ટેલિવિઝન ક્ષેત્રે કારકિર્દી

 ટેલિવિઝન ક્ષેત્રે કારકિર્દી

આ દુનિયાની અંદર સૌથી વધારે ટીવી શો અને ચલચિત્રો જોવામાં આવે છે આજે 24 કલાક ટીવી ચેનલો હાલ કાર્યરત છે અને લાખો લોકો આ કાર્યક્રમ નિહાળે છે પછી તે સમાચાર ના હોય કે મનોરંજનના હોય કે સ્પોટ ના હોય દરેક કાર્યક્રમો મોટાભાગે લોકો ટીવી પર જોતા હોય છે. જેની સાથે સાથે ટેલિવિઝન ક્ષેત્રે ખૂબ જ રોજગારીનો તકો ઉભી થયેલ છે.


1. ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ
દેશને કે આખે આખા ખંડ ને આવરી લેતું ટીવી પ્રસારણ ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ દ્વારા બની શક્ય બને છે. જેની ફરજમાં કાર્યક્રમના પ્રસારણનો તથા તે પ્રસારણની ગુણવત્તા નું ધ્યાન રાખવાનો સમાવેશ થાય છે.પ્રસારણ પિક્ચર કોવોલીટી નું કામ ટ્રાન્સમિશન દ્વારા સતત મોનિટરીંગ થતું રહેતું હોય છે.સમાચાર વાંચતા હોય ત્યારે યોગ્ય સમાચાર સાથે તેને લગતી વિઝ્યુઅલ સામગ્રી દેખાડે તે પણ તેને ધ્યાન રાખવાનું હોય છે તેની સાથે સાથે પ્રોગ્રામ સેક્રેટરી તરીકેની તમામ જવાબદારી તેની હોય છે.


લાયકાત :-
ઉંમર 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
શૈક્ષણિક લાયકાતમાં સ્નાતક ડિગ્રી મેળવેલી હોવી જોઈએ સાથે સાથે અંગ્રેજી, હિન્દી જેવી ભાષાઓમાં સારું જ્ઞાન હોવું જોઈએ.

ભવિષ્ય:- ક્રમશઃ પ્રોગ્રામ એજ્યુકેટીવ, આસિસ્ટન્ટ સ્ટેશન ડિરેક્ટર, સ્ટેશન ડિરેક્ટર, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ તથા સર્વોચ્ચ હોદ્દા ડિરેક્ટર જનરલ સુધી પહોંચી શકાય છે.

2. પ્રવકતા (એનાઉન્સર)
ટીવી પર સમાચાર વાંચવા ,હવામાન, સાંસ્કૃતિક કાર્યક્રમ ,આર્થિક વિષય પર ચર્ચા કરવા વગેરે બાબતો માટે એનાઉન્સર ની જરૂર પડતી હોય છે. જે ટીવી પરના સુપરિચિત ચેહરા બને છે સાથે સાથે તે વિષયનું જ્ઞાન હોવું જોઈએ અને કાર્યક્રમો લેખન પણ તેને જ કરવાનું રહે છે.
ટીવી ચેનલ્સની જાહેરાત આવે ત્યારે તેમાં અરજી કરવાની હોય છે. ન્યૂઝકાસ્ટર કે એનાઉન્સર માટે દૂરદર્શન દ્વારા લેખિત પરીક્ષા લેવાય છે. આ ઉપરાંત વોઇસ ટેસ્ટ, સ્ક્રીન ટેસ્ટ અને રૂબરૂ મુલાકાતમાં પણ સફળ થવાનું રહે છે.

એનાઉન્સર બનવા માટેનું શિક્ષણ ઝેવિયેર ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેશન (મુંબઇ)માં ઉપલબ્ધ છે. અહીં એનાઉન્સિંગ, બ્રોડકાસ્ટિંગ, કોમ્પેરિંગ અને ડબિંગની તાલીમ આપવામાં આવે છે. નાના અને મોટા રૂપેરી પડદા સાથે આ રીતે વિવિધ પ્રકારની અનેક કારકિર્દીઓ સંક્ળાયેલી છે, એનો ચળકાટ ભલભલાને આકર્ષિત કરે છે. ટેલન્ટ, તાલીમ અને અનુભવના જોરે તમે પણ આ ચળકાટભર્યા વિશ્વમાં સિતારા બની ચળકી શકો છો.

ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના દૃશ્ય શ્રાવ્ય નિર્માણ અનુસ્નાતક ડિપ્લોમા અભ્યાસક્રમમાં ટેલિવિઝન મીડિયા સંબંધિત આ અભ્યાસક્રમમાં અનેક પાયાના વિષયોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં ફોટોગ્રાફી, ટેલિવિઝન ઇતિહાસ, ટેલિવિઝનના સાધનોનો પરિચય, તેનો ઉપયોગ, ટેલિવિઝન વીડીયો કેમેરા, તેને કેવી રીતે ચલાવવો, લેખનકળા, લેખનકાર્ય, માઈક્રોફોન, તેના પ્રકાર-ઉપયોગિતા, ઑડિયો એડિટિંગ, વીડીયો એડિટિંગ, સાઉન્ડ ઈફેકટ, ટેલિવિઝન સંશોધન પદ્ધતિઓ,લાઇટિંગ, લાઇટિંગના સાધનો,_ લાઇટિંગ ઇફેક્ટ, કોસ્ચ્યુમ ડિઝાઈન, મેક- અપ, ફિલ્મ એપ્રિશિયેશન, વીડિયો એડિટિંગના પ્રકાર, વીસીઆરથી એડિટિંગ, કટ ટૂ કટ એડિટિંગ, લાઇવ પ્રોગ્રામ, ઑડિયો- વીડિયો એડિટિંગ, એડિટિંગ ઇફેક્ટ, ગ્રાફિક્સ, એનિમેશન તેમજ કમ્પ્યૂટર દ્વારા ઑડિયો- વિડિયો એડિટિંગ તેમજ કમ્પ્યૂટર ગ્રાફિક્સ દ્વારા અનેક વિષયોને સાથે રાખીને અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે છે.

ગુજરાતમાં દશ્ય-શ્રાવ્ય નિર્માણ અભ્યાસક્રમ અંગેની સંસ્થાઓ નીચે પ્રમાણે છેઃ

૧. મહાદેવ દેસાઈ મહાવિદ્યાલય, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.

દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ અનુસ્નાતક ડિપ્લોમા-૧ વર્ષ.
===================================
૨. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા

અનુસ્નાતક અભ્યાસક્રમ-૨ વર્ષ (ડિગ્રી)
===================================
૩. સેન્ટર ફોર ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ,

માસ્ટર ઑફ ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન – ૨ વર્ષ,
==================================
૪. મુદ્રા ઇન્સ્ટિટયૂટ ઑફ કોમ્યુનિકેશન,

અનુસ્નાતક વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ- ૧ વર્ષ.
==================================
૫. બટુભાઈ ઉમરવાડિયા નાટ્યસંશોધન, શિક્ષણ અને તાલીમ ટ્રસ્ટ, કેન્દ્ર, ૪૨/૨૫૧, પ્રગતિનગર નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩

(૧) વીડિયો-એડ ફિલ્મ મેકિંગ (૨) ટીવી પત્રકારત્વ (૩) અભિનય-રંગભૂમિ, રેડિયો, ટેલિવિઝન (૪) થિએટર ક્લા (૫) ટીવી એનાઉન્સર-એક્રર પર્સન (૬) મીડિયા માર્કેટિંગ
======================================
૬. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઈન, પાલડી, અમદાવાદ

(૧) વીડિયો એડ ફિલ્મ મેકિંગ- ૪ વર્ષ.

======================================