વિદેશ ભણવા જતાં પહેલા ધ્યાનમાં રાખવા જેવા મહત્વપૂર્ણ મુદ્દા:

 વિદેશ ભણવા જતાં પહેલા ધ્યાનમાં રાખવા જેવા મહત્વપૂર્ણ મુદ્દા:



સામાન્યપણે સ્ટુડન્ટ્સ આગળ ભણવા માટે અવિકસિત અને વિકસતા દેશોમાંથી વિકસિત દેશોમાં જતાં હોય છે. કોઈપણ દેશમાં ભણવા જતાં પહેલાં સ્ટુડન્ટે ઘણાં બધાં પાસાઓને ધ્યાનમાં લેવા જરૂરી છે. ક્યા દેશમાં ભણવા જવું છે તે નક્કી કરવા માટે નીચેના પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.


વૈશ્વિક અનુમોદન


તમે જે દેશમાં ભણવા માંગો છો તે દેશની ડિગ્રીની બીજા દેશોમાં શું વેલ્યુ છે? ભણીને પાછા આવ્યા પછી પોતાનાં દેશમાં જોબ મેળવવા માટે આ દેશની ડિગ્રી ધ્યાનમાં લેવાશે ? તેને કેટલું મહત્ત્વ મળશે ? જોબ મેળવવામાં કેટલો ફાયદો થશે? આ બધા જ સવાલોના જવાબ મેળવીને જે-તે દેશમાં ભણવા જવાનું પસંદ કરવું જોઈએ. 


કૉલેજ કે યુનિવર્સિટીની પસંદગી 


        કોલેજ કે યુનિવર્સિટી પસંદ કરતા પહેલાં પણાં મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ. સૌ પ્રથમ તો એ ગવર્નમેન્ટ યુનિવર્સિટી છે કે પબ્લિક યુનિવર્સિટી છે. કોલેજનું રેન્કિંગ  કેટલું છે એ ભધું જોઈ લેવું જોઈએ. તેમાં કેટલા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ભળે છે તે પણ જોઈ લેવું જોઈએ. એના પરથી ખ્યાલ આવશે કે આંતરરાષ્ટ્રીય બજારમાં આ યુનિવર્સિટી કે કૉલેજને કેટલી માન્યતા મળેલી છે?


શૈક્ષણિક લાયકાત


દરેક સ્ટુડન્ટે પોતાની શૈક્ષણિક લાયકાત પ્રમાણે કૉલેજ કે યુનિવર્સિટીની પસંદગી કરવી જોઈએ. જો કોઈ સ્ટુડન્ટ કે જેને TELTS કે TOEFL માં સ્કોર ઓછો છે અને તે સારી કે બહુ જ સારી યુનિવર્સિટી પસંદ કરશે તો તેને એડમિશન મળશે જ નહીં. કારણ કે તે જે-તે યુનિવર્સિટી કે કોલેજનાં ક્રાયટેરિયામાં એલીજિબલ જ નહીં થાય. બીજું કોર્સ પસંદ કરવામાં પોતાની શૈક્ષણિક લાયકાત જોઈને પસંદ કરવો જોઈએ. જો કોઈ વિદ્યાર્થી એન્જિનિયરિંગ કર્યા પછી હેલ્થકેરનો કોર્સ સિલેક્ટ કરે તો તેને વિઝા મેળવાની શક્યતાઓ નહીંવત થઈ જશે. 


શૈક્ષણિક ખર્ચ


        કોઈપણ સ્ટુડન્ટ વિઝામાં શૈક્ષણિક ખર્ચ અત્યંત મહત્ત્વનું પરિબળ છે. દા.ત. અમેરિકામાં વાર્ષિક ૧૦૦૦૦ યુ.એસ. ડોલરથી લઈને ૫૦૦૦૦ યુ.એસ. ડોલર સુધી ફી એક જ કોર્સ માટે હોઈ શકે છે. તમે કેવી યુનિવર્સિટી પસંદ કરો છો? પ્રાઈવેટ છે કે સ્ટેટ યુનિવર્સિટી છે, તેનું રેન્કિંગ કેવું છે? તે પ્રમાણે જુદી જુદી યુનિવર્સિટી પસંદ કરો છો ? શૈક્ષણિક ખર્ચ પણ ધ્યાનમાં લેવો જોઈએ. સામાન્ય રીતે અમેરિકામાં સ્ટુડન્ટ પેઈંગ ગેસ્ટ તરીકે રહેતાં હોય છે. જેનો મહિનાનો ખર્ચ આશરે ૩૦૦ થી ૪૦૦ યુ.એસ. ડોલર જેટલો આવતો હોય છે. સ્ટુડન્ટ યુનિવર્સિટીની નજીકમાં ન રહેતો હોય તો ટ્રાન્સપોર્ટ ખર્ચ ખૂબ જ મોંઘો પડે છે, કારણ કે યુ.એસ.એ.માં પણા શહેરોમાં જાહેર પરિવહન નથી હોતું માટે ટેક્સી જ લેવી પડે, જે ખૂબ જ મોંધી હોય છે.


વિદ્યાર્થીએ પોતાની અને પોતાના મા-બાપની આર્થિક પરિસ્થિતિ જોઈનેજ યુનિવર્સટી કે કોલેજની પસંદગી કરવી જોઈએ.


પસંદગીના જુદા જુદા વિકલ્પો


સ્ટુડન્ટને પસંદગી માટે જુદા જુદા વિકલ્પો ઉપલબ્ધ હોય છે. દા.ત.એમ.બી.એમ.માંજ ફાઈનાન્સ, માર્કેટિંગ, ઈન્ટરનેશનલ બિઝનેસ જેવાં જુદા જુદા પસંદગીના વિકલ્પો હોય છે. સ્ટુડન્ટે પોતાની મર્યાદા મુજબ પસંદગી કરવી જોઈએ.


પ્રેક્ટિકલ ટ્રેનિંગ


ઘણી યુનિવર્સિટીમાં કોર્સમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગનો પણ સમાવેશ કરવામાં આવે છે. પણી યુનિવર્સિટી સેન્ડવીચ પ્રોગ્રામ પણ ચલાવતી હોય છે. સેન્ડવીચ કોર્સમાં પહેલા ૨ વર્ષ સ્ટડી કર્યા પછી ૧ વર્ષની પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં કોઈ કંપનીમાં જોબ કરવાની હોય છે અને પછી ચોથા વર્ષમાં ફરીથી ગ્રેજયુએશન કોર્સ ચાલુ થાય છે. સ્ટુડન્ટે પોતાના માટે આવા કોર્સ પસંદ કરવા જોઈએ. કારણ કે વાસ્તવિક જીવનમાં થિયરી કરતાં પ્રેક્ટિકલ કોર્સ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.


વૈવિધ્યતાથી સભર કૉલેજની પસંદગી


ભણવા માટે જુદાં જુદાં દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓ વધારે હોય તેવી યુનિવર્સિટી પસંદ કરવી જોઈએ, કારણ કે એક જ બેચ માં જુદી જુદાં દેશનાં સ્ટુડન્ટ્સ ભણતા હોય તો તેમની વચ્ચે સાંસ્કૃતિક અને સામાજિક આદાન-પ્રદાન થાય અને એના લીધે સ્ટુડન્ટનો દષ્ટિકોણ બહોળો થાય છે.


સપોર્ટ સર્વિસીઝ


મોટા ભાગની યુનિવર્સિટી સ્ટુડન્ટ સપોર્ટ સર્વિસીઝ ચલાવતી હોય છે. ખાસ કરીને સ્ટુડન્ટ ઘણી વખત ડિપ્રેશનમાં આવી જાય છે. કારણ કે શરૂઆતમાં તેને હોમ સિકનેસ હોય છે. નવા જ દેશમાં જુદા માહોલમાં રહેનારાં સ્ટુડન્ટને ડિપ્રેશનમાંથી બહાર કાઢવામાં આ સપોર્ટ સર્વિસીઝ મદદ કરે છે.


આર્થિક સહાય


લગભગ દરેક યુનિવર્સિટીની પોતાની સ્કોલરશિપની સ્કીમ હોય છે. દરેક યુનિવર્સિટીના યોગ્યતાના માપદંડ અલગ અલગ હોય છે. ઘણી યુનિવર્સિટી આર્થિક ખર્ચને પહોંચી વળવા મદદ પણ આપતી હોય છે. દા.ત. ટ્યુશન ફીના ઈન્સ્ટોલમેન્ટ, પેમેન્ટની સગવડ વગેરે. ઘણી યુનિવર્સિટી બીજી સ્કોલરશિપ આપતી સંસ્થાઓ સાથે જોડાયેલી હોય છે અને આ સંસ્થાઓ દ્વારા પણ સ્કોલરશિપનો લાભ સ્ટુડન્ટ લઈ શકે છે.


વર્ક પરમિશન


સ્ટડી દરમિયાન અને સ્ટડી પછીની વર્ક પરમિશન સ્ટુડન્ટના ભણવાનો ખર્ચ ઘણો ઓછો કરી શકે છે. દુનિયાના લગભગ બધા જ દેશોમાં સ્ટુડન્ટને વિકલી ૨૦ કલાક કામ કરવાની છૂટ હોય છે. સિંગાપુર જેવા દેશમાં સ્ટુડન્ટને સ્ટડી દરમિયાન કામ કરવાની છૂટ નથી. સામાન્યપણે સ્ટુડન્ટને વેકેશનમાં ફુલટાઈમ અને ભણતર દરમિયાન ૨૦ કલાક કામ કરવાની છૂટ હોય છે. યુ.કે.માં માત્ર વિશ્વસનીય યુનિવર્સિટીમાં ભણતો સ્ટુડન્ટ ૨૦ કલાક કામ કરી શકે છે. બાકીની કોલેજોમાં સ્ટુડન્ટને માત્ર અઠવાડિક ૧૦ કલાક જ કામ કરવાની છૂટ મળે છે.

આ જુવો એકવાર .....