કેદારકાંઠા ટ્રેકિંગ ભાગ 05- મારા અનુભવો

દિવસ ...5- 31/12/2017


આજે સવારે ફરી 6 વાગીએ જાગીયા ....અને કાલની જેમ પાણી થી ડરતા ડરતા બ્રશ કરીયું...કાલ કરતા આજે વધારે ઠંડી હતી ....રાત્રે માઇન્સમાં તાપમાન ચાલી ગયું હતું તેવો રિપોર્ટ કેમ્પના ડોક્ટરે આપીયો હતો....અમારી આજુ બાજુ ઉપરના પહાડોમાં બરફ વર્ષા થયેલ દેખાતી હતી...ચા પીઈને અમે કેમ્પમાં ફરી વખત લઇ જવાના થેલા વ્યવસ્થિત પેક કરિયા...7.30 કલાકે અમને નાસ્તો આપવામાં આવીયો...આજે પણ નાસ્તો સરસ હતો...મેન્દુ વડા , સંભાર, ચટણી,સેવયાનું દૂધ... દક્ષિણ ભારતનું ખાણું હતું પણ ઉત્તર ભારતમાં પણ એવો જ સ્વાદ આવતો હતો...નાસ્તો કરીને અમે આજના બપોર માટે ડબ્બામાં લંચ પેક કારવ્યુ ...લંચમાં પરોઠા અને ચણાનું શાક હતું...તે લઈને અમે ટેન્ટમાં ગયા...અમને આપવામાં આવેલ સ્લીપિંગ બેગ અને કમબલ જમા કારવીયા...થેલા પેક કરીને ટેન્ટની સફાઈ કરીને અમે ડાઇનિંગ ટેન્ટમાં બધા જ ભેગા થયા....



આજે અમારા ટ્રેકની શરૂઆત હતી...પ્રથમ દિવસ ....માટે બધી તૈયારી કરીને અમે ભેગા થયા હતા...ત્યાં અમારી ગણતરી કરીને બધા જ મેમ્બરોને 100 ગ્રામ સૂકો મેવો અને એક ફૂટીનું પેકેટ આપવામાં આવ્યુ અને કહેવામાં આવ્યુ કે આ વસ્તુનો ઉપયોગ બીજા હાયર કેમ્પ પર કરજો...અંતે અમને બેઇઝ કેમ્પને વીદાય આપીને નિકળિયા..... કેમ્પના ગેટ પાસે જ અમારો જુસ્સો વધારવા માટે kk15 ના મિત્રો તાળીઓ પાડી અને શુભેચ્છાઓ આપતા હતા....આજ 31 ડિસેમ્બર હોવાથી ઘણા મિત્રો એડવાન્સમાં જ અમને હેપી ન્યુ યર પણ કહેતા હતા...હા આજે 31 ડિસેમ્બર એટલે મોટા ભાગે લોકો એવું સમજે છે કે તે દિવસે દારૂ ની મહેફી કરીને ને ઉજવાય...પણ તે તદ્દન ખોટું છે....મિત્રો સાથે આવા ટ્રેક કરીને કે ફરવા જઈને કે ફેમિલી મેમ્બર સાથે પણ એન્જોય કરી શકાય...હા yhai ના કેમ્પમાં દારૂ, સિગારેટ કે તમાકુ જેવા કોઇ પણ વ્યશનની સખત મનાઈ હોય છે.....અને દરેકના થેલા પણ ચેક કરવામાં આવે છે....અને જો કોઈ પકડાય તો તરત તેને રજા આપી દેવામાં આવે છે...તેની ફી પણ જાય છે...કારણ કે આ કેમ્પમાં પુરુષો અને મહિલાઓ પણ હોય છે....મર્યાદા પણ જાળવવા બાબતે આ સંસ્થા કડક છે...અમારામાંથી કોઈ પણ દારૂ પીવા વાળા ન હતા ....


અમેં શરૂઆત 6455 ફૂટ ઉચ્ચાઈથી ચડવાનું ચાલુ કરીયું ...આગળ એક ગાઈડ અને પાછળ એક ગાઈડ અને વચ્ચે અમારી 52 સભ્યોની ટીમ ચાલે...ચડાણ સિધુ હતું માટે થોડી મુશ્કેલી પડતી હતી....મને આજે પણ તાવ હતો જ અને ઉપર થી સામાન ....થોડું ચાલીયા બાદ પોટર ( સામાન ઉચકવા વાળા ) મળી ગયા...એક દિવસના 500 રૂપિયા લેખે અમે 3- 4 મિત્રોએ સામાન પોટરને આપી દીધો...છતાં એક નાની બેગ અમારી પાસે રાખી હતી જેમાં રેઇનકોટ , ટોપી, કેમેરો,પાણીની બોટલ અને જરૂરી દવાઓ હતી....અમને થોડી વાર કોઈ તફલિક ન પડી પછી ધીરે ધીરે થાક લાગવા લાગીયો અને બધા પોત પોતાની રીતે શાંતિ થી ચડાણ ચાલુ રાખીયુ ...અમુક ઊંચાઈ ચડિયા બાદ 5 ,10 મિનિટનો આરામ કરી ફરી ચડાણ ચાલુ કરતા હતા....ટ્રેકિંગનો મતલબ છે પડાવ સુધી સ્પીડમાં જવું નહીં પણ શાંતિ થી પ્રકૃતિને માણતાં માણતા જવું ...


જંગલ માં થતા નાનામાં નાના અવાજને સાંભળવો...અમને પણ કંઈક આવો જ નજારો જોવા મળતો હતો ...ઊંચા ઊંચા વૃક્ષો, મોટા મોટા પહાડો , અને આજુ બાજુની પર્વતોની હારમાળાઓ .... અમુક સ્થળ પર સફેદ વાંદર જોવા મળિયા...તો અમુક વૃક્ષો પર વિવિધ પક્ષીઓ જોવા મળિયા....આ બાજુ સવારે જ તાજો બરફ પડીયો હતો માટે ધીરે ધીરે ઠંડી વધતી હતી...પણ ચડાણ ચડવાનું હોવાથી અમને ગરમી થવા લાગી હતી...તો અમે થોડી વાર માટે જેકેટ કાઢી નાખીયા હતા....1 કલાક જેટલો સમય ચડાણ કરિયા બાદ એક નાનું એવું ઝૂંપડું આવ્યુ ત્યાં અમારી ટીમ ટી બ્રેક માટે વિરામ કરિયો...અમારી જેમ વિવિધ સંસ્થાઓ માંથી આવેલ ટ્રેકરો પણ જોવા મળતા હતા...તે અમને શુભેચ્છાઓ આપતા હતા અને અમે તેમને ....જેવા ટી બ્રેક માટે ઉભા રહિયા ત્યાં તો કોઈએ ખજૂર તો કોઈએ કાજુ બદામ કાઢીયા અને એક બીજાને આપીને થોડો નાસ્તો કરિયો...


ગુજરાતી સિવાય અન્ય ટ્રેકરો પણ આમરી સાથે હતા તેવો ખૂબ ઓછો નાસ્તો ઘરે થી લાવીયા હોય તેવું લાગતું હતું....અમે પણ બાકીના મિત્રોને પણ નાસ્તો આપીયો....થોડીવાર આરામ કરી ફરીવાર અમારી સફર ચાલુ થઈ....હવે પછી આગળનો પોઈટ બપોરનું જમવા માટેનો હતો....ગરમ પાણી ની વ્યવસ્થા દરેક કેમ્પ પર કરવામાં આવેલ હોવાથી અમે થર્મોસમાં જ સવારે ગરમ પાણી ભરી લીધું હતું માટે પાણીની તો કોઈ તફલિક ન હતી અને સવારે પાણીમાં ગુલુકોઝ પણ મિક્સ કરિયો હતો જેથી કરીને એનરજી જળવાઇ રહે ...તેમ છતાં પોકેટમાં ચોકલેટ અને ગુકુકોઝની ગોળીઓ પણ હતી જ...શ્વાસ થોડો ચડે તો થોડી વાર આરામ કરીને પાછા સફર શરૂ કરતાં...


અંતે 12.30 આજુબાજુ લંચ પોઈન્ટ પર પોહચી ગયા....ત્યાં નો નજારો જોઈને મન ખુશ થઈ ગયું થાક એક જ મિનિટમાં જ ઉતરી ગયો...નાનું મેદાન જેવી જગ્યા હતી...બે બાજુ બરફના ઢગલા હતા....એક નાનું ઝૂંપડું હતું...જે ચા, નાસ્તાની નાની દુકાન હતી....બધા જ ગ્રુપ પ્રમાણે લંચ માટે બેસી ગયા...ડબ્બામાં પરોઠા અને ચણાનું શાક હતું તે ખાવાની શરૂઆત કરી...જેમ જેમ લંચ પૂરું થતું ગયું તેમ તેમ લોકો સાઈડ સીનના ફોટા પાડવા લાગીયા...બરફના ઢગલા પર જઈને સેલ્ફી લેવા લાગીયા...લગભગ એક કલાક જેવો સમય ત્યાં રોકાયા....અને પછી સભ્યોની ગણતરી કરીને અમે બધા ફરી વખત ચડાણ ચાલુ કરીયું...ભોજન લેવા થી નવી શક્તિ આવી ગયી હતી...એટલે પાછા સ્પીડમાં ચડાણ કરવા લાગીયા...પણ થોડી વાર પછી પાછા થાકી ગયા અને ઝડપ ઓછી થવા લાગી....અમે શાંતિ થી ચડાણ કરતા હતા તેમજ સાથે સાથે ફોટોગ્રાફી પણ કરતા હતા...કારણ કે નજારો જ એવો હતો કે ફોટા પાડવાનું મન થઇ જ જાય....ઠંડીને કારણે મોં માંથી ધુવાડા નીકળતા હતા...સાથે સાથે ખતરાનું પણ ધ્યાન રાખતું જવાનું...જંગલમાં ક્યારેય એકલા ન ટ્રેક કરાય...ગ્રુપમાં ટ્રેક કરવામાં આવે તો ખતરો ઓછો રહે...જંગલી પ્રાણીઓ એકલી વ્યક્તિ પર વધારે હુમલો કરી શકે છે...અહીં લેપડ, રીંશ જેવા પ્રાણીઓ નો ખતરો હતો તેની જાણકારી કાલે જ અમને આપવામાં આવી હતી...ડર ન હતો પણ સાવધાની રાખવી સારી...


સફર ચાલુ જ હતી ..ક્યાંક પથ્થર , ક્યાંક ઘાસ તો ક્યાંક બરફથી જામેલ નાના નાળાઓ આવતા હતા...થોડું આગળ ચાલીયા પછી બરફમાં ચડાણ આવતું દેખાયું...બરફના ચડાણમાં ખુબ જ ધ્યાન રાખવું પડે...જો તાજો બરફ હોય તો બહુ પ્રોબ્લેમ ના આવે..પણ જૂનો બરફ હોય તો તે જામી ગયો હોય છે અને કાચના પથ્થર જેવો થઈ ગયો હોય છે ...તેના પર પગ મૂકતી વખતે પગ લપસે નહીં તેનું ધ્યાન રાખવાનું હોય છે...જો લપસે અને શરીરનું બેલેન્સ ન રહે તો ઇજા પણ થાય...માટે અમે સાવધાની થી ચડાણ કરતા હતા...એક હાથમાં બરફમાં મદદ થાય તેવી સ્ટ્રીક પણ હતી..જેને કારણે પણ સ્પોટ મળી રહેતો હતો.....હવે ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતું જતું હતું માટે શ્વાસમાં પણ તફલિક પડતી હતી..જેને કારણે થોડી વાર માંડ ચાલી શકતા હતા...અને થોડી વાર આરામ કરીને પાછા ચાલવાનું શરૂ કરતાં હતા...


લગભગ 2.30 વાગિયા હશે અને અમને "જુડા તળાવ"નો હાયર કેમ્પ પહેલાનું બેનર દેખાયું ...પછી તો ઝડપ કરી પણ જેમ જેમ નજીક જતા ગયા તેમ તેમ કેમ્પ દૂર જતો હોય તેવું લાગીયું...અંતે અમે 8700 ફૂટની ઉંચાઈ પર જુડા તળાવ ના કેમ્પમાં પોહચિયા....તાપમાન આશરે 2 કે 3 ડિગ્રી...કેમ્પના રસ્તા પર જ કેમ્પ લીડર અમને વેલકમ માટે ઉભા હતા...તેઓ દક્ષિણ ભારતના હતા....જેમ જેમ ટીમના મેમ્બરો આવતા ગયા તેમ તેમ તેમને રહેવા માટે ટેન્ટની ફાળણી કરવામાં આવી...આજે અમે 11 મિત્રો એક જ ટેન્ટમાં સાથે હતા....હજી અમારો સામાન લઈને મુકતા હતા ત્યાં જ મારી સાથે એક દૂરઘટના બની....હું મારા સામાનનો થેલો પોટર પાસેથી લઈને ટેન્ટમાં મુકવા જતો હતો ત્યારે ટેન્ટપાસે ઢાળ હતો અને તે થોડો ભેજ વાળો હોવાથી હું લપસીને બેગ સાથે પડીઓ પણ સારું થયું કે કોઈ પણ ઇજા ન થઈ...બેગ અને કપડાં થોડા ખરાબ થયા પણ અહીં કપડાં કેવા છે તેનું કોઈ મહત્વ હોતું નથી....કારણ કે કોઈને કોઈ જગ્યા પર દરેકના કપડાં ખરાબ થાય જ....અને તમે જો કપડાંનું ધ્યાન રાખો તો ટ્રેક જ ન કરી શકો....અમે અમારો સામાન ટેન્ટમાં મુકિયો....


આજના ટેન્ટ બરફ પર બનાવવામાં આવેલ હતા કારણ કે ચારે બાજુ બરફ જ હતો...તે ઉપરાંત જમીન ખાડા ટેકરા વાળી હોવાથી સુવાની સુવિધા બહુ સારી તો ન હતી...પણ અમે અમારી રીતે મન મક્કમ કરીને ટેન્ટમાં ગોઠવાઈ ગયા...એક બીજાની તફલિકો સમજીને બધા ગોઠવાઈ ગયા...જે લોકોને સુવિધા જોતી હોય તે લોકો ક્યારેય ટ્રેકિંગ ન કરી શકે....જેવું મળે તેવુ ચલાવી લેવું ...અને ન મળે તો પણ ચલાવી લેતા આવડે તે લોકો માટે જ ટ્રેક હોય છે...એક બીજી વાત હું ઘણી જગ્યા પર ફરિયો છું ઘણા પૈસા પણ ખર્ચ કરિયા છે પણ જે કુદરતી સૌંદર્ય તમને ટ્રેકિંગમાં જોવા મળે તે ક્યારેય ટૂરમાં ન જોવા મળે...

ટેન્ટમાં આવતા ની સાથે જ અમે થર્મલ પહેરી લીધા...ત્યાર બાદ કેમ્પ લીડરે બધાને રસોડાના ટેન્ટ પાસે ભેગા કરીને જરૂરી સૂચના આપી અને કાલનો કાર્યક્રમ સમજાવીયો...મોટે ભાગે ઠંડી હોય એટલે તાપણું સાંભરે પણ તાપણું કરવાની સખત મનાઈ કરવામાં આવી હતી તેમજ આજુબાજુના વિસ્તારમાં ન જવા જણાવ્યુ...ત્યાર બાદ ચા અને બિસ્કિટ નો નાસ્તો અમને આપવામાં આવીયો..અને થોડી વાર પછી ગરમા ગરમ સૂપ આપવામાં આવ્યુ...સૂપ સારું હતું ....અને ઠંડીમાં ગરમ સુપ કોને ન ભાવે?...ત્યાર બાદ અમને સ્લીપિંગ બેગ અને કમબલ આપવામાં આવિયા...જે લઈને અમે અમારા ટેન્ટમાં મુકિયા...અને પછી ટેન્ટમાં અમે સાથે લાવેલ નાસ્તો ખોલિયો અને બધાએ નાસ્તો કરિયો..દરેક મિત્રો પોતાનો નાસ્તો બધા પહેલા ખાય તેવી દલીલ કરતા હતા તેનું મૂળ કારણ હતું કે પોતાનો નાસ્તો પહેલા ખૂટી જાય તો એટલો ભાર ઓછો ઉચકવો...આવો પ્રેમ અમારી બધા વચ્ચે હતો...


થોડી વાર પછી જમવાનુ તૈયાર થઈ જતા જે ભાવે તે અમે કરીને બધા જમવા ગયા અમૂકે શાક રોટલી અને દાળભાત લીધા તો અમૂકે ખાલી દાળભાત લીધા...આજે પનીરનું શાક હતું ...જમીને પાછા ટેન્ટમાં બધા બેઠા...આજે અહીં બાથરૂમની વ્યવસ્થા બહુ સારી ન હતી એટલે દરેકે નક્કી કરીયું કે દેશી ગામડાની પદ્ધતિ અપનાવી... સાંજના 7 વાગિયા હશે અને અમે સુવાની ત્યારી કરી લીધી....આજે 31 ડિસેમ્બર હોવાથી થોડીવાર માટે એવું નક્કી કરવામાં આવ્યુ કે આપણે બહાર બેસીને મજાક મસ્તી કરીએ..પણ તાપમાન માઇન્સ 3 ડિગ્રીમાં જતું રહેવાથી બધો પ્રોગ્રામ કેન્સલ કરીને સ્લીપિંગ બેગમાં ધુસીને સુવાનું નક્કી કરી લીધું...
અને હું આજની વાત ટાઈપ કરવા બેઠો અને બાકીના મિત્રો થોડી વાર માટે જોક્સ કરિયા...અહીં થી ચંદ્ર ખુબ જ નજીક અને રમણીય દેખતો હતો ..અને ગુલાબી રાત્રીનો અહીં એવો નજારો હતો કે તે ક્યારેય આપણને શહેરોમાં ન જોવા મળે...માટે અમુક મિત્રો બહાર આ નજારો જોવા ગયા ..મને પણ એમ થયું કે લાવ હું પણ જાવ...પણ જેવો ટેન્ટની બહાર નિકળિયો અને 1 મિનિટ પણ નહીં થઈ હોય ત્યાં તો મને એટલી ઠંડી ચડી કે માંડ માંડ ટેન્ટ ની અંદર પહોંચી શકાયું....અને થોડી વાર તો એમ થયું કે હમણાં બેભાન થઈ જઈશ પણ સ્લીપિંગ બેગમાં ઘુસીને સુઈ જ ગયો થોડી વાર ન હલીયો કે ચાલીયો ...થોડી વાર પછી થોડું સારું થયું અને જીવ આવીયો હોય તેવું લાગીયું...


આમ તો આજે મને વધારે ઠંડી એટલે લાગતી હતી કારણ કે તાવ હજી હતો જ...બહાર ગયેલા મિત્રોમાં જેમ જેમ જેને જેને ઠંડી લાગતી ગઈ તેમ તેમ તેવો ટેન્ટ માં આવતા ગયા અને સુવા લાગીયા....થોડી વાર પછી રોજની જેમ મ્યુઝિક ( નસકોરા ) ચાલુ થયું અમુક અમુક ના ....હું પણ પછી સુઈ ગયો...પણ રાતના 11 જેવો સમય થયો હશે અને હું જાગી ગયો....ગળુ સુકાતું હતું એટલે પાણી પીઈને થોડી વાર પછી પાછો સુઈ ગયો પણ રાત્રીના 3 વાગિયા હશે અને લગભગ એક પછી એક મિત્રો જાગીયા અને થોડી વાતો કરી પાણી પીધું અને સુઈ ગયા ....હું એક જ જાગતો હતો...તબિયત સારી ન હોવાથી ઊંઘ આવતી ન હતી કે પછી કુદરતી વાતાવરણ ને કારણે ઊંઘ પુરી થઈ ગઈ હશે? ...મેં ફરી વખત તાવની ગોળી લીધી અને મેં ફરી ટાઈપિંગ ચાલુ કરીયું અને અત્યારે સવારના 5.16 થાય છે ...હજી 7 વાગિયા સુધીનો સમય છે...તો હવે સુઈ જાવ છું...કાલે ફરી મળીશું ત્યાં સુધી....
આગળની વાત ભાગ 06 માં
મારા અને મારી ટીમ kk 14ના વંદે માતરમ...
==================================================
👉 માહિતી સારી લાગી હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલસો નહીં મિત્રો