દેવઘાટ ઈકો ટુરિઝમ કેમ્પસાઇટ - ગુજરાત

દેવઘાટ ઈકો ટુરિઝમ કેમ્પસાઇટ




ક્યાં આવેલ છે - ઉમરપાડા ,ગુજરાત, ભારત

થોડી જાણકારી.....

સુરત વનવિભાગ માં આવેલ સુરતથી માત્ર 72 કિલોમીટરના અંતરે દેવઘાટ ઇકો ટુરીઝમ કેમ્પસાઇટ આવેલ છે.... કુદરતની સુંદરતા અને વન્ય જીવન નો અનેરો આનંદ આપતી કેમ્પસાઈટ છે.... બાળકો રમી શકે તેઓ કિડ્સ પ્લે વિભાગ અને ગ્રુપ માં બેસી શકાય તેવા ગજેબા નું આયોજન કરવામાં આવેલું છે તેમજ ખૂબ સારા વિવિધ ફૂલો અને વૃક્ષો થી ઘેરાયલ બગીચો ખરો......દીપડો, વાઘ જેવા વન્યજીવ ના અને બળદ, ગાડુ અને સ્થાનિક જીવન દર્શાવતા વિવિધ સ્ટેચ્યુ મુકવામાં આવેલ છે... તો ફોટો ગ્રાફી પણ સારી થઈ શકે તેવી જગ્યા છે.....રાત્રી રોકાણની ખૂબ સારી વ્યવસ્થા છે ટેન્ટ અને કોટેજની વ્યવસ્થા અહીં મળી રહે છે જેની માટે અગાઉથી બુકીંગ કરાવવું જરૂરી છે . અહીં જમવાની વ્યવસ્થા થઈ શકે તે માટે કેન્ટીન પણ છે જ....


નજીકમાં દેવઘાટ નો ખૂબ ફેમસ વોટર ફોલ પણ આવેલ છે જે એક નાની નદી પર આવેલો છે મોટેભાગે ચોમાસામાં ચાલુ હોય છે પણ જાન્યુઆરી ,ફેબ્રુઆરી માં પણ ઘણી વખત જોવા મળે છે ...ત્યાં જવા માટેનો સારો સમય તો ચોમાસું અને શિયાળો ગણી શકાય છે ........અહીં થી સુધીનો ટ્રેક પણ થઈ શકે છે અને તમે વાહન દ્વારા પણ જઈ શકો છો સ્થાનિક ગાઈડ સાથે રાખો તો તમને વધારે જાણકારી મળશે ....

 
સુરત થી એક કલાકના અંતરે આવેલી આ પ્રાકૃતિક સુંદરતાવાળી જગ્યા ખૂબ પ્રખ્યાત છે જે માંડવી થી નજીક છે...... વોટરફોલ પાસે આદિવાસીનું દેવસ્થાન આવેલું છે ...તેમજ વોટરફોલ થી થોડે દૂર હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાં સુધી પણ તમે ટ્રેકિંગ કરી શકો છો અને ત્યાંથી વોટર ફોલનો ખૂબ સારો નજારો જોવા મળે છે ....અહીં નાના-મોટા બે-ત્રણ અન્ય વોટર ફોલ આવેલા છે.... વોટર ફોલ નજીક સ્નાન કરી શકાય છે પણ ધ્યાન રાખવું જરૂરી છે..... માંડવી થી ઇકો સાઇટ પર જતાં ચેકપોસ્ટ આવે છે ત્યાં કાર ની એન્ટ્રી 30 રૂપિયા અને બાઈક ની એન્ટ્રી ફી ૧૦ રૂપિયા લેવામાં આવે છે તેમજ ઇકો સાઇટ પર વ્યક્તિ દીઠ 10 રૂપિયા એન્ટ્રી ફી લેવામાં આવે છે.....

તો ચાલો રાહ કોની જોવો છો... આવતા રવિવારે ફેમિલી સાથે ત્યાં જઈ આવીએ ?...😊



👍 સુવિધાઓ
1. ટેન્ટ ,કોટેજ
2. કેન્ટીન, રસોડું, ભોજન ની અલગ વ્યવસ્થા
3. કોડ્સ પ્લે એરિયા
4. બગીચો અને વિવિધ સ્ટેચ્યુઓ
5. કેમ્પ ફાયર ની અલગ વ્યવસ્થા
6. વનવિશ્રામ વિભાગ
7. એમ્ફી થિએટર
8. ટ્રી હાઉસ


👍 જોવા લાયક સ્થળો
1. દેવઘાટ વોટર ફોલ
2. કિઘાટ વોટર ફોલ
3. વેલાટ વોટર ફોલ
4. વોચ ટાવર
5. આદિવાસીનું દેવસ્થાન
6. ઝૂલતો પુલ


👍બુકીંગ માટે
+91 97262 57078
+91 93274 65557

👍 કેવી રિતે પોહચી શકાય?
🚌🚌 બસ દ્રારા
સુરત , નવસારી થી GSRTC ની માંડવી કે ઉમરપાડા સુધીની બસ મળી રહે છે. ત્યાં થી સ્થાનિક વાહન દ્રારા પોહચી શકાય છે.

🚂🚂 ટ્રેન દ્રારા
નજીક નું રેલવે સ્ટેશન સુરત છે અને ત્યાં થી પછી GSRTC ની માંડવી કે ઉમરપાડા સુધીની બસ મળી રહે છે. ત્યાં થી સ્થાનિક વાહન દ્રારા પોહચી શકાય છે.

👍 દેવઘાટ સુધીનું અંતર
1. માંડવી થી 45 km
2. સુરતથી 72 km
3. નવસારીથી 106 km
4. વડોદરાથી 164 km
5. અમદાવાદથી 288 km
6. મુંબઈ થી 376 km

🙏 મિત્રો માહિતી ગમી હોય તો અન્ય મિત્રોને શેર કરજો અને લાઈક કરજો🙏
અલગ અલગ સ્થળની માહિતી માટે
કિલક કરો અને ફોલો / subscrib
           👇👇👇