દયારા બુગ્યાલ ટ્રેક, ઉત્તરાખંડ

                       દયારા બુગ્યાલ ટ્રેક, ઉત્તરાખંડ



    ( માહિતી સારી લાગે તો ફોલો અને લાઈક કરવાનુ નહીં ભૂલતા )

પૂર્વભૂમિકા
પર્વતોમાં ઘાસના લીલાંછમ મેદાનોને ઉત્તરાખંડના સ્થાનિક ભરવાડો ‘ બુગ્યાલ ’ તરીકે ઓળખે છે . દયારા બુગ્યાલની ગણના ઘાસના સૌથી સુંદર મેદાનોમાં થાય છે . સમુદ્રસપાટીથી ૧૦,૦૦૦ ફીટ જેટલી ઊંચાઈ પર આવેલા તથા ઘણા મોટા વિસ્તારમાં ફેલાયેલા એ મેદાનોથી હિમાલયની પર્વતમાળાનો મનમોહક નજારો દરેક ટ્રેકર માટે યાદગાર અનુભવ હોય છે . હરિયાળા મેદાનોમાંથી તેમજ ગાઢ જંગલોમાંથી પસાર થતો ટ્રેક હિમાલયમાં નવા અથવા બિનઅનુભવી ટ્રેકર્સ માટે આદર્શ કહી શકાય .

👉ટ્રેકનો સમય : ૫ દિવસ
👉ટ્રેકનો ખર્ચ : ૯,૫૦૦ ( અંદાજિત )
👉 સારો સમય : ચોમાસા સિવાયના મહિના
👉 ટ્રેકનું આરંભસ્થળ : બારસુ , ઉત્તરાખંડ



👉કેવી રીતે પહોંચવું ?
✈️વિમાનમાર્ગે દેહરાદૂન પહોંચી ત્યાંથી બસ / ટેક્સી દ્વારા બારસુ .
🚂 રેલ મારફત હરિદ્વાર પહોંચી ત્યાંથી બસ / ટેક્સી દ્વારા બારસુ .

DAY - 1 હરિદ્વાર / દેહરાદૂનથી બારસુ
વહેલી સવારે મોટરમાર્ગે મુસાફરી શરૂ કરી સંગમચટ્ટી અને ઉત્તરકાશી થઈ બારસુ પહોંચવાનું હોય છે . માર્ગમાં ગંગા અને ભાગીરથી નદીઓનો સંગાથ મળતો રહે છે . આ બે નદીઓના ખીણ વિસ્તારોનાં મનમોહક દૃશ્યો સફરને એકદમ મજેદાર બનાવી દે છે . આઠેક કલાકે બારસુ પહોંચ્યા પછી ત્યાંથી ભાગીરથી નદીના વિશાળ ખીણપ્રદેશનો સુંદર નજારો જોવા મળશે . બારસુ પહોંચ્યા પછી સમય હોય તો આસપાસના વિસ્તારમાં ચાલવા જવું . શરીરને હિમાલયની ઊંચાઈ અને આબોહવાથી અનુકૂલન સાધવામાં તે મદદરૂપ થશે .
રાત્રિરોકાણઃ ગેસ્ટ હાઉસ અથવા તંબૂમાં


DAY - 2 : બારસુથી બારનાલા બુગ્યાલ
મુશ્કેલીની દૃષ્ટિએ મધ્યમ કહી શકાય એવો , પણ સુંદર મજાનો આજનો ટ્રેક બાંઝ અને રહોડોડેનડ્રોનના જંગલોમાંથી પસાર થશે . ટ્રેક દરમ્યાન જંગલમાં ઘણાં સ્થળેથી દ્રૌપદી કે ડંડા નામે ઓળખાતો પર્વત પણ જોવા મળશે . ઉપરાંત નાના - મોટા જળાશયો અને ઘેટાં - બકરાં ચરાવતા ભરવાડોની વસાહતો ( ડેરા ) પણ ટ્રેક દરમ્યાન જોવા મળશે .
રાત્રિરોકાણ તંબૂમાં .
ટ્રેકનું અંતર અને અવધિઃ ૫ કિલોમીટર / ૩-૪ કલાક
કેમ્પસાઇટની ઊંચાઈ : ૯,૮૦૦ ફીટ


DAY - 3 : બારનાલા - દયારા બુગ્યાલ - બારનાલા
ચીડનાં જંગલમાંથી પસાર થતા અને બે હજાર ફીટ જેટલું આરોહણ કરતા દયારા બુગ્યાલના સુંદર અને વિશાળ મેદાનોમાં પહોંચવાનું હોય છે . આ મેદાનો આસપાસનાં ગામોમાં વસતા પશુપાલકોના પાલતુ ઘેટાંબકરાં તથા ગાયોનાં ચરિયાણ છે . દયારા બુગ્યાલની સુંદરતા તો જાણે અદ્ભુત છે , પણ તે ઉપરાંત અહીંથી દેખાતો હિમાલયના પર્વતોનો ૩૬૦ ડિગ્રીનો નજારો અવિસ્મરણીય છે . દયારા બુગ્યાલમાં થોડા કલાક વીતાવ્યા પછી ત્યાંથી બારનાલા બુગ્યાલનો વળતો પ્રવાસ શરૂ કરી દેવાનો હોય છે .
રાત્રિરોકાણ બારનાલા બુગ્ધાલના તંબૂમાં .
ટ્રેકનું અંતર અને અવધિઃ ૧૨ કિલોમીટર / ૫-૬ કલાક
કેમ્પસાઇટની ઊંચાઈ : ૯,૮૦૦ ફીટ


DAY - 4 : બારનાલા બુગ્યાલથી બારસુ અને ત્યાંથી ઉત્તરકાશી
બારનાલા બુગ્યાલથી ટ્રેક કરીને બારસુ પહોંચ્યા પછી મોટરમાર્ગે ઉત્તરકાશી .
રાત્રિરોકાણ ઉત્તરકાશીમાં .


DAY - 5 : ઉત્તરકાશીથી હરિદ્વાર / દેહરાદૂન
બીજા દિવસે ઉત્તરકાશીથી મોટરમાર્ગે હરિદ્વાર અથવા દેહરાદૂન .

દાયારા બુગીયાલ વિડીયોની નજરે
👇👇👇

ટ્રેક દરમ્યાન આટલું સાથે રાખો ...
  1. ઘૂંટી / ankle સુધીના ખડતલ હાઈકિંગ શૂઝ ,
  2. પગમોજાં ( ચારથી પાંચ જોડી ) ,
  3. ગૉગલ્સ , હાથમોજાં , ટ્રેક પૅન્ટ , ટોપી , વુલન કૅપ , ફ્લીસ
  4. જૅકેટ અથવા સ્વેટર , વૉટરપ્રૂફ જૅકેટ ,
  5. ટૉવેલ , હાથરૂમાલ , રેઇનકોટ ,
  6. સનસ્ક્રીન ( 50 SPF ) , ટોઇલેટ પેપ ૨ , સેનિટાઇઝર , ડિઓડરન્ટ , સાબુ , કોલ્ડ ક્રીમ .
  7. પાવર બૅન્ક , કૅમેરા , બૅટરી ચાર્જર , એક્સ્ટ્રા બૅટરી તથા મેમરી કાર્ડ ,
  8. ટૉર્ચ હેડ લૅમ્પ , માચીસ અથવા લાઇટર , સ્વિસ નાઇફ ,
  9. વોટર બૉટલ , સૂકો મેવો , ચીકી , ચૉકલેટ્સ .
  10. આધાર કાર્ડ , જરૂરી દવાઓ , ઍલર્જી
  11. બ્લડ ગ્રૂપ અંગેની વિગતો , ઇમર્જન્સી ફોન નંબર



 
અલગ અલગ સ્થળની માહિતી માટે
કિલક કરો અને ફોલો / subscrib
           👇👇👇