પાંડવ ગુફા
ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલ પાંડવ ગામ થી ત્રણ કિમી ના અંતરે પાંડવ ગુફા આવેલ છે .જ્યાં એક સુંદર વોટરફોલ પણ આવેલ છે.
ઇતિહાસ
મહાભારતકાળમાં પાંડવો પોતાના વનવાસ દરમિયાન એક વર્ષના અજ્ઞાત વાસમાં અહીં રોકાણ કરેલ જાણવામાં આવે છે. જ્યાં પાંડવો દ્વારા ઉપયોગમાં લેવાયેલ પથ્થરોની રચના જોવા મળે છે.
સ્થાન
સુરત થી 160 કિમી ના અંતરે અને આહવા થી 21 કિમી ના અંતરે આવેલ છે. આહવા થી ચિંચલી ના માર્ગ પર જતા પાંડવ ગામ આવે છે અને ત્યાંથી ત્રણ કિમી આગળ પાંડવ ગુફા આવે છે.
પ્રાકૃતિક સૌંદર્ય
ગાઢ જંગલો અને પહાડો ની વચ્ચે આ પાંડવ ગુફા આવેલી છે. જ્યાં અદભુત શાંતિ અને કુદરતી સૌંદર્ય જોવા મળે છે. અહીં પાંડવ વોટરફોલ પણ આવેલો છે. તે ઉપરાંત નાના-મોટા બીજા ઘણા ઝરણા જોવા મળે છે. અહીં જવા માટે ઉત્તમ સમય ચોમાસામાં વધારે મજા આવે છે. આ ઉપરાંત શિયાળામાં પણ જઈ શકાય છે. એક દિવસ ના પ્રવાસનું આયોજન કરી શકાય છે. આ ઉપરાંત ત્યાં નાનું એવું ટ્રેકિંગ પણ કરી શકાય છે.
સુવિધા
અહીં રાત્રે રોકાણની કોઈ સુવિધા નથી. તે ઉપરાંત જમવાનું કે નાસ્તો તેમજ પીવાનું પાણી સાથે લઈ જવું જરૂરી છે. ચોમાસા દરમિયાન વરસાદનું પ્રમાણ વધારે હોવાથી છત્રી અથવા રેનકોટ સાથે લેતા જવું.
આજુબાજુ ફરવા જેવા સ્થળો
👉ડોન હિલ સ્ટેશન
👉અંજની ગુફા અને અંજનીકુંડ
👉આહવા
👉શબરીધામ
લોકેશન
https://maps.app.goo.gl/PcoNUzdrDPPbfx8n9
--------------------------------------------------------------------------------------------------------
ગુજરાતના બીજા સ્થળો વિશે વાંચો
👇👇👇👇


