ચાલો રણના નાના પ્રવાસે
( માહિતી સારી લાગે તો ફોલો અને લાઈક કરવાનુ નહીં ભૂલતા )
થોડું જાણીએ...
1965 અને 1971 ના ભારત પાકિસ્તાન ની યુદ્ધ ભૂમિ બનેલ જેસલમેરનું થર રેગીસ્તાન...
આ બંને યુદ્ધ ની યાદો તાજી કરાવતા સ્મારકો લોંગેવાલા તેમજ તનોટ ખાતે ઉભા કરવામાં આવેલ છે. જેના પર થી બોડર મુવી બનવામાં આવેલ હતું.. આજે પણ પાકિસ્તાન ની હારના નિશાનો ત્યાં જોવા મળે છે.
તનોટ...
પાકિસ્તાન સરહદ થી 20 કિમીના અંતરે આવેલ ગામ... રાજા ભાટી તનુરાવજી એ વિક્રમ સંવત 847માં તનોટ ગઢ ની સ્થાપના કરી હતી.ત્યાં તનોટ માતાનું મંદિર પર આવેલ છે. તેની સાથે અનેક કથાઓ , દંતકથાઓ જોડાયેલ છે. 1965માં પાકિસ્તાન દ્રારા અનેક તોપ ના ગોળાઓ ફેંકવામાં આવિયા મંદિર પર પડેલ અનેક ગોળાઓમાં થી એક પણ ગોળો ફૂટીયો નહીં. જેની સંખ્યા 450 જેટલી હતી તે બધાનું સુરસુરીયું થઈ ગયું હતું.....આજે પણ તે ગોળાઓ ત્યાં જોવા મળે છે....
લોંગેવાલા
તનોટ થી લોગેવાલાનું અંતર 62 કિમિ છે. જે થરના રણમાં વસેલ ગામ છે . અહીં 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે જોરદાર જંગ ખેલાયો હતો. તે સમય દરમિયાન ત્યાંની ભારતની પંજાબ રેજેમેન્ટની 23 મી બટાલિઅન ના 120 સૈનિકો જ હતા જેની સામે ભારે તોપો અને ચાલીસ ટેંકો સાથે પાકિસ્તાન ના હજારો સૈનિકો હતા . મેજર કુલદીપસિંહ અને વીર જવાનો પુરી રાત પાકિસ્તાન સામે લડીયા અને 120 જવાનો એ હજારો પાકિસ્તાની સૈનિકો ને ધૂળ ચાટતા કરી દીધા હતા. વહેલી સવારે આપણી વાયુસેના એ બાકી વધેલ કામ કરીને પાકિસ્તાન ની સેના ને તેની નાની યાદ અપાવી દીધી હતી. જ્યાં વિજયની યાદગીરી માટે યુદ્ધ સ્મારક બનવામાં આવેલ છે. પાકિસ્તાનની સેનાઓ ટેંકો , તોપો અને ગાડીઓ મૂકીને ભાગી ગયેલ હતી તે દરેક વસ્તુઓ રાખવામાં આવેલ છે જેની ફોટોગ્રાફી પણ કરી શકાય છે. અને આપણી સેના દ્રારા વાપરવામાં આવેલ શસ્ત્રો પર જોવા માટે મુકેલ છે. અહીં થી પાકિસ્તાન બોડર માત્ર 10 કિમીના અતરે આવેલ છે.
સમ ગામ
રણ માં વસેલ ગામ એટલે સામ ગામ...
અહીં ટેન્ટ માં રાત વાસો કરવાની પણ અલગ મજા છે. કેમલ સફારી , જીપ સફારી અને રણ ની થ્રિલર સફરનો આનંદ માણી શકાય છે. સૂર્યાસ્ત દરમિયાન સોનેરી રેતી નો જોવાનો નજારો તો કંઈક અલગ જ છે... રાત્રી અહીં સુંદર આયોજન સાથે ઉભા કરવામાં આવેલ તંબુ માં રહી અને રાત્રી દરમિયાન રાજસ્થાની નૃત્યનો નજારો માણી શકાય છે. રાત્રી દરમિયાન આકાશ તો અલગ જ જોવા મળે છે.
જોવા જેવા સ્થળો....
શુ માણવાનું ?
ક્યારે જવું...
ઉનાળા ને બાદ કરતાં જઇ શકાય. વધારે સારો સમય નવેમ્બર થી ડિસેમ્બર
પ્રવાસ સમય - 3 થી 4 દિવસ
કેવી રીતે જઇ શકાય...
જેસલમેર સુધી ટ્રેન અથવા વિમાન દ્રારા અને ત્યાર બાદ ત્યાં થી પ્રાઇવેટ ટેક્સી કરીને ફરી શકાય..
આટલું ખાસ ધ્યાન રાખો...
1. આધારકાર્ડ, લાઇસન્સ કે અન્ય ભારત સરકારના આઈડી પૃફમાંથી એક સાથે રાખવું.
2. ત્યાંની કોઈ અલગ થી પરમિશન લેવાની રહેતી નથી.
3. પાણીની બોટલો અને જરૂરી નાસ્તો
4. રણમાં ચાલી શકાય તેવા સારા બુટ
5. વ્યવસ્થિત પુરા શરીર ને રક્ષણ આપતા કપડાં.
6. રાત્રી દરિમયાન ઠંડી પ્રમાણ ઘણીવાર વધારે હોવાથી જરૂર લાગે તો સ્વેટર લેવું.
7. ટોર્ચ અને જરૂરી દવાઓ.
8. જેસલમેર થી જ સરકાર દ્રારા પ્રમાણિત કરેલ એક ગાઈડ સાથે લઈ શકાય છે.

રાજસ્થાનની સોનેરી નગરી તરીકે જેસલમેર ઓળખવામાં આવે છે.ત્યાં અનેક વિવિધ કિલ્લાઓ આવેલ છે તે ઉપરાંત ગડીસર સરોવર અને ભવ્ય હવેલીઓ જોવાનો આણંદ માણી શકાય છે.
જેસલમેર માં રહેવા માટે વિવિધ બજેટ પ્રમાણે ની હોટેલ મળી રહે છે.

રામગઢ
જેસલમેર થી 68 કિમીના અંતરે રામગઢ થી બે રસ્તો ફાટે છે એક લોગેવાલા અને બીજો તનોટ બોડર તરફ જાય છે. રામગઢ માં સવારનો નાસ્તો કરી શકો છે...બોડર ફિલ્મનો એક ડાયલોગ પાકિસ્તાન મેજર મુસ્તફા બોલે છે કે આપણે સવારનો નાસ્તો રામગઢ , બપોરનું જમવાનું જેસલમેર અને રાત્રી ભોજન જોધપુરમાં કરીશું પણ તેનું સ્વપ્નું સ્વપનું રહી ગયું...આપના સૈનિકોએ વીરતા દાખવીને તેનું સ્વપનું રોળી નાખીયું ... વહેલી સવારે નકળીને રામગઢ પોચીને નાસ્તો કરી શકાય છે.
રસ્તોની બને બાજુ રેતીઓના ઢગલો જોવા મળશે અને ક્યાંક આપના સેનાના છુપા બંકરો જોવા મળે છે.
જેસલમેર થી 68 કિમીના અંતરે રામગઢ થી બે રસ્તો ફાટે છે એક લોગેવાલા અને બીજો તનોટ બોડર તરફ જાય છે. રામગઢ માં સવારનો નાસ્તો કરી શકો છે...બોડર ફિલ્મનો એક ડાયલોગ પાકિસ્તાન મેજર મુસ્તફા બોલે છે કે આપણે સવારનો નાસ્તો રામગઢ , બપોરનું જમવાનું જેસલમેર અને રાત્રી ભોજન જોધપુરમાં કરીશું પણ તેનું સ્વપ્નું સ્વપનું રહી ગયું...આપના સૈનિકોએ વીરતા દાખવીને તેનું સ્વપનું રોળી નાખીયું ... વહેલી સવારે નકળીને રામગઢ પોચીને નાસ્તો કરી શકાય છે.
રસ્તોની બને બાજુ રેતીઓના ઢગલો જોવા મળશે અને ક્યાંક આપના સેનાના છુપા બંકરો જોવા મળે છે.
પાકિસ્તાન સરહદ થી 20 કિમીના અંતરે આવેલ ગામ... રાજા ભાટી તનુરાવજી એ વિક્રમ સંવત 847માં તનોટ ગઢ ની સ્થાપના કરી હતી.ત્યાં તનોટ માતાનું મંદિર પર આવેલ છે. તેની સાથે અનેક કથાઓ , દંતકથાઓ જોડાયેલ છે. 1965માં પાકિસ્તાન દ્રારા અનેક તોપ ના ગોળાઓ ફેંકવામાં આવિયા મંદિર પર પડેલ અનેક ગોળાઓમાં થી એક પણ ગોળો ફૂટીયો નહીં. જેની સંખ્યા 450 જેટલી હતી તે બધાનું સુરસુરીયું થઈ ગયું હતું.....આજે પણ તે ગોળાઓ ત્યાં જોવા મળે છે....
લોંગેવાલા
તનોટ થી લોગેવાલાનું અંતર 62 કિમિ છે. જે થરના રણમાં વસેલ ગામ છે . અહીં 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે જોરદાર જંગ ખેલાયો હતો. તે સમય દરમિયાન ત્યાંની ભારતની પંજાબ રેજેમેન્ટની 23 મી બટાલિઅન ના 120 સૈનિકો જ હતા જેની સામે ભારે તોપો અને ચાલીસ ટેંકો સાથે પાકિસ્તાન ના હજારો સૈનિકો હતા . મેજર કુલદીપસિંહ અને વીર જવાનો પુરી રાત પાકિસ્તાન સામે લડીયા અને 120 જવાનો એ હજારો પાકિસ્તાની સૈનિકો ને ધૂળ ચાટતા કરી દીધા હતા. વહેલી સવારે આપણી વાયુસેના એ બાકી વધેલ કામ કરીને પાકિસ્તાન ની સેના ને તેની નાની યાદ અપાવી દીધી હતી. જ્યાં વિજયની યાદગીરી માટે યુદ્ધ સ્મારક બનવામાં આવેલ છે. પાકિસ્તાનની સેનાઓ ટેંકો , તોપો અને ગાડીઓ મૂકીને ભાગી ગયેલ હતી તે દરેક વસ્તુઓ રાખવામાં આવેલ છે જેની ફોટોગ્રાફી પણ કરી શકાય છે. અને આપણી સેના દ્રારા વાપરવામાં આવેલ શસ્ત્રો પર જોવા માટે મુકેલ છે. અહીં થી પાકિસ્તાન બોડર માત્ર 10 કિમીના અતરે આવેલ છે.
સમ ગામ
રણ માં વસેલ ગામ એટલે સામ ગામ...
અહીં ટેન્ટ માં રાત વાસો કરવાની પણ અલગ મજા છે. કેમલ સફારી , જીપ સફારી અને રણ ની થ્રિલર સફરનો આનંદ માણી શકાય છે. સૂર્યાસ્ત દરમિયાન સોનેરી રેતી નો જોવાનો નજારો તો કંઈક અલગ જ છે... રાત્રી અહીં સુંદર આયોજન સાથે ઉભા કરવામાં આવેલ તંબુ માં રહી અને રાત્રી દરમિયાન રાજસ્થાની નૃત્યનો નજારો માણી શકાય છે. રાત્રી દરમિયાન આકાશ તો અલગ જ જોવા મળે છે.
થોડી નજર વિડીઓમાં પણ ....
જોવા જેવા સ્થળો....
- જેસલમેર કિલ્લાઓ અને હેવીલો
- ગડીસર સરોવર
- તનોટ બોડર
- તનોટ માતાનું મંદિર
- લોગેવાલા બોડર
- 1971 વોર મેમોરિયલ
- સમ ગામ
શુ માણવાનું ?
- કિલ્લાની અડગતાઓ
- હેવલીઓ નું નિર્માણ કારીગરી
- સરોવરની સુંદરતા
- તનોટ માતાની આસ્થાના દર્શન
- વીર જવાનોની વીરતાના દર્શન
- ભારતના વિજય ની યાદો
- થર રેગીસ્તાનના રેતીના ઢુવા
- રાજસ્થાની નૃત્ય
- રાજસ્થાની વાનગીઓ
- કૅમલ સફારી
- જીપ સફારી