ગૌમુખ વોટર ફોલ અને ગૌમુખ મંદિર, સોનગઢ, ગુજરાત.
સુરત થી માત્ર 99 કિ.મી ના અંતરે ફરી લઈને આવ્યા છીએ એક વોટરફોલ ની માહિતી......
વોટરફોલ ની વાત આવે એટલે નાહવાનું તો મજા જ અલગ....
સાથે સાથે મહાદેવનું મંદિર તો ખરૂ જ હો....
"વાત છે ગૌમુખ નામના વોટરફોલની....."
ગુજરાતના સોનગઢ ની નજીક આવેલ દોણ ગામ નજીકના જગલોમાં અને ગુજરાત મહારાષ્ટ્ર બોડર પર આવેલ છે આ વૉટર ફોલ ...
અહીં ગૌમુખ મહાદેવ ના મંદિર તરીકે ખૂબ પુરાણિક મંદિર આવેલ છે .અને તેની પાસે જ આ ગૌમુખ વોટરફોલ આવેલ છે.
ગુજરાતના સોનગઢ થી સુબીર તરફના રસ્તે 10 કિમી અંતર કાપ્યા પછી ડાબી તરફ ગૌમુખ જવાનો એક રસ્તો આવે છે લગભગ ચાર કિમી જેટલું અંદર ગયા પછી ગૌમુખ પહોંચી શકાય છે. રસ્તો ખૂબ સારો છે અને પાકી સડક બનાવેલી છે. કાર ટેક્સી કે બાઈક આસાનીથી મંદિર સુધી જઈ શકે છે.
અહીં ગાયના મુખમાંથી પાણી નીકળે છે એટલે આ જગ્યાનું નામ ગૌમુખ તરીકે ઓળખાય છે. આ પાણી બાજુમાં શંકર ભગવાન ની મૂર્તિ પર પડે છે અને પછી ફરીથી બીજી ગાયના મુખમાંથી તે બહાર આવે છે.
અહીં આજુબાજુ ખૂબ ગાઢ જંગલો આવેલા છે અને મંદિરની આજુબાજુ ખીણ પણ આવેલી છે. એટલે પ્રવાસ માટેનું એક ખૂબ સુંદર સ્થળ પણ ગણાવી શકાય છે.
મંદિરની પાસેથી જ એક રસ્તો જાય છે જ્યાં બોર્ડ મારેલું છે ધોધ તરફ જવાનું રસ્તો.... લગભગ 125 પગથિયા નીચે ઉતરીને ધોધ સુધી પહોંચી શકાય છે ધોધનું પાણી ઉપરથી નીચે પડતું જોવાનો પણ એક મસ્ત મજા છે અને જ્યારે નાહવા પડીએ ત્યારે બોડીની મસાજ કરતો એહસાસ થાય છે.પાણી ખૂબ જ સ્વચ્છ જોવા મળે છે.
આ ધોધ પર જવાનો સમય જુલાઈથી નવેમ્બર સુધીનો ઉત્તમ સમય ગણાય છે. ધોધ છે તો થોડી સાવચેતી તો રાખવાની જ બહુ દૂર કે આગળ ના જવું અને ખૂબ જ વરસાદ હોય ત્યારે આવા વોટર ફોલ માં નાહવા ના જવું કારણ કે ઘણીવાર ઉપરવાસ માં વરસાદનું પ્રમાણ વધારે હોય તો અચાનક પાણી આવી જાય છે અને જીવનું જોખમ ઊભું થાય છે માટે થોડી કાળજી રાખવી.
ગૌમુખ મંદિરના પાર્કિંગ પાસે ચા નાસ્તાના અનેક સ્ટોલ છે જેથી અહીં ચા નાસ્તાની વ્યવસ્થા આસાનીથી મળી રહે છે.
અંતે એટલું કહીશ કે ફેમિલીમાં પણ અહીં જઈ શકાય છે અને ફરવાની મજાની સાથે સાથે માનસિક શાંતિનો પણ એક અદભુત અનુભવ આ સ્થળ ઉપર મળે છે.
➖➖➖➖➖➖➖➖
👉 નજીકમાં જોવા જેવા સ્થળો.
1. સોનગઢ કિલ્લો
2. મેઢા વોટરફોલ
3. વ્યારા ગાર્ડન
4. ચિમેર વોટરફોલ
5. એકવા ગોલન વોટર ફોલ
6. દોસવાડા ડેમ
➖➖➖➖➖➖➖➖
👉 Google મેપ https://maps.app.goo.gl/1DWyNvXdorSY4wn37
➖➖➖➖➖➖➖➖➖
✒️ માહિતી કેવી લાગી તે કોમેંટ માં જરૂર જણાવજો .
👉 આવા બીજા સ્થળો વિશે માહિતી મેળવવા અમારા પેજ અને વેબસાઈટ સાથે જોડાઈ ને રહો....
➖➖➖➖➖➖➖➖➖
ગુજરાતના ફરવા લાયક અને સુરત થી નજીક બીજા સ્થળો
1. વિલ્સન હીલ વિશે
👇👇👇 https://gujjumusafirsolo.blogspot.com/2023/12/blog-post_36.html
2. ડોન હિલસ્ટેશન વિશે વાંચો
👇👇👇
https://gujjumusafirsolo.blogspot.com/2023/12/blog-post_24.html
3. બાણભા ડુંગર
👇👇👇
https://gujjumusafirsolo.blogspot.com/2022/09/blog-post.html
4. કેવડી ઇકો કેમ્પ સાઇટ
👇👇👇
https://gujjumusafirsolo.blogspot.com/2022/05/blog-post_17.html
5. સાપુતારા હીલ સ્ટેશન
👇👇👇
https://gujjumusafirsolo.blogspot.com/2022/05/blog-post.html
6. દેવઘાટ ઇકો ટુરિઝમ સાઇટ
👇👇👇
https://gujjumusafirsolo.blogspot.com/2022/01/blog-post_30.html
7. કિલાદ ઇકો કેમ્પ સાઈટ
👇👇👇
https://gujjumusafirsolo.blogspot.com/2022/01/blog-post_29.html
8. મહલ ઇકો કેમ્પ સાઈટ
👇👇👇
https://gujjumusafirsolo.blogspot.com/2022/01/blog-post_23.html
9. પદમ ડુંગરી ઇકો કેમ્પ સાઇટ
👇👇👇
https://gujjumusafirsolo.blogspot.com/2022/01/blog-post_12.html
10. આંબાપાણી ઇકો કેમ્પ સાઈટ
👇👇👇
https://gujjumusafirsolo.blogspot.com/2022/01/95-km.html
11. મેઢા વૉટર ફોલ , સોનગઢ, ગુજરાત
lo.blogspot.com/2024/07/blog-post.html
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖