લેહ થી મનાલી ની સફર.....
માત્ર 600 રૂપિયામાં કેમ કરી તેની વાત......
આગળની સફરની વાત કરીએ.... સવારના છ વાગે નાના એક ધાબા પર બસને ઉભી રાખવામાં આવી.... ચા પાણી નાસ્તા માટે એટલે પછી મેં નક્કી કર્યું કે આપણે આગળ સફર બસમાં કરવાની થતી નથી એટલે તરત જ બસમાંથી સામાન લઈને ઉતરી ગયો અને થોડીવારમાં બસ જતી રહી પછી ત્યાં જે ધાબા વાળો હતો એને મેં પૂછ્યું કે ભાઈ મારે અહીંથી મનાલી જવું છે એટલે ભાઈ મને કીધું કે અહીંથી તમને મનાલી ની કોઈ જાતની બસ, ટેક્સી મળશે નહીં. .....તમારે અહીંથી 50 કિલોમીટર આગળ એક નાનું એવું ગામ છે ત્યાં જવું પડશે... ત્યાંથી બસ ટેક્સી અન્ય વાહન વ્યવહાર મળી રહેશે ....માટે તમે અહીંથી ત્યાં પહોંચવાનું કરો. ......થોડીવાર એમ જ વિચારતો હું બેસી રહ્યો કે ભાઈ હવે શું કરું ઉતરાતા તો ઉતરાઈ ગયું .........
પણ પછી થોડી વારમાં એક ટ્રક વાળો ચા પાણી પીવા માટે ઉભો રહ્યો એટલે પેલા ધાબા વાળાએ મારી વિગત કીધી અને ટ્રક વાળાએ મને ટ્રકમાં બેસવા દીધો......એને મે કીધું કે ભાઈ મારે અહીંથી મનાલી તરફ જવું છે મને કે હું તમને અહીંથી આગળ જે ધાબાવાલા એ જે કીધું એ પ્રમાણે હું તમને ઉતારી દઉં અને ત્યાંથી તમે ટેક્સી કે જે કાંઈ તમારે વાહનમાં જવું હોય ત્યાંથી જઈ શકાય..... નક્કી કર્યું કે જે મળ્યું તે ભલું એમ વિચારીને સામાન લઈ અને ટ્રકના આગળના ભાગમાં બેસી ગયો ફરી બે કલાકની સફર ચાલુ થઈ ધીરે ધીરે ટ્રક લેહ મનાલીના રસ્તે આગળ વધ્યો ......50 કિલો મીટર પછી એક નાનું એવું ગામ આવ્યું ત્યાં મને એને ઉતારી દીધો કોઈ પણ જાતનું ટિકિટ ભાડું ન લીધું....બસ માં પણ મને ટિકિટ પાછી આપી દીધી હતી... એટલે અહી સુધીની મુસાફરી 0 રૂપિયામાં કરી.... અને ત્યારબાદ ત્યાંથી એક જૂના જમાનાની જીપ વાળા કાકા મળ્યા .....જેને મેં પૂછ્યું કે મારે અહીંથી મનાલી જવું છે મને કે હું અહીંથી જિસ્પા સુધી જાવ છું તમારે બેસવું હોય તો બેસી જાવ અને ત્યાંથી આગળ તમે તમારી રીતે કંઈક બીજું વાહન ગોતી લેજો. મેં કીધું જીસપા તો જસ્પા સુધી આપણે જવાનું શું વાંધો..... એટલે સામાન લેઇ અને એ જીભમાં બેસી ગયો ......પણ કાકા પણ અજીબ ડ્રાઈવર હતા ઝિક ઝેક વાળા રસ્તા પર ના હાકે અને સીધી ગાડી નીચે ઉતારે....એટલે એડવેન્ચર જેવી એની ગાડી ચલાવી હું તો બે હાથે હેન્ડલને સીટ પકડીને બેસી ગયો કે ભાઈ આજ તો જે થવું હોય એ થાય
....કા તો ભગવાનનું જીસ્પા કે પછી મારું જિસ્પાં તો આવી જ જશે ......મે બે થી ત્રણ વાર કીધું કાકા ગાડી થોડી શાંતિ થી ચલાવો....પણ તેની બહુ સરસ મજાની મને વાત કરી કે જો ભાઈ મારું તો રોજનું અહીંનું ડ્રાઇવિંગ છે અને જો આવી જ રીતે અકસ્માત થતો હોય તો આજે જીવતો થોડો હોવો એટલે તમે ટેન્શન લીધા વગર ના બેસી જાવ .......અને ત્યારબાદ મને થોડુંક હળવું લાગિયું પણ લેહથી મનાલી નો રસ્તો એટલો ખરાબ એ વાતને પૂછો ....... રસ્તામાં અમુક જગ્યા ઉપર પહાડો તૂટી ગયેલા અને રસ્તા પણ તૂટી ગયેલા જોવા મળતા હતા તેમ જ ભેખડો પડીને રસ્તા ઉપર આવી ગયેલી હતી તો ઘણી જગ્યા પર નદીના પાણી રસ્તા ઉપર આવી ગયેલા હતા નવા રસ્તા ઉપરથી જીવના જોખમે એ કાકા એ જોરદાર ગાડી ચલાવી.....લગભગ દોઢ બે વાગે મને જિસપા ઉતારી દીધો અને અહીથી મારે આગળની સફર કરવાની હતી એટલે હવે વિચારતો તો હવે આગળ મને શું મળશે? .........
આગળની વાત પાર્ટ 03 માં......
ભાગ 01