મહાલ ઇકોટુરિઝમ કેમ્પ સાઇટ
ક્યાં આવેલ છે?
ડાંગ - ગુજરાત
કયારે જઈ શકાય?
ઓક્ટોબર થી માર્ચ
.............પૂર્વભૂમિકા...............
મહાલ કેમ્પ સાઇટ પૂર્ણાં નદીના કિનારે આવેલ છે. 160 ચો. કિમિ માં પથરાયેલ પૂર્ણાં વન્યજીવ અભિયારણ ની મધ્યમાં આવેલ ખૂબ જ સુંદર કેમ્પ સાઇટ છે. જેને ડાંગના જંગલનો એક ભાગ પણ ગણવામાં આવે છે. વાંસના વૃક્ષો થી ઘેરાયલ અને કુદરતના સાનિધ્યમાં શાંતિ આપતું અદભુત સ્થળ છે. આમ તો ઓક્ટોબર થી માર્ચ સુધીનો સારો સમય ગણાય છે પણ અહીં ચોમાસામાં પણ ખૂબ જ મજા આવે છે. ચોમાસામાં અહીં જંગલમાં રાત્રિ દરમિયાન આગિયા પણ જોવા મળે છે. અહીં રાત્રિ રોકાણ ની પણ વ્યવસ્થા મળી રહે છે.
અહીના સ્થાનિક લોકોને વન વિભાગે નાસ્તો ભોજન નો કોન્ટ્રાક્ટ આપ્યો છે જે વ્યાજબી ભાવે મળી રહે છે શાંતિ પ્રેમી પ્રવાસીઓને મજા આવે એવું સ્થળ છે અહીં દીપડા અને ચૌશિંગા હરણ ની વસ્તી પણ જોવા મળે છે શહેરની ઝંઝટથી દૂર પ્રકૃતિની પરમ શાંતિ માટે ઉત્તમ જગ્યા છે એક વખત જરૂર મુલાકાત લો ....શક્ય હોય તો રાત્રિ રોકાણની મોજ માણવાનું તો ભૂલતા નહીં તેમજ અહીં એક યા બે દિવસનો પ્રવાસ યા ટ્રેકિંગ નું આયોજન કરી શકાય છે.
નજીકના જોવા જેવા સ્થળો
1. વઘઈ નેશનલ પાર્ક
2. વાંસદા નેશનલ પાર્ક
3. કિલાદ કેમ્પ સાઈટ
4. આંબાપાણી કેમ્પ સાઇટ
5. કરજવા વોટર ફોલ
6. મહલ વોટરફોલ
7. કોશમાળ વોટરફોલ
8. વ્યારા ગાર્ડન
અહીં મળતી સુવિધાઓ
1. Orientation સેન્ટર
2. સ્નાન અને શૌચાલયની સુવિધા
3. કોટેજ અને ટેન્ટ
4. રસોડું અને જમવાની અલગ વ્યવસ્થા
5. નેચર ટ્રેઇલ
6. કેમ્પ ફાયર
7. લેન્ડ સ્કેપ અને વન્યજીવન જોવા માટે બે માળનાં મચાન
8. બાળકો માટે વિવિધ એક્ટિવિટી
કેવી રીતે પહોંચી શકાય?
રોડ દ્વારા
સુરતથી 115 કિ.મી જેટલું અંતર થાય છે વ્યારા થી બસ અથવા ટેક્સી પણ મળી રહે છે એવી જ રીતે આહવાથી બસ અને ટેક્સી પણ મળી રહે છે
ટ્રેન દ્વારા
સુરત,નવસારી, વલસાડ, વાપી સુધી ટ્રેન મળી રહે છે અને ત્યારબાદ બસ અથવા ટેક્સીથી વ્યારા અથવા આહવા પર પહોંચી શકાય છે.
બુકિંગ માટે:-
www.mahalcampsite.com
02631220203
+919409037166
નીચેની બાબતો ખાસ ધ્યાનમાં લેવી
1. ધૂમ્રપાન ન કરવું
2. જોર જોર થી અવાજ ના કરવા.
3. પુરા શરીરને ઢાંકી શકાય તેવા કપડાં પહેરવા
4. વૃક્ષોને કે ફૂલ છોડ ને નુકસાન ન કરવું
5. પ્રાણીઓની નજીક ના જવું કે તેને પરેશાન ન કરવા
6. કચરો જ્યાં-ત્યાં નાખવો નહીં.
7. સભ્યતાથી વર્તન કરવું
8. આપણો વ્યવહાર જ આપણી ઓળખ છે.
👉આ માહિતી આપને ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો.
........જય હિન્દ............