કેદારકાંઠા ટ્રેકિંગ ભાગ 07 - મારા અનુભવો

 દિવસ ......7- 02/01/2018


મધરાતે 1.30 વાગ્યે બધા ને જગાડવામાં આવિયા ....બહાર તો ઠંડી ખૂબ હતી...માઇન્સ 8 ડિગ્રી તાપમાન હતું....કેમ્પના સ્ટાફ દ્રારા જ દરેકના ટેન્ટમાં જ ચા આપવામાં આવી હતી....આજે બ્રશ કરવાનો પણ સમય ન હતો અથવા એમ કહીએ તો પણ ચાલે કે પાણીને અડવાની હિંમત ન હતી... આમ તો રાત્રે જ મેં, અજય પટેલ, નરેશ માવાણી, બીજા એક બે મિત્રો એ ઉપર એટલે કે કેદાર કંઠા (પિક ) ની ટોચ પણ ન જવાનું વિચારીયું હતું કારણકે અહીં હાયર કેમ્પ પર જ માઇન્સ 8 ડિગ્રી તાપમાન હતું અને ઉપર આના કરતાં પણ વધારે હોવાની સંભાવના હતી તેમ પણ કાલના ચડાણ પછી અમે માનસિક રીતે થાકી ગયા હતા માટે કેમ્પ પર જ રહેવાનું નક્કી કરીને સુતા હતા ...પણ સવારે તબિયત સારી હતી તેમજ થાક ઓછો થઈ ગયો હતો...માટે અમે પણ બધા જ ત્યાર થઈ ગયા હતા પિક પર જવા...


સવારે 2. 00 વાગિયા માં જ મેગી અને ખીર નાસ્તામાં આપવામાં આવી નાસ્તો કરીને સ્લીપિંગ બેગ અને કમબલ જમા કરાવીયા...2.30 વાગિયા આજુબાજુ અમારી ગણતરી કરીને ફરી એક વાર નીકળી પડિયા કેદાર કંઠા ની ટોચ ચડવા ....જેની ઉંચાઈ 12500 ફૂટ હતી....એક ગાઈડ આગળ અને એક ગાઈડ પાછળ હતા....લગભગ દરેકે ત્રણ ત્રણ જોડી કપડાં અને ઉપર જેકેટ પહેરિયા હતા...અમૂકે તેની ઉપર રેઇન કોટ પણ પહેરેલા હતા...અહીં વાતાવરણ નું કાઈ નક્કી ન કહી શકાય ગમે ત્યારે બદલાઈ ...પગમાં બે જોડી મોજા અને પ્લાસ્ટિકની કોથળી પહેરી હતી જેથી કરીને બરફ બુટમાં જાય તો પણ ઓછો પ્રોબ્લેમ આવે ...રાતનું ચડાણ હોવાથી દરેક પાસે લાઈટ હતી કોઈએ હાથમાં રાખી હતી તો કોઈએ માથા પર બાંધવાની લાઈટ લીધી હતી... લાકડી અથવા સ્ટીક વગર તો ચડાણ શકાય જ ન હતું માટે એક હાથમાં તે લેવી જરૂરી હતી....આજે સમાન અહીં કેમ્પમાં જ મૂકીને જવાનો હતો કારણકે બપોર થતા પાછા અહીં જ આવાનું હતું...સાથે નાની બેગ લેવાની હતી જેમાં પાણીની બોટલ અને નીચે થી આપવામાં આવેલ થોડો સૂકો નાસ્તો અને ફૂટીનું પેકેટ હતું તે જ લઇ જવાનું હતું....


કેમ્પમાં જ પીવા માટે ગરમ પાણી ની વ્યવસ્થા કરવામાં આવેલ હતી તો અમે દરેકે બોટલમાં ગરમ પાણી ભરી લીધું ...52 માંથી એક સભ્ય સવારે આવવા તૈયાર ન થયો બાકીના અમે 51 વ્યક્તિઓ સવારે 2.30 વાગે ફાઇનલ ચડાણ માટે તૈયાર થઈ ગયા હતા...અમે કેમ્પ છોડીને ચડાણ ચાલુ કરીયું ....અને આજે અમારા ભાગ્ય અત્યારે સારા હતા કે કાલે રાત્રે બરફ વર્ષા થઈ હતી જેથી તાજો બરફ હતો....માટે ચડાણમાં ઓછો પ્રોબ્લેમ આવે તેવું લાગતું હતું કારણકે જેમ જેમ જૂનો બરફ થઈ જાય તેમ ચડાણ અઘરું બને...લપસવાની સંભાવના વધારે રહે...આગળ ગાઈડ બરફમાં રસ્તો બનાવતા જાય અને અમે પાછળ પાછળ ચડાણ કરતા જતા હતા...માથે આકાશ ચોખ્ખું હતું તારા મંડળ અને ચંદ્ર એકદમ નજીક દેખાતા હતા...ટોર્ચ લાઈટ અને ચંદ્રના પ્રકાશમાં બરફ હીરાની જેમ ચમકતો હતો...અમે અંધારામાં જ ચડાણ કરે જ જતા હતા...થોડું ચડાણ ચડીયે એટલે થાકી જતા હતા થોડી વાર ઉભા રહીને પાછા ચડાણ ચાલુ કરતા હતા...ઠંડીને કારણે શરદી પણ ખૂબ જ હતી અને મો માંથી રીત સરના ધુવાડા નીકળતા હતા...માથે ગરમ ટોપી અને મો પર માસ્ક પહેરેલ હોવા છતાં ઠંડી લાગતી હતી...


બરફની ચાદર પર અમુક જગ્યા પર ભૂંડ (જંગલી સુવર ) ના પગલાં જોવા મળતા હતા...એમ કહેવાય કે જો અકેલો માણસ આ સુવારો જોઈ જાય તો તેના આગળના બે મોટા દાંત માણસના પેટમાં ઘુસાડી ને માણસને ફાડી નાખે...તેવો એક કતારમાં જ આવતા હોય તેવા તેના પગલના નિશાન જોવા મળિયા હતા...જ્યારે કઈક કંઈક જગ્યા પર ભાલુ ( સફેદ રીંશ ) ના પગલાંઓ જોવા મળતા હતા...અમે પણ રાતના અંધારામાં ચારે બાજુ નજર રાખતા રાખતા બરફમાં ચડાણ કરે જ જતા હતા..અમુક અમુક જગ્યા પર તો અમારા પગ ઘૂંટણ સુધી બરફમાં જતા રહેતા હતા..એક પહાડ ચડતા હોઈએ અને નીચેથી જોઈએ તો એમ લાગે તે કે બસ હમણાં જ પહોંચી જાશું પણ જ્યારે ત્યાં ચડીયે તો ખબર પડે કે આની ઉપર પણ એક પહાડ છે...પાછા મન મકમ કરીને ચડાણ ચાલુ કરીએ...આમને આમ અમે કેટલાય બરફના પહાડની ટોચ પાર કરતા ગયા....


બધી જ બાજુ બરફ ને બરફ હતો..ઉપર અંધારું અને નીચે બરફની ચાદર અને વચ્ચે અમે ...દૂરથી કોઈ જોવે તો એમ લાગે કે બરફની ચાદર પર કાળા પડછાયા ચાલી રહિયા હોય ...જ્યાં પગ મુકો ત્યાં પગ સીધો બરફમાં ઘુસી જ જાય...અમુક જગ્યા પણ જૂનો બરફ પણ આવતો હતો અને જો ત્યાં ધ્યાન ન રાખવામાં આવે તો લપસીને પડતા હતા...હું ખુદ ત્રણ કે ચાર વાર અત્યાર સુધીમાં પડીયો હતો...લગભગ 1.30 કલાક ચાલીયા બાદ એક ઝૂંપડી આવી ત્યાં ટી બ્રેક માટે દરેક મિત્રો ઉભા રહિયા...ત્યાં અમારા માંથી અમૂકે જીંજર ની ચા પીધી....આચાર્ય થાય કે આટલી બધી ઉંચાઈએ આ લોકો સવારમાં આટલા વહેલા અહીં વેપાર કરવા કેમ આવી શકતા હશે? ..અહીં માઇન્સ 12 ડિગ્રી તાપમાન થઈ ગયું હતું અમે ત્યાં થોડીવાર બેઠા....એક ચા ના 30 રૂપિયા લેખે અમે 9 મિત્રોના 270 ચૂકવ્યા...ત્યાર બાદ ફરી વખત આગળ ચડાણ ચાલુ કરીયુ ..પણ દરેક વખતે ચડાણ અઘરું ને અઘરું આવતું જતું હતું...


ટી બ્રેક ની જગ્યા પર જ અમારામાંથી એક મિત્ર જગદીશ એ તો નક્કી કરી નાખીયું કે તે આગળ નહીં આવે અને તે અહીં બેસીને બીજા પાછા આવે ત્યારે તેની સાથે નીચે પરત ફરશે...પણ બીજા મિત્રોએ હિંમત આપતા અંતે તે તૈયાર થઈ ગયો અને ચડાણ ચાલુ કરીયું ....અમારે કેદાર કંઠા જઈને સૂર્ય ને ઉગતો જોવાના હતો...એમ કહેવાય છે કે અહીં થી સૂર્ય નીચે થી બહાર નીકળતો હોય તેમ ઉદય થાય છે....માટે સૂર્યોદય થાય તે પહેલાં પહોંચવાનું હતું...થોડી ઝડપ પણ રાખતા હતા પણ પાછા થાક લાગે એટલે અમારી ઝડપ ઘટી જતી હતી...અમુક અમુક જગ્યા પર તો રસ્તો જ ન હતો છતાં જેમ તેમ કરીને પગ મુકતા મુકતા ચડતા હતા....અમુક જગ્યા પર બને બાજુ ખીણ અને વચ્ચે પગ કેડી આવે તો ત્યારે વધારે સંભાળવું પડે તેમ હતું...આ ઉપરાંત 3 દુશ્મન તો ખરાજ...એક લેપડ, બીજું ભાલું અને તીજુ જંગલી સુવર આ બધા નું પણ ધ્યાન રાખવાનું...અંતે અમને કેદાર કંઠા ની ટોચ દેખાણી ....પણ ત્યાં સુધીમાં તો અમારા માં થી અમુક લોકો તો રીતસરના થાકી ગયા હતા...


તાપમાન માઇન્સ 16 ડિગ્રી પહોંચી ગયું હતું....અમુક લોકો તો હવે આગળ વધવા જ માંગતા જ ન હતા પણ તેને છોડીને આગળ પણ ન જવાય કારણકે જો આ તાપમાનમાં 10 મિનિટ પણ માણસ એક જગ્યા પર બેસી રહે તો બરફ થઈ જાય અને તે ક્યારે મૃત્યુ પામે તેની ખબર પણ તેને ન રહે...માટે થોડી થોડી હિંમત આપીને અમે અમારી સાથે સાથે લેતા જતા હતા...એમ કહીએ તો પણ ચાલે કે એક બીજાને હિંમત આપતા આપતા આગળ વધે જતા હતા...ધીરે ધીરે ટોચ નજીક આવતી જતી હતી...બસ હવે નજરની સામે એક સિધુ ચડાણ અને ટાર્ગેટ પૂર્ણ....પણ છેલ્લું ચડાણ ખૂબ જ અઘરું હતું ...80 થી 85 ડિગ્રી ચડાણ હતું અને તે પણ કોઈ પગ કેડી વગર ...બીજું ત્યાં બરફ ન હતો પણ જમીન અને પથ્થર હતા....ક્યાંક ક્યાંક બરફ પણ હતો....તે પણ હિમતે અમે ચડિયા અને કેદાર કંઠા ની ટોચ પર પોહચિયા....જેવા પોહચિયા કે તરત એક નાની મંદિર જેવી ડેરી દેખાણી....જેમાં શંકર પાર્વતી નો એક ફોટો હતો ....કેદાર કંઠા નો હવે તમને અર્થ સમજણો હશે...અમે પ્રથમ નમન કરિયા અને પછી ફોટો પાડીયો...12500 ફૂટ ઉંચાઈ અને માઇનસ 16 ડિગ્રી તાપમાન આવી જગ્યા પર ભગવાનનું મંદિર જોઈને ખુબ જ આનંદ થયો... આ સ્થળનું વર્ણન શબ્દોમાં ન કરી શકું તેવી આ જગ્યા હતી....જ્યારે જે લોકોએ આ જગ્યા જોઈ હોય તે જ આને માણી શકે તેવી જગ્યા હતી....ચારે બાજુ પહાડીઓની હારમાળા દેખાતી હતી...હિમાલયની ગિરિમાળા જોઈ શકાતી હતી...બીજી બાજુ પણ પહાડોની હારમાળા દેખાતી હતી...વાદળો અમારી નીચે થી જતા હતા....


અમે જ્યારે આ જગ્યા પર પહોંચીયા ત્યારે 8.00 વાગી ગયા હતા એટલે સૂર્યઉદય થઈ ચુકિયો હતો...અમારા માંથી અમુક મિત્રો વહેલા પહોંચીયા હતા તેણે સૂર્ય ઉદય થતા જોયો હતો...અત્યારે પણ સૂર્ય અમારી સામે ઉભો હોય તેવું લાગતું હતું...ફોટા માં અમે આખું દ્રશ્ય કેદ કરવા પ્રત્યન કરિયો પણ છે....અહીં આવિયા પછી લાગીયું કે સારું થયું કે અમે નીચે કેમ્પમાં ન રહિયા અને હિંમત કરીને આવિયા તો આ નજારો જોવાનો લાભ મળિયો...થોડીવાર તો અમે એક જગ્યા પર બેસીને હાથના અને પગના આંગળા જે સુન થઈ ગયા હતા તે સરખા કરવા લાગીયા....અમને હાથના આંગળા માં એટલું બધું દર્દ થતું હતુંકે આંગળાને તોડી નાખીએ...તેવા બરફ જેવા કડક થઇ ગયા હતા...ખબર જ ન પડતી હતી કે આંગળા છે કે નહીં...હવે તો ઠંડી તો હતી જ પણ સાથે સાથે પવન પણ હતો... અમારી સામે જ પાણી નું ટીપું પડે તો તરત બરફ થઈ જતું હતું ....થોડીવાર અમે બધાએ ભરપૂર ફોટોગ્રાફી કરી બે કે ત્રણ મિત્રોએ શર્ટ ઉતારીને ફોટા પડાવીયા.... અમારી હિંમત ન ચાલી...ત્યાર બાદ બધાએ બેસીને થોડો થોડો નાસ્તો કરિયો અને બેઇઝ કેમ્પ માંથી આપેલ ફૂટી આજે પીધી...


અને ત્યાર બાદ અમે બધાએ આ ટ્રેકનો ટાર્ગેટ પૂર્ણ કરિયો તેની યાદગિરી માટે બધાયે એક ગ્રુપ ફોટો પડાવ્યો...અને પછી પરત ફરવાનું ચાલુ કરીયું ....હવે જે પહાડો અમે ચડીને આવિયા હતા તે ઉતારવાના હતા....ચડાણ કરતા પણ અઘરું હોય તો તે છે ઉતરવું...ખૂબ ધ્યાન રાખીને અમે કેદાર કંઠાની ટોચથી ઉતરવાનું ચાલુ કરીયું...આમાં દરેક ટ્રેકર વચ્ચે અંતર રાખવું ખૂબ જ જરૂરી હોય છે કારણકે જો એક પડે તો નીચે વાળાને પણ પાડે...માટે આપણે તો આપણું ધ્યાન રાખવાનું જ પણ પાછળ વાળા આપણી ઉપર ન પડે તેનું પણ ધ્યાન રાખવું પડે...બરફવાળા ભાગમાં ઉતરવાની તફલિક પડતી હતી કારણકે સૂર્ય પ્રકાશ પડતા બરફ થોડો પીગળે...એટલે લપાસવાના ચાન્સ વધે...બરફમાં પડીએ તો બહુ પ્રોબ્લેમ ન આવતો હતો...બરરફમાં સ્લાઈડ કરવાનો બધાએ ખૂબ આનંદ ઉઠાવીયો.... અમુક જગ્યા પર ઉતાવળ થી પગ મુકાય જાય તો સ્પીડ આપો આપ વધી જાય અને શરીરનું બેલેન્સ ન રહે એટલે આપો આપ બરફમાં સ્લાઈડ થઈ જાય...


ક્યાંક ક્યાંક તો પગ ઘૂંટણ સુધી બરફમાં ખુસી જતા હતા...અમુક સીધી સ્લાઈડ કરતા હતા તો અમુક ને ક્યારેક ક્યારેક બે ત્રણ ઊંધે માથે રાઉન્ડ પણ લાગી જતા હતા...પણ આનંદ હતો...આવું વાતાવરણ અને સ્થળ લાખો રૂપિયા ખર્ચ કરતા પણ ન મળે...ધીરે ધીરે ઠંડી ઓછી થતી જતી હોય તેવું લાગતું હતું...બપોરના 11.30 વાગ્યે અમે ફરી પાછા લાહોસુ કેમ્પ પર પોહચિયા ત્યાં પોહચતાની સાથે જમવાનું આપમાં આવ્યુ....ભાત અને રાજમાની દાળ જમવામાં હતી.... મેં થોડા ભાત અને રાજમાની દાળ લીધી અને ખાધી.... ફટાફટ અમારા થેલા લીધા અને બુટ કપડાં જે સાફ કરવા જેવા હતા તે સાફ કરિયા અને બદલવા જેવા લાગતા હતા તે બદલિયા...અને 12.30 વાગીએ અમેં લાહોસુંના કેમ્પને વિદાય આપીને હવે અમે પાછા ઉતરવાનું ચાલુ કરીયું....


કાલે જે જગ્યા પર બપોરનું જમીયા હતા ત્યાં સુધી એ જ રસ્તા પર ચાલીને પહાડો ઉતરવા લાગીયા...ત્યાં થી ડાબી બાજુ બીજા રસ્તા પર થી ઉતરાણ ચાલુ કરીયું...રસ્તો બરફ વાળો હતો અને જૂનો બરફ જામેલ હતો એટલે બહુ ધ્યાન રાખીને ઉતરવાનું હતું...ક્યાંક ક્યાંક અમુક લોકો પડતા હતા....પણ એક બે વ્યક્તિઓને બાદ કરતાં કોઈને મોટી ઇજા થયેલ ન હતી...ધીરે ધીરે જંગલ વિસ્તાર ચાલુ થયો...નીચે ઉતરવાનો રસ્તો ખૂબ જ ખરાબ હતો....અંતે સાંજના 3.00 વાગે અમે હાયર કેમ્પ અલગાવ પહોંચીયો....જેની ઉંચાઈ 8000.ફૂટ હતી.....ઠંડીનું પ્રમાણ થોડું ઓછું થયું હતું....કેમ્પ લીડર આપણા ગુજરાત રાજકોટના હતા....સૌ પ્રથમ અમને આપવામાં આવેલ ટેન્ટમાં સામાન મુકિયો....


આજે સવારના 2.30 વાગિયા થી લઈને બપોરના 3.00 વાગિયા સુધી ચાલતા હતા....બધા જ ખૂબ જ થાકી ગયા હતા....ટેન્ટમાં બેસતાની સાથે જ બધાયે હાસકારો મેળવિયો.....થોડીવાર બાદ અમને રિપોટીંગ માટે બોલાવવામાં આવિયા.... રિપોટિંગમાં અમને સૂચનાઓ આપી અને ચા થી લઈને બોનવિટા સુધીનો કાર્યક્રમ આપવામાં આવીયો ....અમે બધા ખુશ હતા જેના ઘણા કારણો હતા જેમાં પ્રથમ અમે સંપૂર્ણ ટ્રેક પૂર્ણ કરીને પરત ફરિયા હતા...બીજું આખા ટ્રેક દરમિયાન નાની ઇજાઓને બાદ કરતાં કોઈ મોટી દુર્ઘટના બની નહીં...તીજુ અમે જે કુદરતી નજારો જોયો હતો તે કોઈ પણ દિવસે અમને જોવા ન મળે તેવો હતો...આજે ચા ખૂબ જ સારી હતી...ચા ની સાથે સાથે બે બે વડા આપવામાં આવેલ હતા ..વડા પણ આપણા ગુજરાતી સ્વાદ વાળા...ખરેખર આખા દિવસનો થાક આ ચા અને વડાએ ઉતારી નાખીયો હતો...અહીં પણ ઠંડીનું પ્રમાણ થોડું રહેવાનું હતું તેવી જાણ અમને કેમ્પ લીડર દ્રારા કરવામાં આવેલ હતી...અને ખરેખર સાંજ પડતા પડતા ઠંડી પાછી વધી...કોઈ જગ્યા પર લપસવાથી સુરેશભાઈની એક આંગળીમાં થોડો દુખાવો થયો હતો...સુરેશભાઈ અમારી ટીમ લીડર હતા...


અમે બધા ટેન્ટમાં બેઠા હતા ત્યાં જ કેમ્પ લીડર અમારા ટેન્ટમાં દુઃખવાનો સ્પ્રે લઈને પૂછવા આવેલ કે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો...પણ અમે થોડીવાર માટે ટેન્ટમાં અમારી સાથે બેસાડીયા....અને અમારી પાસેનું અદડિયું અને સેવડો આપીયો....ગુજરાતી તો હતા જ અને ગુજરાતી ખાવાનું મળતા ખુશ થઈ ગયા....ત્યાર બાદ સૂપ અમારા ટેન્ટમાં જ તેણે એક મોટો જગ ભરીને આપી ગયા....કહેવત છે ને કે તમે કોઈને વેંત નમો તો કોઈ તમને હાથ નમે...મારી સૂપ પીવાની કે ખાવાની કોઈ ઈચ્છા ન હતી....માટે જેવી સ્લીપિંગ બેગ અને કમબલ આપતા જ સુવાની ત્યારી કરી લીધી....સાંજે લગભગ 5 વાગતા જ હું સુઈ ગયો હતો.....કાલે સવારે શાંતિ હતી...પણ રાત્રે 11.00 વાગે પાછી ઊંઘ ઊડી ગઈ...અને ફરી વખત ટાઈપિંગ ચાલુ કરીયું...લગભગ 2 વાગિયા હશે અને ઊંઘ આવતા ટાઈપિંગ બંધ કરીયું....આજની વાત ખૂબ જ મોટી હતી ....કારણ કે આજે સફર પણ મોટો હતો અને આજે ટ્રેકનો અનુભવ દરેક દિવસ કરતા અલગ હતો...બધું અહીં લખી શકવાનું શક્ય નથી કારણ કે હજી લખવા બેસું તો બીજા 4 કલાક જોવે તેમ છે...માટે બસ હવે શુભ રાત્રી....
kk 14 ટીમના વંદે માતરમ....કાલે ફરી મળીશુ....
                             આગળની વાત ભાગ 07 માં
==================================================
👉 માહિતી સારી લાગી હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલસો નહીં મિત્રો