હિમાલય ટ્રેકિંગ: સંપૂર્ણ માર્ગદર્શન
જો ટ્રેકિંગ કરવુ હોય, તો શુ ધ્યાનમાં રાખવું જરૂરી છે? હિમાલય ટ્રેકિંગ માટે કેવી તૈયારી જરૂરી છે?
આવો જાણીએ પૂરી માહિતી .
હિમાલય ટ્રેકિંગ એ એક અનોખો અને યાદગાર અનુભવ છે, પરંતુ તે માટે યોગ્ય તૈયારી જરૂરી છે. આવા પ્રવાસમાં સફળ થવા માટે ફક્ત શારીરિક તંદુરસ્તી પૂરતી નથી, માનસિક સજ્જતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
1. માનસિક તૈયારી
ટ્રેકિંગ માટે સૌથી પહેલા અને અગત્યનું પગથિયો છે – મજબૂત માનસિક સજ્જતા.
અંગ્રેજીમાં કહેવત છે: “The body achieves what the mind believes.”
શરીર કેટલી ક્ષમતા દર્શાવશે તે અનેકઅંશે મનની સ્થિતિ પર આધાર રાખે છે. ટ્રેકિંગમાં મજબૂત મનોબળ અને સ્પષ્ટ લક્ષ્ય જ જીત તરફના પ્રથમ પગથિયા બને છે.
2. ટ્રેકિંગના સ્તરો
હિમાલયના ટ્રેકને સામાન્ય રીતે ત્રણ મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવે છે:
સર્લ (Easy):
સમુદ્ર સપાટીથી લગભગ 10,000 ફૂટ સુધીના ટ્રેક. શરૂઆતના દિવસે વનરાજીમાંથી ચઢાણ થતું હોય છે, પણ ત્યાર બાદ ઘાસિયાં મેદાનોમાં relatively સહેલું ચાલવાનું હોય છે.
મૉડરેટ (Moderate):
14,000 – 15,000 ફૂટ સુધીના ટ્રેક. સતત 3 દિવસ તીવ્ર ચઢાણ ચઢવું પડે. શરીર પર દબાણ વધુ હોય છે.
ડિફીકલ્ટ (Difficult):
15,000 ફૂટથી વધુ ઊંચાઈ. ઓક્સિજનની ઓછી માત્રા, હિમવર્ષા, હિમસરિતા, કડકડતી ઠંડી જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.
3. શારીરિક તૈયારી
ટ્રેકિંગ પહેલાં ઓછામાં ઓછા બે મહિના અગાઉથી શારીરિક તૈયારી શરૂ કરી દેવી જોઈએ. આ માટે:
દૈનિક કસરત:
ચાલવું, ધીમું દોડવું, યોગ અને સૂર્યનમસ્કાર કરવું.
સાઇકલ ચલાવવી અને પગના સ્નાયુઓ માટે પગભર વ્યાયામ કરવો.
સ્ટેમિના વૃદ્ધિ:
દર અઠવાડિયે દોડ/ચાલવાની મર્યાદા વધારવી. ઉદાહરણ તરીકે, પહેલા અઠવાડિયે 3 કિમી ચાલો, પછીના અઠવાડિયે 5 કિમી.
વજનભર્યો બૅગ લઈ સીડી ચઢવાની પ્રેક્ટિસ:
3-6 કિલો વજન સાથે સીડી ચઢવાથી પીઠ અને પગની તાલીમ સારી મળે છે.
પ્રાણાયામ:
ફેફસાં મજબૂત કરવા માટે સૌથી અસરકારક માર્ગ.
4. ભૂલ ટાળો
બહુ લોકો ટ્રેક પહેલાં જિમમાં માત્ર બોડી બિલ્ડિંગ પર ભાર મૂકે છે, જ્યારે કાર્ડિયો પ્રકારની કસરતો (દોડવું, ચાલવું) છોડે છે. ટ્રેકિંગ માટે મજબૂત બાવડાં નહીં, પણ કસાયેલા પગ અને ઘણું સ્ટેમિના જરૂરી છે.