"ટ્રેકિંગ" એટલે શું...?...વારંવાર સંભળાતો શબ્દ
ભાગ:- 03
( માહિતી સારી લાગે તો ફોલો અને લાઈક કરવાનુ નહીં ભૂલતા )
જંગલ ટ્રેકિંગ એટલે જંગલમાં કરવામાં આવતું ટ્રેકિંગ - કેમ્પીંગ છે. જંગલ આપણને દરેક જગ્યાએ જોવા મળે છે. જંગલમાં અમુક પ્રકારના પ્રાણીઓ, વનસ્પતિઓ, ઝરણાઓ વગેરે વસ્તુઓ જોવા મળે છે. જંગલ ટ્રેકિંગમાં 5-50 કીમીનો રુટ ટ્રેકિંગ માટે પસંદ કરી શકાય છે. ગુજરાતમાં કેટલી જગ્યાએ જંગલો આવેલા છે. જેમાં અમુક જંગલોમાં રાત્રિ રોકાણ પર પ્રતિબંધ છે. જો કે ભારતના અન્ય જંગલો કે જેમાં હિંસક પ્રાણીઓ નહિવત છે એવા જંગલો રાત્રિ રોકાણ અને ટ્રેકિંગ માટે ખુલ્લા છે. ગુજરાતમાં ડાંગ, ગિરનાર, બરડા, પોલો, બાકોર જેવી અસંખ્ય જંગલ ટ્રેકિંગ સાઈટ આવેલી છે. જયાં સવારથી સાંજ સુધીનું ટ્રેકિંગ કરવાની મંજુરી છે. જંગલમાં ટ્રેકિંગ માટે શિયાળો અને ચોમાસાની ઋતુ સૌથી સારો સમય છે.
પહાડોમાં ટ્રેકિંગ અને પર્વતારોહણ આ બંને વસ્તું તદન અલગ છે. ઘણા લોકો આ બંને વસ્તુંને એક જ નજરથી જોતા હોય છે. પહાડોમાં ટ્રેકિંગ માટે ગુજરાતમાં ટ્રેકિંગ સાઈટ નહિવત છે. ગિરનાર, ચોટીલા, પાવાગઢ, કાળો ડુંગર વગેરે પહાડો આવેલા છે પણ એમાં ટ્રેકીંગ નથી કરી શકાય એમ. આ બધા પહાડો પર ધાર્મિક સ્થાનો આવેલા છે જેના માટે પગથિયા અને રોપ વેની સુવિધાઓ છે. જો કે ભારતમાં હિમાલય, મહારાષ્ટ્રના કિલ્લાઓ, મુન્નાર, કોડાઈકેનાલ વગેરે જેવા અગત્યના ટ્રેકિંગ સ્થળો આવેલા છે. હિમાલય એટલે કશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, નોર્થ - ઈસ્ટના રાજયો વગેરેમાં હિમાલયની પહાડીઓ પથરાયેલી છે. હિમાલયની પહાડીઓમાં 3-8 દિવસના ટ્રેકિંગનું આયોજન કરી શકાય છે. જેમાં મહત્તમ 15 હજાર ફુટની ઉંચાઈ સુધી જઈ શકાય છે. ત્યાર બાદની ઉંચાઈ સુધી જવા માટેનું ક્ષેત્ર પર્વતારોહણ કહેવાય છે. જેમાં મજબૂત શારીરીક શક્તિ ઉપરાંત અમુક પ્રકારના સાધનોની મદદ લેવી પડે છે. હિમાલયની પહાડીઓમાં અત્યારે કેટલીય સંસ્થાઓ અને પ્રાઈવેટ કંપનીઓ ટ્રેકિંગના આયોજન કરે છે. હિમાલયમાં અમુક ક્ષેત્રોમાં બારેમાસ ટ્રેકિંગ કરી શકાય છે તો અમુક જગ્યાઓ શિયાળામાં ભારે હિમવર્ષાને પગલે બંધ કરી દેવાય છે. મહારાષ્ટ્રના કિલ્લાઓ અને સાઉથના રાજયોમાં બારેમાસ ટ્રેકિંગ કરી શકાય છે પણ ચોમાસાની ઋતું લોકોને સૌથી વધારે લોકોને આકર્ષે છે. ઉપરાંત ગોવાના જંગલો પણ ટ્રેકિંગ અને કેમ્પીંગ માટે ખુબ જ વિખ્યાત છે.
તો મિત્રો આ હતી ટ્રેકિંગ અંગેની થોડીક જાણકારી. જેમાં તમે તમારા સમય અને શારિરીક ક્ષમતા મુજબ ટ્રેકિંગનું આયોજન કરી શકો છો. વર્તમાન સમયમાં ટ્રેકિંગ માટેના આયોજન કરતી અસંખ્ય એજન્સીઓ સોશિયલ મીડીયા અને ઈન્ટરનેટના માધ્યમથી જ પોતાનો બિઝનેસ ચલાવે છે. જેમાં તમે તમારી અનુકૂળતા મુજબ પ્લાનિંગ કરીને બુકીંગ કરાવી શકો છો. થોડો ઘણો અનુભવ લીધા બાદ તમે તમારી રીતે પણ આયોજન ઘડી શકો છો. યાદ રહે કે ટ્રેકિંગમાં રીસોર્ટ કે મોંઘીદાટ હોટલો અને એસી કાર જેવી સુવિધાઓ નથી હોતી, પણ ટ્રેકિંગમાં તમે કુદરતના નયનરમ્ય સૌંદર્યને ચોક્કસ માણી શકો છો.
જયાં વાહન પહોંચે ત્યાં કુદરતી સૌંદર્ય નથી હોતું અને જયાં કુદરતી સૌંદર્ય હોય ત્યાં વાહન નથી પહોંચી શકતું.

અલગ અલગ સ્થળની માહિતી માટે
કિલક કરો અને ફોલો / subscrib
👇👇👇