પદમડુંગરી કેમ્પ સાઇટ ,તાપી -ગુજરાત

 પદમડુંગરી -  ઇકો ટુરીઝમ સાઇટ, જિલ્લો- તાપી 



         (માહિતી સારી લાગે તો ફોલો અને લાઈક કરવાનુ નહીં ભૂલતા )
ક્યાં આવેલ છે  ?-

               તાપી જિલ્લામાં, ગુજરાત, ભારત

અંતર- સુરત થી 89 km

          નવસારી થી 66 km

          વલસાડ થી 78 km

          વાપી થી 100 km


ક્યારે જઈ શકાય ?- 

     આમતો બારે માસ  પણ સારો સમય શિયાળામાં અને ચોમાસામાં વધારે મજા આવે...

      

                     પૂર્વભૂમિકા

                     ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પર્યટન ને વધારે મહત્વ આપવામાં આવી રહિયું છે. ગુજરાતને કુદરતી સૌંદર્ય પણ ખૂબ મળેલ છે. ક્યાંક દરિયા કિનારો તો ક્યાંક ઘનઘોર જંગલો વહી તો કયાંક રણ પ્રદેશ ...બારે માસ ગુજરાત માં પ્રવાસ થી શકે તેવી આબોહવા તો ખરી જ ... ધાર્મિક સ્થળો અને પુરાતન વારસો પણ અહીં જોવા જાણવા જેવો છે...  એટલે તો કહેવાય છે કે થોડા દિવસો વિતાવો મારા ગરવી ગુજરાતમાં...

                     આજે વાત એવા જ એક સ્થળ ની લઈને આવીયો છું નામ છે ....

          પદમડુંગરી -  ઇકો ટુરીઝમ સાઇટ         

          સહ્યાદ્રીની રમણીય ગીરીમાળામાં અંબિકા નદીના કિનારે આવેલું પદમડુંગરી, તાપી જિલ્લાનું ઝડપથી વિકાસ પામતું એકમાત્ર ઇકો ટુરીઝમ સ્થળ છે. તાપી જિલ્લાની આગવી ઓળખ સમું પ્રકૃતિના સાનિધ્યમાં પરમ શાંતિનો અહેસાસ કરાવતું આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. 


       વ્યારા વન વિભાગની ઉનાઇ રેન્જમાં આવેલું આ અતિ રમણીય સ્થાન અબાલ-વૃધ્ધ સૌને આકર્ષે છે. અહીં પ્રકૃતિના ખોળાનો અનેરો આનંદ મેળવવા સંપૂર્ણ કુદરતી વાતાવરણ સાથે રહેવા માટે ટેન્ટ તથા રૂમની સગવડ અને ખાણીપીણી માટે રેસ્ટોરન્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે. 

       

       અહીં એક યા બે દિવસનો પ્રવાસ કરી શકાય છે. રાત્રી રોકાણ માટે રૂમ, ટેન્ટ  ની પણ વ્યવસ્થા મળી રહે છે. અહીં સ્થાનિક લોકો દ્રારા રસોઈની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.. સવારનો ઉગતો સૂર્ય અને સાંજે આથમતો સૂર્ય જોવાનો લ્હાવો લેવા જેવો છે. આ ઉપરાંત રાત્રી દરમિયાન બોલતા તમરાઓ અને પ્રાણીઓના અવાજ પણ માણવા જેવા છે.

       દિવસ દરમિયાન વિવિધ પક્ષીઓ અને વિવિધ વનસ્પતિઓ પણ તમે જોઈ શકો છો. તેમ જ અહીં અંબિકા નદી પર બનાવેલ ચેક ડેમ નું  વહેતુ પાણી છે જેથી યોગ્ય જગ્યા પર તમે નાહી શકો છો. આ ઉપરાંત અહીં રિવર ક્રોસિંગ, બલૂન રાઈડિંગ, કાર રાઈડિંગ વગેરે વિવિધ એક્ટિવિ પણ કરવામાં આવે છે. ફેમિલી સાથે ખૂબ જ એન્જોય કરી શકાય તેવું નજદીકનું સ્થળ ....

---------------------------------------------

  સુવિધાઓ:-

1. રહેવા માટે કોટેજ, રૂમ, ડોરમેટ્રી રૂમ, ટેન્ટ

2. રસોઈઘર

3. કેમ્પ ફાયર 

4. ટ્રેકિંગ થઈ શકે તેવી જગ્યા

5. પક્ષોઓ ની જાળવણી સેન્ટર 


કેવી રીતે પોહચી શકાય?

  ******* રોડ દ્રારા ******

• વઘઇ થી 4 કિમિ બસ મળી રહે છે.

• વધઈની બસ સુરત,વલસાડ , વાંસદા થી  મળી રહે છે 

• પ્રાઇવેટ વાહન દ્રારા પણ જઈ શકાય છે.

   ****** ટ્રેન દ્રારા *****

• વઘઇ સુધી નેરો લાઇન ની ટ્રેન ચાલે છે.


--------બુકીંગ માટે સંપર્ક -----

   ફોન નંબર 97278 78583

   www.gujarattourism.com

-------------------------------

              પદમ ડુંગરી નજીક જોવાલાયક સ્થળો 

  ઉનાઈ માતાનું મંદિર (10.2 કિમી) 

             આ ગુજરાતના સૌથી પ્રખ્યાત ગરમ પાણીના ઝરણાંઓમાંનું એક છે.  લોકો સામાન્ય રીતે પરંપરાગત પવિત્ર વિધિઓ અને ધાર્મિક વિધિઓ કરવા માટે આ મંદિરની મુલાકાત લે છે.  વધુમાં, એવું માનવામાં આવે છે.  આ ગરમ પાણીમાં નહાવાથી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે.  જો કે, અંદર જતા પહેલા યોગ્ય પગલાં અને સાવચેતી રાખવી જરૂરી છે.  

             ચાંદ સૂર્ય મંદિર (4.4 કિમી) -

                  અંબિકા નદીના કિનારે આવેલું, ચાંદ સૂર્ય મંદિર ગુજરાતના બારતાડમાં આવેલું છે.  તે ખરેખર વિશાળ નથી પરંતુ વાતાવરણ શાંત છે.  અને મંદિર નોંધપાત્ર ઐતિહાસિક મહત્વ ધરાવે છે.  ,  

            ઘુમાઈ માતાનું મંદિર (3.4 કિમી)

                   આ મંદિર પર્વતની બાજુમાં અને જંગલ વિસ્તારમાં આવેલું છે.  ડુંગરાળ વિસ્તાર વરસાદ દરમિયાન હરિયાળીનો નજારો જોવા મળે છે.

           વઘઈ બોટેનિક ગાર્ડન (27.2 કિમી) 

                   આ ઉદ્યાન સ્થાનિક અને વિદેશી છોડની વિશાળ શ્રેણી ધરાવે છે.  તમને આખા બગીચામાં લઈ જવા માટે કોઈ માનવ માર્ગદર્શિકા મળી શકશે નહીં કારણ કે દરેક જગ્યાએ ઘણી બધી લેખિત માહિતી છે અને તેથી, તે સ્વ-સ્પષ્ટીકરણ છે.  આ ઉપરાંત, બગીચો સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી અને પ્રવેશદ્વાર ખુલ્લો રહે છે.

            ગીરા  ધોધ, વાઘાઈ (30 કિમી) - 

                 ગુજરાતમાંનું એક સૌથી પ્રસિદ્ધ અને સુંદર વસંતમાંનો એક ધોધ છે. ચોમાસા દરમિયાન તે એકદમ સુંદર અને ખૂબસૂરત છે અને  મોટાભાગના મોસમમાં નિષ્ક્રિય રહે છે. તે ફોટોગ્રાફી પ્રેમીઓ માટે યોગ્ય છે, પરંતુ જતા પહેલા, દરેકને સંપૂર્ણપણે કાળજી લેવી જોઈએ.

            વાન્સદા નેશનલ પાર્ક (35.4 કિમી) 

                  તમે વિવિધ જાતિઓની વનસ્પતિ અને જીવો વિશે માહિતી મેળવી શકોછી.  ત્યાં પાયથોન, કોબ્રા, કરત (કોબ્રા ફેમિલીના અતિશય ઝેરી એશિયન સાપ) જેવી વિવિધ સરિસૃપ જોવા મળે  છે. 

અલગ અલગ સ્થળની માહિતી માટે
કિલક કરો અને ફોલો / subscrib
           👇👇👇