માત્ર 600 રૂપિયામાં કેમ કરી તેની વાત......
લેહ થી મનાલી એક બસ ચાલે ...સવારે 4 વાગે ઉપડે ...આગળના દિવસે સવારે 8 વાગિયા પહેલા નામ બસ પર બસ ડેપોમાં જઈને નામ લખાવી નાખવાના નહિ તો સીટ ના મળે .... મારે એવું જ થયું બપોરે 2 વાગે નામ લખાવવા ગયો તો બસ ફૂલ થઈ ગયેલ એટલે જગ્યા ના મળી ... પાછું ટિકિટ બારી પર નામ ન લખે પણ સવારમાં આઠ કલાકે બસમાં બેઠેલ કંડકટર નામ લખે અને નાની એવી એક કાપલી આપી તમારો નંબર લખીને આપી દે જે સવારે બસમાં આવો ત્યારે તે સીટ ઉપર તમારે બેસવાનું આવી સિસ્ટમ ગોઠવેલી...
બીજે દિવસે સવારે બે વાગ્યે જાગ્યો નાહી ધોઈને તૈયાર થઈને સવારે 3.30 પોચી ગયો બસ સ્ટેશન .... જેવો બસમાં ચડવા ગયો પણ એટલી બધી ગરદી કે બસમાં પગ મૂકવાની પણ જગ્યા નહીં એટલે કંડક્ટરે મને ના પાડી એટલે પાછો હું બસમાંથી ઉતરી ગયો અને જેવો આગળ ચાલ્યો એટલે ડ્રાઇવરની નજર મારા પર પડી અને મને કીધું કઈ બાજુ જવાનું છે મેં કીધું મારે મનાલી જવું છે તો મને કે બેસી જાવ બસમાં ..... મેં કીધું કનેક્ટર ના પાડે છે તો મને કે મારું નામ આપજો એટલે પછી ફરી વખત હું બસમાં ગયો અને કંડકટરને કીધું કે ડ્રાઇવર એ કીધું છે બસમાં ચડવાનું એટલે મને એણે બસમાં આવવા દીધો.....પછી તો ઊભા રહેવાની માંડ માંડ જગ્યા મળી પગ મૂકવા ની .... જેમ તેમ કરીને સામાન મુક્યો અને એક પગ પર ઉભા રહી શકાય એટલી જગ્યા મને વ્યવસ્થિત મળી....
ખીચો ખીચ ભરેલી બસ અંતે 4 વાગે ઉપડી પણ 2 કલાક માં માંડ 50 km અંતર કાપ્યું અને હું થાકી ગયો કારણ કે 450 km તો કેમ કાપવું એવો વિચાર કર્યો... લગભગ છ વાગે બસ એક નાના એવા ધાબા પર ચા પાણી નાસ્તા માટે ઉભી રાખી અહીં લગભગ અડધો કલાક બસ ઊભી રહેવાની હતી એટલે મેં વિચાર્યું કે ભાઈ આમનામ કેટલું અંતર કાપી શકાય એમ વિચારીને અહીં સામાન સાથે ધાબા પર ઉતરી ગયો અને કંડકટરને વાત કરતા તેણે મારી પાસે લીધેલા ટિકિટના 600 રૂપિયા પરત આપ્યા.... આ ₹600 લેહ થી કિલોંગ સુધીના ટિકિટના રૂપિયા હતા ત્યાંથી આગળની સફરના ફરી વખત ટીકીટ લેવાની હતી......
અહીં ખૂબ જ નાનો એવો ધાબો હતો ત્યાં થોડીવાર બધા ચા પાણી નાસ્તો કર્યો અને બસ ઉપડી ગઈ.....હું બેઠો નાના એવા ધાબા પર આગળની સફરની શરૂઆત કરવાની રાહે .....
આગળની સફર ભાગ બેમાં આપણે જોઇશું.....
ભાગ 01