કેદારકાંઠા ટ્રેકિંગ ભાગ 06 - મારા અનુભવો

 દિવસ....6- 01/01/2018

સવારે મોડેથી ઊંઘ આવી હતી...પણ કુદરતી વાતાવરણ હોવાથી 7.30 સુધીમાં ઊંઘ પુરી થઈ ગઈ હતી ...આજે બધા કરતા મોડો હું જાગીયો ...મારી તબિયત સારી ન હોવાથી બધાએ મને સુવા દીધો...ટ્રેકિંગ કેમ્પમાં એક સરસ વાત જોવા મળે કે દરેક મિત્રો તમને પુરા ટ્રેક દરમિયાન મદદ કરે ...એક બીજાનું ધ્યાન રાખે...કોઈ પણ રાજયનો હોય ... મારી તબિયત ખરાબ હતી જેની મને ચિંતા હતી તેના કરતા અમારા ગ્રૂપને વધારે હતું...થોડી વારે ને થોડી વારે દરેક મિત્રો ખબર પૂછ્યા કરતા... સવારે જાગીને બ્રશ કરીને ચા પીધી....ત્યાર બાદ નાસ્તો ત્યાર હોવાથી દરેક મિત્રો કરવા ગયા ....નાસ્તો મારો મનપસંદ બટેકા પૌવા હતા પણ આજે કોઈ નાસ્તો કરવાની મારી ઇચ્છા ન હતી...


અહીં થી અમારે લોહાસુ હાયર કેમ્પ 2 પર આજે જવાનું હતું..જેની ઉંચાઈ 10259 ફૂટ છે.....માટે અમે 9.30 વાગ્યા સુધીમાં તૈયાર થઈ કેમ્પ બહાર નિકળિયા .... અમે s-11 (અમારું સુરતના 11 નું ગ્રુપ જેનું અમે નામ s 11 આપીયુ હતું ) તે બધાએ નક્કી કરીયું કે આજે લંચ પેક નથી લેવું અને અમે સુરતથી સાથે લાવેલ નાસ્તો જે હજી ઘણો બાકી હતો તે આજે બપોરે ખાઈ નાખવો....કેમ્પના લીડરે અમારી હાજરી પુરીને જરૂરી સૂચનાઓ આપી વિદાય કરિયા...દરેક કેમ્પ છોડતી વખતે અમે રસોઈયા અને અન્ય સ્ટાફનો આભાર માની વિદાય લઈએ તેવું આજે પણ અમે કરીયું... 15 મિનિટ નું ચડાણ બાદ અમે જુડા તળાવ પહોંચીયા...અમારો હાયર કેમ્પ આ સ્થળ થી આશરે 200 ફૂટ નીચે હતો પણ છતાં તેનું નામ જુડા તળાવ જ આપવામાં આવેલ હતું....


જુડા તળાવ નો અર્થ થાય બે જોડિયા તળાવ....એક આખું બરફથી થીજી ગયેલ અને એક માં પાણી...આમ બને એક જ હતા જોવા વાળને એમ જ લાગે કે આ એક જ તળાવ છે જે અડધું બરફવાળું અને અડધામાં પાણી......અમે ત્યાં પહોંચી તો નજારો ખૂબ જ સરસ હતો જેનું હું વર્ણન પણ શબ્દમાં ન કરી શકું....તે સ્થળ જોતા તમને લાગે કે જે ફિલ્મમાં સ્વીઝરલેન્ડ દેખાડે છે તેના કરતાં પણ વધારે સુંદર હતું....ત્યાં કિનારે બીજા ટ્રેકિંગ ગ્રુપના ટેન્ટ લાગેલા હતા....જે ખાનગી સંસ્થાઓના હોય છે...અમે અમારી બેગો કિનારે એક સ્થળ પર મૂકીને તમામ ગ્રુપના સભ્યો તળાવ ની ઉપર ગયા ...જે ભાગ બરફ વાળો હતો તેની ઉપર બધા ઉભા રહીને ફોટોગ્રાફી કરવા લાગીયા ....એક તરફના કિનારા તરફ થી ચાલીને બરફવાળા ભાગ પર જઈ શકાતું હતું અને સામેની બાજુનો કિનારો પાણી વાળો હતો...દરેક મિત્રો ખૂબ જ ઉત્સાહમાં હતા કારણકે એક અજાયબી જોઈ રહિયા હતા અને તે તળાવની ઉપર ઉભા હતા....આ અજાયબી કુદરત દ્રારા બનાવવામાં આવેલ હતી...આ નજારો જોતા જ અમે તો નક્કી કરી લીઘું કે અમારો ટ્રેક સફળ થઈ ગયો...અમુક અમુક મિત્રો ધ્યાન ન રાખવાથી બરફના ભાગમાં લપસીને પડિયા પણ....તળાવ ઊંડું પણ ખૂબ હતું જેની માહિતી અમને અમારા ગાઇડે આપેલ....પણ બરફવાળા ભાગ પર કોઈ પ્રોબ્લેમ ન હતો...અને વિશ્વાસ મૂકીને અમે બધાએ ત્યાં ખૂબ જ મજાક મસ્તી કરી અને ફોટા પણ ભરપૂર પાડીયા....પણ પછી થી એક વિચાર આવીયો કે જો બરફવાળો ભાગ તૂટી ગયો હોત તો અમારી હાલત શુ થાત તે વિચારતા એક ધુજારી શરીરમાં આવી ગઈ હતી...પણ વિશ્વાસ માણસને હિંમત આપે છે અને અમને વિશ્વાસ હતો yhai સંસ્થા પર ....


સ્થળની સુંદરતા ફોટામાં જોઈ શકો છો...અંતે ત્યાં અમે 20 મિનિટ માટે રોકાઈને આગળ પાછું ચડાણ ચાલુ કરીયું...હવે ચડાણ કપરું આવતું જતું હતું...થોડું ચાલીએ ત્યાં જ થાકી જવાતું હતું....શ્વાસ ચડી જતો હતો માટે દરેક મિત્રો થોડીવાર માટે ઉભા રહીને પાણી પી ને ફરી પાછા સફર ચાલુ કરે....અમુક જગ્યા પર તો 70 ડિગ્રી જેવું ચડાણ પણ આવતું હતું....થાક તો લાગતો જ હતો પણ મનમાં ઉત્સાહ હતો કે ટ્રેક પૂરો કરવાનો અને કુદરતી સૌંદર્ય જોવાનો, માણવાનો માટે તે થાક પણ ગાયબ થઈ જતો હતો...અમુક જગ્યા એ તો એવો રસ્તો હતો કે બને બાજુ ખીણ અને વચ્ચે ટોચ પર ચાલવાનું ....પણ ડર તો ટ્રેકિંગ માં લાગે જ નહીં અને જો લાગે તો ટ્રેકિંગ કરી ન શકો...અમુક રસ્તા પર પહેલા પડેલ બરફ જામી ગયો હતો મતલબ કડક થઇ ગયો હતો ત્યાં લપસીને પડવાની સંભાવના વધારે હતી...એવી જ એક જગ્યા પર મારો પગ લાપીયો અને હું પડીયો પણ કોઈ ઇજા થઇ ન હતી...હા ત્યાં થોડી માટી પણ હોવાથી કપડાં ખરાબ થાય હતા ....પણ અહીં ટ્રેકમાં કપડાંની ચિંતા જ ન હોય....


બપોરના લગભગ 1.00 વાગીએ અમે એક સ્થળે બેસીને લંચ લેવા ભેગા થયા..હું થોડો લેટ હતો ....શાંતિથી વીડિયો ઉતારતો અને ફોટા પડતો આવતો હતો ....અને આમ પણ આ વખતે મારી સ્પીડ ગયા ટ્રેક કરતા ઓછી હતી તેનું મુખ્ય કારણ તબિયત હતી...સુરત પણ ઠંડી હોય તો પણ મને શરદી થઈ જાય છે ત્યાં અહીં ઠંડીનું તો પૂછવું જ શુ?... હું પહોંચીયો ત્યાં અમારા s 11 ગ્રુપે નાસ્તાના ડબ્બા ખોલીને જમવાનું ચાલુ કરી દીધું હતું....મેં પહોંચીને 2 કે 3 સુખડીના પીસ ખાધા....અને થોડી સિંગની ચીકી ખાધી... ત્યાર બાદ અમારી સાથેના મિત્ર સુરેશ બરવાળીયા જેવો સુરતના એક સારા સિવિલ એન્જીનીયર છે અને હું અને બીજા ઘણા મિત્રો તેની સાથે પ્રથમ વખત દેવ ટીબ્બા ( 3 મે ,2017 )ટ્રેકિંગમાં ગયા હતા અને તે અમારો તો પહેલો અનુભવ હતો પણ તેઓએ તો ઘણાં ટ્રેક પુરા કરિયા હતા....તે વખતે તે ટ્રેકમાં અમે 14 વ્યક્તિઓ હતા અને આ વખતે તેમાંથી 5 મિત્રો હતા બાકીના આવવા તો માંગતા હતા સમય અને સંજોગો નહીં હોય તો તેઓ આવી શક્યા ન હતા....પણ ટ્રેક અગાઉ ગ્રુપ મિટિંગમાં બધા જ હાજર રહીને અમને શુભેચ્છાઓ આપી હતી... સુરેશભાઈ પાસેથી તાવ અને શરદીની દવા લીધી ને તે પીધી....આમ તો મારી પાસે હતી જ પણ 2 દિવસ થી તેનાથી કોઈ ફેર ન પડતો હોવાથી...મેં દવા બદલવાનો નિર્ણય કરિયો હતો....


ફરી એક વખત આપણા ગુજરાતીની વિશેસ્તા કહો તો વિશેસ્તા અને ઉદારી કહોતો તે...બપોરનું લંચ લેવા અમે s 11ના મિત્રો જેવા બેઠા તો આજુ બાજુમાં અમુક મહારાષ્ટ્રના મિત્રો, કર્ણાટકના મિત્રો હતા તેને પણ ખૂબ નાસ્તો આપીયો....કારણ કે તેવો તો માત્ર નીચે થી લંચ બોક્સ લઈને આવેલ અને અમે તો સુખડી, અદડીયો , સેવડો, ચીકી વગેરે ઘણી વસ્તુ ખાતા હતા એટલે તે લોકોને નવાઈ લાગી ....અને અમને ખવરાવવાનો આનંદ પણ હતો...અને તેવો પણ ખુશ થયા ....જમી થોડીવાર આરામ કરિયા બાદ ફરી વાર સફર ચાલુ કરી...આરામ તો બેઠા બેઠા જ કરવો પડે તેમ હતો કારણ કે ચારે બાજુ બરફ જ હતો માટે કોઈ વૃક્ષના થડીએ કે પડી ગયેલ વૃક્ષની ડાળીઓ પર બેસીને જ આરામ કર્યો ....ફરી સફર ચાલુ કરી.....લગભગ 1 કે 1.30 કલાક ચાલીયા ત્યાં જ અમારો હાયર કેમ્પ 2 લોહાસુના કેમ્પ જોવા મળિયા....પણ ત્યાં પહોંચવા માટે વચ્ચે એક મોટી ખાઈ હતી....ઉપર થી બરફ નું પાણી પીગળીને આવતી નદીનું વહેણ પણ કહી શકો....તે અમારે પાર કરવાનું હતું ... આમતો પાણી વધારે ન હતું પણ બંને બાજુ ખીણ અને ઢોળાવ હતા...આ ઢોળાવના કિનારે એક માણસ માંડ માંડ ચાલી શકે તેવી પગ કેડી હતી...તેના પર ચાલીને જયા પાણી વહી રહીયું હતું તે પાર કરવાનું હતું...બરફવાળો રસ્તો અને સાંકડી પગ કેડી પર ચાલતા જો પગ લપસે તો ગયા ખીણમાં....આ બાજુ થી ઉતરીને પાણી વાળો ભાગ પાર કરવાનો અને પેલી બાજુની ખીણ નો ઢોળાવ ચડવાનો હતો...આવી વખતે ડર કરતા ઉત્સાહ વધારે હોય છે...જેને ચેલેન્જ પણ કહી શકાય...


ધીરે ધીરે તે પડાવ પણ અમે બધાએ હેમખેમ પાર કરિયો...અને અમે લોહાસુ ના કેમ્પમાં પહોંચીયા...પણ અહીં તો ઠંડી ખૂબ જ વધારે....માઇન્સ 4 ડિગ્રી જેવું તાપમાન....મોં માંથી ધુવાડા નીકળતા હતા...બહાર ઉભા પણ રહી શકાય તેમ ન હતું ..ફટાફટ આપવામાં આવેલ ટેન્ટમાં ગયા અને ત્રણ ત્રણ જોડી કપડાં પહેરિયા અને તેની ઉપર જેકેટ પહેરીયું ત્યારે થોડી શાંતિ થઈ...ટ્રેકમાં ચાલતી વખતે ગમે તેટલું તાપમાન ઓછું હોય તોય બહુ ઠંડી ન લાગે પણ જેવા ઉભા રહો કે ઠંડી લાગવાનું ચાલુ થઈ જાય જે અત્યારે અમને અનુભવ થાય છે....અમને ત્યાંના કેમ્પ લીડરે જરૂરી સૂચનાઓ આપી અને ચા થી લઈને જમવાનો સમય આપીયો..


અમે બપોરના 2.30 વાગે કેમ્પ પર પહોંચીયા હતા....4 વાગ્યે ચા....4.30 વાગ્યે સૂપ...5 વાગ્યે સ્લીપિંગ બેગ અને કમબલ લેવાના , 5.30 વાગ્યે જમવાનું અને જો કોઈને બોનવિટા પીવું હોય તો 6.00 વાગ્યે તે..આવો કાર્યક્રમ આપીયો....અને કાલે સનરાઈઝ જોવા જવાનું હતું તે ટોચ કેદાર કંઠા 12500ફૂટ ઊંચાઈ પર હોવાથી રાત્રે જ 1.30 કલાકે જાગવાનું હતું તેની પણ સૂચના આપવામા આવી....થોડી વાર જ થઈ હશે કે વાતાવરણ બદલવા લાગીયું....અહીં એક કહેવત છે કે હિમાલયનું વાતાવરણ અને મુંબઈની ફેશન દર 15 મિનિટે બદલાય છે....જે આજે અમે સાચી પડતા જોઈ....અમેં આવિયા ત્યારે વાતાવરણ એકદમ સાફ હતું ..આકાશ ચોખ્ખું હતું...પણ માત્ર 20 મિનિટમાં આકાશમાં વાદળો દેખાવવા લાગીયા....અને 5 મિનિટ પણ નહીં થઈ હોય ત્યાં તો હિમ વર્ષા ચાલુ થઈ ગઈ....રૂ જેવો વરસાદ...કોઈ આકાશમાંથી રૂની પાંદડીઓ નાખતું હોય તેવો નજારો.....અમે ટેન્ટમાં ઠંડીને કારણે ઘુસી ગયા હતા તે બધા હિમ વર્ષાનો આનંદ લેવા ટેન્ડ છોડીને બહાર આવિયા....કારણ કે ભાગ્યે જ હિમ વર્ષા જોવાનો લાભ ટ્રેકરોને મળે ..જે આજે અમારા ભાગ્યમાં હતું....માટે આ લ્હાવો જવા દેવા માંગતા ન હતા...અમુક મિત્રો એ તો ડાન્સ કર્યો અને અમારી જેવાં અમુક થોડીવાર માટે જ બહાર ઉભા રહીને આનંદ માણીયો....

બહાર ઉભેલા દરેક મિત્રોના જેકેટ નો કલર પણ સફેદ થઈ ગયો હતો...અને અમારા ટેન્ટનું બહારનું કાપડ ઉપર કોઈએ સફેદ ચાદર નાખી હોય તેવું હિમ વર્ષાને કારણે દેખાતું હતું..... ત્યારે લગભગ તાપમાન માઇન્સ 8 ડિગ્રી થઈ ગયું હતું...જે રાત્રે માઇન્સ 10 સુધી જઈ શકે તેવી આગાહી પણ હતી અને તે સાચી પણ પડી હતી... 4 વાગ્યે ચા આપી જે અમે બધા પીવા ગયા...ત્યાર બાદ 4.30 વાગ્યે સૂપ આપીયુ પણ હું ઠંડીને કારણે તે પીવા ગયો નહિ...જમવા પણ ગયો ન હતો... સ્લીપિંગ બેગ અને કમબલ આપતા જ ટેન્ટમાં લઈને સુવાની તૈયારી કરી લીધી....આજના ચડાણ અને ઠંડીને કારણે સુઈ જવાનું જ મન હતું....આજે તો અમારા ટેન્ટ રીતસર બરફની પાટ ઉપર મુકેલા હતા કારણકે અહીં કોઈ બાજુ જમીન દેખાતી જ ન હતી.. ટેન્ટની નીચે બરફ અને તેની ઉપર પ્લાસ્ટીક નું તાપડું અને તેની ઉપર ચારચો...3 જોડી પગના મોજા પહેરેલા હતા છતાં ટેન્ટમાં પગ મુકાતો ન હતો.... હાથના 2 જોડી મોજા પહેરેલ હોવા છતા ઠંડી એનું કામ ચાલુ જ રાખતી હતી....

નરેશ વાસાણી જે રંધોળા ( ભાવનગર ) રહેવાનું હતું તે અમારી સાથે ટ્રેક પર આવેલ પણ તેને પીઠની પ્રોબ્લેમ હોવાથી આજે તેની પણ તબિયત ખરાબ હતી અને નરેશ માવણી જે મારા મામાં નો દીકરો થાય તે સુરતથી જ અમારી સાથે આવિયા હતા તેને શરદી અને માથાના દુઃખવાને કારણે તેની તબિયત પણ આજે ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી....પણ સુરેશભાઈ એ અમારા બધાની પરિસ્થિતિ જોઈને દરેક ને બે બે કમબલ આપીયા....ખરેખર ત્યારે સુરેશભાઈ અમને ભગવાન જેવા લાગીયા...બંને કમબલ નીચે પથરીયા અને ઉપર સ્લીપિંગ બેગ મૂકીને તેમાં ઇનર નાખીને સુવાની ત્યારી કરી લીધી....રાત પડે અને સ્લીપિંગ બેગ ની અમે વાટે હોઈએ કારણ કે તેની રચના એવી રીતે કરવામાં આવેલ હોય છે કે બહાર ગમે તેટલી ઠંડી હોય પણ એકવાર તેની અંદર સુઈ જવામાં આવે તો ઠંડી ગાયબ થઈ જાય....તેનો આકાર કેપસુલ જેવો હોય છે...


અહીં 5.30 આજુબાજુ અંધારું થઈ જાય અને સવાર પણ વહેલા પડે...6 વાગીયા હશે અને અમે બધા લગભગ સુવાની ત્યારી કરી લીધી હતી...આજે અમારામાંથી અમુક સભ્યોએ કાલે આગળ ન જવા નું નક્કી કરીને સુવાની તૈયારી કરી...જેમાં હું પણ હતો....હું તો થોડીવારમાં જ સુઈ ગયો હતો...સૂતી વખતે સુરેશભાઈએ ફરી તાવની દવા આપી જે મારા માટે કામ કરી ગઈ હતી....બાકીના ક્યારે સુઈ ગયા તેની ખબર નથી.....આજે ટાઈપિંગ થાય તેવી સ્થિતિ જ ન હતી... આજની વાત કાલે ટાઈપ કરવાનું નક્કી કરીને હું સુઈ ગયો હતો......આ વાત ટાઈપ તારીખ 2/1/18 ની રાત્રે 11 વાગ્યે ઊંઘ ઊડી જતા કરી છે.....એટલે અમુક અનુભવો ન પણ લખાણા હોય.....આજના ટ્રેકની વાત અહીં પુરી થાય છે ....કાલે ફરી મળીશું ....
આગળની વાત ભાગ 07 માં
ત્યાં સુધી મારા અને મારી ટીમ kk 14ના વંદે માતરમ....


==================================================
👉 માહિતી સારી લાગી હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલસો નહીં મિત્રો