કલમ ડુંગર - ગુજરાત

 કલમ ડુંગર


વધઈ થી 20 કિમિ ના અંતરે આવેલ કલમ ડુંગર જે 800 મીટર ઊંચો ડુંગર છે આમ જુઓ તો તે ડાંગની ટેકરીઓમાં સૌથી ઊંચી ટેકરીમાં કલમ ડુંગરનું નામ ગણાવી શકાય છે.

અહીં જવા માટે -
વઘઈ થી આહવા રોડ પરથી ભવાન દગડથી પણ જઈ શકાય છે આમ તો આ રસ્તો વધુ સારો છે અને સરળ પણ છે પરંતુ ચોમાસામાં આ રસ્તો બંધ હોય છે કારણ કે વચ્ચે એક નદી પર નીચાણ વાળો પુલ આવે છે જે ચોમાસામાં વરસાદને કારણે પુલ પરથી પાણી જતું હોય છે જેને કારણે રસ્તો બંધ હોઈ શકે છે.
બીજો રસ્તો વઘઈ સર્કલ પાસેથી જમણી તરફ એક નાનો રસ્તો કલમ ડુંગર તરફ જાય છે તે રસ્તો ગામડાનો હોવાથી થોડો નાનો છે અને પહાડી રસ્તો છે.

કલમ ડુંગરવિશે માહિતી-
કલમ ડુંગર પહોંચતા ની સાથે એક ગેટ આવે છે જ્યાં થી બાઇક કે કાર ઉપર પાર્કિંગ સુધી જઇ શકે છે પણ 2 કિમિ નો આ રસ્તો પહાડી અને ચડાણ વાળો હોવા થી થોડી કાળજી રાખવી. બાકી બાઇક કે કાર ઉપર પાર્કિંગ સુધી જઇ શકે છે.
પાર્કિંગ પાસેથી જ 100 પગથિયાં જેટલું ચડાણ ચડિયા પછી એક હનુમાનજી નું મંદિર આવે છે . ત્યાં બાજુમાં એક પાકા ચણતર વાળો હોલ અને રસોડું જેવું બનાવેલ છે. જ્યાં તમે નાનો પ્રોગ્રામ પણ કરી શકો છો. ત્યાં થી થોડા આગળ જતાં માતાજીનું એક નાનું મંદિર આવે છે અને ત્યાર બાદ થોડા આગળ જઈએ એટલે એક નીચે રસ્તો જાય છે જે ડુંગર ની અંદર એક ગુફામાં મંદિર બનાવ્યું છે તે તરફ જાય છે અને એક રસ્તો ઉપર જાય છે જે એક ટેકરીની ટોચ પર લઈ જાય છે.

પ્રાકૃતિક સૌંદર્ય :-
આ ટેકરી આજુબાજુ દરેક ટેકરી કરતા ઉચી હોવાથી અહીં ચારે બાજુનો નજારો ખૂબ જ મનમોહન રીતે જોઈ શકાય છે. અહી ટોચ નું વાતાવરણ શાંતિ પ્રિય વાતાવરણ માણવા મળે છે. ચારે બાજુ જંગલોથી જ ઘેરાયેલ ડાંગ જિલ્લો અહીંથી જોઈ શકાય છે તે ઉપરાંત દૂર આહવા શહેર પણ જોઈ શકાય છે. ચોમાસામાં પગથિયા પરથી પાણી પડતા નજારો પણ અદભુત જોવા મળે છે. તેમજ બે થી ત્રણ જગ્યા પર વોટરફોલ પણ જોવા મળે છે. સાંજના સમયે અહીં સનસેટ જોવાની પણ એક અલગ મજા છે.
ટ્રેકરો કે પહાડોના શોખીન લોકો અહીં રાત્રે કેમ્પિંગ કરે છે અને આકાશમાં દેખાતા તારાઓનો નજારો માણે છે. ખાસ કરીને અંજવાળિયામાં રાત્રે ચંદ્રનો નજારો પણ જોવા લાયક હોય છે. શાંતિ ભર્યું વાતાવરણ અને ઠંડો પવન એક અલગ આનંદ આપે છે.

જોવો વિડીઓ :- 👇👇👇


વ્યવસ્થા:-
અહીં એક નાની એવી દુકાન છે જે તમને નાસ્તા અને પાણીની વ્યવસ્થા કરી આપે છે. રાત્રે રોકાણ કરવું હોય તો તે લોકો ટેન્ટ અને ગાદલાની વ્યવસ્થા પણ કરી આપે છે . સાથે સાથે જમવાની વ્યવસ્થા પણ કરી આપે છે.
નીચેના કાર્ડમાં આપેલ નંબર પર કોન્ટેક્ટ કરવો.


કેવી રીતે પહોંચી શકાય:-
વઘઈથી બે રસ્તા જાય છે.
1. આહવા તરફથી ભવાનદગડ વાળા રસ્તેથી ધુલચાંદ તરફથી પણ જઈ શકાય છે.
2. વઘઈથી બોરપાડા થી લુહારિયાથી પણ જઈ શકાય છે.
વઘઈ સુધી બસ મળી રહે છે અને ત્યાંથી લોકલ ટેક્સી મળી રહે છે.

લોકેશન:-
https://maps.app.goo.gl/bea4mz7UApY3Vz5K6

અંતર:-
સુરત થી 132 કિલોમીટર
નવસારી થી 89 કિલોમીટર
વઘઈથી 20 કિલોમીટર

આજુબાજુમાં જોવા જેવા સ્થળો:-
1. વઘઈ ગાર્ડન
2. ગીરાધોધ
3. વાંસદા નેશનલ પાર્ક
4. કિલાદ કેમ્પસાઇડ
=========================
ગુજરાત ના બીજા સ્થળો વિશે વાંચો 
   👇👇👇

https://gujjumusafirsolo.blogspot.com/p/blog-page.html