જટાયુ શિલ્પ, કેરળ
( માહિતી સારી લાગે તો ફોલો અને લાઈક કરવાનુ નહીં ભૂલતા )
👉 કેરળના પાટનગર થિરુવાન્નતપુરામ થી 50 કિમિ ના અંતરે આવેલ છે જટાયૂપારા....
ત્યાં પશ્ચિમી ટેકરી પર રામાયણના ગીધરાજ જટાયુનું શિલ્પ બનાવવામાં આવેલ છે. રામાયણ માં ઉલ્લેખ છે તે પ્રમાણે સીતાજીના રાવણ દ્રારા કરવામાં આવેલ અપહરણ વખતે સીતાજીના મદદ માટેની પોકાર સાંભળી ને વૃદ્ધ જટાયુ તેની મદદ માટે આવેલ. રાવણ ની તલવાર દ્રારા એક જ પહાર થી તેની ડાબી પાંખ કાપી નાખવામાં આવે છે અને જટાયુ જમીન પર પટકાય છે. તે આજ નું કેરળનું કોલ્લમ જિલ્લાનું જટાયુ મંગલમ (ચડાયમંગલમ) જ્યાં 1000 ફૂટ ઊંચી ટેકરી છે જેનું નામ છે જટાયુપારા .... ત્યાં આવેલ છે જટાયુ નું શિલ્પ....
મજાની વાત તો એ છે કે તેની ડાબી આંખ થી સૂર્યોદય જોઈ શકાય છે અને જમણી આંખ દ્રારા સૂર્યાસ્ત જોઈ શકાય છે. શિલ્પની આંખોમાંથી પણ સુંદર દર્શયો જોઈ શકાય છે. ટેકરી પરથી પેનોરોમિક દર્શય નો નજારો માણી શકાય છે.....તેની આજુબાજુ જંગલો આવેલ છે જે કુદરતી પ્રેમીઓ અને ટ્રેકરો માટે સુંદર સ્થળ છે.
➖➖➖➖➖➖➖➖➖➖
👉 આ સ્થળ ચાર ભાગમાં વહેંચાયલ છે 26.30 હેક્ટરમાં પથરાયેલ છે .
1. જટાયુ રોક હિલ
2. એડવેન્ચર રોક હિલ
3. એલીફન્ટ રોક હિલ
4. કિચન રોક હિલ
➖➖➖➖➖➖➖➖➖➖
👉 ક્યારે જવું....
શિયાળામાં અને ચોમાસામાં જઇ શકાય છે.
➖➖➖➖➖➖➖➖➖➖
👉 કેવી રીતે જવું ?
અમદાવાદ , વડોદરા , સુરત અને મુંબઈ થી સીધી ટ્રેન કોલ્લમ જંકશન સુધી જાય છે.
થિરુવાન્નતપુરામ વિમાન મથક છે.
કોલ્લમ જંકશન થી ખાનગી વાહન દ્રારા કે બસ દ્રારા જટાયુ શિલ્પ પહોંચી શકાય છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
👉 ક્યાં રોકાવું...
એલીફન્ટ રોક હિલ તેમજ કિચન રોક હિલમાં રોકાણ કરી શકાય છે. તેમજ હોટેલ, હોમ સ્ટે ની માહિતી કેરળ ટુરિઝમ ની વેબસાઈટ પર થી પણ
મળી શકે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
👉 શિલ્પ સવારે 10 થી સાંજે 5 સુધી ખુલ્લું હોય છે.
ટીકીટના દર , હેલિકોપ્ટર રાઈડ, રોપ વે વગેરે જટાયુ શિલ્પની વેબસાઈટ પર થી માહિતી મળી શકે છે.
www.jatayuearthscenter.com
ત્યાં પશ્ચિમી ટેકરી પર રામાયણના ગીધરાજ જટાયુનું શિલ્પ બનાવવામાં આવેલ છે. રામાયણ માં ઉલ્લેખ છે તે પ્રમાણે સીતાજીના રાવણ દ્રારા કરવામાં આવેલ અપહરણ વખતે સીતાજીના મદદ માટેની પોકાર સાંભળી ને વૃદ્ધ જટાયુ તેની મદદ માટે આવેલ. રાવણ ની તલવાર દ્રારા એક જ પહાર થી તેની ડાબી પાંખ કાપી નાખવામાં આવે છે અને જટાયુ જમીન પર પટકાય છે. તે આજ નું કેરળનું કોલ્લમ જિલ્લાનું જટાયુ મંગલમ (ચડાયમંગલમ) જ્યાં 1000 ફૂટ ઊંચી ટેકરી છે જેનું નામ છે જટાયુપારા .... ત્યાં આવેલ છે જટાયુ નું શિલ્પ....
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉 200 ફૂટ લાબું , 150 ફૂટ પહોળું અને 70 ફૂટ ઊંચાઈ ધરાવે છે. આ શિલ્પ બનાવવામાં મહત્વ નો ફાળો રાજીવ અંચલ નામની વ્યક્તિનો છે. 139.54 ચોરસ મીટર શિલ્પની અંદર વાપરવા લાયક જગ્યા રાખી છે. પાંચ ભાગમાં સંગ્રહાલય બનાવામાં આવેલ છે અને એક 6D થિયેટર બનાવવામાં આવેલ છે. જટાયુ નું ધડ,ગરદન, મસ્તક, ચાંચ , આંખ,પગ નહોર પણ ચોક્કસ માપ થી બનવામાં આવેલ છે. મજાની વાત તો એ છે કે તેની ડાબી આંખ થી સૂર્યોદય જોઈ શકાય છે અને જમણી આંખ દ્રારા સૂર્યાસ્ત જોઈ શકાય છે. શિલ્પની આંખોમાંથી પણ સુંદર દર્શયો જોઈ શકાય છે. ટેકરી પરથી પેનોરોમિક દર્શય નો નજારો માણી શકાય છે.....તેની આજુબાજુ જંગલો આવેલ છે જે કુદરતી પ્રેમીઓ અને ટ્રેકરો માટે સુંદર સ્થળ છે.