દોસવાડા ડેમ- તાપી જિલ્લો
સુરત થી 84 કિ.મી
બારડોલી થી 50 કિ.મી
નવસારી થી 75 કિ.મી
વ્યારા થી 18 કિમી.
112 વર્ષ જૂનો ગાયકવાડ સમયનો બનાવેલો આ ડેમ ગુજરાતના તાપી જિલ્લા માં સોનગઢ તાલુકામાં આવેલ છે.
આ ડેમ ને ત્યાં આવેલ ગામ દોસવાડા ગામ પરથી નામ આપવામાં આવેલ છે. મીંઢોળ નદી પર આ ડેમ બનાવવામાં આવેલ છે. આ ડેમના પાણીનો ઉપયોગ 4 ગામ અને તે ઉપરાંત બીજા અનેક ગામોમાં ખેતી અને સિંચાઈ માટે લેવામાં આવે છે. એ ઉપરાંત 20 ગામો માટે અહીંથી પીવાનું પાણી પણ પૂરું પાડવામાં આવે છે . ખાસ કરીને ખરીફ સીઝનમાં ખેડૂતોને આ ડેમનું પાણી સહારો આપે છે.
પ્રકૃતિ નજારો
ચોમાસામાં આ ડેમનો નજારો અલગ જ જોવા મળે છે. એક દિવસના પ્રવાસ તરીકે ખૂબ જ સારું સ્થળ છે ફેમિલી સાથે અહીં જઈ શકાય છે. ડેમ પાસે પહોંચતા જ એક એન્ટ્રીગેટ બનાવવામાં આવેલ છે. ગેટ પાર કરીને ડેમ પર કિનારે કિનારે ખૂબ જ સરસ રસ્તો બનાવવામાં આવેલ છે આ રસ્તો પૂરો થાય ત્યાં ડેમ પરથી પાણીનો આઉટ ફલો મોટા ધોધ વડે નીચે નદીમાં પડે છે અને તેનો નજારો પણ ખૂબ જ મનમોહક જોવા મળે છે. નીચે જવા માટે અહીં પગથિયાં બનાવેલ છે. ચોમાસામાં અહીં પાણીનું પ્રમાણ વધારે હોવાથી પાણી માં ઊતરવું હિતાવાહક નથી. તેમ જ નાહવા પડવું નહીં કારણ કે ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ વધારે હોય તો અચાનક પાણીની સપાટી વધી જાય છે અને આકસ્મિક ઘટનાઓ બને છે. ડેમના આઉટ ફલો પાસે કાંઠા પર ઉભા રહી શકો છો પણ ખૂબ જ સાવધાની પૂર્વક અહીં જવું ત્યાંથી તમને સુંદર નજારો જોવા તો મળશે જ પરંતુ ફોટોગ્રાફી કરતી વખતે સાવચેતી રાખવી. શિયાળા અને ઉનાળામાં પણ અહીં પાણીનો પ્રવાહ ચાલુ રહે છે.
એન્ટ્રીગેટ ની પાસેથી એક રસ્તો જમણી બાજુ ટેકરી ઉપર લઈ જાય છે ત્યાં બેસવા માટે વ્યવસ્થિત બાકડા અને બાંધકામ કરવામાં આવેલ છે. હાલ તુટેલ તુટેલ ઝૂંપળીઓ પણ અહીં ઉપર જોવા મળે છે. ટેકરી પરથી આખો ડેમ અને આજુબાજુ નો વિસ્તાર જોઈ શકાય છે અહીં સાફ-સફાઈ પર પૂરતું ધ્યાન આપવામાં ન આવતું હોવાથી ગંદકીનું પ્રમાણ જોવા મળે છે. આ ઉપરાંત અહીં લોકો નાસ્તો કે જમવાનું લઈને આવે ત્યારે ગમે ત્યાં કચરો ફેકતા જોવા મળે છે જેને લઈને ગંદકી ખૂબ જ અહીં થાય છે.
ડેમની પાસે નાસ્તા પાણીની નાની નાની દુકાનનો આવેલ છે એટલે અહીં નાસ્તો અને પાણી મળી રહે છે. તેમ છતાં સાથે લઈ જવો હિતાવહ છે અહીં રાત્રી રોકાણની કોઈ વ્યવસ્થા નથી.
આજુબાજુ જોવા જેવા સ્થળો
1. સોનગઢ કિલ્લો 18 કી.મી
2. ગિરિમાળા વોટરફોલ 45 કિ.મી
3. ઉકાઈ ડેમ 50 કી.મી
4. ગૌમુખ મંદિર અને વોટરફોલ 18 કિમી
5. મેઢા વોટરફોલ 23 કી.મી
લોકેશન
https://maps.app.goo.gl/vYywMqo547hErGQN9
----------------------------------------------------------------------------------------------
ગુજરાતના બીજા સ્થળો વિશે વાંચો
👇👇👇👇
https://gujjumusafirsolo.blogspot.com/p/blog-page.html
---------------------------------------------------------------



