ચીમેર વોટરફોલ
વોટરફોલ વિશે માહિતી:-
ચિમેર વોટરફોલ ગુજરાતના તાપી જિલ્લામાં આવેલો છે. આ ધોધ સોનગઢ તાલુકાના ચિમેર ગામ પાસે આવેલો છે. ચિમેર વોટરફોલ દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ધોધ માનવામાં આવે છે. તેની ઊંચાઈ આશરે ૩૦૦ ફૂટ જેટલી છે. આ વોટરફોલ તેના આજુબાજુના કુદરતી અને શાંત વાતાવરણ માટે જાણીતો છે.
પ્રાકૃતિક સૌંદર્ય:
ચોમાસાની ઋતુમાં આ ધોધ ખૂબ જ સુંદર દેખાય છે અને પ્રવાસીઓને આકર્ષે છે. અહીં વોટરફોલ ની આજુબાજુ ખૂબ સુંદર ફોટોગ્રાફી પણ કરી શકાય છે. વોટરફોલનું પાણી ચોખ્ખું અને નૈસર્ગિક પાણી છે. ઊંચાઈ પરથી પડતું તેનું પાણી નીચે પડે ત્યારે એમ લાગે કે કોઈ ઝાકળનો સ્પ્રે કરતું હોય તેવું લાગે અને તે તેના નીચે પડતા પાણીના અવાજથી આજુબાજુ નું જંગલ ખીલી ઉઠે છે.
જવા માટેનો ઉત્તમ સમય:-
ચોમાસામાં આ વોટરફોલ વધારે ખીલેલો જોવા મળે છે. શિયાળામાં પણ જઈ શકાય છે
વ્યવસ્થા:-
અહીં જમવા રહેવાની વ્યવસ્થા નથી એટલે જ્યારે જાવ ત્યારે નાસ્તો, જમવાનું અને પીવાનું પાણી સાથે લઈને જવું.
કેવી રીતે પહોંચી શકાય:-
સોનગઢથી મેઢાવાળા રસ્તા પરથી હિંદલા અને ત્યાંથી ચિમેર ગામ સુધી બાઈક અથવા કાર જઈ શકે છે અને ત્યારબાદ ત્યાંથી ટ્રેક કરવો પડે છે. ચાલવાનો રસ્તો થોડો અટપટો છે અને થોડો પડકાર જનક પણ ગણાવી શકાય છે.
લોકેશન:-
https://maps.app.goo.gl/7pgF9ujka1yqsZcP8
ધ્યાનમાં રાખવા જેવી બાબત:-
1. જમવાનું પીવાનું પાણી કે નાસ્તો સાથે લઈને જવું.
2. વ્યવસ્થિત બુટ અને કપડાં સાથે લઈને જવા.
3. ગામમાંથી લોકલ એક ગાઈડ અને સાથે લેવો.
4. ફોટોગ્રાફી કરતા કે વોટરફોલ પાસે જતા થોડી સાવચેતી જાળવી.
5. વરસાદનું પ્રમાણ વધારે હોય તો જવું નહીં.
==============================