લેહ થી મનાલી ની સફર.....
માત્ર 600રૂપિયા માં લેહ થી મનાલી કરેલ સફરની...વાત....
ભાગ 03
👉 જિસ્પા થી મનાલીના રસ્તે....
જીસ્પા તો પહોંચી ગયો પણ જીપ વાલા કાકાએ જિસ્પા રોડ પર એક ધાબા પાસે મને ઉતાર્યો અને મેં તેને ભાડાનું પૂછયું તો તે કે તારે જે આપવું હોય તે આપ છતાં મેં વિવેક ખાતર પૂછ્યું કે તમે કહો તે આપુ.... ત્યારે કાકાએ કીધું ભાઈ મારે તો આવવાનું હતું જ તો પછી તારે જે આપવું હોય તે આપ.... એમ છતાં મારા બહુ કહેવાથી તેણે ₹600 ભાડું લીધું. .....બાકી લેહ થી જિસ્પા પ્રાઇવેટ ટેક્સી કરો તો ઓછામાં ઓછા 2000રૂ તો ગણી જ લેવાના પણ કાકાની માણસાઈ જોવા મળી ..........આમ પણ અહીં પહાડી લોકોમાં સ્વાર્થ ખૂબ જ ઓછો જોવા મળે છે તેના જીવનનો ધ્યેય જીવન જીવવા માટેની મૂળભૂત જરૂરિયાતો માટે જ કમાવું બાકી જિંદગી જીવી લેવાની....... આપણી જેમ નહીં જેટલું મળે એટલું લૂંટી લેવું.... ભેગું કરી લેવું.....
હવે તો જિસ્પા થી મનાલી મારે પહોંચવાનું હતું અને સમય પણ બપોરનો થઈ ગયો હતો લગભગ બપોરના 1.30 થઈ ગયા હતા.... અહીંથી મનાલી 95 કિમી હતું એટલે લગભગ ત્રણ કલાકનો રસ્તો પાકો હવે અહીંથી કેમ જવું કે શું મળશે? જવા માટે તે વિચારતો હતો .....પ્રાઇવેટ ટેમ્પો ટ્રાવેલ્સ ઘણા નીકળ્યા પણ ઊભા રહ્યા નહીં કારણકે તે પ્રાઇવેટ બુકિંગ વાળા હતા. .....લગભગ 30 મિનિટ પછી મને એક શાકભાજીનો ટેમ્પો મળ્યો તેણે ઉભો રાખ્યો મેં પૂછ્યું તો કે પાછળ શાકભાજી છે તેમાં જગ્યા કરીને બેસવું હોય તો લઈ જાવ.... બાકી આગળના ભાગમાં બેસાડીશ નહીં કારણ કે પોલીસવાળા હેરાન કરે.... મેં વિચાર્યું જો આ ટેમ્પો જતો રહેશે અથવા જવા દીધો તો નક્કી નહીં હવે પછી કોઈ વાહન મળે કે ન મળે એટલે જે ભગવાનની ઈચ્છા એમ સમજીને પાછળ શાકભાજી થોડું આડા અવળું કરીને જગ્યા કરી સામાન મૂકીને બેસી ગયો...

ફરી એક વખત રૂકેલી યાત્રા શરૂ થઈ પણ ટેમ્પામાં એમાય પાછળ ખુલ્લામાં બેસવાની મજા પણ અલગ આવતી હતી ....પહાડોની વચ્ચેથી શાંતિથી ટેમ્પો ચાલતો હતો..... પહાડોની એક એક ટોચ જોવા મળતી હતી પવનની લહેરોને માણવાની મજા પણ અલગ હતી .....મસ્ત નજારો જોવા મળતો હતો અને કુદરત સાથે વાતો કરવાની મજા પણ આવતી હતી. ....ખબર નહીં ફરી વખત આવો મોકો ક્યારે આવશે કે નહીં આવે ......જે મળ્યું તે માણીયું .......આવું આપણું કામ એટલે મજા લઈ લેવાની..... મસ્ત ઠંડો પવન પણ આવતો હતો....
ટુક ટુક ટુક ટુક ટુક ટુક ટુક ટુક ટુક કરતો અમારો ટેમ્પો ચાલતો હતો લગભગ એક કલાક પછી થોડીક ઊંઘ આવી ગઈ અને જાગ્યો ત્યાં શિશુ આવી ગયું હતું. અહીંથી આગળ અટલ ટનલ આવવાની હતી એટલે હું ફરીવાર એક વખત તેને જોવા તૈયાર થઈ ગયો...
આમ તો અટલ ટનલમાંથી હું ઘણીવાર પસાર થયો છું ...ક્યારેક બાઈક લઇ તો .....ક્યારેક જીપમાં તો વળી..... ક્યારેક ટેમ્પો ટ્રાવેલ્સમાં પણ મેં અટલ ટનલ પસાર કરી છે પણ આ વખતે તો ટેમ્પામાં બેસીને પાર કરવાની હતી એનો પણ અનુભવ લેવાની મજા કરવાની હતી..... જેથી અટલ ટનલ પાસે આવી કે હું એક મસ્ત ફોટો લેવા ઉભો થયો અને ફોટો લીધો પણ તરત જ નીચે બેસી ગયો કારણ કે સામે જ પોલીસવાળા હતા અને હું એવું નહોતો ઈચ્છતો કે મારા કારણે ટેમ્પા ચાલકને પોલીસવાળા હેરાન કરે....
અટલ ટનલ વિશે વાત કરીએ તો એક અદભુત બનાવેલ ટનલ છે. જે લગભગ 10 કિલોમીટર જેટલી લાંબી છે તે સમયના વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ ના નામ પરથી નામ રાખવામાં આવ્યું છે... આ પહેલા મનાલીથી લેહ જવા માટે રોતાંગ પાસ ફરીને એક ઊંચાઈ પરથી પસાર થતો રસ્તો પાર કરીને જવું પડતું હતું તે અંતર વધારે તો હતું જ પણ તેના કરતા વધુ મુશ્કેલ ત્યાંનું વાતાવરણ જ્યારે ખરાબ થાય ત્યારે રોતાંગ પાસ બંધ કરી દેવામાં આવતો હતો અને આથી મનાલીથી લેહ તરફના રસ્તા પણ બંધ થઈ જતા હતા તેની સૈનિકો તેમજ તે તરફના લોકોને વસ્તુ પહોંચાડવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી આથી અટલ બિહારી બાજપાઈ આ પ્રોજેક્ટને મંજૂર કરીને ત્યાંના લોકો ને અને સૈનિકોને પડતી મુશ્કેલી દૂર કરી ....
લગભગ દસ કિ.મી નું અંતર કાપીને હું અટલ ટનલ થી મનાલી તરફના રસ્તે પહોંચ્યો .....આમ જુઓ તો અટલ ટનલની બંને સાઈડનું વાતાવરણ અને ભૌગોલિક પરિસ્થિતિમાં જમીન આસમાન નો ફેર છે ક્યારેક જાવ તો ત્યાંનો નજારો અનુભવ કરજો.....
લગભગ સાડા ચાર વાગ્યે મને મનાલી પાસે નગર જવાના રસ્તે ટેમ્પા વાળા ભાઈએ ઉતરવાનું કહ્યું કારણ કે તેને મનાલીમાં અંદર આવવાનું ન હતું તેને નગર તરફ જવું હતું એટલે મારો અને ટેમ્પા નો સાથ અહીં સુધી હશે
..... એમ સમજીને હું ત્યાં આવેલ બ્રિજ પાસે ટેમ્પામાંથી ઉતર્યો અહીં ટ્રાફિક ઓછી હતી એટલે આરામથી સામાન ઉતાર્યો અને ટેમ્પા ચાલકને મેં ભાડા માટે પૂછ્યું તો તેણે હસીને મને ભાડું લેવાની ના પાડી અને કહ્યું તમને હેરાન થતા જોઈને મેં બેસાડ્યા હતા ભાડા માટે નહીં....... ફરી એક વખત ભલા માણસ સાથે મુલાકાત થઈ નિસ્વાર્થ પણે હસતા હસતા તે ભાઈ એમ બોલીને જતા રહ્યા...
હું વિચારતો હતો સવારના 2:00 વાગ્યાનો જાગ્યો અને ચાર વાગ્યાની મુસાફરી ચાલુ કરી પહેલા બસ પછી ટ્રક પછી જીભ અને અંતે શાકભાજીના ટેમ્પા દ્વારા મનાલી સાડા ચાર વાગ્યે પહોંચ્યો .....અલગ અલગ અનેક લોકોની સાથે મુસાફરી કરી પુરા રસ્તાની મજા પણ લીધી અને ડર સાથે સવારી પણ કરી ભાડું તો માત્ર 600 રૂપિયા થયું અને હું મનાલી પહોંચ્યો....
એક થેલો ઉપાડ્યો અને પાછળ પહેરી લીધો અને બીજી ટ્રોલી બેગ હતી જે ઘસાડવાની ચાલુ કરી મનાલી દીક્ષા સ્ટેન્ડ તરફ ચાલવાનું શરૂ કર્યું શરૂઆતમાં થોડુંક ચડાણ આવે છે તે ચડી અને રીક્ષા સ્ટેન્ડ સુધી પહોંચ્યો લગભગ 500 મીટર જેટલું અંતર હશે થોડોક થાક તો લાગ્યો હતો પણ આજુબાજુ વાતાવરણ સારું હતું તેનો આનંદ લેતા લેતા રીક્ષા સ્ટેન્ડ પર પહોંચ્યો અને એક રિક્ષાવાળાને ઓલ્ડ મનાલી આવવા માટે પૂછ્યું તો તેણે ₹50 કીધું એટલે હું રિક્ષામાં બેસી ગયો અને તેણે મને ઓલ્ડ મનાલી પાસે આવેલા ક્લબ હાઉસ પાસે ઉતાર્યો જ્યાંથી થોડીક જ દૂર ઉપરના ભાગમાં મારી હોસ્ટેલ આવેલી હતી....
ફાર્મ હોસ્ટેલ
આ હોસ્ટેલ ઓલ્ડ મનાલી માં ક્લબ હાઉસ પાસે ઉપરના ભાગમાં આવેલી છે આમ તો આ હોસ્ટેલ સુધી પહોંચવા માટે શરૂઆતમાં થોડુંક ચડાણ આવે છે અને ત્યાર પછી સફરજનના બગીચાઓમાંથી નાની પગ કેડી પસાર કરીને લગભગ અડધો કિલોમીટર ચાલીને હોસ્ટેલ સુધી પહોંચી શકાય છે .........પહેલીવાર જે પણ મારી સાથે આવે અને તે થોડું ચડાણ ચડ્યા પછી હાફી જાય એટલે મનમાં ને મનમાં મને ગાળો આપે અને પાછું ખેતરોમાં થઈ જંગલમાં થઈને ચાલવાનું એટલે વધારે ગાળો આપે પણ એકવાર હોસ્ટેલ પર પહોંચી ગયા બાદ ત્યાંના નજારો જોઈ તેઓની બોલતી બંધ થઈ જાય છે.
તેનું ચારે બાજુનું વાતાવરણ લગભગ સ્વર્ગ જેવું લાગે અને સૌથી સારી બાબત તો ત્યાં ગાડીઓ કે લોકોનો ઘોંઘાટ તો સેજ પણ નહીં એટલે રહેવાની પણ ખૂબ મજા આવે.... શાંતિ...શાંતિ...શાંતિ....
સાંજના સાડા પાંચ જેટલા વાગી ગયા હતા હું હોસ્ટેલ પર પહોંચ્યો ત્યારે અને ત્યારે ત્યાં જ મારા મિત્ર અને હોસ્ટેલના માલિક જીત ભાઈને મળીને સારા સમાચાર પૂછ્યા અને હું મારા રૂમમાં સામાન મૂકી ગીઝર ચાલુ કરીને ગરમ પાણીએ નાવા બેઠો ......લગભગ 15મિનિટ સુધી સ્નાન કર્યું અને બહાર આવી કપડાં પહેરી અને પલંગ પર પડ્યો કે તરત જ ઊંઘ આવી ગઈ...
તો આ હતી મારી લેહ થી મનાલી સુધીની માત્ર 600 રૂપિયાની સફર....
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ભાગ 01
ભાગ 01