રણોત્સવ - કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા ?
જિલ્લો :- કચ્છ
રાજ્ય:- ગુજરાતક્યારે જઈ શકાય ?
નવેમ્બર થી ફેબ્રુઆરી સારો સમય
પૂર્વભૂમિકા
કચ્છનું રણ એ દુનિયાનું સૌથી મોટું મીઠા નું રણ છે .
ગુજરાતના કચ્છ જિલ્લામા આવેલ છે આ રણ..... જે ઉત્તરથી પૂર્વ તરફ ફેલાયેલ છે તે 26000 ચો. કિમી. માં ફેલાયેલ છે . ....આમ તો આ દરિયાના ખારા પાણીને કારણે મીઠાનો ક્ષાર છે... જેને કારણે તે સફેદ દેખાય છે તે ઘણા કિ.મી.માં પથરાયેલા હોવાથી તેને સફેદ રણ કહેવામાં આવે છે ......આમ આ એક દરિયા નો ભાગ પણ છે પણ ભૂતકાળમાં આવેલા ભૂકંપને કારણે તેના મૂળભૂત સ્તરમાં ફેરફાર થયેલો છે અહીં સૂર્યના પ્રકાશના કિરણો જ્યારે તેની પર પડે છે ત્યારે ક્ષારનાં સફેદ કારણો ચમકવા લાગે છે જેને લીધે સફેદ રણ જેવું દેખાય છે . ... સિકંદર વખતે અહીં મોટું તળાવ હતું એવી માન્યતા છે . અહીંની સિંધી પ્રજા પ્રેમાળ અને તેની કચ્છી ભાષા ખુબ મીઠી છે તેમજ અહીં મૂળ કચ્છી સ્થાનિક લોકો પણ જોવા મળે છે.
કચ્છનું રણ એ દુનિયાનું સૌથી મોટું મીઠા નું રણ છે .
ગુજરાતના કચ્છ જિલ્લામા આવેલ છે આ રણ..... જે ઉત્તરથી પૂર્વ તરફ ફેલાયેલ છે તે 26000 ચો. કિમી. માં ફેલાયેલ છે . ....આમ તો આ દરિયાના ખારા પાણીને કારણે મીઠાનો ક્ષાર છે... જેને કારણે તે સફેદ દેખાય છે તે ઘણા કિ.મી.માં પથરાયેલા હોવાથી તેને સફેદ રણ કહેવામાં આવે છે ......આમ આ એક દરિયા નો ભાગ પણ છે પણ ભૂતકાળમાં આવેલા ભૂકંપને કારણે તેના મૂળભૂત સ્તરમાં ફેરફાર થયેલો છે અહીં સૂર્યના પ્રકાશના કિરણો જ્યારે તેની પર પડે છે ત્યારે ક્ષારનાં સફેદ કારણો ચમકવા લાગે છે જેને લીધે સફેદ રણ જેવું દેખાય છે . ... સિકંદર વખતે અહીં મોટું તળાવ હતું એવી માન્યતા છે . અહીંની સિંધી પ્રજા પ્રેમાળ અને તેની કચ્છી ભાષા ખુબ મીઠી છે તેમજ અહીં મૂળ કચ્છી સ્થાનિક લોકો પણ જોવા મળે છે.
રણ શબ્દ હિન્દી માંથી આવેલ છે જેનો અર્થ રેગિસ્તાન થાય છે 1965માં પાકિસ્તાન એ આક્રમણ કરીને આ ભાગને લેવા મહેનત કરી હતી પણ આપણા બહાદુર સૈનિકોએ તેને જડબાતોડ જવાબ આપ્યો હતો.
અહીં દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા રણોત્સવનું આયોજન કરવામાં આવે છે..... ગુજરાત સરકાર દ્વારા અહીં અલગ અલગ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવે છે જેથી પ્રવાસનને વેગ મળે અને લોકોને બધી સુવિધા મળી રહે...... રહેવા ,જમવા અને ફરવા ની વ્યવસ્થા અહીં મળી રહે છે .....ખાસ અહીંનો સૂર્યાસ્ત અને સૂર્યોદયના સમયે અનેરા રંગો સાથે રણ નો અલગ અનુભવ માણવા મળે છે આમ તો તે એક પ્રકારનો જાદુ છે .....અહીં રાત્રિના સમયે ખૂબ જ ઠંડું વાતાવરણ અનુભવાય છે પણ તે ઠંડા વાતાવરણમાં પણ મજા આવે છે .. અહીં ઊંટ થી ચાલતી ગાડીઓ , ઘોડે સવારી માણવાની પણ ખૂબ મજા આવે છે ...... ખાસ પૂનમના ચંદ્રને આકાશમાં જોવાનો અને તે સમયે રણનું સૌંદર્ય માણવાની પણ ખૂબ મજા આવે છે.
આમ તો અહીં જવાની પરમિશન લેવી પડે છે જે ઘોરડો ગામમાં રજીસ્ટ્રેશન ઓફિસેથી જ મળી રહે છે અથવા ઓનલાઈન પણ તમે મેળવી શકો છો.
આપણા લોકલાડીલા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કચ્છ રણોત્સવની શરૂઆત કરી હતી .......જે ખુબ જ સુંદર અને વિશાળ આયોજન સાથે બનાવવામાં આવેલ છે..... અહીં રહેવા માટે એસી, નોન એસી 700 ટેન્ટની નગરી બનાવવામાં આવી છે. .. કલા અને પ્રકૃતિનો અદભૂત સંગમ અહીં જોવા મળે છે.... ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા જેને પ્રમોટ પણ કરવામાં આવેલ છે.... અહીં ભારતમાંથી અને વિદેશમાંથી હજારો મુલાકાતીઓ દર વર્ષે મુલાકાત લે છે....
એટલે તો કહેવાય છે કે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા ... .
અને કચ્છી ભાષામાં કહેવત છે કે
"મોરો કચ્છડો બારે માસ"
"મોરો કચ્છડો બારે માસ"
• અહીંથી ખરીદી કરી શકાય તેવી વસ્તુઓ
1. રોગન કલા ની પેન્ટિંગ (તેલ આધારિત)
2. તાંબા ની વસ્તુઓ
3. કાચનું ભરતકામ
4. ચંકી સિલ્વર જ્વેલરી
5. સોનાના દાગીના
6. બાંધણીની સાડી અને દુપટ્ટા
7. અઝરખ ની બ્લોક પ્રિન્ટીંગ શાલ
1. રોગન કલા ની પેન્ટિંગ (તેલ આધારિત)
2. તાંબા ની વસ્તુઓ
3. કાચનું ભરતકામ
4. ચંકી સિલ્વર જ્વેલરી
5. સોનાના દાગીના
6. બાંધણીની સાડી અને દુપટ્ટા
7. અઝરખ ની બ્લોક પ્રિન્ટીંગ શાલ
• અહીં માણવા જેવી સુવિધાઓ
1. ઊંટ સવારી ઘોડાગાડી
2. બાળકો માટે કિડ્સ જોન એરિયા
3. ફૂટ કોર્ટ ....કચ્છી વાનગીઓ
4. ગેમિંગ ઝોન
5. સ્પા સેન્ટર
6. યોગ અને ધ્યાન કેન્દ્ર
7. પેરાગ્લાઈડિંગ અને ડર્ટ બાઇકિંગ
8. શોપિંગ એરિયા
9. એક્ટિવિટી એરિયા
10. સ્થાનિક નૃત્ય ,ગરબા ,દાંડિયા ,ડાન્સ શો
11. રાઇફલ શૂટિંગ
12. રણમાં રાત્રી રોકાણ
13. લોકગીતો ,ભજનો, લોક સંગીત
1 કાળો ડુંગર
2. સફેદ રણ
3. હોડકા ગામ
4. ભુજ શહેર
5. માંડવી
6. કચ્છના ગામડાઓ
7. ધોળાવીરા
8. નારાયણ સરોવર
9. ભદ્રેશ્વર જૈન મંદિર
10. કંડલા બંદર
11. મુન્દ્રા પોર્ટ
12. નીરોના ગામ -કચ્છી કલાકારો નું હબ
13. વિજય વિલાસ પેલેસ
14. માતાનો મઢ
• નોંધ
• જો તમારે ટેન્ટ માં રહેવું હોય તો બુકિંગ તેની વેબસાઇટ પરથી પહેલા કરાવો તો વધારે સારું
• તેની વેબસાઇટ પરથી પહેલા માહિતી મેળવી લેવી અથવા તારીખ બુકિંગ કરાવી લેવી
• મીડીયમ બજેટ હોય તો ભુજની નજીક દેવપુર ગામ આવેલ છે ત્યાં પણ ઓછા બજેટમાં રહેવાની સગવડ મળી રહે છે
• પોતાના આઈ કાર્ડ ,આધારકાર્ડ, ફોટો વગેરે સાથે લઈ જવા અમુક જગ્યા પર આવવા જવાની પરમિશન માટે તે ઉપયોગી રહેશે કારણ કે નજીકમાં બોર્ડર હોવાથી....
• રાત્રે ખૂબ જ ઠંડી હોવાથી જરૂરી યોગ્ય કપડા સાથે લેવા.
👍 બુકીંગ માટે
www.rannutsavonline.com
Helpline Number
+91 84690 25252
+91 75740 05050
👍 કેવી રીતે પહોંચી શકાય?
✈✈✈ હવાઈ મુસાફરી
અહીં ભુજ એરપોર્ટ નજીકમાં આવેલ છે ત્યાંથી ૮૬ કી.મી ઘોરડો ટેન્ટ સીટી આવેલ છે એરપોર્ટ થી તમને ટેક્સી મળી રહે છે.
🚂🚂 ટ્રેન મુસાફરી
નજીકનું રેલવે સ્ટેશન ભૂજ છે... આમ તો ગાંધીધામ સુધી મોટાભાગની ઝડપી ટ્રેન નો આવે છે ...ત્યાંથી ઘોરડો ટેન્ટ સિટી ૧૩૫ કિમી થાય છે અને દરેક જગ્યા પર થી ગુજરાત સ્ટેટ પ્રવાસન વિભાગની બસ મળી રહે છે ...તેમજ ટેક્સી પણ મળી રહે છે.
🚌🚌 બસ મુસાફરી
અમદાવાદ, જામનગર ,રાજકોટ થી સ્લીપર કોચ પ્રાઇવેટ તેમજ ગુજરાત સ્ટેટ પ્રવાસન વિભાગની બસો મળી રહે છે .
👍 વિવિધ સ્થળો ના અંતર
• ભુજ થી 80 km
• માંડવી થી 140 km
• રાજકોટ થી 310 km
• જામનગર થી 360 km
• અમદાવાદ થી 400 km
• વડોદરા થી 520 km
• સુરત થી 675 km
🙏 મિત્રો માહિતી ગમી હોય તો અન્ય મિત્રોને શેર કરજો અને લાઈક કરજો🙏