"ટ્રેકિંગ" એટલે શું...? ભાગ:- 02

 "ટ્રેકિંગ" એટલે શું...?...વારંવાર સંભળાતો શબ્દ 

                                                              ભાગ:- 02



  ( માહિતી સારી લાગે તો ફોલો અને લાઈક કરવાનુ નહીં ભૂલતા )
દરિયાકાંઠનું ટ્રેકિંગ વરસાદનો સમય બાદ કરતા રાત્રે અને દિવસે એમ ગમે ત્યારે કરી શકાય છે. દરિયાકાંઠે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ 8-10 કિમીનું ટ્રેકિંગ ગુજરાતના કેટલાય દરિયાકાંઠે લોકો કરી રહયા છે. દરિયાકાંઠાનું ટ્રેકિંગ ગોઠવતી વખતે બે બાબતો ધ્યાનમાં રાખી શકાય છે. એક છે વરસાદી વાતાવરણ વખતે ટ્રેકિંગ ના કરવું અને બીજું ભરતી ઉતરવાની શરુઆત હોય ત્યારે ટ્રેકિંગ શરુ કરવું. ગુજરાતમાં ભાવનગરના દરિયાકાંઠે કેટલાક લોકો આ પ્રકારના આયોજન કરે છે, આ ઉપરાંત જામનગર પાસે નરારા ખાતે દરિયાની અંદર 5-6 કીમી વિસ્તારમાં પાણી ઉતરી ગયા પછી એક ફુટ જેટલું પાણી ભરાય રહે છે. આ પાણીમાં ચાલતા ચાલતા દરિયાઈ જીવ સૃષ્ટી પણ જોવા મળે છે અને ટ્રેકિંગની મજા પણ માણી શકાય છે. દરિયાકાંઠનું ટ્રેકિંગ બે દિવસ - એક રાત્રિનું જ કરી શકાય છે. લાંબું ટ્રેકિંગ કંટાળાજનક નીવડે છે. આ પ્રકારના ટ્રેકિંગમાં યોગ્ય પરમિશન મેળવીને દરિયાકાંઠે ટેન્ટ નાખીને એક રાતનું કેમ્પિંગ પણ કરી શકાય છે.

રણમાં ટ્રેકીંગ કરવાનો ક્રેઝ પણ વર્તમાન સમયમાં ખૂબ જ પ્રસરી રહયો છે. ગુજરાતમાં રણમાં ટ્રેકિંગ અને કેમ્પીંગ માટે લગભગ નહિવત આયોજનો થાય છે. જો કે રાજસ્થાનના જેસલમેર ખાતે ટ્રેકીંગ, કેમ્પીંગ અને સાથોસાથ રણોત્સવની મજા લઈ શકાય એવું આયોજન થાય છે. આ ઉપરાંત કચ્છનું નાનું રણ ટ્રેકિંગ સાઈટ તરીકે સારી રીતે વિકસી શકે એમ છે, પણ અહીં લોકો ટ્રેકિંગ કરવા ઓછા અને પક્ષીઓની ફોટોગ્રાફી અને કેમ્પીંગ કરવા વધારે આવે છે. અહીં નોંધવું રહયું કે રણમાં ટ્રેકિંગ કરવા માટેનો શ્રેષ્ઠ સમયગાળો શિયાળાની ઋતું જ છે.

નદિ કિનારે અને નદિમાં ટ્રેકીંગ સાંભળવામાં સરખું લાગે પણ બંને તદન અલગ છે. આપણા દેશમાં કેટલીય મોટી નદિઓ અને નદિઓના કાંઠે અસંખ્ય તીર્થસ્થાનો આવેલા છે. આ નદિઓના કિનારા સરસ ટ્રેકિંગ સાઈટ તરીકે વિકસાવી શકાય છે. ગુજરાતમાં નર્મદા નદિનો કાંઠો ઉત્તમ ટ્રેકિંગ સ્પોટ છે. નદિના કાંઠે કયાંક ખડકો તો કયાંક કોતરો હોય છે અને કયાંક સમતળ જમીન હોય છે. એટલે ટ્રેકિંગ રુટમાં કેટલાય અલગ અલગ અનુભવ મેળવી શકાય છે. બીજું ટ્રેકિંગ છે નદિની અંદર ટ્રેકિંગ. સાંભળવામાં થોડુંક અજીબ અને ડરામણું લાગે પણ છેલ્લા 1-2 વર્ષથી સાઉથના રાજયોમાં આ પ્રકારના ટ્રેકિંગનો ટ્રેન્ડ શરું થયો છે. વરસાદની સિઝન પુરી થયા બાદ તમિલનાડું - કેરાલા રાજયોની નદિઓમાં કમર સુધીના પાણીમાં લોકો ટ્રેકિંગ કરવા જાય છે. જો કે આ પ્રકારનું ટ્રેકિંગ ખુબ જ ટૂંકું હોય છે અને અમુક વખત પાણીના જીવજંતુઓનો પણ ભય રહે છે. આ બંને પ્રકારના ટ્રેકિંગનું આયોજન એક દિવસીય કરી શકાય છે. વધારે દિવસો આપવાને કોઈ અવકાશ નથી.

ક્રમશ ભાગ 3 માં આગળ

અલગ અલગ સ્થળની માહિતી માટે
કિલક કરો અને ફોલો / subscrib
           👇👇👇