કિલાદ ઇકો ટુરિઝમ કેમ્પ સાઈટ
વાંસદા, ગુજરાત ,ભારત
ક્યારે જઇ શકાય ઓક્ટોબરથી માર્ચ
પૂર્વભૂમિકા
અંબિકા નદીના કિનારે આવેલ ઇકો ટુરીઝમ કેમ્છેપ સાઈટ છે. ડાંગના વઘઈ બોટોનિકલ ગાર્ડન જતાં રસ્તામાં આવે છે અહીં જંગલમાં રહેવાનો આનંદ માણી શકાય છે... અહીં પણ રહેવા ,જમવાની ખૂબ સારી વ્યવસ્થા મળી રહે છે તેમ જ રહેવા માટે સારા પેન્ટ, કોટેજ પણ મળી રહે છે...... રાત્રી દરમિયાન અહીં આકાશમાં તારા જોવાનો પણ આનંદ માણી શકાય છે અને રાત્રે કેમ્પ ફાયર કરીને તમે તમારી યાદગાર રાત્રી બનાવી શકો છો...
સવારે સ્થાનિક ગાઈડને સાથે લઈને તમે જંગલમાં જઈ શકો છો. અને વિવિધ વૃક્ષો ના નામ અને તેના ઉપયોગો ક્યાં ક્યાં થઇ શકે તેની માહિતી આપે છે... ટૂંકમાં નાનો એવો એક ટ્રેક કરી શકાય છે ......ગીરાધોધ નજીક માં છે જેથી તેનો પણ ટ્રેક કરી શકાય છે .....બાળકો અને ફેમિલી સાથે પણ આ કેમ્પ સાઇટની વિઝીટ લેવા જેવી છે .....
સવાર સવારમાં પક્ષીઓને જોવા અને તેનો મીઠો અવાજ સાંભળવા માટે વાંસમાંથી બનાવેલ ત્રણ માળનું ટ્રી હાઉસ બનાવવામાં આવેલ છે અને અહીં જો રાત્રી રહેવાના હોવ તો બુકીંગ અગાઉથી કરાવીને જવું ...સીટી ની લાઈફ માંથી થોડીક શાંતિ માટે અથવા રિલેક્સ થવા માટે આવી કુદરતી સ્થળની મુલાકાત લેવી જોઈએ....
સુવિધા
1.કોટેજ, રૂમ ટેન્ટ
2. સ્નાન અને શૌચાલયની વ્યવસ્થા
3. રસોઈઘર અને જમવાની અલગ વ્યવસ્થા
4. પ્રકૃતિનું શિક્ષણ કેન્દ્ર
5. ઓરીએન્ટેશન હોલ
6. 3 માળનું માચણ
7. કેમ્પફાયર માટે અલગ વ્યવસ્થા
1.કોટેજ, રૂમ ટેન્ટ
2. સ્નાન અને શૌચાલયની વ્યવસ્થા
3. રસોઈઘર અને જમવાની અલગ વ્યવસ્થા
4. પ્રકૃતિનું શિક્ષણ કેન્દ્ર
5. ઓરીએન્ટેશન હોલ
6. 3 માળનું માચણ
7. કેમ્પફાયર માટે અલગ વ્યવસ્થા
નજીકમાં જોવાના સ્થળો
1. ગીરાધોધ
2. વઘઈ બોટાનિકલ ગાર્ડન
3. સાપુતારા
4. વાંસદા નેશનલ પાર્ક
કેવી રીતે પહોંચી શકાય
🚂🚂 ટ્રેન દ્રારા
બીલીમોરા સુધી ટ્રેન આવે છે ત્યારબાદ GSRTC ની બસ મળી રહે છે
🚌🚌 બસ દ્વારા
વાંસદા તાલુકો છે તો સુરત,નવસારી થી GSRTC ની બસો વાસદા , વઘઇ સુધી મળી રહે છે સાપુતારા જવાના રસ્તા પર આવતું હોવાથી લોકલ વાહન પણ મળી રહે છે વઘઇ થી ૪ કિમી અને વાસદા થી ૧૫ કિ.મી.ના અંતરે આવેલ છે.
.............નોંધ
જાહેર રજા અને રવિવારના દિવસે થોડી અહીં ટ્રાફિક જોવા મળે છે.
બુકીંગ માટે
રેન્જ ઓફિસર વાંસદા
02630 230057
+91 87586 50555
+91 94277 82712
કિલાદ થી વિવિધ સ્થળ નું અંતર
મુંબઈ થી 280km
સુરતથી 110 km
અમદાવાદથી 350 km
વડોદરાથી 250 km
વાંસદા થી 15 km
સાપુતારાથી 60 km
નીચેની બાબતો ખાસ ધ્યાનમાં લેવી
1. ધૂમ્રપાન ન કરવું
2. જોર જોર થી અવાજ ના કરવા.
3. પુરા શરીરને ઢાંકી શકાય તેવા કપડાં પહેરવા
4. વૃક્ષોને કે ફૂલ છોડ ને નુકસાન ન કરવું
5. પ્રાણીઓની નજીક ના જવું કે તેને પરેશાન ન કરવા
6. કચરો જ્યાં-ત્યાં નાખવો નહીં.
7. સભ્યતાથી વર્તન કરવું
8. આપણો વ્યવહાર જ આપણી ઓળખ છે.
🙏 મિત્રો માહિતી ગમી હોય તો અન્ય મિત્રોને શેર કરજો અને લાઈક કરજો🙏
02630 230057
+91 87586 50555
+91 94277 82712
કિલાદ થી વિવિધ સ્થળ નું અંતર
મુંબઈ થી 280km
સુરતથી 110 km
અમદાવાદથી 350 km
વડોદરાથી 250 km
વાંસદા થી 15 km
સાપુતારાથી 60 km
નીચેની બાબતો ખાસ ધ્યાનમાં લેવી
1. ધૂમ્રપાન ન કરવું
2. જોર જોર થી અવાજ ના કરવા.
3. પુરા શરીરને ઢાંકી શકાય તેવા કપડાં પહેરવા
4. વૃક્ષોને કે ફૂલ છોડ ને નુકસાન ન કરવું
5. પ્રાણીઓની નજીક ના જવું કે તેને પરેશાન ન કરવા
6. કચરો જ્યાં-ત્યાં નાખવો નહીં.
7. સભ્યતાથી વર્તન કરવું
8. આપણો વ્યવહાર જ આપણી ઓળખ છે.
🙏 મિત્રો માહિતી ગમી હોય તો અન્ય મિત્રોને શેર કરજો અને લાઈક કરજો🙏