આંબાપાણી કેમ્પ સાઈડ, ગુજરાત
( માહિતી સારી લાગે તો ફોલો અને લાઈક કરવાનુ નહીં ભૂલતા )
સુરતથી 95 km ના અંતરે આવેલ ઇકોટુરિઝમ કેમ્પ સાઈડ છે જે ગુજરાત રાજ્ય સરકાર દ્રારા બનાવમાં આવેલ છે અને તેનું સંચાલન ત્યાંના સ્થાનિક લોકો કરે છે. આંબાપાણી કેમ્પ સાઈડ આમણિયા ગામમાં આવેલ છે. સુરતથી વ્યારા થી ભેંસકતરી રોડ પર આવેલ છે. આ કેમ્પ સાઈડ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલ છે. જંગલ ની વચ્ચે આવેલ છે. ખૂબ જ સુંદર અને પ્રાકૃતિક સૌંદર્ય માણી શકાય છે. ફેમિલીમાં જઇ શકાય ...રાત્રી રોકાણ ની સુવિધા પણ છે. ત્યાં ખૂબ જ વ્યાજબી ભાવે જમવા ની પણ સુવિધા મળી રહે છે. ચા નાસ્તો પણ મળી રહે છે. એક રાત્રી રોકાણ નો પ્લાન કરીને જઇ શકો છો. અહીં ફોટોગ્રાફી પણ ખૂબ જ સારી થઈ શકે છે . અહીં ઘણા લોકો પ્રિવેડિંગ માટે અહીં આવતા જોવા મળે છે. નદી કિનારે આવેલ કેમ્પ સાઈડ છે.
અહીં નોર્મલ પ્રેવશ ફી રાખવામાં આવેલ છે વન ડે પ્રોગ્રામ પણ કરી શકાય છે. ગેટ થી બહારની સાઈડ થી નાનું એવું ટ્રેકિંગ કરીને નદી પર આવેલ ચેક ડેમ સુધી પહોંચી શકાય છે. અહીં પાણી ખૂબ જ ચોખ્ખું છે. તેમ જ બાળકો પણ અહીં નદીમાં સ્નાનન કરી શકાય છે. અહીં થોડા રૂમો પણ રાખવામાં આવેલ છે જે ઉંચાઈ પણ બનાવેલ છે. જેનું ભાડું પણ નોર્મલ છે.
કેમ્પ સાઈડ ના પાર્કિંગ થી લઈને નીચે નદી કિનારા સુધી ખૂબ જ સુંદર આયોજન સાથે બનાવમાં આવેલ છે. બાળકોને રમી શકાય તેવા હીંચકા અને લસર પટ્ટી પણ મુકવામાં આવેલ છે. તેમ જ અહીં શાંતિથી બેસી શકાય છે તેવી વ્યવસ્થા છે. આ ઉપરાંત ટુર નું આયોજન કરી શકાય છે અને પોતાનું રસોડું પણ બનાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
ચાલો તો જઇ આવો એક વાર ફેમિલીમાં .......
કેવી રીતે જવું...?
• સુરત થી વ્યારા અને ત્યાં થી આંબાપાણી કેમ્પ સાઈડ સુધી વાહન મળી રહે છે.
• પ્રાઇવેટ વાહન દ્રારા પણ જઈ શકાય છે.
• વલસાડ /નવસારી / બારડોલી થી પણ જઇ શકાય છે.
• વ્યારા થી લોકલ વાહન કરીને પણ જઇ શકાય છે.
ક્યારે જવાઈ....
• શિયાળામાં
• વર્ષા ઋતુમાં
રૂમ બુક કરાવવા કે અન્ય માહિતી માટે સંપર્ક નંબર
• શિયાળામાં
• વર્ષા ઋતુમાં
રૂમ બુક કરાવવા કે અન્ય માહિતી માટે સંપર્ક નંબર
પ્રમુખ શ્રી 6352208449
રવિન્દ્રભાઈ. 9427428168
અનિલભાઈ 8238578012
રવિન્દ્રભાઈ. 9427428168
અનિલભાઈ 8238578012
ગૂગલ મેપ
👇👇👇