બાદ પીલાજીરાવ જે દામાજીરાવ ગાયકવાડના ભત્રીજા હતા તેણે સોનગઢની ગાદી આપવામાં આવી ત્યારે સોનગઢ મેવાસી ભીલોના કબજામાં હતું . ઇ.સ 1719 માં પીલાજી રાવે ભીલો પાસેથી સોનગઢ કબજે લીધું અને ડુંગર ઉપર કિલ્લો બનાવવાની શરૂઆત કરી. કિલ્લો બનાવવાનો મુખ્ય ઉપદેશ દુશ્મનો ઉપર નજર રાખવાનો હતો .
આમ સોનગઢથી જ ગાયકવાડ ની શરૂઆત થઈ હોય એવું માનવામાં આવે છે અને પિલાજીરાવ સોનગઢ કિલ્લાના મૂળ સ્થાપક તરીકે ગણાય છે . ઇ.સ 1728 -29 માં કિલ્લો ફરી વખત બાંધ્યો હતો. ઇ.સ 1930 માં ગાયકવાડીઓ એ બાબી પાસેથી વડોદરા શહેર જીતી લીધું પરંતુ ઇ.સ 1763 સુધી ગાયકવાડી રાજ નું મુખ્ય મથક સોનગઢ ખાતે જ હતું. ત્યારબાદ તેઓએ વડોદરા ફેરવ્યું હતું.
અહીં કિલ્લા પર અંબાજી માતાનું મંદિર છે જે ગાયકવાડી ફિરંગી ઓ સામેની જીતની યાદમાં બનાવવામાં આવેલું છે એવું માનવામાં આવે છે
દશેરાના તહેવારમાં અહીં મોટો ઉત્સવ ઉજવાય છે આમ તો બારેમાસ સોનગઢ કિલ્લામાં જઈ શકાય છે પરંતુ ચોમાસામાં અહીં ચારે બાજુ ગ્રીનરી ખુબ સારી જોવા મળે છે. જિલ્લા ઉપર મહાકાળી માતા અને અંબા માતાનું મંદિર આવેલું છે અંબા માતાના મંદિરમાં જવા માટે ભોયરામાં થી રસ્તો જાય છે તદુપરાંત અહીં પાણીના બે હોજ અને એક તળાવ આવેલું છે. થોડા નીચેની તરફ જુના કિલ્લાના અવશેષો જોવા મળે છે.
આજુબાજુ જોવાના સ્થળો
- ઉકાઈ ડેમ
- ગૌમુખ વોટરફોલ
- વ્યારા ગાર્ડન
- મેઢા વોટરફોલ
- ડોસવાડા ડેમ અને ગાર્ડન
કેવી રીતે પહોંચી શકાય
સુરત થી 87 કિ.મી ના અંતર પર અને નવસારી થી 82 કિ.મી ના અંતર પર આવેલું છે.
રેલ્વે સ્ટેશન:- ઉકાઈ લાગે છે.
સુરત અને નવસારી થી સોનગઢ દ્વારા બસ દ્વારા તેમજ કાર કે ટેક્સી દ્વારા જઈ શકાય છે.
લોકેશન:- https://maps.app.goo.gl/sKcPHoGcbhjJKsQr6
========================================
ગુજરાત ના બીજા સ્થળો વિશે વાંચો
👇👇👇