સાપુતારા હિલ સ્ટેશન- ગુજરાત

 સાપુતારા હિલ સ્ટેશન

દક્ષીણ ગુજરાતનું પ્રખ્યાત હિલ સ્ટેશન


ઘણી વાર જઇ આવિયા હશો સાપુતારા પણ શું આપણને માહિતી છે તેની....

સાપોનું શહેર....એટલે સાપુતારા...
ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલ હિલ સ્ટેશન એટલે "સાપુતારા"
આમ તો જોવો તો સુરત થી 164 km ના અંતરે આવેલ આ હિલ સ્ટેશન ખૂબ જ સૌંદર્ય ધરાવે છે....
બારે માસ અહીં જઇ શકાય છે પણ સાચી મજા તો ચોમાસામાં આવે ભાઈ....
એ વરસાદ પડતો હોય અને ગરમ ગરમ ચા યા સૂપ પિતા હોય ....



હા અહીં આવો એટલે સર્કલ થી થોડા આગળ સીધા ચાલો એટલે નાની નાની લારીઓ કે ધાબા અહીં લગાવેલ જોવા મળે છે ત્યાં જઈને ચા અને બટેકા પૌવા ખાવાનું તો ભૂલતા જ નહીં... મીઠા અહીંના પાણી માં છે તેનો અંદાજ આવી જશે...

 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

@ ચાલો જાણીએ રસપ્રદ વાતો....સાપુતારા વિશે....
  • સાપુતારાને સાપ ની ભૂમિ તરીકે પણ ઓળખાય છે....
  • અહીં હોળીના મહિનામાં સાપની પુંજા કરવામાં આવે છે....
  • સર્પ ગંગા નદીના કિનારે સર્પદેવ નું મંદિર આવેલ છે.....
  • દરિયાથી 875 મીટર ઊંચાઈ પર આવેલ હિલસ્ટેશન છે.
  • વઘઇ થી સાપુતારા જતા સાપ જેવા વાંકાં છુકા રસ્તો પણ ખૂબ જ આવે છે...
  • લોકો અહીંના રસ્તાની મજા માણવા અને લોન્ગ દ્રાઈવ માટે પણ આવે છે.
  • અહીં ગુજરાત અને મહારાષ્ટ્ર ની બોર્ડર આવેલ છે...
  • ફેમિલીમાં 1 થી 2 દિવસ માટે આવી શક્ય છે...
  • કુદરતી પ્રેમી માટે તેમજ વન્યજીવન પ્રેમી માટે આ એક ઉત્તમ સ્થાન છે. ...


અહીં ટ્રેકિંગ અને સાઈકલિંગ પણ થઈ શકે છે . ઘણીવાર લોકો બાઇક ટ્રીપ પણ કરે છે....
રેહવા માટે અહીં તમામ બજેટની હોટેલ, ગેસ્ટ હાઉસ , હોમ સ્ટે, અને ટેન્ટ સિટી મળી રહે છે... ઓનલાઈન બુકીંગ પણ કરાવી શકાય છે...
જમવામાં અહીં ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન , ચાઈનીઝ તેમજ નોન વેજ પણ મળી રહે છે.
ભીલ, કુણબી, અને વારલી અહીંની મુખ્ય આદિવાસી જાતિ આવેલ છે. અહીંના લોકો અને વિસ્તાર જોઈને તેની સાંસ્કૃતિ નો ખ્યાલ મળી રહે છે.ખેતી તેનો મુખ્ય વ્યવસાય છે.
આજુબાજુના લીલાછમ વાતાવરણ થી ભરપુર ,ઊંચા પર્વતો અને પર્યટકોથી લહેરાતા રસ્તાઓ અને અજનબી પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સાપુતારામાં અનેક જોવાલાયક સ્થળો છે.....


➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

ચાલો જોઈએ સાપુતારા માં શુ જોવા જેવું છે....
હાથગઠ નો કિલ્લો, વાંસદા નેશનલ પાર્ક ગીરા વોટર ફોલ, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ , સાપુતારાનું તળાવ, ત્યાં આવેલ મ્યુઝિયમ, સ્ટેપ ગાર્ડન, ટેબલ પોઈન્ટ , લેક ગાર્ડન , તળાવ પર બોટિંગનો આનંદ તેમજ જૈન દેરાસર, સ્વામિનારાયણ મંદિર ,નાગેશ્વર મહાદેવ મંદિર ત્યાં આવેલા નજીકના જોવા અને માણવાના સ્થળો છે...

નજીકમાં મહારાષ્ટ્રમાં આવેલ સપ્તશૃંગી મંદિર અને ગુજરાતમાં આવેલ પૂર્ણાં જંગલ સફારી તો ખરી જ ....
ટેબલ પોઈન્ટ પર ઘોડે સવારી ,બાઇક રાઇડિંગ અને બીજા ઘણા બધા મનોરંજન માણી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે...
અહીં રોપ વે અને જીપ લાઇન તેમ જ પેરાગઈડિંગ ની પણ અહીં મજા માણી શકાય છે....

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖



@ કઈ રીતે જઇ શકાય...
સુરત, નવસારી, આહવા થી દરરોજ બસ ચાલે છે....
@ નોંધ - રવિવાર અને જાહેર રજાઓ માં અહીં થોડી ટ્રાફિક જોવા મળે છે...

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖


અલગ અલગ સ્થળની માહિતી માટે
કિલક કરો અને ફોલો / subscrib
           👇👇👇