ફિલ્મ ક્ષેત્રે કારકિર્દી
1. કોસચ્યુમ ડિઝાઇનર :-
હીરો કે હિરોઈન અથવા અન્ય કલાકારોના કોસચ્યુમ ડિઝાઇનર દ્રારા તૈયાર કરવામાં આવતા હોય છે. જેનું ખાસ મહત્વ છે. અમુક ફિલ્મના આવા પોશાકો આજે પ્રખ્યાત છે. અને જેને લઇને આવા ડિઝાઈનરો ના નામ વિશ્વ લેવલે પણ ખૂબ જાણીતા બન્યા છે.
2. બ્યુટીશન:-
મેકઅપ ,આર્ટિસ્ટ અને હેર સ્ટાઇલ. કલાકારોને મેકઅપ કે હેર સ્ટાઈલ દ્વારા તૈયાર કરવાની જવાબદારી બ્યુટીશનની હોય છે.
3. કેમેરા ટીમ:-
ફોટોગ્રાફર, સિનેમેટ્રોગ્રાફર, કેમેરા મેન , વિડીયોગ્રાફર નો સમાવેશ થાય છે. આ કામમાં અનુભવ મહત્વનો છે અને જેને લઈને આગળ ધરખમ તકો મળે છે.
4. સંગીતકાર:-
ફિલ્મી ગીતોના સંગીત અને મ્યુઝિક ડિરેક્ટર વગેરે આના ખાસ ભાગ છે. આ કામ થોડું અઘરું છે પણ આમાં તક પણ ખૂબ સારી છે નામ સાથે પૈસા કમાવાની આજીવન તક મળે છે.
5. કોરિયોગ્રાફર:-
એક્શન, રોમાન્સ કે હોરર જેવી ફિલ્મોમાં સૌથી મહત્વનો રોલ કોરીયોગ્રાફરનો હોય છે. એક વખત નામ થઈ ગયા બાદ તમને મોં માંગ્યા પૈસા મળે છે. આવડત ધરાવાનર વ્યક્તિ માટે આ ક્ષેત્ર ખુબ જ સારું છે.
6. માર્કેટિંગ મેનેજર:-
ફિલ્મની વેચાણ વ્યવસ્થા, પબ્લિસિટી વિતરણ ના હકો ની વ્યવસ્થા, સ્પોન્સર વગેરે માટે માર્કેટિંગના તથા પબ્લિક રિલેશન્સ ના નિષ્ણાતો ની જરૂર રહેતી હોય છે.
7. ડ્રેસ સપ્લાયર્સ:-
વિવિધ ફિલ્મોમાં વિવિધ પાત્રો માટે ડ્રેસ ની જરૂર પડતી હોય છે જે મોટેભાગે ભાડે લેવામાં આવે છે અને જેના ભાડામાંથી ખૂબ સારી મોટી આવક થઈ શકે છે.
8. સામગ્રી સપ્લાયર્સ:-
કેમેરા ,લાઇટ્સ, એડિટિંગની મશીનરી, સેટ ના પોપ્સ વગેરે નિર્માતાઓ આવી વસ્તુઓ ભાડે લેવાનું પસંદ કરતા હોય છે આમાં રોકાણ થોડું વધારે છે તેની સામે ભાડાની આવક ખૂબ સારી છે.
આ ઉપરાંત મેનેજર ,પટાવાળા, સિક્યુરિટી વ્યક્તિઓ, પ્રિન્ટિંગ, હિસાબનીશ, પેન્ટિંગ યુનિટસ વગેરે કામગીરી હોય છે. જેની માટે ઘણા લોકોની જરૂરિયાત ઊભી થાય છે.